________________
મુનિજીવનની બાળપોથી
૩૮ પરસ્પૃહા એ મહાદુઃખ છે, તૃણુને વિન્થ એ સુખની ચાવી છે, માટે જેમ બને તેમ મુનિએ નિ હતા ખૂબ કેળવવી જોઈએ.
૩૯ વિનય વગરના મોટા તપની કે ભણવાની કંઈ કિંમત નથી.
૪૦ સાધુ જે સંયમની પાલના આરાધક ભાવથી કરે તે મેક્ષની કે દેવલોકની પ્રાપ્તિ કરે છે–પણ વિરાધક ભાવથી સંયમ દૂષિત કરે તે નરક–તિર્યંચ આદિ દુર્ગતિ અવશ્ય મેળવે છે.
૪૧ ગુરુને અવિનય કરનાર કદી કલ્યાણની સાધના કરી ન શકે.
૪૨ શરીરને સુકમાલ ન બનાવવું. સંયમન્તપ અને સ્વાધ્યાદિ પ્રવૃત્તિઓમાં યથાયેગ્ય રીતે પ્રવતી શરીરને કસ કાઢવા લક્ષ્ય રાખે તે સાધુ.
૪૩ દીક્ષા લીધા પછી મા–બાપને કે સગાં-વહાલાંને મેહ ન રખાય, તેમની સાથે ગુરુ આજ્ઞા વિના ધર્મની પણ વાત ન થાય.
૪૪ સાપ કાંચળી ઉતારે તેમ સંસારથી અળગા Oચા પછી સંયમીએ તપેલા લેઢાના ગોળા જેવા તે ગૃહસ્થ સાથે નિરપેક્ષ રીતે કે સ્વછંદ રીતે સંભાવ, સ્ત્રિય કે પત્ર-વ્યવહારાદિ સર્વથા ન કરવું જોઈએ.
સાચા સંયમી માટે ગૃહસ્થે સાથે પરિચય