________________
મુનિજીવનની બાળપોથી ૪૬ પાપને બાપ લોભ છે, અને પાપની માતા માયા છે.
૪૭ નકામી વાત કરવી નહિ તેમ જ સાંભળવી પણ નહિ.
૪૮ જ્ઞાન-દર્શન-ચારિત્રના પ્રજન વગરની કઈ પણ પ્રવૃત્તિ સંયમીએ કરવી ન જોઈએ. - ૪૯ વિચારમાં ઉદારતા, સ્વાર્થ રહિતપણું અને પરાર્થવૃત્તિ કેળવવાથી સંયમની આસેવના આત્માને ઉજજવલતરબનાવવામાં વધુ ચક્કસ રીતે ફલવતી થાય છે.
૫૦ “હું જીવ માત્રને અભયદાન આપવાની વિશદ પદવીવાળા સંયમને અધિકારી છું” આ જાતની જવાબદારી સતત જાગૃત રાખવી જોઈએ. જેથી હલકા વિચારો કે શુદ્ધ સ્વાર્થમૂલક પ્રવૃત્તિઓ સ્વતઃ ક્ષીણ થઈ જાય.
૫૧ સાધુને ચિંતા હોય તે એક જ કે “ભવભ્રમણથી શી રીતે બચાય?” અને તે માટે જરૂરી સંય મની પાલના ગુરુચરણે પૂર્ણપણે સમર્પિત થઈ જવાની તમન્ના સાધુના માનસમાં અહોનિશ જાગતી હોય છે. પરની દીનતા સાધુનું મોટામાં મોટું દૂષણ છે.
પર મોટા બેરિસ્ટરે કે વકીલ ગિની–સેનામહેરેના હિસાબે મિનિટની કિંમત, વાત કરનાર અસીલ સાથે આંા હોય છે, તે તેના કરતાં પણ સંયમી જીવનની એકેક ક્ષણ અમૂલ્ય છે તેથી નિષ્પાજન વાતે કે અનુપચેગી પ્રવૃત્તિઓમાં જરા પણ સમય વ્યર્થ ન ગુમાવે જોઈએ.
૫૩ જે સાધુ ઇન્દ્રિયના વિકારોને પોષવામાં કપડાં–