________________
૧૮૮
મુનિજીવનની બાળપણ ૬૫ દરેક ધર્મ ક્રિયાઓ કરતાં ભગવાનને યાદ કરવા જોઈએ કે–અહે નિષ્કારણ કરુણાલુ પરમાત્માએ ભદપિતા કેવી સરસ ક્રિયાઓ નિદેશી છે ?
૬૬ સવારમાં જ ઊઠતાં જ વિચારણા કરવી ઘટે કે-“હું સાધુ છું ! મારે પાંચ મહાવતે પાળવાનાં છે! મારું કર્તવ્ય હું શું નથી કરતે ! મેં કેટલી સંયમની સાધનામાં પ્રગતિ કરી ? તપમાં શક્તિ ગેપવું છું કે કેમ ?” આદિ.
૬૭ ગુરુમહારાજની ઈચ્છાને અનુકૂળ રહેવું તે સંચમીનું પ્રધાન કર્તવ્ય છે.
૬૮ ગુરુમહારાજની કેઈપણુ આજ્ઞાને આત્મહિતકર માની હૃદયના ઉલ્લાસથી અમલી બનાવવા પ્રયત્ન કરે.
- ૬૯ પોતાની મરજી મુજબ ચાલનાર સાધુ કદી પણ સંયમની મર્યાદાઓ જાળવી શકતા નથી. * ૭૦ “મને આમ લાગે છે માટે હું તે આમ જ કરીશ” એ કદાગ્રહ ન રાખતાં પૂ. ગુરુદેવને જે ચેગ્ય લાગે તે રીતે જ કામ કરવાનો આગ્રહ રાખો.
૭૧ સ્ત્રી સાથે વાતચીત, બહુ કે વારંવાર વિગઈને -વપરાશ, શરીરની શેભા–ટાપટીપ, આ ત્રણે સાધુ માટે તાલપુટ ઝેર સમાન ભયંકર છે,
૭૨ સંસારને દુઃખથી અને પાપથી ભરેલે જાણી - ત્યાગ કર્યો. હવે તે સંસારની કુલામણીમાં ફરીથી ન ફુલાઈ જવાય તે માટે સાવધ રહેવું ઘટે. - ૭૩ સાધુને જે સુખ સંયમના અનુભવથી મળે છે, તે દેવેન્દ્ર કે ચક્વતને પણ નથી મળતું.