Book Title: Muni Jivanni Balpothi Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust
Catalog link: https://jainqq.org/explore/022884/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિજીવની બાળપોથી ભાગ પહેલા 10000 I ૦૦૦૦૦૦૦ Q:00:00 ૧૩૬ મુનિશ્રી ચન્દ્રશેખરવિજાજી કમલ પ્રકાશન ટ્રસ્ટ Page #2 -------------------------------------------------------------------------- ________________ () ખાસ કરીને નૂતન-દીક્ષિતે માટે લેખકશ્રીએ () () તૈયાર કરેલું પુસ્તક... ૧૩૬ મુનિજીવનની છે. બાળપોથી છે ભાગ પહેલો મુનિશ્રી ચન્દ્રશેખરવિજયજી છે Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : કમલ પ્રકાશન ટ્રસ્ટ ૫૦૮૨/૩, બીજે માળે, યાજ્ઞિક ઇન્સ્ટિટયૂટ સામે, રતનપોળના નાકે, ગાંધીરોડ, અમદાવાદ-૧ * ફેન ઃ ૩૮૫૭૨૩ લેખક-પરિચય : સિદ્ધાન્ત મહેદધિ સચ્ચારિત્રચૂડામણિ સ્વ. પૂજ્યપાદુ આ. ભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા સાહેબના વિનેય મુનિશ્રી ચન્દ્રશેખરવિજયજી XOXDXDXS XXIDO D3 પ્રથમ સંસ્કરણ : નકલ ૧૦૦૦ વિ. સં. ૨૦૩૫, વસંત પંચમી તા. ૧-૨-૭૯ મુદ્રક : કેનિમેક પ્રિન્ટસ, મામુનાયકની પાળ, અમદાવાદ ૩૮૦ ૦૦૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ લેખકના બે માલ... ને નિગ્રન્થા સાચા સાધુપણામાં રહેતા આ જગતની મોટામાં મેાટી કોઈ ભૌતિક તાકાત પણ જિનશાસનનું કે જૈનસંઘનું અહિત કરવાને સમથ નથી. જે કાળમાં જૈનત્વ અળહળતું હશે તે કાળમાં તેના ઝળહળાટના લાભ અન્ય સહુને આછેવત્તો પણ પ્રાપ્ત થશે. આમ સકળ જીવરાશિના; કે રાષ્ટ્ર, પ્રજા અને સંસ્કૃતિના હિતમાં મૂળ તા નિગ્રન્થાનુ સાચુ શ્રમણપણું છે. આવુ શ્રમણુપણું મારામાં પ્રગટે એ માટે મેં આ પુસ્તિકાનું લેખન કર્યુ છે. બેશક, અન્ય અનેક પુણ્યાત્માઓ આ લેખનના લાભ ઉઠાવીને સ્વજીવનને અત્યન્ત વધુ શાસ્ત્રનીતિનું અનાવે તેવા ભાવ તા મારા હિતકરણની સાથેાસાથ સકળાએલા છે જ. ગુરુકૃપાથી અને વડીલેા પાસેથી પ્રાપ્ત થએલી જીવંત હિતશિક્ષાના સ્મરણથી લખેલા આ પુસ્તકમાંથી થાડાક પણ શ્રમણ-શ્રમણીએ — ખાસ કરીને નૂતન—દીક્ષિતા — લાભ ઉઠાવશે કે મારો આ પ્રયત્ન પૂરેપૂરા સફળ થશે. - કાંય પણ જિનાજ્ઞાવિરુદ્ધ લખાયુ હાય તા મિચ્છામિ દુક્કડં....તે અ ંગે સહુ કોઈ મારુ ધ્યાન દોરે તેવી વિનંતી સાથે વિરમુ' છું. —મુનિશ્રી ચન્દ્રશેખરવજય Page #5 -------------------------------------------------------------------------- ________________ - , - જે , છે ૮૭ ૧૦૨ આલાચના ૧૧૫ • અનુક્રમણી - અગ્રલેખ ૧. ચાલે, વિકાસની રક્ષા કરીએ २. जाएं सद्धाएं निक्खेतो આણાએ સ્થિય ચરણું ૪. મનની એક નબળી કડી ૫. શાસન-ભક્તિ અષ્ટ પ્રવચન-માતા " દીક્ષા અને પાત્રતા ૮. સ્વાધ્યાય ૧. પ્રકૃતિષ ૧૨૭ ૧૧. અભ્યાસ અને અભ્યાસકાળ બ્રહ્મચર્ય આટલું ધ્યાનમાં લેવા જેવું ૧. બી વિનાની કહેવાતી દ્રાક્ષ અને ૨. પાણીનો કાળ અંગે પાઉિઠાવણિ અંગે ૪. શ્રીસંઘ સાથેના સંબંધ અંગે સવારે પિરસી ભણાવવાના કામ અંગે ચોમાસું બેસતાં પહેલાની જયણા અંગે ૭. કામળીમાં કપડે નાખવા અંગે : ૮. ફળ વહોરતી વખતે ૧૪૦, ૧૫૪ : - T Page #6 -------------------------------------------------------------------------- ________________ ૯. કાપ અંગે ૧૦. સાબુદાણુ અંગે ૧૧. નદી ઊતરવા અંગે ૧૨. આરોગ્ય અંગે ૧૩. તીર્થભૂમિમાં ભક્તિ અંગે ૧૪. વિજાતીય અંગે ૧૫. પૈસાના વ્યવહાર અંગે ૧૬. પરસ્પર અંગે ૧૭. મનના ઉચાર અંગે ૧૮. મુખાદિ પ્રક્ષાલન અંગે ૧૯. પાતરાદિના પ્રતિલેખન અંગે ર૦, તપ અંગે આરાધના-ઉલ્લાસ અંગે ૨૨. પ્રાયશ્ચિત્ત અંગે ૨૩. ડિલશુદ્ધિ અંગે ૨૪. ગોચરી અંગે ૨૫. “આદેશ”ની ભાષામાં બલવા અંગે ૨૬. હસ્તલેખન અંગે ૨૭. વિજાતીય–પરિચય ૨૮. વિહાર અંગે ૨૯. ચાતુર્માસ–પ્રવેશ અંગે ૩૦. કામળી ઓઢવા અંગે . ૩૧. ઉઝઈની વિરાધના અને .. ૩૨. માગું પરઠવવા અંગે ૨૧. ૧૦૪ ૧૦૫ ૧૦૭ ૧૧૮ ૧૧૮ ૧૨૯ Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ ૧૩૨ ૩૩. ધર્મકાર્યો કરવા અંગે ૧૨૯ ૩૪. જરૂરી વસ્તુના ઉપયોગ અંગે ૧૩૦ ૩૫. ઔચિત્યસેવન અંગે ૩૬. પુસ્તક–પરિગ્રહ અંગે ૧૩૧ ૩૭. સૂત્રાર્થ અંગે ૩૮. અભક્ષ્યાદિની પ્રેરણું અંગે ૧૩૨ ૩૯ હંમેશ કાર્યોત્સર્ગ અંગે ૧૪૨ ૪૦. યેચ જીવને પ્રેરણા અંગે. ૧૪૩ ૪૧. નાની દેખાતી વાતે અંગે ૧૪૪ ૪૨. ગોચરી અંગે ૧૪૫ ૪૩. વિહાર અંગે ૧૫૮ ૪૪. શિષ્યની શિથિલતા અંગે ૧૫૯ ૪૫. પક્ષવાદ અને સગાવાદ અંગે ૪૬. કેટલીક ભાષા અંગે ૧૬૦ ૪૭. પ્રાયશ્ચિત્ત અંગે ૧૬૧ પ્રશ્નોત્તરી ૧. પાંચ મહાવ્રતના પાયાના ગુણે ૨. વૃદ્ધ, ગૃહસ્થ, સાધુ-સાધ્વી માટે આશ્રમની જરૂર ! ૮ ૩. ભારતભરમાં ધર્મપ્રચારની જરૂર ! સાધ્વીગણ પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ! ૨૩ ૫. પાલીતાણામાં સાધ્વીઓને વિશેષ સગવડ ૩૪ વિપશ્યના ધ્યાન શા માટે ? ૭. સાધ્વીજી-દીક્ષા પ્રતિબંધ ? ૩૫ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ৩৩ ૭૮ 9 ૮. અશુભ કર્મબંધમાંથી બચવાના ઉપાય ૯. સાધુના જીવનની સફળતામાં મટી શંકા? ૬૨ ૧૦. દીક્ષા લેતાં પહેલાં કલ્યાણકભૂમિની સ્પર્શના જરૂરી?૭૬ ૧૧. દીક્ષા લેવામાં માતાપિતાને અંતરાય ૧૨. દિક્ષાના જીવનમાં જ૫–ધ્યાનની જરૂર ૧૩. મુનિજીવન બાદ આનંદેલ્લાસને સવાલ ! ૧૪. ધ્યાનમાં એકાગ્રતા ન આવે તે શું ? ૧૫. દીક્ષા બાદ ક્યાંક ઉછંખલતા કેમ? ૧૬. શારીરિક આરોગ્ય માટે આવશ્યક સૂચન ૧૭. સંવત્સરી પર્વ અંગે ૧૮. મુનિજીવનમાં દીર્ઘજીવી નવરાશ અને કંટાળે ૧૦૭ ૧૯, સાધ્વીજી વ્યાખ્યાન કરે છે ? ૧૦૯ ૨૦. સાધુ-સાધ્વી માટે સંઘની જવાબદારી શું ? ૧૦૯ ૨૧. શહેરમાં કે ગામડામાં? મુનિજીવનમાં આરોગ્ય માટેના નિયમો ૧૨૨ ૨૩. સંઘનો કલેશ મિટાવ કે નહીં? ૧૩૩ ૨૪. દીક્ષા પહેલાને તાલીમ-સમય ૧૩૪ ૨૫. પાતરાં-કપડાંની ઉપાધિ ૨૬. મહત્વની આરાધના ૨૭. આયુર્વેદિક ઔષધ માટે નિરપવાદ આગ્રહ જરૂરી?૧૪૬, ૨૮. વધુ ટકામાં સાધ્વીજીઓનું આરોગ્ય ચિંતાજનક?૧૪૮ ૨૯, મુનિજીવનમાં ડીગ્રીઓ ૧૬૨ ૩૦. મુનિજીવનમાં છાપાંઓનું વાંચન ૧૬૩ ૩૧. બાળદીક્ષા ૧૬૪ ૧૨૦ ૨૨. ف જે م م ૧૩૫ ૧૩૫ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧. શાસ્ત્રવિચર ઘનિર્યુક્તિ ઉપદેશમાળા - જે છે $ $ ૧૧૧ ૯. ૧૨૪ ૪. વૈરાગ્ય કલ્પલતા ૫. બૈરાગ્ય-કલ્પલતા ૬. વૈરાગ્ય-કેલ્પલતા ૭. દશવૈકાલિક સૂત્રની પહેલી ૧૭ ગાથા ૮. ઉપદેશમાળા ગુસ્તત્વનિશ્ચય ૧૦, અધ્યાત્મસાર બૈરાગ્ય-કલ્પલતા ૧૨. વૈરાગ્ય-કલ્પલતા હાર્દિક અનુમોદન-વિભાગ : પરિશિષ્ટો : એક મહાત્માની નેધ ૧. સાધુજીવનની સારમયતા ૨. સંયમપાલનની વિશિષ્ટ મર્યાદાઓ ૩. સંયમની સાધનારૂપ પગદંડીઓ ૪. સંયમીનું વ્યવસ્થાપત્રક ૫. જાગરણ માટેના સવાલે ૧૩૭ ૧૫૧ ૧૬૬ ૧૭૨ ૧૭૬ ૧૮૧ ૧૮૯ ૧૯૧ Page #10 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૧ ચાલે, વિકાસની રક્ષા કરીએ કેવે! બડભાગી આપણા આતમ! અનાદિ નિગેાદમાં સાધારણપણું', એકેન્દ્રિયપણું. અને સ્થાવરપણુ પામીને અન`તકાળ પસાર કરી નાખ્યા. પણ એક વાર એમાંથી નીકળીને પ્રત્યેકપણું; પંચેન્દ્રિયપણુ... અને ત્રસપણું પામ્યા. પણ ત્યાં એની વિકાસકૂચ થંભી ન ગઈ ! નહિ તા એ ખડભાગી શેને ? ગમે તેમ કરીને એક વાર આદેશ, આ જાતિ અને આ કુળ પણ એણે પ્રાપ્ત કરી લીધાં. વિકાસની વણથ’ભી કૂચ હજી પણ એણે જારી રાખી હતી. એટલે જ આ જીવનમાં તેણે માર્ગાનુસારિભાવ, સમ્યગ્દન અને સÖવિરતિ ધર્મીની પણ પ્રાપ્તિ કરી લીધી. હવે થાડુંક જ કામ બાકી રહ્યું છે. યથાખ્યાત ચારિત્ર્ય, કૈવલ્ય અને સિદ્ધવભાવ એણે પ્રાપ્ત કરવાનાં છે, કેટલી મુશ્કેલીથી આટલેા વિકાસ હાંસલ કર્યો ? એ કાઈ પૂછશે! જ મા. ૧ Page #11 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળથી પણ હવે શું? હાથમાં આવેલા વિકાસ પછી પણ ઘણી વખત પીછેહઠ થઈ છે અને ફરીથી એકડે ઘૂંટવાના દિવસે આવી લાગ્યા છે. શું હવે આવું કાંઈ બને તે પરવડે તેવું છે? ફરી નિગોદમાં? વિકલેન્દ્રિયમાં ? અનાર્યકુળમાં? મિથ્યાત્વભાવમાં ? અવિરતિના જીવનમાં ? ના....આ પદાર્થોની કલ્પના કરતાં પણ ધ્રુજારી વછૂટી જાય છે. શું કરીએ? આ ભારતની ભૂમિમાંથી આ કાળમાં મોક્ષ પ્રાપ્ત થઈ શકતું નથી એટલે લાચાર છીએ. નહિ તે જિનશાસન સમજાયા પછી એ મોક્ષપ્રાપ્તિથી જરા ય ઓછું આપણને ખપતું જ નથી. હવે ક્યાંય – મહાવિદેહમાં ય – જન્મ લેવાની કઈ તૈયારી નથી. ખેર....ભલે કદાચ મેક્ષ ન થાય; પણ એ ય ચક્કસ છે કે હવે દુર્ગતિ પણ ન જ થવી જોઈએ. ભાવિનો ઇતિહાસ વર્ષોની સાધનાથી લખાવાને બદલે ક્યારેક પાપની કેઈ કાળી–ઝારી એકાદ પળમાં ય લખાઈ જતું હોય છે! સાધનાના જગતમાં યુગે. કરતાં ક્યારેક પળે વધુ મોટાં પરિવર્તન લાવી શકતી હોય છે. આથી તે ત્રિલેકગુરુ પરમાત્માએ એક પળને ય પ્રમાદ ન કરવાની આપણને શીખ આપી છે ને ? પ્રત્યેક પળનું જાગરણ ! “ઘણી તપશ્ચર્યા કરી છે; હવે થોડોક સમય મેજથી ખાઈ-પી લઉં !' એ વિચાર આપણા માટે ગેઝાર છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળથી ઘણે સ્વાધ્યાય કર્યો છે કે ઘણી ગુરુસેવા કરી છે, હવે આરામ કરીને આનંદ મેળવું! એવી કલ્પના પણ આપણુ માટે ખતરનાક છે. આથી જ લેહચણ ચાવવા કરતાં કઠિન, અસિધારા ઉપર ચાલવા કરતાં કઠિન મુનિ-ત્રત કહ્યું છે. પણ તેથી શું? હવે કાંઈ હિંમત હારી જવાય? માંડ માંડ હાથમાં આવી ગએલું સંયમ–જીવન શિથિલતાની અગનજવાળાઓમાં ભડથું કરી દેવાય? ના...જરા ય નહિ... ગમે તેવા વિકટ સંગે વચ્ચે રહીને પણ આપણે ચિત્તને સમતલ બનાવીએ. મેહરાજની આ જ કરામત છે કે તે જે વિચારે તર્કો અને કુતર્કો ઉત્પન કરાવીને આપણું વિકાસને થંભાવી દે છે યાવત્ નિષ્ફળ કરી દે છે. ભૂતકાળમાં આવું ઘણીવાર બન્યું, આપણે ય તેની જાળમાં ફસાઈ ગયા, પણ ના...હવે તો એ ભૂલ ન જ કરીએ. વિકાસ એટલે વણથંભ્ય વિકાસ. હવે તે યથાખ્યાત ચારિત્ર, કેવલ્ય અને સિદ્ધત્વ પામીને જ જપીએ. જે જરાક ચૂકીશું તે ઠેઠ નિગદ સુધી – કદાચ અનંતકાળ માટે – ફેંકાઈ જઈશું. અવિરતિના એ ગોઝારા દિનેમાં સબડી સબડીને સાફ થઈ જઈશું. ચૌદ પૂર્વ ઘર મહાત્માએ પણ પળની કઈ ભૂલમાં નિગોદ સુધી પટકાઈ પડયા છે એ શાસ્ત્ર–વચનને સતત નજર સમક્ષ રાખીએ. Page #13 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી પુણ્યના ચમકારા, ભક્તોના માનપાન અને ખાનપાન, વાસનાઓનું જાગરણ, વધુ પડતી સગવડોની અપેક્ષાઓ આપણા કટ્ટા શત્રુઓ છે; એમને બરોબર ઓળખી લઈશું તે મજાલ નથી મહારાજની કે તે. આપણા વિકાસને પળ માટે ય થંભાવી શકે. આટલું ધ્યાનમાં લેવા જેવું (૧) બી વિનાની કહેવાતી દ્રાક્ષ અંગે ઃ એમ કહેવાય છે કે લીલી દ્રાક્ષ બે પ્રકારની આવે છે. બી વાળી મોટી દ્રાક્ષ અને બી વિનાની ઝીણું લીલી દ્રાક્ષ.. કેટલાક સમય સુધી આ માન્યતા ચાલુ રહેવાને કારણે લીલી ઝીણું દ્રાક્ષનો અચિત્ત કેળાની જેમ બે ઘડીના નિયમ વિના છૂટથી ઉપયોગ થતો રહ્યો. પરંતુ હવે ગીતાર્થો પાસેથી જાણવા મળ્યું છે કે આ હકીક્ત બરાબર નથી. એ લીલી ઝીણું દ્રાક્ષમાં પણ ઝીણું રેસા જેવું બીજ હોય છે માટે તેને દૂર કર્યા બાદ ૪૮ મિનિટે તે અચિત્ત થાય છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપેાથી (૨) પાણીના કાળ અંગે : શિયાળામાં ચાર, ઉનાળામાં પાંચ અને ચેમાસામાં ત્રણ પ્રહરના ઉકાળેલા પાણીનેા કાળ હોય છે. આમાં ઉનાળામાં પાંચ પ્રહરહેાવાથી સાંજે સૂર્યાસ્ત પછી કેટલાક સમય પણ-સવારે છ વાગે પશુ ઉત્તારેલુ. પાણી-અચિત્ત રહે છે એટલે સાત, સાડા-સાત વાગતા સુધીમાં ચૂના નંખાય તૈય દોષ લાગતા નથી. ચામાસામાં પાણીના બે કાળ થતા હાવાથી ઉપર જણાવ્યા મુજબ જલદી દોષ લાગવાને સંભવ નથી. પરંતુ શિયાળામાં ચાર જ પ્રહરના કાળ હાવાથી સવારે પા–૬ કે ૬ વાગે ઉતારેલું પાણી સૂર્યાસ્ત થતાં પૂર્વે જ સચિત્ત બની જાય છે. એટલે તેને અચિત્ત અવસ્થામાં જ રાખવા માટે સૂર્યાસ્તની પૂર્વે જ ચૂના નાંખી દેવાંનુ' અત્યંત આવશ્યક છે, (૩) પારાવિણ અંગે : પરઠવી દેવા માટેના કાપડના નાના નાના ટુકડાએ તા રેતીના ઢગલામાં કે ગાડાના ચીલાની વિશેષ ધૂળમાં છૂટા છૂટા મિશ્રિત કરી શકાય છે. પરંતુ કાગળના ટુકડાઓને પરઠવવામાં ઘણી કાળજીની જરૂર છે. તેને પાણીમાં કે ચાલતી ટ્રેઇને, ગૃહસ્થ દ્વારા હવામાં વિસર્જિત ન કરાય. તેને કૂવામાં જ ત્યાગીએ. અણુજાણુહ જસુગ્ગહા, વાસીરેઈ(૩) મેલીને વિસર્જન કરવું જોઈએ. તે કૂવા આટલી થરતાથી યુક્ત હોવા જોઈ એ ઃ (૧) બહુ ઊંડો નહિ અને Page #15 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી અતિ છીછરે પણ નહિ. (૨) તળિયું દેખાય તે. (૩) પાણી અને વનસ્પતિ વગેરે વિનાને. આવા કૂવામાં ઢીલી ગાંઠની દોરી બાંધીને પિટલું ઉતારવું અને પછી તે દેરી હલાવવી જેથી બધા ટુકડા. તળીઓ ઉપર રહી જાય. બાદ દેરી અને પિટલાનો ટુકડે ઊપર ખેંચી લે. (૪) શ્રીસંઘ સાથેના સંબંધ અંગે : તમે જે કોઈ ક્ષેત્રમાં રોષકાળમાં વિચરે અથવા તે ચાતુર્માસ કરે તે ક્ષેત્રના સંઘ પ્રત્યે અપાર વાત્સલ્યભાવ દાખવજે. કેટલીક વાર એવું બને છે કે આપણું કેઈ અપેક્ષા મુજબ કોઈ કાર્ય ન થતાં તે સંઘના સભ્ય કે અગ્રણીઓ તરફ એકદમ મનદુઃખ થઈ જાય છે. ધીમે ધીમે એ મનદુખમાંથી કષાયની ઉગ્રતા થવા લાગે છે. ક્યારેક ભડકે પણ થાય છે. આ બધું ખૂબ જ અનુચિત ગણાય. ખરેખર તે એવી કોઈ અપેક્ષા જ આપણે જ રાખવી ઘટે. કદાચ કઈ પૂબ અનિવાર્ય અપેક્ષા હોય અને તેની પણ પૂર્તિ ન થાય તો, “ડુંક સહી લેવાની આ સુંદર પળ વણમાગી આવી છે તે લાવ, વધાવી લઉં” એમ ચિત્તને સમજાવી દઈને અત્યંત પ્રસન્ન રહેવું જોઈએ. આવા સમયે પુણ્યકર્મની અલપતાને. વિચાર કરીશું તે ખૂબ સમાધાન થઈ જશે. Page #16 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપેાથી સંઘના સભ્યાના માથે ઘણી જવાખદારી હોય છે. એમને પણ કાળના પ્રભાવે કેટલાક કટુ અનુભવા થયા હાય છે. એમાંથી તેમના હૈયે કાઈ કટારતા જન્મ પામે તે તે પણ ખૂબ સંભવિત છે. આપણે તેમની આ પરિસ્થિતિના વિચાર કરશું તેા અનાદરભાવ નહિ જાગે. ગમે તેમ તે ય તે સ*સારી છે; જ્યારે આપણે ત્યાગી છીએ. આપણે ચે આગ, વાણીમાં કઠારતા, કે આંખે લાલી તેા કદી ન હાવાં જોઈ એ. પ્રશ્નોત્તરી સવાલ (૧) પાંચ મહાવ્રતાના ભારને સફળતાપૂર્વક વહન કરવા માટે પાયાના ગુણા કયા ? જવાબ : ગુર્વાનાપાલન, કેટલાક દ્રવ્યોના કાયમી ત્યાગપૂર્ણાંકને તપ અને શાસ્ત્ર-સ્વાધ્યાય. (૧) જેઓ ગીતા છે (અથવા ગીતા નિશ્ચિત છે,) અને જેઓ અત્યંત સ`વિગ્ન (વિરક્ત) છે તે ગુરુ કહેવાય. આવા ગુરુની આજ્ઞાઓનું એક પણ અપવાદ Page #17 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળથી વિના પાલન કરવું જોઈએ. આમ કરવા માટે પિતાની તમામ ઈચ્છા, અપેક્ષા મહત્ત્વાકાંક્ષાને ખતમ કરી જ દેવી પડશે. (૨) આસક્તિ ઉત્પન કરે કે આરોગ્યને હાનિ કરે તેવા તમામ ભેજ્ય પદાર્થોને ત્યાગ કરવો જોઈએ. ખાસ કરીને મિષ્ટ, તળેલું, ફરસાણ, ફુટ તથા મે અને રેજ વધુમાં વધુ મીઠાઈએ. આવા કાયમી ત્યાગ ઉપરાંત જે કાંઈ તપશ્ચર્યા થઈ શકે તે કરવી જોઈએ. તપના કારણે ત્યાગને ભેગ લેવાય તે સામાન્યતઃ ઉચિત જણાતું નથી. ભસ્મનું કે વિગઈઓનું સેવન કરીને તપ કરવામાં ઘણું જોખમ પડેલાં છે. () શાસ્ત્ર-સ્વાધ્યાય એ મહાવતની રક્ષા કરતું અભેદ્ય કવચ છે. વધુમાં વધુ કલાક સુધી ગાથા ગેખવી એ આગ્રહ રાખવો જોઈએ. અથવા ગુરુ જે પ્રકારને સ્વાધ્યાય બતાડે તે કર જોઈએ. જ્યાં સ્વાધ્યાયનું જોર હશે ત્યાં નિંદા, વિકથાને તે અવકાશ જ નહિ મળે. સવાલ (૨) આજે અપંગ, લુલા, અશક્ત વગેરે વૃદ્ધ ગૃહસ્થો માટે અને વૃદ્ધ થઈ ગએલા સાધુ-સાધ્વીઓ માટે આશ્રમની જરૂર છે એમ આપને લાગતું નથી? જવાબ : આપણી આખી આર્યવ્યવસ્થા પુષ્કળ જવાબદારીઓથી ભરપૂર છે. આ ખૂબ જ હેતુપૂર્વકની Page #18 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી વ્યવસ્થા છે. જેની જે જવાબદારી તેમાંથી તે છટકી જાય તે બરાબર નથી. ગૃહરક્ષા; બાળઉછેર અને પતિસેવાની જવાબદારીમાંથી આજે નારી છટકી છે તો તેનાં ભયંકર દુષ્પરિણામે આજે આંખ સામે જોવા મળે છે વિદ્યાથી, સુખાર્થી બનીને જવાબદારીમાંથી છટક્યો છે તે તેણે “કાંઈક મેળવવા જતાં “ઘણું ગુમાવી દીધું છે. હોસ્પિટલને ક્ષણિક–લાભ લેવા જતાં માંદાની માવજતના ઘણા ઘરેલુ લાભે ખેાઈ નાંખવામાં આવ્યા છે. પ્રસૂતિગૃહેથી લાભ લેવામાં આરોગ્યની અનેક કુંચીએને આખે ને આ જડે આ દેશની પ્રજાએ ખાઈ નાંખે છે. એક પક્ષને ચૂંટીને ખુરશી ઉપર બેસાડયા પછી પ્રજાએ બધી જવાબદારી તેના માથે ઝીંકી દઈને પિતે (આને ધે–ઈઝમ = બધું તેઓ જ કરે એ વાદ– કહેવાય છે) માનવતાવિહેણ બની છે. ભયંકર ઉદાસીનતાને બુર ઓઢીને પ્રજા અને તેના લેકાગ્રણીઓ ઘરમાં બેસી ગયા છે. આ બધું જાણ્યા પછી પણ વૃદ્ધોનાં “ઘરડાં-ઘર જ્યાં ત્યાં ઊભાં કરવાની વાત કરવી એ મને ખૂબ વિચિત્ર લાગે છે. શું તે વૃદ્ધ માતાપિતાની સેવા કરવાની તેમનાં સંતાનની જવાબદારી નથી ? રે! એમની સેવા કરવી એ સંતાનને ધર્મ જ નથી? શું આપણે સંતાનોને આ ધર્મથી મુક્ત કરી દેવાં છે? “ઘરડાંઘરમાં પિસા Page #19 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળથી ભરી દઈને ત્યાં મા–બાપની સેવા થાય” એ વિચાર પણ ન કરાય. સેવાને પૈસાના માધ્યમથી કદી પણ તેલશો નહિ. જે માતાપિતાએ ભારે જહેમત ઉઠાવીને સંતાનોને મોટાં કર્યા એ વડીલેની સેવા જે સંતાનને ભારે પડી જતી હોય તે આવાં સંતાનોને જન્મ પણ આ ધરતીને માટે કલંકરૂપ છે. “ઘરડાં-ઘરને કાળ હવે નજદીકમાં જ આવી રહ્યો છે. સરકાર જ તેની વ્યાપક પેજના કરશે પણ એની નજર તે રાષ્ટ્ર અને અનાજની અછતના કાયમી પ્રશ્ન તરફ મંડાયેલી છે એટલે એ જે કાંઈ કરશે તેમાં આ ખ્યાલ તો તે રાખશે જ. “સેવા એ કાંઈ તે “ઘરડાઘરની સ્થાપના પાછળને શુદ્ધ-ઉદેશ નહિ જ હોય. શું આપણે પણ આ પરિસ્થિતિ તરફ ઢસડાશું? જીવનભર ખેડૂતને કમાણે કરાવી આપતા બળદ વૃદ્ધ થાય ત્યારે તેને કતલખાને મોકલી દેવાની આજની ઘાતકી અને સ્વાર્થીપ વિચારણા જેટલી જ–સમાન આ. વિચારણું છે. આથી તો એક દિવસ પ્રજાને એક સૂત્ર મળશે કે, “જે નકામા તે જીવવાને નાલાયક.” ભૂલા, લંગડા, ગાય. વગેરે રો; વૃદ્ધ બાળકો અને છેલ્લે માતાપિતાદિ વૃદ્ધો. હાય! કેવી ભયંકર પતેતી તરફ આ દેશની પ્રજા સફતપૂર્વક તણાવાઈ રહી છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી ૧૧. ના જેવું માતાપિતાદિ વડીલે માટે કહી શકાય તેવું જ વૃદ્ધ થતાં સાધુ-સાધ્વીઓ માટે કહી શકાય. એમની સેવા કરવાની જવાબદારી ભારતના જુદા જુદા ગામના. સંઘની જ છે. જે તેઓ તે જવાબદારીમાંથી છટકી જવા માંગતા હોય તે તે બરાબર લાગતું નથી. વળી તે વૃદ્ધ ત્યાગીઓના ગુરુઓએ એવી કઈ વ્યવસ્થા કરવી જોઈએ જેથી તેમને સુંદર આરાધના કરાવી શકાય. જે. તેઓ પણ તે જવાબદારીમાંથી છટકવા માંગતા હોય તે ભલે તેમ કરે.. પણ તેઓ આટલું નિશ્ચિત સમજી રાખે કે તેમને જે આશ્રમમાં ખસેડવામાં આવશે ત્યાં એમને આરાધના કરવાનું કે મરણ વખતે સમાધિ પામવાનું કામ અત્યંત. મુશ્કેલ હશે. આ વાત હું આશ્રમમાં ફરીને; ત્યાંની પરિસ્થિતિનું દર્શન કરીને જણાવું છું. એને કઈ કહ૫ના માત્ર સમજશે. નહિ . આશ્રમમાં પગારદાર નોકરે રાખવામાં આવે છે. આ નોકરના હૈયે કઈ એવી વિશિષ્ટ કરુણા કે ભક્તિ. હોતી નથી. વળી જે હંમેશની વસ્તુ બને તેમાં ભાવ જળવાઈ રહે તે પણ ખૂબ મુશ્કેલ છે. તેમાંય આ આશ્રમના રહેવાસીઓ તે માંદા, રોગિષ્ટ, પરાધીન, સ્વભાવે પણ વિચિત્ર વગેરે પ્રકૃતિથી દયાપ્ત હોય; એમને સાચવવા એ તો ખરેખર આસમાનના તારા, તેડવા કરતાં ય વધુ કઠિન સાધના છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મુનિજીવનની બાળપોથી હા...વિશિષ્ટ ધર્મપરિણતિવાળા સુખી અને ખૂબ ઉદાર ધર્માત્માએ આ સ્થાનોમાં જાતે સેવાભક્તિ કરવા ગોઠવાય તે જુદી વાત. પણ તે કદી બનવાનું નથી. આ સ્થિતિમાં રિબાઈ રિબાઈને મત – આજની ઘણુંખરી પાંજરાપોળોમાં થતાં ઢોરોના મોત જેવું મતથવાનું સુસંભવિત છે. માટે જ આ પ્રશ્નને ગંભીરપણે વિચારવાનું ખૂબ જરૂરી છે. શાસ્ત્રપાઠ છત્રીસ ગુણોથી યુક્ત હોય, વ્યવહાર-કુશળ હોય, તેવા આચાર્યપદધારીએ પણ અન્ય ગીતાર્થની પાસે પિતાની પાપશુદ્ધિ અવશ્ય કરવી જોઈએ. અત્યંત કુશળ એ પણ વૈદ્ય પિતાને વ્યાધિ અન્ય વૈદ્યને કહે છે અને તે વૈદ્ય તેની ચિકિત્સા કરે છે તેમ. આ રીતે સ્વયં પ્રાયશ્ચિત્ત-વિધિ જાણતા હોય તે પણ તેણે અન્ય ગીતાર્થની પાસે પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ. Page #22 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી ગુરુ પાસે જઈને, વિનયપૂર્વક હાથ જોડીને સંપૂર્ણ રીતે સઘળાએ પોતાની શુદ્ધિ કરવી એ તીર્થકર દેવનો ઉપદેશ છે. તેમના શાસનમાં સ્પષ્ટ કહ્યું છે કે પાપના શલ્ય.. વાળો આત્મા કદી શુદ્ધ થતો નથી. જ્યારે સર્વ શલોને. ઉદ્ધાર કરનાર આત્મા સર્વ કલેશમુક્ત થઈને શુદ્ધ થાય છે. એકાએક, અજ્ઞાનતાથી, ભયથી, કેઈના દબાણથી, કુટેવને કારણે. સંકટને લીધે, રાગ-દ્વેષથી મૂઢ બની જઈને જે કાંઈ પણ અકાર્ય સેવાઈ ગયું હોય તેને ખૂબ જ સરળતાથી, માયા-મદથી પર બનીને આલેચવું જોઈએ. તેનું જે પ્રાયશ્ચિત્ત માર્ગના જાણકાર ગુરુ આપે તે. તેણે ફરી પાપને પ્રસંગ થઈ જાય તેવા ભયથી, જાગ્રત. રહીને વહન કરવું. જગતમાં એવું ભયંકર સંકટ લાવી મૂકવાની. તાકાત ધરાવતું કોઈ શસ્ત્ર નથી; કઈ ખોટી રીતે પણ દેરાએલા એવું કોઈ ભૂત નથી. એવું કઈ શસ્ત્ર નથી, ક્રોધાબ્ધ બનેલો સાપ પણ. એવી ભયાનક આપત્તિ ખેંચી લાવે છે; – પંડિતમરણના સમયમાં જ – આત્મામાંથી નહિ ઉદ્ધારેલાં પાપ-શો. હા ! તેઓ આત્માને દુર્લભ–ધિ બનાવે છે, અને અનંતસંસારી બનાવે છે. એઘિનિયુક્તિ શ્લેક નં. ૭૯૪ થી ૮૦૪ Page #23 -------------------------------------------------------------------------- ________________ '૧૪ મુનિજીવનની બાળથી સાર : જરા પણ લજિજત થયા વિના સુયોગ્ય, ગંભીર, ગીતાર્થ અને સંવિગ્ન એવા મહાત્મા પાસે પાપશુદ્ધિ વહેલામાં વહેલી તકે કરી લેવી જોઈએ. આવી શુદ્ધિ કરનાર આત્માને મહાનિશીથ ગ્રંથમાં મહાત્મા ” “ભાગ્યવાન વગેરે શબ્દથી સામાન્ય છે. પાપ તે ઘણા ય કરતા હશે; પણ સંપૂર્ણ શુદ્ધિ તે કોક જ લઘુકમી આત્મા કરી શકે છે. અનાદિકાળની વાસનાઓ પાપ કરાવી નાખે તેમાં નવાઈ નથી. તેની નિર્માયાવભાવે શુદ્ધિ કરવી તે જ નવાઈ છે. જેમને એવા પાપશુદ્ધિકારક ગુરુ મળ્યા છે તે આત્માઓ અત્યંત વધુ ધન્યવાદને પાત્ર છે. જેમાં તેમની પાસે બાળકની જેમ બધું જ નિવેદન કરી શકે છે. હાર્દિક અનમેદન (૧૩) એક મુનિવરને વિહારમાં કામળીને કાળ થતાં પૂર્વે જ વસતિમાં પ્રવેશ કરી દેવાને નિયમ હતો. એક વખત તેમણે એકાશન કરીને ધૂમ તાપમાં બાર - વાગે વિહાર શરૂ કરી દીધું. સાંજ થતાં કામળીને કાળ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૫ મુનિજીવનની બાળપોથી થવાને હવે દસ જ મિનિટની વાર હતી. તેમણે ભારે સ્કૂતિ કરી અને તેની એક જ મિનિટ પૂર્વે વસતિમાં પ્રવેશ કરી દીધો. પ્રતિજ્ઞા-પાલન કર્યાને તેમનાં મેં ઉપર અપાર આનંદ ઊભરાતે હતે. (૧) તાજેતરમાં એક આચાર્ય–ભગવતે વર્ધમાન તપની બીજી વખત સો ઓળી પૂર્ણ કરીને પારણું કર્યું. (૨) એક શ્રમણે પાસકે આજીવન આંબિલ કરવાની પ્રતિજ્ઞા લઈને વર્ધમાન–તપના આંબિલ શરૂ કર્યા. એક પણ ઓળીનું પારણું કર્યા વિના એક સે ઓળી પૂર્ણ કરીને આગળ વધી રહ્યા. તેમણે ઘણી ખરી ઓળીઓ ઠામ ચોવિહાર, અલૂણું અને એક કે બે જ દ્રવ્યથી પૂરી કરી છે. (૩) એક ભાઈએ ધર્મપત્નીની પ્રેરણાથી સ્વ દ્રવ્ય જિના લયનું નિર્માણ કર્યું છે, જેમાં લગભગ ત્રીસ લાખ રૂ.ને વ્યય થઈ ચૂકી છે. હજી કામ ચાલુ છે. પિતાના ભંડારની આવક તેઓ બહાર આપે છે પણ પિતાના આ જિનાલયમાં વાપરતા નથી. Page #25 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૨ जाए सद्धाए निक्खंतो મથાળે મૂકયું છે તે છે આગમવચન. ભારે ઉલ્લાસથી સંયમના માર્ગે ડગ માંડતા આત્માને માતાની જેમ શાસ્ત્રો આ આશીવર્ચન ઉચ્ચારે છે કે, “હે આત્મન ! જે ઝળહળતા ઉલ્લાસ સાથે, જે થનગનતી આલ્કલ્યાણની શ્રદ્ધા સાથે તે તારા મહાભિનિષ્ક્રમણના દિને મોક્ષપથ ઉપર ડગ માંડે છે તે ઉલ્લાસ અને તે શ્રદ્ધાને સદા તારી સાથે રાખજે. એનું પાલન, પિષણ અને સંવર્ધન. કરજે–જાએ સદ્ધાએ નિફખંતો સામેવાણુ પાલેજા. સાચે જ કે હતે એ આપણે મહાભિનિષ્ક્રમણને દિન ! કેટલી મુસીબતેમાંથી નીકળીને, કેટલી અગનપરીક્ષાઓમાંથી પસાર થઈને, કેટલા નેહીજનના મેહનાં આવરણો તેડીને આ મહામૂલી – દેવોને અને દેવેન્દ્રોને. ય અલભ્ય – પ્રવ્રયા આપણે મેળવી હતી ! નાણની ફેર બેઠવાએલા જેવા ઝળહળતા હતા; પાંચ દીવડાઓ; એ ઝળહળતા ઊછળતો હત; ઉલ્લાસને સાગર; આપણું અંતરપટમાં. હવે મુનિ-જીવનના કાંટાળા Page #26 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળથી ૧૭ પંથે સફળતા મેળવવી હોય તો શાસ્ત્રજ્ઞ માતાઓ કહે કે, “તું તે ઉ૯લાસનું જતન કર.” એ ઉલલાસ કે એ આત્મકલ્યાણની શ્રદ્ધા તને બધા જ બળ પૂરા પાડશે. કોઈનાં વ્યંગભર્યા વાગ્મા સામે એ કવચ બનશે; કેઈની હેરાનગતિ સામે તારું રક્ષણ કરશે; આરોગ્ય તૂટી પડતાં તારા ચિત્તને એ હામ આપશે. અને ઉપકારીજન-ગુરુજનને વિરહ થતાં તને જીવવાનું બળ આપશે. શ્રદ્ધા કે ઉલ્લાસ જ આપણા જીવનના ત્રાણુ અને પ્રાણ છે. શ્વાસ અને ઉછુવાસ છે. જેરથી વીંઝાતે પવન એકાએક પડી જાય તેમ જેમના જીવનમાંથી ઉલ્લાસ ખતમ થઈ જાય છે તેમનું મુનિજીવન નિષ્માણ કલેવર બની જાય છે. આથી જ, ગમે તે ભેગે-જે કાંઈ એવું પડે તે બધું કરી લઈને એ પ્રથમ દિનના “ઉલ્લાસને સદા ટકાવી રાખવો જોઈએ. જેમ વધુ પ્રતિકૂળતા તેમ વધુ ઉલ્લાસ. જેમ વધુ પાપોદયે દુઃખનાં આગમન તેમ તે ઉલાસના દીપમાં વધુ જોરદાર ઉછાળા. લીધું જ છે સંયમ, તે હવે પાળી જ જાણીએ. યુદ્ધના મેદાનમાંથી પીછેહઠ કેવી? એ તે કાયરનું કામ છે. મહેપાધ્યાયજીએ વૈરાગ્ય કલ્પલતામાં પ્રેરણા દેતાં કહ્યું છે કે, “હે સંયમધર આત્મન ! યાદ રાખ કે મુ–૨ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ મુનિજીવનની બાળપોથી તારા જન્મદિને-પ્રથમ દિવસે-તું સિંહની જેમ ગર્જના કરત સંસારની બેડમાંથી બહાર નીકળ્યો હતો. હવે મનથી કપીને મેરૂ જેવા બનાવી દીધેલાં અણુ--દુઃખે સામે રાંકડો શિયાળ કાં બને? આમાં તારી શી શેભા છે?” સિંહ મટીને શિયાળ થવું ? ના....શું કરવું ? બસ તે માટે જન્મદિનના ઉલાસને સદા જીવંત રાખો. આટલું ધ્યાનમાં લેવા જેવું (૫) સવારે પિરસી ભણાવવાના કામ અંગે સવારે પાતરા વગેરેનું પડિલેહણ કરતાં પહેલાં પિરસી ભણાવવાની હોય છે. જે કાળમાં જેટલા કલાકને એક પ્રહર થતું હોય [ધારે કે બાર કલાકનો દિવસ છે તે એક પહોર પૂરા ત્રણ કલાકને થાય.] તેના પિણ ભાગે [ત્રણ કલાકને પહોર હોય તે તેને પિણે ભાગ સવા બે કલાક થાય.] પિરસી ભણાવવાની હોય. દરેક તુમાં પહોરના કલાક ઓછા-વત્તા થતા હોવાથી પિરસી ભણાવવાનો સમય પણ વધ-ઘટ પામ્યા કરે. ઉપર મુજબ જે કાળે જે ચોક્કસ સમયે પિરસી ભણાવવાની થતી હોય તે કાળે તે ચોક્કસ સમયે જ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મુનિજીવનની બાળપોથી પિરસી ભણાવવી જોઈએ. તેમાં જેટલું મોડું થતું જાય તેટલું તેનું પ્રાયશ્ચિત્ત વધતું જાય. કેટલાક સંયમધરો આ બાબતમાં વિશેષ પ્રમાદ સેવતા જોવા મળે છે. ધારે કે પિણે નવે પિરસી ભણાવવાની હોય તે દસ વાગે, સાડા દસ વાગે, કે અગિયાર વાગે પણ ભણાવાતી હોય. કઈ ખાસ કારણ વિના આમ કરી શકાય નહિ. હજી ક્યારેક ખાસ કારણે પાંચ-સાત મિનિટ વહેલી પારસી ભણાવી શકાય પણ મેડી ભણાવવા તરફનું વલણ તે બને ત્યાં સુધી ન જ રાખવું જોઈએ. (૬) ચોમાસું બેસતાં પહેલાંની જયણા અંગે : ચાતુર્માસ બેસતાં પહેલાં-વરસાદ શરૂ થતા પૂર્વે જ રેકઝીન વગેરે જાતના કેટલાક કવરે ઉપર; [કાગળ કાઢીને ઉપર ચૂને ફેરવી દેવાનું ખૂબ જરૂરી છે. દાંડા ઉપર પણ ચૂને ઘસી દેવો જોઈએ. જો તેમ ન કરવામાં આવે તે પાણી કે ભેજ લાગી જતાં તે વસ્તુઓ ઉપર ફૂગ વળી જાય છે. આથી તે પુસ્તક વગેરે ઉપગમાં લઈ શકાય નહિ. તે ચીજોને એવા કોઈ છત વગેરે ઉપર દિવસો સુધી – ક્યારેક મહિના સુધી પણ – મૂકી દેવી પડે છે. આવી વિરાધના ન થવા દેવા માટે પહેલેથી જયણાનું ભારેમાં ભારે ચીવટપૂર્વકનું લક્ષ રાખવું જોઈએ. Page #29 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી આ જ રીતે ચાલુ ઉપગમાં ન લેવાના – વહોરી. લીધેલા ઘડાઓનાં મેં – ઘડા પૂંજી લીધા બાદ – નાના કટકાઓથી બાંધી દેવા જોઈએ. આથી તેની અંદર બાવા વગેરે થતાં સંભવિત વિરાધનાઓ થવા પામે નહિ. જયણા આપણું જીવન છે, જીવમાત્ર પ્રત્યેની કરૂણા એ આપણે ભાવ. સંયમના જીવનના પ્રત્યેક શ્વાસે શ્વાસે ધબકાર છે. “શિવમસ્તુ સર્વ જગતઃ એ માત્ર બેલવાની વસ્તુ નથી. જેને શિવપદ પામવું છે તે સંસારત્યાગીએ. તે સક્રિય રીતે જીવમાત્રના શિવનું આરાધન કરવાનું છે. (૭) કામની માં કપડે નાખવા અંગે : કાળના સમયમાં બહાર જવું પડે ત્યારે કામળી. ઓઢવાની વિધિ છે. પણ આ ઉનની કામળીની અંદર સૂતરને એટલે જ મેટે કપડાં નાંખો એકદમ અનિવાર્ય છે. કામળો ઓઢતાં બે વાત ખ્યાલમાં રાખવી જોઈએ. (૧) કામળી આખી ખેલીને શરીરને વધુમાં વધુ તેનાથી. ઢાંકીને ઓઢવી. કામળીનાં બે કે ચાર પડ કરીને તેને માત્ર માથા ઉપર નાંખી દેવી તે ઉચિત નથી. (૨) ઓઢેલી કામળીની અંદર સુતરને કપડે જેડ. વળી ઉતાર્યા બાદ તેને દસેક મિનિટ સુધી તો ન જ સંકેલવી; પણ સાવ ખુલ્લી મૂકી દેવી. આ બે ય બાબત કામળીના કાળમાં બહાર નીકળતી વખતે અમલમાં મૂકવાની છે તેમ ઉઝઈની વિરાધનાની શક્યતા વખતે પણ અમલી બનાવવાની છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપાથી (૮) ફળે. વહેારતી વખતે : નિષ્કારણ તે ફળ વહેારાય નહિ. નહિ તે ફળના પ્રત્યેક કાળીએ ઉત્સગ માગે એકેકા ઉપવાસના દંડ જણાવવામાં આવ્યેા છે. પણ ગીતા ગુરુદેવની સ`મતિપૂર્ણાંક સકારણ કેઈ ફળ વહેારવુ પડે ત્યારે ખાસ ધ્યાનમાં રાખવું કે તે ફળ ક્રીઝમાં મૂકવામાં આવેલુ' ન હેતું ને ? પ્રશ્નોત્તરી સવાલ (૩) સાધુ-સાધ્વીઓએ શાસ્રતા અને અંગ્રેજી આદિ ભાષાઓ વગેરેના ડાસ અભ્યાસ કરીને તેજસ્વી વકતૃત્વશક્તિ પ્રાપ્ત કરીને ભારતભરમાં ધર્મના પ્રચાર કરવાની શું જરૂર લાગતી નથી ! જવાબ : જો પાયામાં જિનાજ્ઞાપાલન અને પક્ષજનિત શુદ્ધિનું તત્ત્વ નહિ હોય તે આ બધા અભ્યાસ સાપને દૂધ પાવા જેવા ઝેરી સાબિત થઈ રહેશે. આથી જ સંસારત્યાગીએ વિદ્વાન થઈને પ્રચારક બનવાનુ` નથી પણ સંયમી બનીને પ્રભાવક થવાનુ છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી ત્યાગી આત્મા સૌ પ્રથમ સંયમી હવે જ જોઈએ. તે પછી–તેની સાથે સાથે તે વિદ્વાન પણ બને તે તેને વાંધો નહિ. પરંતુ કેરી વિદ્વત્તા તો ગગનમાંથી પડતી ભયાનક વીજળી જેવી છે કે જે અનેકનું સત્યાનાશ કાઢી નાંખે છે. વળી હાલને પ્રચારનો વાયરો જ એવો છે કે તેમાં ઝડપાએલો આત્મા વિશુદ્ધિના જીવનની ધરતી ઉપર પ્રાયઃ ટકી શકતો નથી. આથી જ આજે તે ખૂબ જરૂર છે; સાચા સંયમધરોની કે જેમને પ્રભાવ જ જગતના જીવના હિતમાં ઝડપભેર પરિણમવા લાગે. વિદ્વત્તાને પ્રથમ નંબર આપવાની વૃત્તિ ધરાવતા ધર્મપ્રચારકોએ સ્વ–પરને જે કાંઈ લાભ કર્યો હશે તેના કરતાં તેમણે નુકસાન વધુ કર્યું છે એમ લાગે છે. એમના અંતરમાં ઊંડે ઊંડે પડેલી સંયમધમની ઉપેક્ષારૂપ. અવિધિ એમના કોઈ પ્રચારના મિશનને સફળ થવા દેતી નથી, એટલું જ નહિ પણ એ મિશનમાં વ્યાપતા સંઘર્ષો વગેરેથી સમગ્ર વાયુમંડળમાં અનેક અનિષ્ટ ઝપાટાબંધ. ઊભરાઈ જતાં જોવા મળે છે. પ્રચારના કાર્યમાં દેખાતા ઘણુ પ્લસ” (ફાયદા)ની સાથે છુપાએલા પુષ્કળ માઈનસ (ગેરફાયદા) જે નજરે લાવવામાં આવે તે પ્રચારની આ ધૂન કબરનશીન કરી, દેવાનું દિલ દરેક ધર્મપ્રેમીને થઈ આવે. એના કરતાં તે પ્રભાવક વાયુમંડળની સહજ Page #32 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી જમાવટ – ધીમી તે ય – સારી, કે જેમાં “પ્લસ” ભલે થોડા જ (ફાયદા) છે પણ “માઈનસ (ગેરફાય)–એકે ય નથી. સવાલ (૪) સાધ્વીગણ પ્રત્યે જૈન સંઘ કાંઈક વધુ ઉપેક્ષાવૃત્તિ રાખે છે તેમ આપને લાગતું નથી ? ' જવાબ : હા...એવું જરૂર કહી શકાય ખરું. જે કે એ ઉપેક્ષાથી આવી પડતી પ્રતિકૂળતાઓનું જીવન એ તો તે સાધ્વીજી માટે આત્મકલ્યાણમાં અત્યંત ઉપકારક બની રહે તેમ છે. જે કે સાધુઓ તરફ ઢળતી વિશેષ ભક્તિ કે સગવડે તેમનામાંના કેટલાકનું પતન જે રીતે અત્યંત સંભવિત બનાવી મૂકે છે તે દુઃખદ બીના સાધ્વીગણને જોવાની રહેતી નથી, તો પણ જૈન સંઘને શ્રાવકગણ ઉપેક્ષા દાખવવાને કારણે છે ઠપકા–પાત્ર તે નથી જ. બેશક આનાં અવળાં અર્થઘટન કરીને સાધ્વીજીઓના સંઘને જમાનાવાદના વાતા વાયરામાં ગોઠવી દેવાની વાત કઈ “સુધારક કરી દે તે સંભવિત છે, પરંતુ આપણે તેવી વાત કરવી નથી. માત્ર સાવગણના સંયમી જીવનના આરોગ્ય, સ્વાધ્યાય, વિહાર અને શાસ્ત્રોક્ત પદ્ધતિના વિકાસ માટે જન સંઘે ગંભીર બનીને જાગ્રત થવું જોઈએ એટલું જ અહીં જણાવવું પર્યાપ્ત લાગે છે. આ ઉપેક્ષામાંથી જ સાધ્વીઓના ચિત્તતંત્રમાં કેટલાક એવા વિક્ષોભ પિદા થાય છે કે જે તેમના સંયમ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૪ મુનિજીવનની બાળથી જીવનને પણ કઈ કાળી પળમાં જોખમી બનાવે છે. એવા કેઈ આધ્યાનમાં તે આત્માઓ આવી જાય તે અત્યંત સંભવિત છે. જે જન સંઘે પિતાના જ ઘરની મા-દીકરીઓને દીક્ષા દઈ જાણે છે તે તેણે પળાવી જાણવી જોઈએ જ. દીક્ષા દઈને તે જવાબદારીમાંથી છૂટકારાનો દમ ખેંચી લે તે તે અત્યંત વખેડવાલાયક વૃત્તિ ગણાય. શાસ્ત્રપાઠ [ઉપદેશમાળ] જે સાધુ ગૃહસ્થને જતિષના સંબંધમાં કુંડલી જેઈ આપીને ફળાદેશ કહે છે. નિમિત્ત વગેરે જણાવે છે કે દોરા-ધાગા કરી આપે છે, અથવા તેની અનુમોદના જ કરે છે તેને સઘળે કરેલે તપ નિષ્ફળ બની જાય છે. આ રીતે સાધુ જે ગૃહસ્થને વધુ ને વધુ સંપર્ક કરે તે તેની આ પ્રવૃત્તિઓ વખતેવખત વધતી રહે છે. છેવટે પિતે તેમાંથી છૂટવા માંગે તો પણ નીકળી શકે નહિ તેવી ભયંકર લતમાં તે આવી જાય છે. ચક્રવતીને છ ખંડના સામ્રાજ્યને ત્યાગ કરી દે તે સહેલ છે, પણ પ્રમાદના દેશમાં ફસાએલા, તેની Page #34 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી લતે ચડેલા સંસારત્યાગીને તે દેને ત્યાગ કરવો એ વધુ મુશ્કેલ બની જાય છે. જે ત્યાગીએ પિંડવિશુદ્ધિ, પ્રતિલેખના વગેરે ઉત્તરગુણોને ત્યાગ કરે છે કે તેમાં શિથિલ બને છે તેઓ બહુ ટૂંકા સમયમાં મૂળગુ–મહાવતે-ને પણ ખોઈ બેસે છે, અથવા તેમાં શિથિલ બની જાય છે. આથી જ આરાધકભાવવાળા ત્યાગીઓએ બધા પ્રમાદને ત્યાગ કરીને ૨૨ પરીષહ વગેરે સહન કરવા રૂપે અપ્રમત્તભાવ કેળવવું જોઈએ. શૂરવીર આત્માએ લીધેલા વ્રતને દઢતાપૂર્વક પાળતા હિોય છે. જ્યારે કેટલાક ગૃહસ્થ પિતાનાં વ્રતમાં દઢતા રાખતા જોવા મળે છે ત્યારે સંસારત્યાગીઓએ તે વ્રતચાલનમાં કેટલી બધી દઢતા રાખવી જોઈએ ? ક ૧૧૫ થી ૧૨૦ને ભાવાનુવાદ હાર્દિક અનુમાન (૪) થોડા જ દિવસે પૂર્વે મુંબઈમાં એક મકાનનો પાછલે ભાગ એકાએક તૂટી પડશે. તે મકાનમાં એક જેન ભાઈ તે વખતે સામાયિક કરતા હતા. પારવાને બે જ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૬ મુનિજીવનની બાળપોથી મિનિટની વાર હતી ત્યારે સંડાસ જવાની તીવ્ર શંકા થઈ પણ વહેલું સામાયિક નહિ પાળવાના દઢસંકલ્પથી તેમણે બે મિનિટ સામાયિકમાં જ પસાર કરી. અને તે જ બે મિનિટમાં તે મકાનનો પાછલે ભાગ – જેમાં સંડાસ હતું તે-તૂટી પડ. પેલા ભાઈ આબાદ ઊગરી ગયા તેમની વ્રત પાલનની નિષ્ઠાનું હાદિક અનુમોદન. (કે સાક્ષાત જોવા મળે છે, ધર્મને પ્રભાવ !) (૫) ઘેડાક મહિનાઓ પૂર્વે એક એમ. કેમ. થએલા વિરૌનિકે અમદાવાદમાં પોતાના લગ્ન સમારંભમાં અભક્ષ્ય, અપેયને; જમાનાવાદી, તમામ રીતે બહિષ્કાર કરવાપૂર્વક લગ્નવિધિ કરી. તેને પ્રભાવ બીજા ચાર રન ગ્રેજયુએટેના. આવી રહેલા લગ્નો ઉપર પડે છે. તેમણે પણ તે તના . બહિષ્કારપૂર્વક જ લગ્નવિધિ કરવાનું નકકી કર્યું છે. (પગ) મહારાષ્ટ્રમાં એક આચાર્ય ભગવંતને વેગથી ધસી આવતી ટેકસીએ અડફેટમાં લીધા. જેદાર ધક્કો. લાગવાથી પૂજ્યશ્રી સેળ ફૂટ દૂર ફેંકાઈને પછડાયા. પગમાં ફ્રેકચર થઈ ગયું. મારની અસહ્ય વેદનામાં પણ તેઓશ્રીએ સ્વશિષ્યોને કહ્યું, “પેલા ડ્રાઈવરને કશું જ કરતા નહિ, એ બિચારો તદ્દન નિર્દોષ છે. મારું સહુને મિચ્છામિ. દુક્કડમ” ધન્ય છે; એ મહાકરૂણાને? (૬) એક મહાત્માએ આધુનિક જૈન નાટકની જોરદાર તરફેણ કરી હતી. પરંતુ તેમના કાળધર્મના નજીકના જ દિવસમાં તેમણે પોતાની એ ભૂલને નિકટવતી Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૭ મુનિજીવનતી બાળપોથી મુનિઓ પાસે હાર્દિક એકરાર કર્યો હતો. ધન્ય છે તેમની સરળતાને ! પાપભીરુતાને ! (૭) તાજેતરમાં કાળધર્મ પામેલા એક મહાત્મા આરોગ્યના કારણે, નિશ્ચિત થયેલા સ્થળે ચાતુર્માસ કરવા જઈ ન શક્યા; ડેળીમાં બેસીને જઈ શકાતું હતું પણ તેમને તે મંજૂર ન હતું. પણ અન્ય સ્થળે ચાતુર્માસ કરવાની અવિધિ તેમના હૈયાને સાલતી હતી. તેથી જ જાણે કે ચોમાસી પ્રતિક્રમણ પૂર્વે તે સ્થળને ય તે કૃપાલુએ છેડી દીધું કે ધન્ય છે, તેમની સંયમ–કદરતાને. Page #37 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૩ આણાએ શ્ચિય ચરણું આણાએ શ્ચિય ચરણું, તર્ભાગે કિન ભગ્ગતુ.” આ છે; શાસ્ત્રકાર પરમષિઓની સિંહગર્જના જેવું વાકયઃ -ચારિત્ર્ય તે જિનાજ્ઞાના પાલનમાં જ છે, તેને ભાંગ્યા પછી ચારિત્ર્ય-જીવનનું કયું અંગ ભાંગી પડતું નથી? પછી શું જીવતું બાકી રહી જતું હશે? ચારિત્ર્યજીવનને પ્રાણ છે આજ્ઞાપાલન. જ્યારે પણ તે મુશ્કેલીમાં મુકાય ત્યારે તેને પ્રાણ (રક્ષક) છે; આજ્ઞા–પક્ષ. શક્ય હોય ત્યાં સુધી તે આજ્ઞાપાલન જ આવશ્યક પણ અશક્ય કે દુઃશક્ય વિષયમાં ય આજ્ઞાને કટ્ટર પક્ષ તે હવે જ જોઈએ. જે સાધુના આ પાલન અને પક્ષ બે ય ગયા એ સાધુ પાસે હજારો આત્માઓની દેખાદેડી જોવા મળતી હોય તે માનજે કે એ સાધુના ચારિત્ર્ય–પ્રાણ ચાલ્યા ગયા પછી નીકળતી તેની સ્મશાનયાત્રામાં જોડાવા માટે જ તે હજારો લેકેની દંડાદેડી થઈ રહી છે ! Page #38 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની ખાળપેાથી વર્તમાનકાળમાં ચારિત્ર્યનું ગ્રહણ ખૂબ સુલભપ્રાયઃ થયું હોય તેમ જોવા મળે છે અને તેથી કદાચ આનંદ પણ થાય; પરંતુ તેની સાથે જ અત્યંત આઘાત સાથે. એક નોંધ લેવા જેવી છે કે જેમ જેમ ગ્રહણ સુલભ થતું જાય છે તેમ તેમ પાલન દુર્લભ થતું જાય છે. અને પક્ષના તે ફુરચા જ ઊડી રહ્યા છે. ૨૯ અચ્છામાં અચ્છા ખાનદાન કુળના ગણાતા કેટલાક આત્માઓ-સાધુ કે સાધ્વીજી—ની આ દશા જોતાં અત્યંત બેચેન બની જવાય છે. આવું થવામાં સૌથી મુખ્ય કારણુ દીક્ષા લેવાની અપાત્રતા અથવા અપરિપકવતા છે. ખીજા નખરમાં શોક્ત ગુરુકુલવાસને! સરીઆમ અભાવ છે. ત્રીજા નખરમાં ગુરુવ માં સેાઠસ ભરેલા લાકહેરી, જમાનાવાદ, નિશ્ચય દૃષ્ટિના શૂન્યાવકાશ સાથે વ્યવહારધર્મના અતિરેક કારણ છે અને છેલ્લે સગવડાનું તીવ્ર અથી પણું અહીં મોટા ભાગ ભજવી જાય છે. જે ત્યાગીઓના વર્તુળમાં આ ચારે ય દોષા માઝા મૂકીને વ્યાપતા હશે તે વર્તુળના ત્યાગીઓના ચારિત્ર્યજીવનનું – આજ્ઞાપાલન અને આજ્ઞાપક્ષનું – ગળું ઘાંટાઈ જાય તેમાં શી નવાઈ ? પણ સમૂર ! વાયુમંડળને ક્રેષિત ઠરાવવાથી નિર્દોષ. સાબિત થઈ શકાય તેમ નથી. ત્યાગી આત્માએ તા. Page #39 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી બીજાઓની સામે જોયા વિના સ્વાત્મકલ્યાણને ભેખ લેવાને છે. આ તે એને પ્રવજ્યા પૂર્વેને ભીમસંક૯૫ છે કે, “બીજાઓના દેના ચેપમાં જરાય ફસડાયા વિના હું મારું આત્મકલ્યાણ આરાધવામાં એકાકાર બનીને રહીશ.” આ જ તે તેના જ્ઞાનગર્ભિત વિરાગનું મુખ્ય લક્ષણ છે. હવે એ આત્મા શી રીતે વાયુની અસરમાં ઝડપાઈ જઈને દોષનો ટોપલો તેની ઉપર ઓઢાડી દઈને નિર્દોષ છૂટી શકશે ? એ; ત્યાગી આત્મન ! આવી દલીલબાજી કે આક્ષેપબાજી કર મા ! એ તે તારું આપઘાતી વલણ છે. તું જ તારે વધસ્તંભ કાં ઊભું કરે ! ઊઠ, ઊભે થા... આજથી નવેસરથી આરાધનાના માગે અપ્રમત્ત થા... ચાલ ઊઠ, તારી પાછળ અનંત પરમેષ્ઠી ભગવંતનું અખૂટ બળ સહાય કરવા ક્યારનું સજજ બનીને ખડું છે! આટલું ધ્યાનમાં લેવા જેવું (૯) કાપ અંગે ૧. સામાન્યતઃ જલદી જલદી કાપ કાઢવે ન જોઈએ. છેવટે ઓછામાં ઓછા ૧૫ દિવસે કા૫ કઢાય તે ખૂબ જરૂરી છે Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩ મુનિજીવનની બાળથી ૨. કાપ કાઢવાની શરૂઆત કરતાં પહેલાં બધાં કપડાંનું દષ્ટિપ્રતિલેખન કરી લેવું જોઈએ. ૩. તે જગા ઉપર કાજે લેવું જોઈએ. ૪. ડાલ, પરાત, તપેલી વગેરે તમામ ઉપગમાં લેવાની વસ્તુઓનું કાળજીપૂર્વક પ્રમાર્જન કરવું જોઈએ. ૫. તે જગા ઉપર ચૂનો કે રાખ લાવીને રાખવી જોઈએ; જેથી કદાચ માખી પાણી વગેરેમાં એકાએક પડી જાય તો તેની આજુબાજુ તે વસ્તુ પાથરીને તેને બચાવી શકાય. ૬. કાપ એ ન કાઢવો જેથી “વિભૂષા ની વૃત્તિને પિષણ મળે. ૭. વડીલોની વસ્તુ કાપમાં લીધી હેય તે તેને પ્રથમ લેવી. ૮. દેરી પહેલેથી બાંધવી અને સંધ્યા થતાં પહેલાં અચૂક છેડી લેવી. ૯. પવનથી કપડાં એકદમ ઊડતાં રહે તે રીતે ન સૂકવવાં, વો તડકે ન સૂકવવા. [ “જૂ’ની વિરાધનાની તેમાં શક્યતા છે.] ૧૦. દર ૪૮ મિનિટ પૂર્વે જમીન ઉપર બધે પિતું ફેરવી દેવું અન્યથા તે એંઠા પાણીમાં સંમૂર્ણિમ ઉત્પન્ન થાય. ૧૧. બને તે એક જ બેઠકે કાપ પૂરો કાઢ. Page #41 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની ખાળપાથી ૧૨. કાપ કાઢતાં મૌન રહેવું અને કાપમાં જ ઉપયાગ રાખવા. ૩ર ૧૩. કાપના ચાલુ પાણીના હાથથી ખાજુ ઉપર મૂકેલુ' ચાખ્ખુ પાણી ન લેવું. જો હાથ તે પાણીને અડી જાય તે તે પાણીને પણ એ ઘડી પૂર્વે વાપરી નાંખવુ' પડે. ૧૪. વધુ ફીણુ બનાવવુ' નહિ. કદાચ મેલાં પાણીની ડાલમાં ફીણુ વધી પડે તે તે ડાલ પરઠવતા પૂર્વે ફીણુ ઉપર થાડાક ચૂને ભભરાવી દેવા. ૧૫. પાણી લાવવાના ઘડા ખૂબ દૂર રાખવા જેથી તેની ઉપર ચાલુ કાપના વપરાશમાં આવેલા પાણીન છાંટા ન પડે. ૧૬. પાણી ખૂબ જ કરકસરથી વાપરા, પણ તે સાથે સાયુવાળાં કપડાં રહી ન જાય તેની કાળજી પણ. રાખા. ૧૭. પરાતા પછડાવી વગેરે અવાજ બનતાં સુધી ન થવા દો. ૧૮. તમામ વાસણા ઢાંકેલાં જ રાખા. ખુલ્લાં રહેશે તેા ફીણ વગેરેમાં માખી પડશે. ૧૯. ચૂનાના વધેલા પાણીથી કાપ કાઢવામાં અરુચિ ન દાખવેા. તે જ દિવસના ગરમ પાણીમાં જ કાપ કાઢવાને નિષ્કારણુ આગ્રહ ઉચિત ન ગણાય. Page #42 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળથી ૨૦. જમીન લૂછતી વખતે જીવ-વિરાધના ન થઈ જાય, તેની ભારે કાળજી રાખે. ૨૧. નજીકની મેરી વગેરેમાં પાણી વહ્યું ન જાય તે માટે પરાતમાંથી પાણી ઉછળવા ન દે અને વારંવાર જમીન લૂછવાની કાળજી કરે. ૨૨. વડીલને કપડાં સૂકવવા ન આપે; કે કાપ અંગેનું કઈ પણ કામ ન સેં. ૨૩. કાપ કાઢી લીધા પછી ડેલ, પરત વગેરે તમામ લૂછીને મૂકે; નહિ તે તેને નીતરતાં જે ત્યાં ટપકાંરૂપે પાણી પડશે તે બે ઘડીમાં નહિ સુકાય તે તેમાં જીવોત્પત્તિની શક્યતા રહેશે. ૨૪. પરાતેને સાબુ વગેરેથી સાફ જોઈને મૂકવી, જેથી પાણી ઠારવાના ઉપગમાં પણ લઈ શકાય. ૨૫. લૂછણિયું બે ઘડીમાં સુકાઈ જ જાય તે રીતે સૂકવવા મૂકી દેવું. ૨૬. કાપ કાઢ્યા બાદ તરત તેની નોંધ પ્રાયશ્ચિત્તની ડાયરીમાં કરી લેવી. વડીલ વગેરેને કાપ કાઢ હોય તે પણ કાપ કાઢનારે – લાભ લેનારે – તે રીતે તે નેધ કરવી. ૨૭. કાપ કાઢવાને શાસ્ત્રીય કાળ તે સામાન્યતઃ વર્ષાઋતુ બેસતાં પૂર્વે–એક જ વાર છે; પણ હાલ તે મુ. ૩ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૪ મુનિજીવનની બાળપોથી નિયમ ન પાળી શકાય તે છેવટે શક્ય અને ઉચિત તેટલા વધુ અંતરે અને વિભૂષાવૃત્તિ વિના કાપ કાઢ એટલુ તે નક્કી જ રાખવું. પ્રશ્નોત્તરી સવાલ (૫) પાલીતાણ જેવાં સ્થળોમાં સાધીઓને વિશેષત: અગવડ પડે છે; કક્યારેક અપમાન પણ વેઠવું પડે છે, તે ત્યાં તેમના માટે વિશેષ સગવડ ન કરવી જોઈએ ? જવાબ : સમ્યગ્દર્શનની નિમળતા માટે સંયમયાત્રા વહન કરતાં કરતાં સહજ રીતે તીર્થયાત્રા થઈ જતી હોય તો અવશ્ય કરવી જોઈએ. પરંતુ સંયમયાત્રાની ઉપેક્ષા કરીને તીર્થયાત્રા કરવી તે ઉચિત નથી. શત્રુંજય જેવા તીર્થાધિરાજની સ્પર્શના કરવા માટે કોનું મન ઉલ્લસિત ન થાય ! દસ-પંદર વર્ષે એકાદ વાર એવા તીર્થની સ્પર્શના થતી રહે છે તેમાં કાંઈ ટું પણ નથી પરંતુ ત્યાં વધુ સમયનું રોકાણ કરવાથી જે દોષિત ગોચરી લેવા વગેરે સ્વરૂપ અસંયમ પિષ પડતે હોય, કે અપમાન થવા સુધીની સ્થિતિ પણ કયારેક સર્જાતી હોય તે ત્યાં વધુ સમય રહેવું એ ધરાર ઉચિત નથી. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૫ મુનિજીવનની બાળથી છતાં જે ત્યાં વધુ સમયનું રોકાણ કરવામાં આવે અને ઊભા થતા પ્રશ્નના ઉકેલ માટે સગવડે કરવામાં આવે તો તેમાં ત્યાગી સંઘનું હિત નથી. કેમકે તેમને તેમના જ માટે ખૂલતાં રસેડાંદિની ભિક્ષા વગેરે લેવી એ ખુલ્લેખુલે નિષ્ફર અસંયમ છે. એનાથી નિર્મળ ચિત્તપરિણતિનું સર્જન થવું ભાગ્યે જ સરળ છે. વળી, તેમને જગા ન મળતાં, જે તેમના માટે ધર્મશાળા જેવા ઉપાશ્રય બનાવાશે તે કલેશ અને સંકલેશને મિકળાં મેદાન મળી જશે. એકત્ર સ્થળે વધુ પડતી મોટી સંખ્યા દ્વારા થતે અતિરેક અને અતિ-સહવાસ ઘણા વિચિત્ર પ્રશ્નનેને પેદા કર્યા વિના રહેશે નહિ. આ બધું વિચારતાં એમ લાગે છે કે ટૂંકા દિવસમાં તીર્થયાત્રા કરીને તેવાં સ્થળેથી વિહાર કરી દે એ જ ઉચિત છે. આથી અનેક ગામોને પણ તે ત્યાગીઓને લાભ પ્રાપ્ત થશે, સવાલ (૬) આપણે ત્યાં વિપશ્યના જેવું થાન શા માટે નથી ? વિપશ્યનાને આરાધી શકીએ ખરા ? જવાબ : આપણી પ્રતિકમણ વગેરે સ્વરૂપ ઉભય ટંકની આવશ્યકાદિ ક્રિયાઓમાં જ એકાકારતા, ઉપગદશા રૂપ દયાન સમાએલું છે. તે તે ક્રિયામાં અને તે તે સૂત્રોમાં ઉપયોગભાવ એ જ આપણું જેની ધ્યાન છે. એને ઉપેક્ષીને બીજું કઈ ધ્યાન થઈ ન શકે. એ સાચવીને Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૬ મુનિજીવનની બાળથી આપણે પણ નવરાશના સમયમાં પંચપરમેષ્ઠિ ભગવંતેનું આલંબન લઈને ધ્યાન કરી શકીએ. પણ જે બૌદ્ધોની જ સાધના છે, જેને આપણું આગમાદિ કોઈપણ શાસ્ત્રોમાં ઉલ્લેખ જ નથી તે વિપશ્યના વગેરે પ્રકારનાં ધ્યાન આપણે જૈને ન કરી શકીએ. એનું કારણ એ પણ છે કે આ ધ્યાનમાં પંચપરમેષ્ઠિ ભગવંતેનું લેશ પણ આલંબન લેવામાં આવતું નથી. આ ધ્યાન શૂન્યનું ધ્યાન છે. આપણું ધ્યાન હંમેશા પૂર્ણનું જ ધ્યાન હોય. જ્યાં પરમેષ્ઠિ ભગવંતેનું આલંબન નહિ તે જૈની ધ્યાન નહિ. વળી ધ્યાન કરતાં ય મહત્વનું સ્થાન ધરાવતે, આપણે ત્યાં કાર્યોત્સર્ગ છે. તે ધ્યાનમાં તે મુખ્યત્વે માત્ર મને નિગ્રહ કરવાનું હોય છે જ્યારે કાત્સર્ગમાં મન, વચન અને કાયા – ત્રણે ય ઉપર નિયંત્રણ લાવવાનું હોય છે. જ્યાં સુધી દેહાધ્યાસ તૂટે નહિ ત્યાં સુધી વાસ્તવિક ધર્મને આરંભ થાય નહિ. કાર્યોત્સર્ગ દેહાધ્યાસને તેડનારો મોટામાં મોટો રોગ છે. આ જ કારણે છ આવશ્યકેમાં પણ કાયોત્સર્ગ આવે છે અને છ અભ્યન્તર તપમાં પણ કાર્યોત્સર્ગનું સ્થાન રાખવામાં આવ્યું છે. જ્યાં સુધી ઘરમાં જ પડેલી સર્વોત્તમ વસ્તુને ખ્યાલ નહિ આવે તેને મહિમા નહિ સમજાય ત્યાં Page #46 -------------------------------------------------------------------------- ________________ -મુનિજીવનની બાળથી સુધી ચિત્ત બીજે ક્યાંક દેડી જવાની ભૂલ કર્યા વિના નહિ રહે આથી જ એકલા ભેગસને ખુલ્લંખુલ્લા ઉત્તેજિત કરતા ફેસર રજનીશના કહેવાતા ધ્યાનનું ય ક્યાંક ક્યાંક જૈનકુટુંબમાં ય-ઘેલું લાગ્યું છે. નિર્લજપણે નાચવાથી માંડીને નગ્ન બની જવા સુધીની ક્રિયા થઈ શકતી હોય છતાં જે તે ધ્યાન” કહેવાતું હોય તે કહેવું પડશે કે ધર્મના નામના આંચળા નીચે પાંખડે ખેલવાના અતિ ભયાનક અંધકાર યુગનાં મંડાણ થઈ ચૂક્યાં છે શાસ્ત્રવિચાર, તપ (૧) જે શરીરને તપ દ્વારા દુઃખ આપવાથી મોક્ષ થતો હોત તો સાતમી નરકના અત્યંત દુઃખી જીવોને તરત મેક્ષ થવે જોઈએ, અને દેવાધિથી અત્યંત શાતા વગેરે પામતાં જિનેશ્વરનું સંસારમાં પરિભ્રમણ થવું જોઈએ. આથી જ તપ એ કાંઈ શરીરને ત્રાસ આપવા ચાટે કરવાને જિનેશ્વરદેએ કહ્યો નથી. ત૫ તે Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૮ મુનિજીવનની બાળપોથી ઈદ્રિના ઉન્માને શાંત કરવા માટે જ કરવાનું છે. એની સાથે એ પણ કાળજી કરવાની છે કે ઇંદ્રિ કે આરાધનાના શુભ ગે ક્ષીણ ન થઈ જાય. ઈન્દ્રિયોને મહર્ષિઓએ ગધેડાની ઉપમા આપી છે, જે એને વધુ ખાવાનું અપાય તે તેફાન કરે; ઓછું ખાવાનું દેવાય તો ભાર વહન ન કરી શકે. આ ઉપરથી સમજવું કે જ્ઞાનીઓએ તપને પીડાકારક કે દુઃખદાયક કહ્યો નથી. ટૂંકમાં, શરીરના બૈરી થઈને શરીર પાતળું કરવા માટે તપ નથી પરંતુ ઈદ્રિના ઉન્માદને રેકીને તેને સમ્પ્રવૃત્તિમાં જોડી રાખવા માટે તપ કરવાનો છે. (૨) જેઓ સંયમ પામીને પ્રમાદાદિ સેવે છે તેઓ આ લેકમાં તો નિંદાય છે જ પણ પરલેકમાં કિલિબષિકાદિ દેવ થયા બાદ પણ પિતાના પૂર્વભવને જોતાં “હાય ! મેં પ્રમાદાદિથી સંયમજીવન કેવું બરબાદ કરી નાખ્યું ! એવો વિચાર કરીને ખૂબ પસ્તાય છે. જે જિનવાણીના જાણકાર છે છતાં આ લોકના. ભેજનાદિના સુખમાં લંપટ બને છે તેઓ તે જિનવાણુના અજાણ કરતાં ય ખૂબ જ વધુ દયાપાત્ર છે.. બિચારા ! તળાવે આવીને તરસ્યા પાછા ગયા ! ઉપદેશમાળા, કલેક : ૨૫૯-૨૬૦.. Page #48 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની ખાળપેાથી ૩૯ હાર્દિક અનુમેાદન (૮) એપરેશન પૂરુ થયા માદ ભાનમાં આવેલા આચાર્ય ભગવંત પાસે વિનીત શિષ્યે ગરમ પ્રવાહી લાવી મૂકયુ'. અપ્રમત્ત આચાર્યશ્રીએ મૌન રહીને સંકેતથી પૂછ્યું' કે, આ પ્રવાહી કચાંથી લાવ્યેા ? મારા માટે કાઈ ભક્તને ત્યાં ખાસ અનાવરાવ્યું છે ?”” શિષ્યે હા કહી કે તરત જ આચાર્ય ભગવ ંતે તે પ્રવાહી લેવાની સાફ ના કહી દીધી! આચાર્ય દેવના આવા અદ્ભુત જાગરણનું હાર્દિક અનુમેાદન. (૯) હૃદયરાગને ત્રીજો હુમલેા આવી ગયા બાદ ૮૪ વર્ષની વયના એ આચાર્ય ભગવ ́ત એક દિવસ પંચાંગ પ્રાણપાતની વિધિપૂર્વક ખમાસણ દઈ રહ્યા હતા. શિષ્યે વિનયભાવે કારણ પૂછ્યું. અને આવી સ્થિતિમાં આ શ્રમ ન લેવા માટે આગ્રહપૂર્વક વિનંતિ કરી. પણ આચાર્ય દેવ ન માન્યા. તેમણે શિષ્યને કહ્યુ કે, “એઠા માંએ ન ખેલવાના મારા અભિગ્રહ છે. આજે સહસા ખેલાઈ ગયુ. એટલે ૨૫ ખમાસમણાને મે' રાખેલા દાંડ ભાગવુ છું.” ધન્ય છે; તેમની વ્રતપાલનનિષ્ઠાને ! Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૦ મુનિજીવનની બાળપોથી (૧૦) પિતાના શિષ્યોના બ્રહ્મચર્યની સહજ રક્ષા માટે એક મુનિવરે ઉપાશ્રયના પાછલા ભાગના ખુલ્લા દ્વારમાં ઊભા લોખંડના સળીઆ જડાવી દેવાની પ્રેરણા કરી. તરત અમલ થશે. કેવી, નિમિત્ત-નાશની અપૂર્વ તકેદારી ! (૧૧) એ મહાત્માને મીઠાઈ વગેરે સ્વાદપ્રચૂર દ્રવ્યને તે ત્યાગ જ હતું. પરંતુ છતાંય રોટલી ખાતાં ય રાગ થવાનો ભય હતે; તેથી તેઓ દરેક રોટલી ઉપર દેશી દિવેલ ચોપડીને જ વાપરતા. બીજા મહાત્મા બધી વસ્તુ એક પાતરામાં ભેગી કરીને તેમાં આયંબિલખાતાનું કરી આતું નાંખી દેતા. ત્રીજા મહાત્મા મોંમાં એક જ બાજુથી દરેક કેળીઓ ઉતારતા અર્થાત્ કઈ કેળીઆને મમરાવતા નહિ. જાણે કે એક બાજુ અવાળુ થયું હોય તે રીતે હાથે કરીને વાપરતા. રાગને ધૂળ ચાટતે કરતા એ મહાત્માને વંદન ! વંદન ! Page #50 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૪ મનની એક નબળી કડી કેટલાક માણસના મનની એક નબળી કડી હોય છે. એમને જે દૂર હોય તે પ્રિય લાગે છે અને જે નજીક હિય તે અપ્રિય લાગે છે. એવી માતાને ઘરમાં રમતો દીકરે કડ ઝેર લાગે છે, પણ જ્યારે તે રજાના દિવસોમાં મામાને ઘેર એકાદ માસ માટે ચાલ્યા ગયે હોય છે ત્યારે તેની યાદ તે માતાને અત્યંત સતાવતી હોય છે. આવા માણસેને શિયાળાના દિવસોમાં ઉનાળો સારે લાગતું હોય છે અને ઉનાળાના દિવસો દરમ્યાન શિયાળ જ સારે જણાતું હોય છે. મુનિજીવન પામવાની અભિલાષા સેવતા કેટલાક મુમુક્ષુઓનાં પણ મન જ્યારે આવી નબળી કડીને ભેગ -બન્યાં હોય છે ત્યારે ભારે મુસીબત ઊભી થાય છે. એમને જ્યાં સુધી દીક્ષા પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી સંસાર ખારે ઝેર અને દીક્ષા “અમૃતનો કુંભ જણાય છે. પણ જ્યારે તેઓ દીક્ષા લે છે ત્યારે પેલી નબળી કડીના કારણે દીક્ષા ખારી ઝેર બને છે, અને સંસાર મીઠા મધ લાગવા માંડે છે ! આવા આત્માઓ દીક્ષાના જીવનમાં Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૨ મુનિજીવનની બાળથી માનસિક રીતે ભયંકર રિબામણ અનુભવતા હોય છે. એમને પુણ્યવંતા સંસારીજનોના મેહક રંગરાગ જોતાં; કે દીક્ષા- જીવનના કેટલાક કલેશ અથવા કષ્ટ અનુભવતાં એવા પણ વિચારે આવી જતા હોય છે કે, “મેં કયાં દીક્ષા લીધી? કેવી ઉતાવળ કરી નાંખી ? વગેરે...” આવા વિકલ્પની પળમાં ક્યારેક એવું તીવ્ર, ચારિત્ર્ય મેહનીય કર્મ પણ બંધાઈ જતું હોય છે કે જેથી અસંખ્ય બે સુધી પણ કદાચ ચારિત્ર્ય–જીવનની પ્રાપ્તિ ન થાય! આવી હારાકીરી (આપઘાત) ન સર્જવા માટે મનની આ નબળી કડી વહેલામાં વહેલી તકે દુર કરી દેવી જોઈએ. એ માટે વિરાગભરપૂર – જેવા કે જ્ઞાનસાર, ઈન્દ્રિયપરાજય શતક, ઉપદેશમાળા, વૈરાગ્ય કલ્પલતા (માત્ર પહેલે સ્તબક) પ્રશમરતિ પ્રકરણ, શાન્ત સુધારસ-આટલા થળે–ને અર્થ સહિત કંઠસ્થ કરી લેવા જોઈએ. પછી હિમેશ તેમાંના ૫૦૦ શ્લેકને અર્થચિંતનપૂર્વક પાઠ. કરવું જોઈએ. આનું ચમત્કારિક પરિણામ જોવા મળશે. આત્માને સદા એક શીખ સ્વયં આપવી જોઈએ કે, “હે આત્મન ! તને માંડ માંડ જૈનશાસન અને તેમાંય સર્વવિરતિનું સર્વોચ્ચ જીવન મળ્યું છે. હવે એને બરબાદ કરી નાંખે તેવા મનના દુષ્ટ વિકલ્પને તું શિકાર કાં બને ! જે આ એક ભવ પણ આ જીવનની Page #52 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી સુંદર સ્પર્શના કરી લઈશ તે અગણિત દુઃખે અને પાપોથી ખીચોખીચ ભરેલા આ કાળા સંસારથી થોડા જ ભવમાં વિસ્તાર પામી જઈશ. માટે મક્કમ થઈ જા.. ઊઠ! આત્મન ! જાગરણની ધરતી ઉપર ઊભો થઈ જા.. સૌ સારાં વાનાં થશે.” આટલું ધ્યાનમાં લેવા જેવું (૧૦) સાબુદાણા અંગે : હવે સાબુદાણા જૈન માત્રથી વાપરી શકાય નહિ.. કેમકે તે ટેપીઓકો નામના કંદમૂળમાંથી તૈયાર થાય. છે. આ કંદમૂળનો લોટ કરીને તેના દાણા પાડવામાં આવે છે; જે સાબુદાણા તરીકે ભારતમાં વેચાય છે. આ સાબુદાણા બેંગલોર બાજુ તૈયાર થાય છે. પૂર્વે એ ભક્ષ્ય. હતા; પરંતુ આ પ્રકારની તેની નવી બનાવટના કારણે કંદમૂળના ત્યાગીથી આ બનાવટ વાપરી શકાય નહિ. (૧૧) નદી ઊતરવા અંગે : કેટલીક વાર નદી ઊતરવાને પ્રસંગ પડે છે ત્યારે, ગૃહસ્થ પાણીમાં પગાં (પથ્થર) ગઠવી દે છે. તેની ઉપર પગ મૂકીને પૂજ્ય પસાર થાય તે તેમને દેષ ન. લાગે તેવી માન્યતા હોય છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળથી પણ આ માન્યતા બરોબર નથી. હકીકતમાં તો આમ પગાં બેઠવવાથી ખૂબ જ દેષ લાગે; કેમકે સાધુ કે સાધ્વીજીના નિમિતે આ પગાં ગોઠવાયાં છે. હવે તે વીસે ય કલાક ત્યાં જ પડ્યાં રહેશે અને તેની સાથે અથડાતાં પાણીના જીની કારમી વિરાધના લાંબા સમય સુધી ચાલુ જ રહેશે. આના કરતાં તે તે સાધુ કે સાઠવીજી શાસ્ત્રવિધિપૂર્વક સ્વયં પાણીમાં પગ મૂકીને નદી ઊતરી જાય તે તેમાં ખૂબ જ ઓછા દેષ લાગે છે. આવું જ ચોમાસાના સમયમાં ચાલુ વરસાદે ન -છૂટકે સ્થડિલભૂમિ (વાડે) વગેરે જવું પડે ત્યારે ત્યાં સુધી પહોંચવા માટે જે તાડપત્રીએ સાધુ–સાદવજીના માટે જ બાંધવામાં આવે છે તે પણ અનુચિત છે. એ કરતાં તે ન છૂટકે જવું પડે ત્યારે કામળી ઓઢીને જવામાં એકદમ અલપ દેષ લાગે. (૧૨) આરોગ્ય અંગેઃ સામાન્ય રીતે એમ કહી શકાય કે આરોગ્ય બગડઆવામાં તપ કે ત્યાગ કારણ હોતા નથી પરંતુ આહારને અતિગ કે મિથ્યાગ કારણ હોય છે. આરોગ્ય પ્રતિકૂળ થયા બાદ સંયમના અઢળક પેગે સદાવા લાગે છે. અપવાદ માગે જે દેનું સેવન શરૂ કરવામાં આવે છે તે દો ઘર કરી જતા હોય છે, છેવટે તે પિઠાઈ પણ આવી જાય છે. તે Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪ મુનિજીવનની બાળપોથી આ બધું ન થવા દેવું હોય તો આરોગ્યને સહજ રીતે સાચવવું જોઈએ. આરોગ્યને સાચવવાની ભૂમિકામાં કુપને ત્યાગ. જ હોવો જોઈએ. જે તે પળે અને ઔષધોનું સેવન ન હોવું જોઈએ. સંયમીનું જીવન જ એવું છે કે તે ઔષધો, અનુપાને અને પથ્યના ઘેરાવાથી જીવી જ ન શકાય. હા...... ત્યાગની ભૂમિકા ખૂબ જ અનુકુળ અને સહજ થઈ પડે.. તમામ કુપને ત્યાગ કરવું જોઈએ. તેથી કદાચ એંસી ટકા જેટલું આરોગ્ય આપમેળે સારું થઈ જશે. બાકી ભસ્મ કે એલોપથીની દવા વગેરે ઉપર આરોગ્ય ટકાવવામાં જીવનભરની તેની ગુલામી ઘર કરશે તદુપરાંત કેઈ પણ પ્રકારની વિશિષ્ટ આરાધના લગભગ અસંભવિત બની જશે. (૧૩) તીર્થભૂમિમાં દર્શન અંગે : પાલીતાણું વગેરે તીર્થભૂમિમાં સાધુ-સાધ્વીજીને જ મુખ્ય બનાવીને જે “ભક્તિ કરવામાં આવે છે અથવા તે તેમના જ માટેનાં જે રસોડાં ચલાવાય છે તેમાં ગોચરી, પાણી વહેરી શકાય નહિ. આવી જ રીતે જે તે ક્ષેત્રમાં નિર્વાહ કરવાની ફરજ પડતી હોય તે તે ક્ષેત્રમાં સમ્યગ્દર્શનની શુદ્ધિ માટે બહુ થેડી તીર્થયાત્રા કરીને ત્યાંથી વિહાર કરી જ તે ઉચિત છે. આપણી Page #55 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી પહેલી સંયમયાત્રા છે; પછી–તેને સાચવીને-તીર્થયાત્રા છે. વારંવાર આવા દેશે સેવવાથી ચિત્તના પરિણામ ખૂબ જ કઠોર થાય છે અને તેથી જીવન નઠેર બની “ જાય છે. પ્રશ્નોત્તરી સવાલ (૭) વર્તમાનકાળમાં સાધી દીક્ષા ઉપર પ્રતિબંધ મૂકવાની જરૂર જણાતી નથી ? ભૂતકાળમાં ય આવું કરવાની ફરજ પડ્યાનું સાંભળવા મળે છે. જવાબ : દીક્ષા એ કઈ પાપપ્રવૃત્તિ નથી કે જેથી તેની ઉપર પ્રતિબંધ મૂકવે ઘટે. ભૂતકાળમાં ય જે પ્રતિબંધ મુકાયે છે તે મેગલ રાજા દરમિયાન કેટલીક રાજકીય વિષમતાના કારણે ૩૨ વર્ષથી નીચેની વયની બહેનની દીક્ષા પૂરતો પ્રતિબંધ મુકાય છે. આજે પણ જે સુવિહિત ગીતાર્થ આચાર્ય ભગવંતોને એવું કાંઈક કરવાની જરૂર જણાતી હોય તે તેઓ શાસ્ત્રનીતિ મુજબ કઈ પણ નિર્ણય જરૂર લઈ શકે છે. આ પદુધર્મ તરીકે એ કાર્ય તેઓ કરી શકે છે. બાકી દીક્ષા ઉપર જ નફરત ધરાવતા બુદ્ધિજીવી, Page #56 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી ૪૭ જમાનાવાદીએ ની એવી કેાઈ પણ વાતને સાંભળી પણ શકાય નહિ. વ્યક્તિગત રીતે મને લાગે છે કે સાધ્વી સઘના જુદા જુદા માવડીએએ દીક્ષા પછીના એમના જીવનની કાળજી કરવી જોઈએ. જો આ સાવી-ગણુ જ્ઞાન, ધ્યાન, તપ, સ્વાધ્યાયમાં પ્રગતિ કરે અને સહિષ્ણુતા, ઉદારતા, પરા-રસિકતાદિ ગુણાને પેાતાના જીવનમાં ખૂબ સારી રીતે વિકસાવે તેા કદાચ એમ પણ કહી શકાય કે મુનિઓ કરતાં પણ વધુ સારી રીતે એનાને કેળવીને, તેમના દ્વારા હજારો કુટુબેને ધર્માભિમુખ બનાવી શકે. શ્રીસ`ઘ પાસે જે સાધ્વીગણુ છે તે તે તેની ખૂબ મેાટી અસ્કયામત છે. તેને શાસ્ત્રનીતિ (જમાનાવાદ, ય’ત્રવાદ, કે પ્રચારના તૂતથી દૂર રહીને ) મુજબ વિકસાવવી `જ જોઈએ. હાલ તેા સાધ્વીગણના તમામ માવડીએ આવી કાળજી કરતા હાય તેવુ" કાંઈ દૃષ્ટિગેાચર થતું નથી. આથી જ કેટલાંક ગંભીર કક્ષાનાં કહી શકાય તેવાં દુષ્પરિણામેા જોવા મળે છે અને એથી જ પ્રતિમધ મૂકવાના વિચારે વાયુમ’ડળમાં પ્રસરવા લાગે છે. જો રાગ હાય ૪, તે અહુના કે સ્વમાનભગના કારણે તે રાગને દાખી દેવા કે રાગને રાગ તરીકે જ ઇન્કારી દેવા એ તા ખરેખર રાગીને મારી નાંખવા જેવી પ્રવૃત્તિ ગણાય. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૮ મુનિજીવનની બાળપોથી એવી કેટલીક બાબતે છે જેમાં વ્યાપક પ્રમાણમાં રોગ ફેલાયો હોવા છતાં દવા નહિ જડવાના કારણે રેગનો જ ઈન્કાર કરી દેવામાં આવ્યા છે, અને આથી રોગ વધુ ને વધુ ઉગ્ર બનતે ગમે છે. તમારા ખીસામાં. રૂપીઆ ન હોય તેથી ઊંચી ગુણવત્તા ધરાવતે દુકાનને માલ તમે ન ખરીદી શકે એ બની શકે. પણ માલખરીદવાના પૈસા ખીસામાં નથી એથી શું એવું કદી કહી શકાય ખરું કે, “દુકાનમાં માલ જ નથી ?” આના જેવી કેટલીય વાતે આપણે કરતા હોઈએ છીએ એમ શું નથી લાગતું ? સાધ્વીગણના મવડીઓ ખૂબ ગંભીર બનીને જે રોગને ઈલાજ શેધવાનો યત્ન કરશે તે જરૂર તે ઇલાજ મળી રહેશે. પણ જે તેઓ આજના જેવી જ ઉપેક્ષા અને સબસલામતની સાયરન બજાવ્યા કરશે તે ઘણું વ્યાપક અહિત સંઘને માથે ઝીંકાશે. મને ખ્યાલ છે ત્યાં સુધી આ વિષયમાં ખૂબ જ ગંભીરપણે ચિંતન કરતાં સાધ્વી–ગણના એક મેવડીએ. કેટલાંક વધુ કડક પગલાં લેવા માંડ્યાં છે. દરેક મુમુક્ષુને. તેઓ વધુ સારી રીતે તૈયાર થવા માટે ચાર માસ પૌષધમાં રહેવાની, નિત્ય એકાશન કરવા વગેરેની આકરી કસેટીઓમાં મૂકે છે. એમ કરતાં પાંચ પાંચ વર્ષ પણ. પસાર કરી દેવા સુધીનો ક્યારેક તેઓ નિર્ણય લે છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ મુરિજીવનની બાળથી મને લાગે છે કે આ રીતે કદાચ વિશિષ્ટ શુદ્ધિનું, વિશિષ્ટ ઉત્સાહ અને બળનું સાગણમાં પ્રસારણ કસ્વાષાં ભારે સફળતા પ્રાપ્ત કરશે. જે વાત સાધ્વીગણ માટે વિચારવાની છે તે સાધુગણ માટે પણ વિચારણીય છે. એ આપણે ભૂલવું ન જોઈએ. પ્ર. (૮) ગુરુ સાથે કે સહવતીઓની સાથે વારંવાર મનદુ:ખ થયા કરે છે. આથી ચિત્ત આર્તધ્યાનને લેગ બની જાય છે. ક્યારેક તો કલાક સુધી આ આર્તધ્યાન ચાલુ રહે છે. આવા તીવ્ર અશુભ કર્મબંધમાંથી બચવાને ઉપાય શું ? જવાબ : મુનિજીવનનમાં આવી સ્થિતિનું નિર્માણ થવું એ ખરેખર ખૂબ જ દુઃખદ બાબત છે. કેટલું ઊંચું આ જીવન ! અને કેટલી નીચી કક્ષાએ ચિત્તનું અધઃપતન ! ટાઈફેઈડના છ ડિગ્રી તાવ કરતાં ય સમગ્ર શરીરને તેડતા ટી. બી. ૧૦૦ ડીગ્રી તાવ જેમ વધુ ખરાબ છે તેમ ત્યાગીજીવનમાં ચાલતા આવા પ્રકારના એકધારા મંદ મંદ પણ સંઘર્ષો અત્યંત ખરાબ છે, તેને ઉપાય તાકીદે કરે જ જોઈએ. આપણે અહીં થેડીક વિચાર કરીએ. મુખ્ય વાત આપણે કદી ન ભૂલીએ કે આપણું મુનિ-જીવન પ્રતિમુ. ૪ Page #59 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની ખાળપાથી આથી જ આ તેમ સફળતા કૂળતાના પાયા ઉપર જ ઊભું છે. જીવનમાં જેમ સહન કરવાની તૈવડ વધે વધુ ને વધુ મળે. જો સહન કરવામાં પાછા પડશુ' તેા આજીવન ન કલ્પી હાય તેટલી અંધાધૂંધીથી ઘેરાઈ જશે. " પ્રતિકૂળતા એ જ મારું જીવન છે, ' સહિષ્ણુતા એ મારા શ્વાસપ્રાણ છે.' આવાં સૂત્રેા બનાવીને તેનુ સતત રટણ કરતા રહીએ તે બહુ જરૂરી છે. ખીજા નંબરમાં દોષા લેવાની કુટેવનેા ત્યાગ કરીએ. ઢાષા જોવા જ હાય તા આપણા જ ઘણા બધા ઢાષા શા માટે ન જોવા ? અને ત્રીજી મહત્ત્વની વાત અપેક્ષા' અંગેની છે. બીજા પાસે આપણી ઘણી બધી અપેક્ષાઓ છે તે આપણે દૂર કરવી જોઈએ. આથી અપેક્ષા પૂરી ન થતાં જાગી પડતા મનદુઃખ ઘણા ઓછા થઈ જશે. જેએ દીક્ષાપર્યાયમાં માટા છે તેમણે ચાથી વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે તેમણે નાના પ્રત્યે વાત્સલ્યભાવ પેદા કરવા જોઈએ. જરાતરામાં તિરસ્કારી નાંખીને તેમનુ જીવન કચડી નાંખવાની આપણે મનેાવૃત્તિ કે પ્રવૃત્તિ ખૂબ જ કરતાભરી કહેવાય. ધિક્કારથી કે માત્ર ટોકવાથી શું થશે ? અંતે તે આપણે સહુ, માતા, પિતા, ભાઈ, ભાંડુ, મેન, ભાભી વગેરે સહુને છેડીને આવ્યા છીએ. હવે Page #60 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી જે સંયમ પામ્યા છીએ તેને ભારે સફળતાથી પાર ઉતારવું હોય તે સંયમી સહવતીઓની એકબીજાની લાગણી, મમતા કે હૂંફથી જ તે શક્ય છે. આવી હૂંફ કેણ નથી ઇચ્છતું? બધાને સારી એવી મમતા આપવાની પહેલી ફરજ તે વડીલોની જ છે. જે તેઓ જ પક્ષપાતભર્યું વલણ દાખવશે કે કોઈને પણ તરછોડી નાંખશે તો તે વ્યક્તિ કેટલી તીવ્ર માનસિક વ્યથા અનુભવશે? તેને જે તેના સંસારી માતાપિતાદિ યાદ આવશે કે “દીક્ષા લીધી તે ભૂલ કરી તે દુવિચાર મનમાં પિદા થશે તે આ બધાંમાં જે નિમિત્ત બન્યાં હશે તે કેટલાં તીવ્ર અશુભકર્મો બાંધશે ? કેવી કારમી દુર્ગતિમાં તેઓ પટકાશે ? મને તો લાગે છે કે વાતાવરણમાં શાન્તિ અને સંયમની આરાધના પેદા કરવાના પુરુષાર્થમાં કે પુણ્યાઈમાં જેમને નિષ્ફળતા મળી હોય તેમણે કમસે કમ થોડાંક વર્ષો માટે તો નવી દીક્ષા આપવાનું બંધ કરવું જોઈએ. અંબાડી ઉપાડવાની શક્તિ જ ન હોય તેણે તે ઉપાડવાને આગ્રહ ન રાખવું જોઈએ. A આથી નવા પુણ્યાત્માઓના જીવનને ધોકો તે નહિ લાગે. બાકી જે પ્રતિકૂળતા, સહિષ્ણુતા, નિરપેક્ષતા, દેષદષ્ટિત્યાગ અને વાત્સલ્યભાવને ગાઢ સ્પર્શ કરવામાં આવે તે ગમે તેવા સંકટ વચ્ચે ય સ્વર્ગ ઊતરે. Page #61 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળથી શાસ્ત્રપાઠ [વૈરાગ્ય-કલ્પલતા] roy જે મુનિવરેનું ચિત્ત સમાધિમાં રસતરબોળ થઈ જાય એમને શરીરાદિ સંબંધમાં તીવ્ર પીડાદિની ક્રિયાઓ ઉત્પન્ન થાય તે પણ જરા ય અરતિ–વ્યાકુળતા ઉત્પન્ન. થતી નથી. જે ચકોર પક્ષી અમૃતના પાનનું જ વ્યસની બની ગયું છે અને તેમાં જ તરબળ રહે છે તેને નાનકડો અનિકયું મેંમાં આવી જાય તે શું તે વ્યાકુળ થઈ જશે ? ના નહિ જ. હે મુનિવર ! જ્યારે આપણે જીવનમાં સમાધિને. સાચે રસાસ્વાદ પામશું ત્યારે તે વિશુદ્ધ સમાધિના. આનંદમાં એકરસ બની ગચેલે આપણે આતમ કર્મજનિત સુખ–દુઃખની રતિ અરતિઓને તે અડશે પણ. નહિ. એ તે મસ્ત હશે આનંદ-મસ્તીમાં. જ્યારે સ્ફટિક એની પિતાની વિશુદ્ધિતના સ્વરૂપને પૂરબહારમાં પ્રગટાવે છે ત્યારે તેમાં પડેલી શ્યામતા કે રક્તતા તો બહુ જ નગણ્ય બની જાય છે. જુદા જુદા વેદ્યકર્મોના ઉદયથી પ્રાપ્ત થયેલ ટાઢ, તડકે, ભૂખ, તરસ વગેરે કલેશે ઝંઝાવાતની જેમ ત્રાટકે તે ય તે વખતે જે પ્રશાન્ત મુનિવરે સમાધિના અનુભવ Page #62 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની ખાળપાથી માત્રથી સ્વસ્થ રહે છે તેઓને અમે અંતઃકરણથી સ્તવીએ છીએ. ૧૩ સમાધિમાન મુનિએની લેાજનાદિ ક્રિયાઓ પણ રતિ કે અરતિને ઉત્પન્ન કરી શકતી નથી, કેમકે જો તેમાં રતિ થાય તા અંગારઢાષ ઉત્પન્ન થાય અને જો અતિ થાય તે ધૂમર્દોષ ઉત્પન્ન થાય. આથી આ દોષાના ક્ષય માટે રતિ-અરતિમાં તે લેાજનાદિ ક્રિયા નિમિત્ત બનવાને બદ્દલે ચિત્તસમાધિ માટે જ હમેશ તે ક્રિયાઓ મને છે. 9 લેાકેા ગમે તેવા આછતા અવર્ણવાદ તે મુનિને કરે તાય શુ ? તેથી કાંઈ તે સમાધિસ્થ મુનિનું મન અરતિગ્રસ્ત થઈ ન જાય. જેની આંખે દિબ્ય અ જન આંજ્યું છે તે માણુસ અધકારમય રસ્તે ચાલ્યેા જતા હાય ત્યારે ય કઈ અન્ધત્વને પામતા નથી. જ્ઞાન અને ક્રિયા સ્વરૂપ એ ઘેાડાના બનેલા મેક્ષ માગે ધસમસતા જઈ રહેલા સમાધિરથમાં અતિ થએલા મુનિરાજને નગરો અને ગામડાંઓના કાંટા ભોંકાતાં થતી અતિને સભવ જ કયાં છે ? એ તા જેણે જોડા ય ન પહેર્યાં હાય તેને એ અતિ થાય. આ સહાત્મા તે રથમાં આરૂઢ થયેલા છે ! Page #63 -------------------------------------------------------------------------- ________________ ! મુનિજીવનની ખાળપાથી હાર્દિક અનુમાદન (૧૨) એક ભાઈએ અપરિચિત ગામમાં સ્વદ્રવ્યે આખા ઉપાશ્રય ખાંધી આપ્યા છે; જેમાં તે ગામના અગ્રણીઓ સાથે શરત કરી છે કે સાવરણો પણ ખીજા કાઈના પૈસે લાવી શકાશે નહિ ! બધા ય લાભ પાતે લેશે. ૧૪ (૧૩) એક મુનિની દેશના સાંભળીને જિન ધર્મ પામેલા વૈષ્ણવ એને પેાતાના લગ્ન-દિવસે રાત્રિèાજન અંધ રખાવ્યુ હતુ. અને દિવસે પણ આઈસ્ક્રીમ, ખરર્,, વગેરે અલક્ષ્ય ચીજોના ઉપચેાગ કરાવ્યેા ન હતા. (૧૪) એક વડીલ મૃત્યુ સમયે પૂર્વે પોતાના કુટુબીજાને એવું સૂચન કરી ગયા કે “ મારા મડદાને ખાળવા માટેનાં લાકડાં ત્રણ વાર પૂજી લેજો, જેથી કાઈ જીવ-જંતુ અગ્નિમાં બળી ન જાય. (૧૫) જેવું હજી વેવિશાળ જ કરવામાં આવ્યુ હતુ તે બેન સાસરે જમવા ગઈ. ગામડામાં એનુ સાસરુ હતુ. ત્યાં સગડીમાં ચેતવવા માટેના છાણામાં તેણીએ કીડા જોયા. તેનું મન દ્રવી ઊઠયુ', ' અરેરે * વાસનાના સુખને પામવા જતાં આવા તે કેટલા યુ. જીવાને મારે મારી નાંખવા પડશે !' તે જ પળે દીક્ષા Page #64 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી ૫૫ લેવાને નિર્ણય કર્યો અને એક દી ચંદનબાળાના પંથે એણે ડગ માંડી દીધો. (૧૬) પિતાની દીકરીને સાસરે વળાવ્યા પછી પિતાને ખબર પડી કે ગામમાં જિનાલય નથી. “જિનાલય વિનાના ગામમાં દીકરીનું જીવન તો બરબાદ થઈ જાય !” તરત જ પાંચ લાખ રૂ. જેટલી રકમ જુદી ફાળવીને તે ગામમાં પિતાએ સ્વદ્રવ્ય શિખરબંધી આરસનું જિનાલય બંધાવવાનું ચાલુ કરી દીધું ! Page #65 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૫ શાસન—ભક્તિ ' કોંગ્રેસ કે જનસંઘ વગેરે પક્ષેા રાષ્ટ્રના ઉત્થાન માટે નિર્માણુ પામતા હેાય છે. જો તે ઉદ્દેશને અખંડિતપણે નજરમાં રખાતા હાય તા તા ૮ પક્ષ ’ એ આવકારદાયક તત્ત્વ ખની જાય છે. પણ જો તે તે પક્ષના સભ્ય. પેાતાના પક્ષ માટેના એવા ભક્ત અની જાય કે તેમની નજરમાં પક્ષ જ રહી જાય અને રાષ્ટ્ર પણ ગૌણ બની જાય તા એ પક્ષપરસ્તી રાષ્ટ્ર માટે જોખમી અની રહે તે નવાઈ નહિ. એકાંત પક્ષપરસ્તીનાં સૌથી મેટાં અને અત્યંત અક્ષમ્ય બે દૂષણા છે : (૧) પક્ષના માણુસ સ્વપક્ષના દુષ્ટ માણુસના દોષોને પણુ છાવરવા લાગે છે. (૨) પરપક્ષના રાષ્ટ્રભક્ત સભ્યને પણ ગાળા દેવા તૈયાર રહે છે. આમ એય રીતે રાષ્ટ્રને નુકસાન પહોંચાડે છે; રાષ્ટ્રદ્રોહીના બચાવ કરીને અને રાષ્ટ્રભક્તને ગાળેા દઈ ને. જો એ માણસ પક્ષના આવેા અંધભક્ત માણસ ન હાત તેા તેનામાં આ બેય દૂષણા ન પેસત આથી વિવેકભરી પક્ષપરસ્તી જ આવકારદાયક ગણાય. અવિવેકભરી અધપક્ષભક્તિ સારી ન ગણાય. કમનસીબે પક્ષ Page #66 -------------------------------------------------------------------------- ________________ -મુનિજીવનની બાળથી -ભક્તિ અવિવેક્યુરી બનીને રાષ્ટ્રદ્રોહમાં પરિણમતી જેવા મળે છે.. પણ તે એવી રીતે મજબૂત કરવું જોઇએ, જેથી રાષ્ટ્ર પણ વધુ ને વધુ મજબૂત થાય. પક્ષને મજબૂત કરવાની કઈ પણ ભેજના એવી ન જ હોવી જોઈએ કે તેથી રાષ્ટ્રને હાનિ પહોંચી જાય. હવે આ વાતને મૂળ વાત ઉપર ગોઠવીએ. ધર્મક્ષેત્રના વિષયમાં પણ પક્ષો જોવા મળે છે. આ પક્ષે જે શાસનને મજબૂત કરતા રહે તે તેમનું અસ્તિત્વ ખૂબ આવકાર્ય ગણાય. પણ પક્ષના ઝનૂનમાં ચડીને જે તેઓ ધર્મશાસનને હાનિ પહોંચાડે તે તેમની પક્ષપરસ્તીને કદી આવકાર્ય ગણી શકાય નહિ. આવી અવિવેકભરી પક્ષપરસ્તીને કદી સ્પર્શવી ન ઘટે. ઉચિત પક્ષ જરૂર સારે છે પણ તેનું અંધતાભર્યું ઝનૂન -જરા ય સારું નથી. સ્વપક્ષના લોકો ગમે તેવા કનિષ્ઠ તે ય શ્રેષ્ઠ અને વિપક્ષના લોકો ગમે તેવા શ્રેષ્ઠ તે ય કનિષ્ઠ એ વિચાર ઝનૂનને સૂચક છે. આવી વિષમતાને કઈ ભેગ ન બને તે પક્ષ દ્વારા -શાસનને સુગઠિત બનાવવાનું કામ તેઓ ખૂબ સારી રીતે કરી શકે. વિપક્ષના માણસેને પૂરતા પ્રમાણેના આધારે વધુમાં વધુ તે મોટા કહી શકાય, પણ તેથી કાંઈ તેમને ધિકારી તે ન જ સમય. Page #67 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની ખાળપેાથી ધિક્કાર અવગુણા ઉપર જ હાવા ઘટે; વ્યક્તિ ઉપર કદાપિ નહિ; એની તા છેવટે યા જ ચિતવવાની રહે. અનૂનમાં ન પરિણમતે પક્ષવાદ અમૃત બને છે. એના દ્વારા રાષ્ટ્ર કે ધર્મશાસનનું જીવન દીર્ઘ અને છે; સુ. અને છે. બ આપણે અત્યારે એવી કટોકટીભરી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ કે આ વિચારને વગેાવીને તેના સાર. આત્મસાત્ કરવાના સમય પાકી ગયા છે. જો મેાડા પડીશુ તે ભાવી – પેઢી આપણને ી માફી નહિ આપે. - આટલુ` ધ્યાનમાં લેવા જેવુ (૧૪) વિજાતીય અંગે ઃ જો હજી તમે જ્ઞાનથી અને યથી પીઢ—પરિષ ન થયા હૈ। તે તમે વિજાતીય સાથે કદી પણ પરિચયમાં ન આવશે. સગા ભાઈ બેન સાથે પણ પરિચયમાં રહેવુ તે મુનિજીવન માટે ઉચિત ન ગણાય. હવે મુનિએ તે સંસાર ત્યાગીને સ્વજનાનું પણ ધૂનન કરી નાખ્યુ છે.. પછી તેમના પણ સગાં હાવાના નાતે—પરિચય શા માટે? મારે તે ત્યાં સુધી કહેવુ છે કે એમને ધાને. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૯. મુનિજીવનની બાળપોથી ધરમ પમાડી દેવાની હેશમાં આવી જઈને પણ અપરિપકવ કાળમાં પરિચય ચાલુ રાખવે તે ય વાજબી લાગતું નથી... આ બાબતમાં જે ત્યાગીઓ વધુ મક્કમ રહે છે તેઓ ભલે. કદાચ બે-પાંચ આત્માઓને દુઃખી કરવામાં નિમિત્ત બની જતા હશે પણ સરવાળે તેઓ ઘણું ઊચા સંયમ–જીવનના. રસાસ્વાદને પામવાનું સૌભાગ્ય પામી જાય છે. આવું જ દીક્ષા આપવાના નિમિત્તે કરાતા પરિચયમાં સમજવું. એ પરિચય પણુ અપરિપક્વ કાળમાં બિલકુલ. ઉચિત નથી. જેમ વિજાતીય પરિચય ત્યાજ્ય છે તેમ સજાતીય. સહવાસ પણ એટલે જ ત્યાજ્ય ગણુ જરૂરી છે. આજનાકાળના સંસારીજનેનું માનસ ખૂબ વિચિત્ર બન્યું છેબીજી બાજુ મુનિ-જીવનમાં પણ રહી જતી કચાશ કયારેક સંયમ જીવનને એકાએક બેગ લઈ લેતી હોય છે. - જે ઉલ્લાસે અપનાવ્યું છે જેહરણ, એ ઉલ્લાસ બારમાસી બનાવી દે હેય તે બધાયના પરિચયથી દૂ૨. રહીને તપસ્વાધ્યાયનિરત બન્યા વિના કેઈ આરેવારે નથી આમ નહિ થાય તે પાણીના મૂલે સંયમનું મોતી. જોતજોતામાં વેચાઈ જશે. (૧૫) પૈસાના વ્યવહાર અંગે : આવતી કાલની ચિંતા કયારેક આપણી “આજ અને પાયમાલ કરી નાંખતી હોય છે. કેટલાકને ભાવી. Page #69 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી ઔષધાદિની ચિંતા થાય છે અને તે માટે તેઓ બીજાઓ પાસેથી પૈસા કઢાવીને કબાટ વગેરેમાં મુકાવતા હોય છે. પછી જરૂર પડે ત્યારે, તે રીતે તેને ' ઉપગ કરાવતા હોય છે. આવી પ્રવૃત્તિઓ, એ ત્યાગીના જીવન માટે તે સળગતે અંગારે છે જ; પરન્તુ સમગ્ર સાધુસંસ્થા માટે • ભયંકર કલંક સમાન છે. . આવી ચિંતા કોઈ ન કરે. આનંદકલ્યાણ આપણે - સંઘ સદા જયવંત છે. ' શેષવાનું ટાઓને જરૂર આવે છે, પણ સાચા ચારિત્ર્યસંપન્ન સાધુ, સાધ્વીજીઓને કદી મુશ્કેલી આવી - નથી અને ભવિષ્યમાં આવવાની પણ નથી. આપણે આપણું - ચારિત્ર્ય ઉત્તમોત્તમ કેટિનું પાળે. સૌ સારાં વાનાં થશે જ થશે. છેકેટલાકે કામળી આદિને પણ ચિત્ર-વિચિત્ર રીતેથી વિનિમય કરે છે. આ અતિ અધમ પ્રવૃત્તિ છે. મહેરબાની કરીને કે આવું કરજે- મા! આનાથી અતિ ઘેર શાસનહીલના થશે. (૧૬) પરસ્પર અંગે : ગુરુ, શિષ્ય કે સહવતીએ સહુ અને તે છદ્મસ્થ છે. ક્યારેક તેમનામાં ય સ્વાર્થના કે કષાયના ભાવે જાગી જાય, પણ આવા વખતે ઉગ્ર સંઘર્ષમાં ઊતરી ન જવું, Page #70 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળથી જે જ્ઞાની કે વડીલ હોય તેણે તે તેવા સમયે ખૂબ સહી. લેવું અને સંઘર્ષ પેદા થવા ન જ દે. જ્યારે ક્યારે પણ આવા સંઘર્ષ થયા છે ત્યારે લેકે. અધર્મ પામ્યા છે; યુવાને તે એ બધું જોઈને ધર્મથી. સાવ વિમુખ થયા છે. શાસનહીલના એ સૌથી મોટું અને અતિ ઉગ્ર કક્ષાનું પાપ છે. તમારા નિમિત્તે તે ન થાય તેની હંમેશ. કાળજી કરજે. હીલના અટકાવતાં તમારે જે કાંઈ સહેવું પડે. તે બધું જ તમે હસતે મેંએ સહી લેજે. (૧૭) મનના ઉચાટ અંગે : આપણે બધા અને તે છવસ્થ છીએ. કયારેક ચિત્તસમાધિ હણાઈ જાય તેવા મનના ઉચાટ પેદા થવાના. પ્રસંગે મોટાં ગ્રુપમાં તે વારંવાર આવ્યા જ કરે. આવા સમયે મૌન, સહિષ્ણુતા, ક્ષમા અને ઉદારતા–આ. ચાર ગુણને જે છૂટા મૂકી દેવામાં આવે તે બધી જ ગરમાગરમ થએલી હવા ઠંડી હિમ થઈ જાય. પણ આ. અંગે નમ્ર બનીને પહેલ કરવી એ જ આપણા માટે. મુશ્કેલ બની જાય છે. સંસારત્યાગીને જે આ રીતે માન–કષાય નડશે તે બિચારા સંસારીઓની તે કેવી દશા બેસશે ? પછી આપણે. ય તેમને કયા મોંએ ઉપદેશ આપી શકશું ? Page #71 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી - જે વડા છે તેમણે તે સૌથી વધુ સહન કરવું જ પડશે. ટીચાયા, કુટાયા વગર વડા (બાજરીના વડા) બનાયા છે પણ ક્યાં? વડામાં વાત્સલ્ય અખૂટ હોય છે અથવા શિષ્યમાં સહિષ્ણુતા અખૂટ હોય તે કદી કશે વધે આવે નહિ. પ્રશ્નોત્તરી સવાલ (૯) : સાધુનાં મુખ્ય લક્ષણે ક્યાં કે જેના વિનાના તેમના જીવનની સફળતામાં મટી શંકા પડી જાય ? જવાબ : શાસ્ત્રકાર પરમષિઓએ આ પ્રશ્નને ઉત્તર અનેક રીતે આપે છે. તેનું દહન કરીને હું આ પ્રશ્નને - જવાબ એ રીતે આપી શકું કે જે તપસ્વી હોય; સ્વાધ્યાયી - અને ગુરુભક્ત હોય તે સાધુ. ટૂંકમાં, ગુરુભક્ત મુનિનું - જીવન તપ: સ્વાધ્યાયપૂત હાય. તપ, શાસ્ત્ર સ્વાધ્યાય અને ગુરુભક્તિ આ ત્રણ ગુણેને પ્રાદુર્ભાવ કર્યા વિના વાસનાઓની મંદતા પણ સંભવિત નથી. કદાચ કોઈ શારીરિક આદિ કારણોસર તપ વગેરે ન થઈ શકે તે તપના સ્થાને જોરદાર ત્યાગ, હજારે કંઠસ્થ Page #72 -------------------------------------------------------------------------- ________________ સુનિજીવનની બાળપેાથી ૬. શ્લેાકેાના સ્વાધ્યાયના સ્થાને કલાકો સુધી જોરદાર ગેાખવાના ઉદ્યમ અને ગુરુભક્તિના સ્થાને ગુરુ પ્રત્યેનું હાર્દિક-અંતરમાં ઊભરાઈ જતું-અતાગ બહુમાન તા હોવાં જ જોઇએ. જેનામાં બીજી હરાળના ય આ ત્રણ ગુણ્ણા નથી એની સાધુતા ચિર’જીવી મની રહેવામાં મને તે મેટી શંકા છે. વળી બીજી એક વાત જણાવવાનું મન થાય છે કે શાસ્ત્રકાર પરમષિ આ તે ગુણને સિદ્ધ થએલા જણાવે છે, જેની પાછળ – જેની ગેરહાજરીના સમયમાં પણ – તેની જ પરિણતિ ચાલતી હોય; ઘંટ વાગી ગયા પછી જેમ તેને રણકાર ચાલે છે તેમ. આ હિસાબે તપ તે જ છે જેના સ્વાદ પારણામાં ય આવ્યા કરે છે; સ્વાધ્યાય તે છે જેમાંથી ઊઠી ગયા બાદ પણ ઊચિત અવસરે તેની જ લેફ્સા ચાલુ રહે છે અને ગુરુભક્તિ પણ તે જ છે જેના અકાળમાં ય ગુરુ સ્મરણ સતત ચાલુ રહે છે. આવા રણકાર ચુક્ત તપ, સ્વાધ્યાય, ભક્તિ ન હોય તે તેમની આઝી કિંમત આંકી શકાય નહિ. તપ કરનારા સાધુ પારણામાં પૂરા પલાટાઈ જાય તા ? સ્વાધ્યાય કરનારા મુનિ સ્વાધ્યાયના વિરહકાળમાં છાપા કે કથાએ વાંચે યા ફાજલ વાતા કર્યાં કરે તા ? જેને ખરા અમાં સાધુ થવું છે તેને આજે પણ અનુકૂળતા છે પછી કાળ ભલે ગમે તેટલેા ખામ આન્યા કહેવાતો હાય. Page #73 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળાએથી શાસ્ત્રપાઠ વિરાગ્ય-કલતા સમાધિની વાત કરનારા મુનિઓ સમાધિમાર્ ન. કહેવાય. એ તે જેણે સમાધિને સિદ્ધ કરી દીધી હોય તે જ સુનિએ સમાધિમાન કહેવાય. સમાધિસિદ્ધ મુનિએ તે જ છે જેઓ – (૧) લાભમાં કે અલાભમાં (૨) સુખમાં કે દુઃખમાં (૩) જીવનમાં કે મરણમાં સમાન અધ્યવસાયના સ્વામી છે. છે રતિ કે અરતિના ભાવે પણ જેમની સમાધિસિદ્ધ હશાને લગીરે આંચકો આપી શક્તા નથી. અહા ! અહો ! તે સમાધિસ્થ મુનિરાજેનું મને. શરણ હે... જેઓને પ્રતિકૂળતાના પ્રસંગમાં કદી જા નથી ઉઠેગ કે કદી સ્પશી નથી અરતિ, ચંચળતાના કારણે અનેક વસ્તુમાં. જેઓ ચલિત-ચિત્તવાળા કદી થયા નથી. જેમના ચિત્તખડક ઉપર જ્ઞાતાભાવને લેખ ટાંકણે ટંકાએલે છે. ચિત્ત તે પારા જેવું ચંચળ છે; અતિચંચળ, જે. એને અરતિરૂપી અગ્નિને કણીઓ પણ અડી જાય તે એ. ક્યાં ય ઊડી જાય. પણ જે અરતિ–અગ્નિને કણના સ્પર્શથી એ આમ, Page #74 -------------------------------------------------------------------------- ________________ મુનજીવનની બાળપોથી તેમ-ક્યાં ય ઊડીને ભાગે નહિ–અને તે માટે જે તેને સમાધિભાવથી સિદ્ધ થયેલા ઔષધને પાક આપીને મૂર્શિત કરી દેવામાં આવે તે ક્યાં ય ઊડીને ન જતાંકલયાણમય સિદ્ધિ પ્રાપ્ત થવામાં પછી તે જરાય વાર લાગે નહિ. કેવું વિચિત્ર છે આ ચિત્તરૂપી પંખીડું ! રતિ અને અરતિ નામની પોતાની બે પાંખે વિસ્તારીને–ઊડીને જગના ગગનમાં ભટક્યા જ કરે છે. જે એની આ સ્વછંદતાનું વારણ ન થાય તો એના માલિક આત્માને દુર્ગતિના કારાગારમાં લાંબા સમય સુધી ધકેલાઈ જવું પડે. છે કેઈ એને પકડી લેના૨ પાંજરું? કે જેથી એની સ્વછંદતા દૂર થાય? હા....એ પિંજરનું નામ છે સમાધિપિંજર. સમાધિભાવ પ્રાપ્ત થયા પછી ચિત્તને રતિ, અરતિ અને સ્વચ્છંદતા કશું ય જાગતું નથી. સમાધિમાન મહાત્માઓને શેકરૂપી શંકુની વ્યથાજનિત આકુળ-વ્યાકુળતા કદી થાય જ નહિ; કેમકે તેઓ સદૈવ એવા ભાવજ્ઞાનથી પરિણત હોય છે કે જેના કારણે પુત્ર, પત્ની, ધન, મિત્ર, શરીર અને ઘરથી પિતાની જાતને સદા ભેદના ભાવથી જ નિહાળતા હોય છે. હવે તે પુત્રામુ. ૫ Page #75 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી દિના મરણાદિમાં તેમને શેક એ અસંભવિત ઘટના જ બની જાય ને? આ મુનિરાજે તે સમાધિભાવની ઘધમાર વર્ષ કરીને શેકરૂપી અગ્નિને સાવ જ ઠારી નાંખે છે. હવે એમના ચિત્તમાં સત્તાપ સંભવે જ ક્યાંથી? રે! ભલેને કદાચ કઈ ઈષ્ટવસ્તુને નાશ થઈ જાય; કે ભલેને કદાચ અનિષ્ટ વસ્તુને સંગ થાય તે ય શું? આ મહાત્મા તે તેવા સમયે પોતાના નિત્યસ્વભાવનું અને નિયતિ નામના પદાર્થનું ધ્યાન ધરવા જ પલાંઠી મારીને બેસી જાય છે..પછી એમને સન્તાપ ક્યાંથી સંભવે ? હાદિક અનુમોદન (૧૭) તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની યાત્રાર્થે સહજ રીતે ગએલા વિશાળ સમુદાયને લેવી પડતી આધાકમી “ભક્તિ” જોઈને વડીલ ગુરુએ ત્રણ-ચાર દિવસમાં જ યાત્રા કરીને સહુને વિહાર કરાવી દીધું ! (૧૮) આ મહાત્મા હંમેશ સંગરંગશાળાને ઠીક ઠીક સમય સુધી સ્વાધ્યાય કરતા. જ્યારે પણ તેઓને ગુર્વાજ્ઞાથી જૂહું માસુ કરવું પડતું ત્યારે તેઓ ચોમાસામાં હંમેશ Page #76 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળથી ગુરુની દિશામાં ચેડાંક પગલાં આગળ વધીને તેમને વંદન કરતા. (૧૯) આંખની તીવ્ર પીડા દૂર થાય તે સંયમ લઉં એવી ભાવનાથી ભાવિત બનેલા એ મુમુક્ષુને બીજા જ દિવસથી પીડા ઓછી થતાં થતાં નિર્મૂળ થઈ ગઈ. એ આત્મા સંયમ પથ યાત્રી બની ગયે! (૨૦) પીઠમાં ફરતા વાની ભયંકર પીડાને ગુરુદેવ સમાધિથી વેદતા હતા. શિષ્ય ગરમ પાણીના શેકની કોથળી લઈ આવ્યા. ભારે સ્વસ્થતા સાથે ગુરુદેવે કહ્યું, મહેમાનને મીઠાઈ ખવડાવાય; ત્રણ-ચાર દી વેકાવાનો આગ્રહ કરાય, પણું કાંઈ ડામ ઘેડા દેવાય ? તમે તે “વા” નામના મહેમાનને શિકની કેથળીના ડામ દેવા આવ્યા? ના...... મારે એ શેક કર નથી. કર્મનિજાની આ તે અપૂર્વ, વણમાંગી આવી પડેલી સોનેરી તક છે ! (૨૧) એમની દીક્ષા લેવાની કેવી તીવ્ર તલપ હશે કે ગુરુની પાસે જવા માટે એ મુમુક્ષુ એક સાથે, એક દિી માં ૩૬ માઈલ ચાલ્યું. માત્ર ચાર પિસાના ચણા ખાઈને. (૨૨) મધરાતે ગાડીમાંથી ઊતરીને ઉપાશ્રયમાં સાધુ ભગવં તેની સાથે બે યુવાન શ્રાવકે સૂઈ ગયા. રાત્રે એકાએક વિધવા થએલી યુવતીનું કાળમીંઢ–પાણું પીગળી જાય તેવું–રૂદન સાંભળીને તેઓ જાગી ગયા ! “એના પતિ Page #77 -------------------------------------------------------------------------- ________________ નમને સારવાર લેવા કાલેજ મુનિજીવનની બાળપય જેવું અચાનક આપણું મોત થઈ જાય તે ? શત પણ પૂરી ન વીતે તે ?” એ વિચારે અને યુવાન શ્રાવકેએ મુનિને વેષ તરત જ પહેરી લીધે. બાજુમાં સંથારે કરેલા બે મુનિઓના રજોહરણ લઈ લીધા. બાકીની રાત નવકાર મન્ટના ધ્યાનમાં બેસીને પૂરી કરી. સવારે રજોહરણની શેષ ચાલતાં ઘટસ્ફોટ થયે. બન્ને યુવાનની વિધિવત્ રીક્ષા થઈ (૨૩) સિનેમા જેવાની માતાની ના હતી છતાં દીકરાએ સિનેમા જે. આ જાણ થતાં જ માતાએ પ્રાયશ્ચિત્ત. રૂપે અઠ્ઠમ કર્યો. દીકરાએ માફી તે માંગી પણ જીવનભર માટે સિનેમાને ત્યાગ કરી દીધું ! (૨૪) ડોકટરની લાઈન લેવા ઈચ્છતા છોકરાને મધ્યમ. વર્ગની માતાએ કહ્યું, “દીકરા ! કેલેજ સુધી તને લાવવામાં મેં ઠીક ઠીક મજૂરી કરી છે. હજી પણ મજુરી. ચાલુ રાખીશ. પણ તું ડેકટર થાય; દેડકાં–વાંદરાં ચીરે અને. પૈસા કમાય તારી આ માતાથી ખમાય તેમ નથી. બેટા ! જે ભર્યો છે, તેમાં કાંઈ નોકરી મળે તે. મેળવ, નહિ તે ઘરે રહે. તારી આ માતા મરશે ત્યાં. સુધી મજૂરી કરીને તેને ખવડાવશે. તું જરા ય ચિંતા. ન કરીશ.” દીકરે આવી મહાન માતાનાં ચરણમાં મૂકી જઈને. ખૂબ રડે. બીજે જ દી માતાની આશિષે નિર્દોષ નોકરીમળી ગઈ! પર Page #78 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૬ અષ્ટ પ્રવચનમાતા સંસારમાં જન્મ લેતાં આત્માના શરીરની જાળવણી માટે જન્મદાત્રી એક જ માતા પૂરતી હતી. પણ તે આત્મા સંયમ” નામનું સંતાન પ્રાપ્ત કરે છે ત્યારે તેની જાળવણી માટે આઠ આઠ માતાઓની જરૂર પડે છે, જેને પ્રવચનમાતા કહેવાય છે. જે આઠ બાબતને પ્રવચન–માતાઓ કહી તે ઉપરથી વિચારવું કે તે આઠ બાબતે સંયમજીવનની રક્ષા માટે કેટલી બધી મહત્ત્વની હશે ? જેની પાસે શાનું બીજું કશું વિશેષ જ્ઞાન નથી તે માલતુષ મુનિને પણ જ્ઞાની કહ્યા છે તેનું કારણ એ જ છે કે તેમની પાસે પ્રવચનમાતાઓનું જીવંત જ્ઞાન હતું. તેઓ આ પ્રવચન–માતાઓના સંપૂર્ણ પાલક હતા. આ પ્રવચન–માતાનું સ્થૂલ સ્વરૂપ આ પ્રમાણે છે: (૧) ઈસમિતિ – જેઈને ઃ ઉપગ પૂર્વક–ગમનગમનાદિ કરવા. (૨) ભાષાસમિતિ– નિરવદ્ય ભાષા બેલવી. (૩) એષણ સમિતિ – ગોચરી, પાણી વગેરે શાસ્ત્રોક્ત દેશે વિનાના લાવવાની વિધિ કરવી. (૪) આદાન ભંડમત્તનિકુખે Page #79 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળથી વણ સમિતિ – પંજી પ્રમાજીને દરેક વસ્તુ લેવા-મૂકવી. (૫) પારિષ્ઠપનિકા સમિતિ–માત્રુ વગેરે પરઠવતાં ઉપગ રાખવો (જેથી જીવહિંસાદિ ન થાય.) (૬) મનગુપ્તિ (૭) વચનગુપ્તિ (૮) કાયગુપ્તિ. – મન, વચન અને કાયાને અશુભ ગોથી નિયન્દ્રિત રાખવા. અને શુભમાં પ્રવર્તાવવાં. ચારિત્ર્યધર્મના જઘન્યકેટિના પાલનમાં આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ અષ્ટ પ્રવચનમાતાનું સ્થાન અત્યંત આવશ્યક ગણાય છે. જેની પાસે આટલું ય જ્ઞાન કે પાલન નથી તે જઘન્યથી પણ ચારિત્ર્યધર કહેવાતું નથી. વર્તમાનકાળની તે એવી કમનસીબી છે કે આ. પ્રવચન-માતાઓની ભારોભાર ઉપેક્ષા થઈ છે. નીચે જોઈને ચાલવાને બદલે આડુંઅવળું ઊંચું જોતાં ચાલવું વાત કરતાં ચાલવું વગેરે તે સામાન્ય બાબતે થઈ પડી છે. બોલતી વખતે મુહપત્તિને ઉપગ લગભગ નષ્ટપ્રાયઃ થયેલ છે. પૂજવા, પ્રમાર્જવાનું તે ભાગ્યે જ યાદ આવતું હશે. ટૂંકમાં આઠે ય માતાઓ અણમાનીતી થઈ પડી હોય તેવી સ્થિતિ પેદા થવા લાગી છે. આમ છતાં સહુનું પોતાનું શાસન – આહારપાણીની પ્રાપ્તિથી માંડીને મહેન્સ કે જિન–મંદિરાદિનાં નિમણે વખતે મોટી પત્રિકાઓ બહાર પાડવા વગેરે રૂપ–ખૂબ સારી. રીતે ચાલી રહ્યું છે માટે આ માતાઓની ઉપેક્ષા સંબંધી લેશ પણ ચિંતા લગભગ કોઈને થતી નથી. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧ મુનિજીવનની બાળપોથી કેવી કમાલ વાત ગઈ છે કે જેના કારણે આપણે જગતમાં યશકીર્તિ પામી રહ્યા છીએ તે સંયમ અને તેની માતાઓની જ ઉપેક્ષા કરી છે! બેસવાની જ ડાળ ભાંગવાનું કામ આપણા હાથે થઈ રહ્યું છે. નૂતન દીક્ષિતોને આ અંગેની સાચી કઈ તાલીમ મળતી નથી. એઓ પણ ઉઘાડા મેંએ બોલતા; પૂંજ્યા વિના પ્રવૃત્તિ કરતા, પરઠવવાની અવિધિઓ કરતા થોડા જ દિવસના દીક્ષા પર્યાયમાં જોવા મળે છે. ઉકરડામાં ગુલાબ પડે તે ય શું? પછી તે એ ય ઉકરડો જ બને ને ? આ ખૂબ જ ગંભીર બાબત છે. આપણે સહુએ આ માતાઓના પાલન વગેરે તરફ દુર્લક્ષ કરવાનું બંધ કરવું જોઈએ. જે બાહ્ય પ્રવૃત્તિઓ વધી જવાથી આમ બન્યું હોય તે થડા સમય માટે તે બધી બાહ્ય પ્રવૃત્તિઓ છેડી દેવાનું જરા ય બેટું નથી; પરન્તુ આ માતાઓની ધરાર અવગણના તે અત્યન્ત અહિતકર બની રહેશે. આ જોઈને ક્યારેક એવું તારણ નીકળે છે કે ભૂતકાળના મહાત્માઓ કદાચ આજના મહાત્મા જેટલા વિદ્વાન નહિ હોય પરંતુ સંયમી તે પૂરા હતા. આજે? વિદ્વાન ઘણું હશે પણ સંયમપાલનમાં સાવ કાયર બની ગયા હશે. Page #81 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપેથી આટલું ધ્યાનમાં લેવા જેવું R (૧૮) મુખાદિ–પ્રક્ષાલન અંગે : કેટલાકને મુખ વગેરે જોવાની ઈચ્છા થાય છે, ક્યારેક તેનો અમલ પણ થાય છે. મુનિ-જીવન માટે આ વૃત્તિ અને પ્રવૃત્તિ અત્યન્ત ઘાતક છે. આવી સ્થિતિવાળા આત્માઓનું બ્રહ્મચર્ય ક્યારેક આતમાં આવી પડે તે મને જરા ય નવાઈ ન થાય; કેમકે આ પ્રવૃત્તિ જ પતન તરફના પગરણરૂપ છે. શાસ્ત્રકાર પરમષિઓએ તે બહાર–સ્થડિલ-ભૂમિએ જઈને આવ્યા બાદ પણ–પગ દેવાની મનાઈ કરી છે. માત્ર ક્યાંક પગ ખરડાયા હોવાની શંકા હોય તે જ તેનું પ્રક્ષાલન થઈ શકે, પણ તે ચ સામાન્યતઃ છબછબીઓ કરીને તે નહિ જ. નિષ્કારણ અંગપ્રક્ષાલન એ બ્રહ્મચર્યનું ઘાતક બની શકે છે. માટે જ ખાનને પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે ને? એથી પણ મુનિઓ ગૃહસ્થની જેમ જિનેશ્વરદેવની અષ્ટપ્રકારી પૂજા નથી કરતા ને? (૧૯) પાતરાદિના પ્રતિલેખન અંગે: સવારે પારસી ભણાવીને જે પાતરા, તરણ, પલા, ઝોળી, ગુચ્છા આદિનું પ્રતિલેખન કરવાનું હોય છે તે સૂત્ર પિરસી ભણાવીને–બબર સમયે કરવાનું હોય છે. એને Page #82 -------------------------------------------------------------------------- ________________ સુનિજીવનની બાળપોથી સમયથી જેટલું મોડું થાય તેમ તેનું પ્રાયશ્ચિત્ત વધતું જાય છે. માટે પિરસી પડિલેહણ (સૂર્યોદયથી પિણું પહેરે) સમયસર જ કરવું જોઈએ. કેઈક ખાસ કારણે પાંચ-દસ મિનિટ વહેલું થઈ શકે ખરું પણ બને ત્યાં સુધી મેંડું તે ન જ કરવું. સામાન્ય રીતે વસ્ત્રોનું પ્રતિલેખન ઊભડક પગે અને પાતરા, તપણુ, ચેતને વગેરેનું પડિલેહણ પલાંઠી મારીને –બેસીને- કરવાનું હોય છે. આ પારસી પડિલેહણમાં પાતરાદિનું પડિલેહણ પલાંઠી મારીને કરતાં કરતાં વચ્ચે જે પલ્લા, ઝેળી, રજઅણુ વગેરે વાનું પડિલેહણ આવે તે પણ પલાંઠી મારીને બેસીને જ કરવાનું વિધાન છે. જે તે વસ્ત્રોનું પડિલેહણ ઊભડક પગે કરવામાં આવે તે વારંવાર પલાંઠી છેડીને ઊભડક પગે બેસવું પડે. આમ કરવાથી થોડોક વધુ સમય જાય એટલે એટલે સ્વાધ્યાયને વ્યાઘાત પહોંચે. આવા સ્વાધ્યાય-વ્યાઘાત ન પહોંચે તે માટે ઝોળી પલ્લા વગેરે વસ્ત્રોનું પણ પડિલેહણ પલાંઠી મારીને જ કરવાનું વિધાન છે. - આ ઉપરથી સમજાશે કે મુનિઓએ કેવા સ્વાધ્યાયસારા અને સ્વાધ્યાયપૂરા બનવું જોઈએ! (૨૦) તપ અંગે : બને તે કાયમ ફુટ, મે, મીઠાઈ, તળેલુંના ત્યાગપૂર્વકના એકાશનથી ઓછું પચ્ચખાણ ન કરવું. તે -આધા પછી મહિનાની ત્રણ તિથિ આયંબિલ અને બે Page #83 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપાથી ચતુર્દશીના બે ઉપવાસ પણ ખેંચીને ય કરવા જરૂરી છે. આટલુ થાય તે આરોગ્ય પણ ખૂબ સારુ' રહે. હવે પછી જે કાંઈ વધુ તપ થાય તે કરવા. પરન્તુ આ પાયાના તપ તે ી મૂકવા નહિ. પછી ગીતા ગુરુદેવ જે આજ્ઞા કરે તે તરત જ તત્તિ કરવું, UY (૨૧) આરાધનાના ઉલ્લાસ અંગે : કચારેક કેટલીક તપ, જપ કે સ્વાધ્યાયની આરાધનાને ખૂબ ઉલ્લાસ આવી જાય છે. આવી સ્થિતિમાં નાનાં કે મધ્યમ કારણાને આગળ કરીને અંતરાય કરવા તરફ વડીલેાએ ન જવું જોઈ એ. ઉલ્લાસની પળે ઝટ ઝટ આવતી નથી. તપ વગેરે. કરવાથી આરાગ્ય ખલાસ થઈ જશે એવી માન્યતાનેા જલદી જલદી ભાગ મનવું નહિ. જે માંદા પડચા તે ખાઈ ને જ માંઢા પડયા છે તપ કરવાથી માંદા પડી જવાની વાત તેા ક્વચિત જ સાંભળવા મળે તેવી છે. કેટલી વાર સંસારીપણાના સંબંધની મેહદશાને લીધે પણ તપ આદિમાં અંતરાય કરવામાં આવે છે; જે ખૂબ જ અનુચિત છે. આવી ભૂલ કદાપિ કરવી નહિ. (૨૨) પ્રાયશ્ચિત્ત અંગે : સૂક્ષ્મતમ પાપાનું પણ પ્રાયશ્ચિત્ત કરવું જોઈ એ એમાં ી પીછેહઠ કરવી નહિ. લક્ષ્મણાજી અને રૂકમી Page #84 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી વગેરેનાં દૃષ્ટાન્તો નજર સમક્ષ રાખવાં જેથી માયાદિથી રહિતપણે શુદ્ધ આલોચના કરવાનું મન થશે. | ગમે તેટલી આરાધના કરવામાં આવે પણ જો માનસિક પણ વિરાધનાની શુદ્ધિ (ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત વડે) નહિ કરવામાં આવશે તે વિરાધિત સંયમીને ભૂતપ્રેતની હલકી દેવનિઓમાં જન્મ મળે છે. આવી ભયાનક સ્થિતિ પિદા ન થવા દેવી હોય તે સ્વાધ્યાય, તપ વગેરેમાં પાછા પડો તે ય પ્રાયશ્ચિત્ત કરવામાં તે કદી પાછા પડશે નહિ નાની પણ વિરાધના તે આરાધનાના સમગ્ર જીવન. ઉપર છાઈ ગએલે અંધારપટ (બ્લેક આઉટ) છે. ગમે તેમ કરીને એવા ગીતાર્થ, ગંભીર પ્રાયશ્ચિત્ત: દાતા ગુરુને તમે શોધી કાઢજો. આજની તારીખમાં પણ તેઓ આ ભરતક્ષેત્રમાં પણ છે જ; માત્ર તમે તેમને શેધી. કાઢે એટલું જ જરૂરી છે. કાયાના કે વાણીના પાપના પ્રાયશ્ચિત્ત તે રાબેતા: મુજબ સહુ કરતાં હશે, પણ ધન્યથી પણ ધન્ય છે તે છે કે જે મનનાં સૂક્ષ્મ પાપનું ય શુદ્ધ આચન કરે છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી પ્રશ્નોત્તરી સવાલ (૧૦) દીક્ષા લેતાં પહેલાં શિખરજી આહિ તીર્થોની કલ્યાણભૂમિઓની સ્પર્શના કરી લેવાનું જરૂરી ખરું ? જવાબ : તીર્થભૂમિઓની સ્પર્શના કરવાથી સમ્યગ- દર્શનની વિશિષ્ટ નિર્મળતા થાય છે; વળી દીક્ષા લીધા બાદ એ તીર્થભૂમિઓની યાત્રા સંયમજીવનના નિર્દોષ નિર્વાહ સાથે કરવાનું લગભગ મુશ્કેલ છે. કેમકે વિહારના માર્ગોમાં અનેક માઈલ સુધી ગોચરી આદિ દુર્લભ બને છે. એથી ખાસ રસેડાં સાથે રાખવાં પડે જે સામાન્યતઃ ઉચિત ન ગણી શકાય. સંયમીને તે શાસ્ત્રનીતિના સંયમ-જીવનનું પાલન એ જ તીર્થયાત્રા. એને તે સંયમયાત્રા એ જ મહાયાત્રા. આવાં કારણસર એમ કહી શકાય કે તે તીર્થભૂમિએની સ્પર્શના દીક્ષા લેતાં પહેલાં થઈ જાય તે જરૂરી છે. પરંતુ અહીં પ્રસંગતઃ એક વાત કરી લઉં. જે આ તીર્થયાત્રામાં વિજાતીય પરિચયાદિ થતાં હોય અને તેમાં ક્યારેક બ્રહ્મવતને બાધ લાગે તેવી સ્થિતિ સુધીના કિસ્સા બનતા હોય તે ખાસ કરીને દીક્ષાર્થી -બેનેએ આ યાત્રા કરતાં પૂરી કાળજીઓ કરવી જોઈએ. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૭" મુનિજીવનની બાળપોથી તે તેમ ન બને તે બહેતર છે કે એ તીર્થયાત્રા ગૌણ અને; મનથી જ અહીં બેઠાં એ પરમાત્માઓને વંદન, પૂજન. કરી લેવાં ઘટે. આ કેટલી બધી દુઃખદ બીના છે કે તીર્થયાત્રા જેવા. પ્રસંગમાં પણ કેટલાક અત્યંત અઘટિત પ્રસંગે બની જાય. છે! પહેલું શિયળ પછી જ બધું. સવાલ (૧૧) : દીક્ષા લેવામાં માતાપિતા શાહના. કાણે અંતરાય કરે છે તેમને છેડીને દીક્ષા લઈ શકાય. ખરી? જવાબ: પંચસૂત્રાદિ ગ્રન્થમાં કહેલી વિધિપૂર્વક છું લે–માતપિતાને છેડીને પણ–દીક્ષા લઈ શકાય છે, પણ સબૂર ! આવી સ્થિતિમાં માતપિતાને છેડી દેવાના છે; પરતુ. તછોડી દેવાના તે નથી જ. એમના હૈયે જાગેલી માહની આગ ઠારવા માટે દીક્ષાથી સંતાન જ્ઞાન અને સયમનું પાણી લેવા જાય છે. એ પાણી લાવીને એમની આગ ઠારવાની છે. આ કારણસર જ એમને છોડવાં પડે છે, અને . છેડવા જોઈએ પણ ખરા. પરંતુ તે વખતે ય દીક્ષાર્થીના હૈયામાં તેમને તરછોડવા સ્વરૂપ તિરસ્કારને ભાવ તે અલ્પાશે. પણ ન જ હવે જોઈએ. ક્યારેક આવો તિરસ્કાર પણ જોવા મળે છે. ક્યારેક તે વળી અપરિણત ગુરુવર્ગ તરફથી પણ આ તિરસ્કાર કરવાની પ્રેરણું પણ કરવામાં આવે છે, જે અત્યન્ત અનુચિત છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૮ મુનિજીવનની બાળથી - જે તેમ જ થઈ શકતું હોય તે પરમાત્મા મહાવીરદેવને ગર્ભાવસ્થાને માતપિતાની ભક્તિને જે પાઠ જગતને શીખવવામાં આવ્યું છે તેને કે રકાસ થાય ? સવાલ (૧૨) : દીક્ષાના દૈનિક જીવનમાં જપ અને - ધ્યાનની જરૂર ખરી? જવાબ : હાસ્તો વળી. શા માટે નહિ? જ્યારે જ્યારે સ્વાધ્યાયાદિથી અવકાશ મળે ત્યારે જપ કે ધ્યાનમાં બેસવું જ જોઈએ. આ ગો તે આત્મામાં પડેલી અનાદિકાલીન વાસનાઓના સહજ મળને ઉખેડનારા અને તથાભવ્યત્વને પકવનારા છે. એના વિના તે આપણને કદી ચાલી ન શકે. જ્યારે ક્યારેય આવશ્યકાદિ ક્રિયાઓ, સ્વાધ્યાય, ગુરુસેવાદિથી વિરામને સમય મળે કે તરત જ માતા-અરિહંતના ખેાળામાં જઈને સૂઈ જવું જરૂરી છે. આ એવું મજાનું “રીલેકસેશન છે કે આપણે એકદમ સ્વસ્થ બની જઈએ. - જીપ અને ધ્યાન બ્રહ્મચર્યની દસમી વાડ છે. અહંકારના તે નાશક છે; ચિત્તશાન્તિના તે ઉદ્દગાતા છે. આના વિના આપણુ અનેક દેનું ઉમૂલન શક્ય જ નથી. રાત્રિના સમયમાં ઓછામાં ૧ થી ૨ કલાકના જપ વગેરે તે સહુએ કરવા જોઈએ એમ મને લાગે છે. મન્નાધિરાજ શ્રી નવકારની પ્રધાનતાપૂર્વક ષિમંડેલ, નમિઉણુ, સરસ્વતીજી, વર્ધમાનવિદ્યા વગેરે જે રસેલાસની જમાવટ કરતા હોય તે મન્ત્ર વગેરેના જપ એક માત્ર મોક્ષના હેતુથી યોગ્યતા પામીને કરવા જ જોઈએ. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૯ મુનિજીવનની ખાળપાથી એ બધુ કર્યાં બાદ રાજપરમાત્માને પ્રાથના રૂપે કહેવુ જોઈએ કે, “ હે ભગવન્ ! આપના (મારા નહિ) પ્રભાવે (મારા ભાવે નહિ) અમારા બધાયના (મારા એકલાના નહિ) દુર્ભાવા નષ્ટ થા, સદ્ભાવા પ્રગટ થાઓ અને અન્તે સ્વભાવ પ્રાપ્ત થાઓ. ,, સહુના હિતચિતનથી ધને! આરંભ થાય છે. સ્વહિતકરણમાં ધર્મના પૂર્ણ વિકાસ થાય છે એ વાત આપણે કદી ભૂલવી ન જોઈ એ. સવાલ (૧૩) : ગૃહસ્થજીવનમાં ધર્મક્રિયા કરતી વખ જે આન ઢાલ્લાસ આવતા હતા તે મુનિ-જીવન સ્વીકાર્યાં બાદ ઘટતા ચાલ્યા છે ? શું કારણ ! શા ઉપાય ? જવાબ : આ ખરેખર કમનસીમ મીના ગણાય. વસ્તુતઃ તા મુનિજીવનના સ્વીકાર બાદ એ ઉલ્લાસ વધી જવા જોઇએ. કેટલાક મુનિએ તેને અનુભવ કરે પણ છે. વિચાર કરતાં આવુ બનવા પાછળ એક કારણ હાથમાં આવે છે. જે મુમુક્ષુઓ દીક્ષા લેવાની પૂર્વભૂમિકામાં માત્ર ત્યાગભાવ જ ધરાવતા હાય અને સાંસારિક પદાર્થોં પ્રત્યે તીવ્ર વિરાગ (અનાસક્તિ) નહિ ધરાવતા હાય તેઓ દીક્ષાસ્વરૂપ સંસારત્યાગ થતાંની સાથે બ્યશૂન્ય અની જતા હશે. તેમના મનમાં સંસાર-ત્યાગ એ જ દીક્ષાનું લક્ષ હશે. આ લક્ષ જેવુ સિદ્ધ થઈ જાય કે પછી હવે એ દીક્ષામાં શું કરવું? તેનેા તેમણે કોઈ નકશે કે પ્લાનિ ંગ’ પહેલેથી કરી રાખ્યુ નહિ હેાય. આમ ત્યાગ તેા થઈ ગયા અને Page #89 -------------------------------------------------------------------------- ________________ મુનજીવનની બાળપોષી, વિરાગની તીવ્રતા તે છે નહિ એટલે દીક્ષિત જીવનમાં બધું શુન્યવત્ ભાસવા લાગે એટલે ફલતઃ ધર્મ કિયાઓમાંથી આનંદ ઊડી જાય કે ઓસરવા લાગી જાય. એટલે જ પેલી કહેવત યથાર્થ છે કે, “ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના.' વર્તમાન સમયને પ્રવાહ જ એ છે કે તેમાં જેટલું ત્યાગને મહત્ત્વ અપાય છે તેટલું વૈરાગ્યને મહત્ત્વ આપવામાં આવતું નથી. જેને સંસાર ત્યાગીને દીક્ષા લેવી છે એ વ્યક્તિ ઘરમાં, કુટુંબમાં કે પિતાના વતનમાં ખૂબ મહાન બની જાય છે. પછી આ વ્યક્તિના જીવનમાં વિરાગની આગ. ભભૂકી ઊઠેલી ભલે કદાચ જેવા ન મળે. મેં તે એવી મુમુક્ષુ વ્યક્તિઓ જોઈ છે, જે દીક્ષાના. આગલા દિવસ સુધી શારીરિક વિભૂષા, ભાષાના લટકા, આવાના ચટકા, સિનેમા, આઈસક્રીમ, કાશ્મીર વગેરેના છેલ્લે છેલ્લે શેખ કરી લેવાના અભરખાથી તેઓ ગળા સુધી. આસક્ત હેય. શું આવી વિરાગ–શૂન્ય વ્યક્તિ દીક્ષા માટેની લાયકાત ધરાવે છે? ના..... હરગિજ નહિ. એક વ્યક્તિને “બસ દીક્ષા લઈ લેવી છે એથી કાંઈ તેનામાં દીક્ષાની પાત્રતા આવી ગઈ છે એમ કદી માની શકાય નહિ. દીક્ષા પ્રત્યેના તીવ્ર આદરની સાથે સાથ. Page #90 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી સુખમય સંસારના પ્રત્યેક બેગ પદાર્થ પ્રત્યે તીવ્ર અનાદરભાવ હવે જ જોઈએ. જેના જીવનમાં આવે અનાદર નથી અને છતાં “દીક્ષાના આદરની ધૂન (!)માં જેણે દીક્ષા લીધી હોય છે તેઓની દશા દીક્ષા–જીવનના બીજા જ દિવસથી ર્તવ્યમૂહ દિશાશૂન્ય, બેચેન બની જાય છે. બસપછી એ મનની અજંપાભરી સ્થિતિમાંથી નાહકના કલેશ-કંકાસ ગુરુવર્ગ, સ્વજનવર્ગ વગેરે પ્રત્યે પેદા થઈ જાય છે, જેને દેવ, ગુરુની આજ્ઞા વગેરે પ્રશસ્ત પદાર્થો તરફ મહિને બે મહિને પણ ભારે રાગ જામત નથી એને હવે પેલે જ, સંસારને રાગ પ્રગટ થાય છે. એ રાગ સારુ ખાવાના, સારું પહેરવાના, સારુ જેવાના વગેરે અનેક રૂપે દેખા દેવા લાગે છે. પછી તે સ્વાધ્યાય અને ધ્યાનનું સ્થાન ગૃહસ્થ–મિત્રમંડળ બનાવીને કલાકના ગપ્પા લે છે. મન્ટજપના સ્થાને કપડાંની ટાપટીપ ગોઠવાય છે. તપના સ્થાને ખાવા-પીવાને શેખ ગોઠવાય છે. ટૂંકમાં, પ્રશસ્તના નામે અપ્રશસ્ત વૃત્તિઓ પોતાનો ખોરાક મેળવ્યા કરતી રહે છે. હવે આવી – મરવાના વાંકે જીવતી – વેષને દ્રોહ દેતી – વ્યક્તિને ધર્મક્રિયામાં આનંદ કે ઉલ્લાસ ન આવે તેમાં નવાઈ શી ? ખરેખર તે ગુરુ-વગે જ પાત્રતાની પુનઃ પરીક્ષા Page #91 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળથી કરવી જોઈએ. ભાવના માત્રને દીક્ષાની ગ્યતા સમજી લેવાની ભ્રમણામાંથી ગુરુવેગે બહાર નીકળી જવું જોઈએ. જે ગુરુવર્ગ જ અધીરે કે લાલચુ બનશે તે બિચારા નિર્દોષ જીને દીક્ષિત–જીવનમાં પારાવાર હાનિ તે થશે, પણ દીક્ષા લઈને પસ્તાયાને પ્રત્યેક પળે નિસાસે નાંખતાં રહીને એવું તીવ્ર મેહનીય કર્મ તે બાંધશે કે અસંખ્ય ભવે પણ પુનઃ મુનિજીવન હાથમાં નહિ આવે. વિરાગ વિનાને ત્યાગ જે ત્યાગના દેખાવમાં ચાલુ જ રહે તે એટલે ભયાનક અને એટલે બેકાબૂ રાગ એ ત્યાગના ઓઠા નીચે જન્મે કે જેના અસહ્ય દબાણના વિકૃત રૂપે કલેશ, કંકાસ અને કચ્છમાં પ્રગટ થાય એ ગ્રુપનું વાતાવરણ એટલું બધું કલુષિત થવા પામે કે તે વિરાગ વિનાની એક જ ત્યાગી દીક્ષિત વ્યક્તિ તેને ભગ નહિ બને પણ તેને ગુરુવર્ગ અને સહવતી વગ બધા ય કલુષિત વાયુમંડળને ભેગ બન્યા વિના નહિ રહે. " જે આ સ્થિતિ ન સર્જવા દેવી હોય તે પાત્રતાને વિચાર અને તેની ભારે સેટીને ગુરુવર્ગે ગંભીરપણે ધ્યાનમાં લેવાં જ પડશે; નહિ તે ફરિયાદો ચાલુ રહેશે અને ઉકેલે કદી નહિ જડે. Page #92 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળથી શાસ્ત્રવિચાર વૈિરાગ્ય-કલ્પલતા] એ, સમાધિમાન મુનિવરે! આપને તે અમારા કેટાનકોટિ વંદન. આપના અછતા દેને રે–ચૌટે ફેલાવવાનો ધંધો લઈ બેઠેલા દુર્જને પ્રત્યે પણ આપની આંખની એકાદ પણ ભ્રકુટી રેષથી ઊંચી થઈ જતી નથી ! અને કમાલ! કઈ આપના ગુણ ગાય ય આપના અંતરના કેઈ તારમાં ક્યાં ય ગલગલીઆં થઈ જતા નથી. અને દંભી જીવનનાં તેફાને તે ક્યાંય શોધ્યા જડતા નથી. પરપદાર્થની મૂછમાંથી ઉત્પન્ન થતી વિહ્વળતાઓના વિપ્લે આપના સ્વપ્ન ય ઉદ્ભવતા નથી ! નથી તે કદી એ સમાધિમાન મહાત્માઓ કેઈની કામ-વાસનાઓને ઉદીપિત કરતા કે નથી તે એ બીજાઓના ઠઠ્ઠા-મશ્કરીના અડ્ડામાં કદી રસ ધરાવતા. મિથ્યાષ્ટિઓની જમાતમાં પણ એ મહાત્માઓ હાસ્યાદિ દ્વારા વાતાવરણને તુચ્છ રીતે વિસ્તારવામાં કદી તત્પર બનતા નથી. અન્ય ધર્મોમાં પણ સંતોએ બૂમબરાડા, ઠઠ્ઠા, હસાહસી વગેરેને સમાધિના અપકવ ભાવે કહેલા છે. સમાધિનો પરિપાક થાય ત્યારે તે સહજ રીતે સંસાર Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૪ મુનિજીવનની બાળપોથી સ્વરૂપ ચિંતનની દષ્ટિ તથા સમાધિની અત્યુત્થાન દશા (સમતાની સ્થિતિ) જીવંત બનવા લાગે છે. એ મુનિવરે ! જ્યારે સમાધિભાવ પામવા દ્વારા આપણે આપણા આત્મામાં જ પલાંઠી મારીને બેસી જઈએ પછી આપણું શરીરના રૂપ, રંગ, આરોગ્ય કે દુર્બળતા આદિને. તપાસ્યા કરવાની હલકી સ્થિતિમાં તે ચક્કર કાપતા ન જ હાઈએ ને? સંયમના ઉપકરણભૂત વસ્ત્ર વગેરેની–મનમાં ગલગલી ઉત્પન્ન કરતી – ટાપટીપામાંથી તે આપણું મન સંપૂર્ણ પણે. ઊભગી જ ગયું હેય ને? હાસ્ત...પદુગલિક ભાવ સાથે આત્મરતિને મેળ જ ક્યાં છે? જેના અંતરમાં સમાધિના સુખના ફુવારા ઊડવા લાગ્યા. એવા ગીજનેને બાહ્ય-ભેગસુખમાં રસ જ ન પડે તેમાં કશી નવાઈ નથી. જેના ઘર-આંગણે જ કલ્પતરુ ઊગ્યાં છે એ ધનાથી શા માટે જંગલમાં લાકડાં કાપવા જાય અને તેને ભારે. ઊંચકી લાવીને જગતના બજારમાં ધૂમ તાપે વેચવા ઊભો રહે! પગલિક પદાર્થ પ્રત્યે મુનિઓને એ કઈ હર્ષ ઊભરાઈ જતો નથી, ન તે એમને પ્રતિષ્ઠા પામવાની કેઈન લત જાગતી નથી. નથી તે એ સ્વાદરસની કિયાઓના કદી લંપટ બનતા Page #94 -------------------------------------------------------------------------- ________________ =મુનિજીવનની બાળપોથી કેમકે તે સમાધિસ્થ મુનિવરે જાણે છે કે પ્રતિષ્ઠાની ઘેલછા કે રસનાની નાનકડી પણ આસક્તિ એ આત્મામાં શલ્ય બનીને એવી પેસી જાય છે કે એનાથી આત્મા દુર્ગતિઓમાં જઈને દુઃખી દુઃખી થઈ જાય છે. હાર્દિક અનુમોદન (૨૫) એ હતી; ગુરુશિષ્યની અજોડ સંયમી જોડી. તેમણે નાગાપુરથી શિખરજીની યાત્રા શરૂ કરી ૫ણુ સહાચક માણસ વિના ! ઠેઠ શિખરજી જઈને પાછા આવી ગયા ! સંપૂર્ણ નિર્દોષ સંયમજીવનની રક્ષા સાથે જ. (૨૬) જેગમાં પેઠેલા શિષ્યને ગેચરીમાં થોડોક આહાર વધી ગયે. એ પણ થઈ ગયું હતું. વધેલું જે પરવે તે દિવસ પડે એ ચિન્તાથી શિષ્યની આંખમાં આંસુ આવી ગયાં ! ગચ્છના વડીલ આચાયે તેનાં આંસુ જોઈ લીધાં. બીજા કેઈને કશું ય કીધા વગર તે આચાર્ય ભગવંત તે શિષ્યની બાજુમાં જઈને બેસી ગયા અને સમય જોઈને તેની વધેલી ગેચરી તરત જ વાપરી ગયા ! શિષ્યની આંખે આંસુ તે હજી પણ ચાલતાં હતાં; પણ તે હર્ષનાં હતાં. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૬ મુનિજીવનની બાળપોથી. (૨૭) તે આચાર્ય મહારાજ દૈનિક છાપાંઓની સાઈડ ઉપરની કેરી પટ્ટીઓ ફાડીઓ ફાડીને લઈ લેતા અને તેની ઉપર પિતાનાં દેહનેને ટપકાવતા; લખતા; અને સાચવી. રાખતા. (૨૮) એ મહાત્મા ગલાઈને સાવ જ નાની–હાથમાં. માંડ પકડી શકાય તેવડી–પેન્સિલ થઈ જાય તે ય તેને ઉપગ કરીને વધુ કસ કાઢતા. (૨૯) મહાત્માએ એક દી કેક ભક્તને ડાક જ રૂપીઆનું કામ દેખાડ્યું. ભકતે માં બગાડયું. બસ તે. દિવસથી તે મહાત્માએ સદા માટે ભક્તોને પૈસાનું કામ. કહેવાનું બંધ કરી દીધું. . (૩૦) એ વ્યાખ્યાનકાર મહાત્માને કેઈ શ્રાવકે સવાલ. પૂછશે કે, “આપનું સુંદર વ્યાખ્યાન સાંભળીને આપની પાસે કઈ પ્રશંસા કરે તો આપને માન–કષાય જાગે ખરો ? જે આપ નિખાલસભાવે “હા” કહે તે મારે બીજો સવાલ એ છે કે, “જેનાથી પિતાનું અહિત થાય અને બીજાનું હિત થતું દેખાય તેવી પ્રવૃત્તિ જૈન સાધુથી થઈ શકે ખરી ?' આ સાંભળીને તે વ્યાખ્યાનકાર મહાત્મા ઊંડા આત્મનિરીક્ષણમાં ગરકાવ થઈ ગયા. ત્યારથી તેમણે આગાઢ. કારણ સિવાય વ્યાખ્યાનની પાટનો ત્યાગ કરી દીધું ! (૩૧) એ મહાત્માએ લગાતાર બત્રીસ વર્ષ સુધી.. વષીતપ કર્યો. તેઓ ઉપવાસને પારણે એકાસણું કરતા. અને પારણામાં નાકેથી દૂધ વાપરી જતા. તેઓ કહેતા કે આથી. રસ ઉપર વિજય મળે છે અને આરોગ્ય પ્રાપ્ત થાય છે. " Page #96 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૭ ક્ષા અને પાત્રતા • ષોડશક પ્રકરણમાં પૂજ્યપાદ હરિભદ્રસૂરીશ્વરજી મહા રાજાએ ‘ દીક્ષા' શબ્દના નિરુક્તાર્થ કરતાં કહ્યુ છે કે જેના વડે જગતને શ્રેયનું દાન કરવામાં આવે અને જાતને અશિવથી મુક્ત કરવામાં આવે તે દૃીક્ષા કહેવાય. આવી દીક્ષા વિશિષ્ટ કોટિના જ્ઞાનીને જ પ્રાપ્ત થાય છે; મધા આત્માઓને નહિ. ટૂંકમાં દીક્ષિત તે કહેવાય કે જેના તમામ ચેગેાથી સ્વનું હિત થાય અને પરનુ અહિત તે ન જ થાય. એક કાળ એવા હતા કે જ્યારે દીક્ષાગ્રહણ ખૂબ દુર્લભ હતુ. આજે દીક્ષાનું ગ્રહણ ખૂમ સુલભ થઈ ગયું છે. સતાનાદિને દીક્ષા દેવા પ્રત્યેની વડીલેાની સૂગ લગભગ નામશેષ થઈ છે. પરન્તુ આ દીક્ષાનું ગ્રહણ ખૂબ સુલભ થવાથી જ એમ લાગે છે કે દીક્ષાનુ શાસ્રોત પાલન ખૂબ દુર્લભ થઈ ચૂકયું છે. સુલભ દીક્ષાને કારણે પાત્રતા વિનાના આત્માઓની પણ દીક્ષાઓ કયારેક થવા લાગી છે. વળી દીક્ષિત જીવનમાં ભાગરની પ્રધાનતાવાળી સગવડો પણ વિપુલ પ્રમાણમાં છ્તા Page #97 -------------------------------------------------------------------------- ________________ re મુનિજીવનની ખાળપાથી લાગી છે. આથી અનેક દીક્ષિત આત્માઓ ‘ માડન' જીવન જીવવાની લાલચમાં તણાયા છે; જ્યાં એમનાં જીવન અનેક પ્રકારનાં પાપાથી ગાઝારાં બન્યાં છે. દીક્ષા લેનારાઓની પાત્રતાની ખામીની આટલી જ વાત કર્યાં પછી દીક્ષા તેના માની પાત્રતાની ખામીના આધાત અને આશ્ચયભર્યાં નિર્દે શ અહી' કરવાનું' મુનાસીબ લાગે છે. દીક્ષિતાની ‘મા' અનવાની કળા વિશાળ ગુરુવગ માં સત્ર હાતી નથી. એ માત્ર દીક્ષા દઈ દેવામાં શિષ્યાના સંખ્યાબળમાં ગુરુપદની મહાનતામાં જ માનતા વગ છે. આવા ગુરુવ પાસે શાસ્ત્રબોધ પણ હાતા નથી. તેમાંના કેટલાક સાધુએ કે કેટલાક સાધ્વીએ ખૂબ અનિચ્છનીય રીતેા (ધનાદિની લાલચ વગેરેની ) અપનાવીને પણ દીક્ષા દેવામાં કશુ જ ખાટું સમજતા નથી. આવા પ્રસંગેામાં કયારેક તા ઘણી માટી શાસનહીલના થતી હાય છે. વળી આવી રીતેાથી આપવામાં આવેલી દીક્ષાએ પ્રાયઃ સફળ થતી નથી. સમગ્ર ગ્રુપનુ જીવન સુખ અને શાન્તિ ખાઈ એસે છે. દીક્ષિત વ્યક્તિ ચિ'તાઓના ભાગ અનીને – વધારામાં— આરાગ્ય પણ ખાઈ બેસે છે. G એકબીજાના દોષદશનમાં અને દોષવણુ નમાં; જુદા ચાકા જમાવીને ભક્ત, ભક્તાણીના ટોળાં–ગુરુ અનેલા આત્માના અમૂલ્ય જીવનનુ પાણી કરી નાંખવામાં મદદગાર અનતાં હાય છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ -મુનિજીવનની બાળપોથી જેણે આ વાત અનુભવી હેય; આવી ભૂલ જેણે પિતે જ કરી દીધી હોય તે સહુ હવે આનું પુનરાવર્તન ન કરે તે ય ઘણી શાસન–હીલનાનું અને આશ્રિત પરાત્માના મોટા અહિતનું નિવારણ થઈ જશે એમ લાગે છે. આટલું ધ્યાનમાં લેવા જેવું (૨૩) સ્થષ્ઠિલ-શુદ્ધિ અંગે : જ્યારે સ્થડિલ જવાનું થાય ત્યારે બેસતાં પહેલાં આસપાસ જોઈ લેવું કે વસતિ નિર્જન છે ને? એકદમ -વાંકા વળીને જમીન ધારીને જેવી કે એકાદ પણ જીવ-જંતુ અથવા વનસ્પતિ કે કીડીનાં નગરાં વગેરે ત્યાં નથી ને ? ત્યાર બાદ “અણુજાણહ જસુગ્રહો બેલીને બેસવું. બેસતી વખતે એ બરાબર ગોઠવ. દાંડે કે તરપાણી ધરતી ઉપર ન મૂકી શકાય. બે ય અનુક્રમે ખેાળામાં અને હાથમાં જ રાખવાં જોઈએ. પાણીને ઉપગ કરવાના પ્રસંગે પાણી મળ ઉપર ન પડે તેની કાળજી રાખવી અને તે માટે જરાક ખસ્યા પછી પાણીને ઉપયોગ કરે. પાણી જરૂર પૂરતું વાપવું. Page #99 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની માળપેાથી (શાસ્રસિદ્ધિ જાણીને ડગલના ઉપયોગ કરી શકાય.) ઊઠતી વખતે ત્રણ વખત સિરામિ' પદ ખેલ’. કેટલીકવાર લેાકેાની આવનજાવનની બાબતમાં એદરકારી દાખવવામાં આવે છે તે ખૂબ અનુચિત છે; વહેલી સવારે ગમે ત્યાં બેસી જેવું' તે પણ અત્યંત અાગ્ય છે. આવુ થતાં કયારેક કેટલાક આત્માએ અધમ પામ્યા છે; એથી શાસનહીલના થઈ છે. જો અનુકૂળતા હોય તેા ઉપર રાખ પાથરી દેવી. જેને કૃમિની તકલીફ હાય છે તેણે પેાતાની સાથે મલને આચ્છાદ્વિત કરવા માટે નાનકડા કાપડના ટુકડા લઈ જવા. શકય હાય તા તેણે છાંયડામાં જ બેસવું, જેથી તે જીવને પીડા ન થાય. અથવા સ્વયં ત્યાં છાંયડા કરીને બે ઘડી ઊભા. રહેવુ. છેવટે કપડાના કટકા તે ઢાંકી જ દેવા. કૃમિ પડતાં હોય તે પ્રાયશ્ચિત્તમાં લખવું. વાડામાં સ્થણ્ડિલ જવું પડે તે તે પણ પ્રાયશ્ચિત્તમાં લખવુ. રાત્રે વાડાની સ્થંડિલ-ભૂમિની વસતિ સારી રીતે જોઈ શખવાથી પ્રાયશ્ચિત્ત અલ્પ આવે છે. નહિ તે રાત્રે. સ્થણ્ડિલ જવાનું પ્રાયશ્ચિત્ત વિશેષ આવે છે. વાડામાં કેારા ખમાં રમ્યા નાખીને બેસવું. ઊઠતાં પણુ મળ ઉપર ૨૨ા પાથરવી. (૨૪) ગૌચરી અશે ઃ ગણુધર ભગવાન ગૌતમ સ્વામીજીનું સ્મરણ કરીને Page #100 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળથી ચરી વહેરવા નીકળવું. તે પછી “ધર્મલાભ સિવાય કે આગાઢ કારણ સિવાય કશું બોલવું નહિ. સાથે જે સંઘાટક સાધુ હોય તેની સાથે પણ વાત કરતા અલવું નહિ. જેમ. વિહારમાં સ્વાધ્યાય પણ કરવાને નથી હેતે કિન્તુ માત્ર. ઈસમિતિને ઉપગ રાખવા હોય છે તેમ ગોચરીમાં – રસ્તામાં ચાલતાં ઈસમિતિને, અને ગોચરી વહેરતાં એષણાસમિતિના ૪૨ દેષ વગેરે – અંગેને જ ઉપયોગ રાખવાને હેય છે. ગોચરી વહોરતાંની સાથે જ – ખાસ કારણ વિના – ત્યાંથી તરત ધર્મલાભ આપીને નીકળી જવું જોઈએ. કેટલાક વહરતાં પહેલાં “અમુક બાધા કરે તે જ વહેરુ” એ આગ્રહ રાખતા હોય છે, કેટલાક “શું ધર્મ-. શાન કરે છે ?” ઈત્યાદિ પ્રશસ્ત કેટિના ગણાતા પ્રશ્નો પૂછતા હોય છે. પણ આ બધું ચગ્ય ન ગણાય. વિશિષ્ટ કેટિના ગીતાર્થની વાત જુદી છે; પરંતુ તે સિવાયના. તમામ ત્યાગીઓએ આમ ન કરવું એ જ એમના હિતમાં છે. બાધા, પ્રેરણ, પૃચ્છા વગેરે બધું ય ઉપાશ્રયમાં થઈ શકે છે; નેચરી નહેરતાં ઊભા રહીને કેઈના ઘરમાં તે. તેમ ન જ કરવું. (૨૫) “આદેશની ભાષામાં બોલવા અંગે કદી શિષ્યને પણ આદેશની ભાષા – પાણી લાવે; કાપડ કાઢી નાખે; ગેચરી જાઓ વગેરે – માં બેલી શકાય નહિ. તે પછી ગૃહસ્થના સંબંધની ભાષામાં આદેશ તો કેમ જ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૨ મુનિજીવનની બાળપોથી કરી શકાય? દા. ત., ઓચ્છવ કરે; આ રિટકાર્ડ ડબ્બામાં નાંખી દેજે; આટલું કામ તમારે કરવું જ પડશે; પેલી બારી બંધ કરે; આ સ્થાપનાની પાટ ઉપર મૂકી આવે; આટલા રૂપીઆ આ બાબતમાં વાપરી કાઢે....વગેરે. શાસ્ત્રકાર પરમષિઓએ જણાવ્યું છે કે, “જેઓ આવી આદેશની ભાષામાં વ્યવહાર કરે છે તેઓને ડગલે ને પગલે મૃષાવાદનું પાપ સેવવાના પ્રસંગે આવ્યા કરે છે કેમકે પિોતે કરેલા આદેશનું સામી વ્યક્તિ પાલન ન કરે એટલે પિતે જૂઠે પડી જાય છે. વળી આ સ્થિતિમાં અમલ ન થતાં ક્રોધાદિ જાગવાની પણ શક્યતા હોય છે. ત્યાગીએ તે નિરવને ઉપદેશ આપે તે જગ્ય છે. સામી વ્યક્તિ તેને અમલ કરે તે ય મધ્યસ્થભાવ અને અમલ ન કરે તે ય મધ્યસ્થભાવ. આદેશ કરનારાઓને આદેશને અમલ ન થતાં ખૂબ દુઃખી થવું પડે છે. તે હાથે કરીને–પેટ ચેળીને શૂળ ઊભું કરવા જેવી બાબત છે. જે આદેશ કરવામાં ન આવે અને શાસ્ત્રનીતિ મુજબ ઉપદેશ દઈને છૂટી જવાય તે ઘણું બધી ચિત્ત-પ્રસન્નતા જળવાઈ રહે તેથી આરાધના -ખૂબ વધુ થાય. Page #102 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપેથી હ૪ છે જ પ્રજોત્તરી . સવાલ (૧૪): પરમેષ્ઠી-ધ્યાનમાં એકાગ્રતા ન આવતી હોય તો? જવાબ : ધ્યાનમાં એકાગ્રતા લાવવા માટે પહેલાં તે પ્રતિપક્ષી ભાવનાએ ભાવીને સંસારના રાગાદિજનક પદાર્થોથી આત્માને ખૂબ વિરક્ત બનાવવું જોઈએ, જેથી . ધ્યાન દશામાં તે રાગાદિમળે વિક્ષેપ પેદા ન કરે. તેમ છતાંય એકગ્રતા ન આવે તે સ્થાનને બદલે ધૂન. કે પદ અથવા સ્તવનેને આશ્રય લે જોઈએ. આ માટે અનેક અતિ સુંદર પદો, સ્તવને, સજ્જા વગેરે અર્થ સહિત ગોખવાં જોઈએ. પછી રાગ અને તાલપૂર્વક તે. બલવાં જોઈએ. આમાં જે એકાગ્રતા આવે તે આ પણ એક પ્રકારનું પ્રાથમિક ધ્યાન જ છે. અથવા પિતાને ગમે. તેવું શાસ્ત્ર–સ્વાધ્યાયરૂપ લેખનકાર્ય કરવું જોઈએ. એમાં કેઈ શાસ્ત્રગ્રન્થનું હસ્તલેખન જ કરી શકાય; જે સંસ્કૃતાદિને અભ્યાસ હેય તે એગદષ્ટિ સમુચ્ચય” જેવા. ગ્રન્થનું રેજ થોડું – સુંદર - ભાષાંતર પણ કરી શકાય. લેખનકાર્યમાં એકાકારતા જેટલી સહેલાઈથી આવે છે. તેવી કદાચ બીજા કેઈમાં આવતી નથી. જેને જે એકાન્ત માક્ષલક્ષી પ્રવૃત્તિમાં એકાકારતા આવી જાય તેના માટે તે જ ધ્યાન. એ પછી તેણે માત્ર Page #103 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળથી પંચ–પરમેષ્ઠીના ધ્યાન સ્વરૂપ ધ્યાનને આગ્રહ રાખ ન જોઈએ. બેશક એ અપેક્ષા તે જરૂર રાખવી, જેથી તેની પણ સિદ્ધિ મળતાં ઝાઝી વાર નહિ લાગે. સવાલ (૧૫) : દીક્ષા આપ્યા બાદ કેઈ દીક્ષિતમાં “ઉછુંખલતા કેમ જોવા મળે છે? જવાબઃ આ સવાલનો ઉત્તર અનેક રીતે આપી શકાય. એ વ્યક્તિમાં પૂર્વે જ ઉશૃંખલતા હતી પણ દીક્ષા દેનારી ગુરુ-વ્યક્તિના શિષ્યમહના અંધાપાને લીધે તે દેખાઈ ન હતી; જે પાછળથી સ્પષ્ટ વર્તાવા લાગી એમ કહી શકાય. - અથવા પૂવે સુગ્ય વ્યક્તિમાં પાછળથી ઉછુંખલપણું આવ્યું હોય તે તેનાં બે કારણે છેઃ (૧) મુનિજીવનના કઠોર અને કાંટાળા પંથને આસાનીથી પાર કરવામાં ગુરુના વાત્સલ્યની ખૂબ જરૂર પડતી હોય છે. તે વાત્સલ્ય ન મળે અને ઉપરથી સતત ટોક-ટોક કરવામાં આવે છે તે ત્રાસદાયક વાતાવરણમાં ઉછૂખલ થઈ જવાય તે સુસંભવિત છે. અથવા (૨) એમ બને કે તે વ્યક્તિ સ્વભાવથી ખૂબ સરળ અને સરસ ભલે હશે જ; પરન્તુ દીક્ષાનું કઠેર જીવન જીવવા માટે સહન કરવાની જેટલી તેવડ હેવી જોઈએ તેટલી તેનામાં નહિ હોય એટલે અસહિષ્ણુતાને કારણે પણ તેનામાં ઉછુંખલતાને પ્રતિભાવ પેદા થતો હોય. આવા પ્રસંગમાં સૌથી વધુ જવાબદારી ગુરુ-વર્ગની જ આવી પડે છે. તેણે ખૂબ જ ધીરજ, વાત્સલ્ય અને Page #104 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળથી સહનશક્તિ સાથે આવા કેસને હાથમાં લેવું પડે અને તે વ્યક્તિને દીક્ષાના માર્ગે આનંદભેર દેડતી કરી દેવી જોઈએ. પણ જે ગુરુ-વર્ગ જ અસહિષ્ણુ હેઈને હાથ ઈનાંખશે; 'ઉપેક્ષા કરશે કે દોષારોપણ કરીને છટકી જશે તે સૌથી મેટા પાપનો ભાર તેના જ માથે પડશે એ વાત ચેક્ટસ છે. સવાલ (૧૨) : શારીરિક આરોગ્ય માટે અતિ આવશ્યક સૂચન શું હોઈ શકે? જવાબ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ત્રણેય આરોગ્ય માટે સૌથી મહત્વનું એક સૂચન છે કે “હિત, મિત અને અલ્પ આહાર કરે.” આપણું આરોગ્યને જે હિતકર હોય તે જ વાપરવું. અહિતકર તે ન જ વાપરવું. - જે હિતકર છે તે પણ માપસર વાપરવું – ઘણું તે ન જ વાપરવું. અને અવારનવાર ઉપવાસાદિ એગ્ય રીતે કરતા રહેવા (અલ્પને અભાવપરક સમજીને અલ્પાહાર એટલે ઉપવાસ ગણ.). કુપચ્ચ કરવાથી વધેલા આહારને પારિઠાવણિદોષથી બચવા માટે દાબીને ય ક્યારેક વાપરવાથી અને અવારનવાર ઉચિત રીતે ઉપવાસાદિ નહિ કરવાથી ત્યાગીઓના આરેગ્યની પાયમાલી થાય છે. એથી જ કાન્તિહીન મુખ ઉત્સાહહીન જીવન; અને દવાભરપૂર પાકીટ ક્યારેક જોવા મળી જાય છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી સવાલ (૧૭) : હવે પછી . મૂ. પૂ. જૈનેનું સંવત્વરી પર્વ કયારે જુદું આવશે ? જવાબ : હવે વિ. સં. ૨૦૪૨ની સાલમાં સંવત્સરી પર્વની આરાધના દિવસરૂપે જુદી આવે છે અને ત્યાર બાદ. જાણવા મુજબ વિ. સં. ૨૦૫ની સાલમાં વળી પાછી જુદી. આરાધના આવે છે. આમ આજથી ૨૦૧૧ની સાલ સુધીમાં. માત્ર ૨૦૪૨ની સાલમાં એક જ દિવસ માટે સમસ્ત ક્વેમૂ, પૂ. જૈન સંઘ, સંવત્સરી પર્વની જુદા જુદા દિવસે આરાધના કરશે. આ પ્રશ્નને અનુલક્ષીને જૈન સંઘ સમક્ષ એક વાત રજૂ કરવાનું મને ઉચિત લાગે છે કે જ્યારે હવે ૨૦૫૧ની સાલ સુધીનાં આગામી અનેક વર્ષમાં માત્ર એક જ સંવત્સરી પર્વની આરાધના જુદી કરવાની આવતી હોય તે આ પ્રશ્નને. કલેશનું ઉગ્ર સ્વરૂપ આપીને સમસ્ત સંઘમાં અત્યંત ઉદ્વેગનું વાતાવરણ જારી રાખવાનું જરૂરી ગણાય ખરું? અઢાર વર્ષના ૨૦૩૪ થી ૨૦૫૧] એક દિવસ ખાતર અઢારે ય વર્ષ સુધી. રાખવાની વૃત્તિવાળાં તો આ જૈન સંઘની ભયાનક આશાતના કરી રહ્યા નથી શું? તેવા સતત કલેશમાં જ પિતાના દાળ-રેટી કાઢતા કે નિંદાકુથળીના કારમા રસના જામ. ગટગટાવતા ગૃહસ્થના કબજામાં સમસ્ત જૈન સંઘે રહેવાનું જરા ય ચાગ્ય છે ? આ પ્રશ્ન અત્યંત શાસ્ત્રીય છે; તત્વ ચર્ચાને મુદ્દો. છે એ કબૂલ; પરન્તુ એને ભારે સંઘર્ષના મેદાનમાં તાણી. Page #106 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી લાવવામાં આવ્યું તેથી સૌથી મોટું નુકસાન એ થયું કે આ પ્રશ્ન તે શાસ્ત્રીય ઉકેલના ટેબલ ઉપરથી દૂર ફેંગેળાયે. હવે તો એના ઓઠા નીચે બહુ સારા ગણાતા વર્ગમાં શૈથિલ્ય ભલે વ્યાપક બન્યું ન હોય પરંતુ એ નગણ્ય ગણું શકાય એટલું નાનું પણ નથી જ; બલકે જે રીતિથી અને જે ગતિથી એ રેગ ઉગ્ર બની રહ્યો છે તે જોતાં તે ભાવી વધુ ચિંતાજનક જણાય છે. પક્ષ તે જ સારે છે, જે શાસનને મજબૂત કરે. જે પક્ષ, પિતાને જ મજબૂત કરવાની ગતિ–વિધિમાં શાસનને નબળું પાડવાનું કામ અજાણતાં પણ કરતે હોય તે પક્ષ પ્રશસ્ત કેટિને કેમ જ કહી શકાય ? જે પક્ષ પોતાના શિથિલ–તને પણ છાવરવાનું કામ કરતો હોય અને સામા પક્ષનાં સુવિશુદ્ધ તની અનુમોદના કરવામાં કાયર થતું હોય તે તેના દ્વારા ધર્મ શાસન ખરેખર નબળું જ પડી રહેવાનું છે. ખરેખર તે સુવિશુદ્ધ ધર્મના આરાધકે એ જ આપણે પક્ષ; અને તેના ઉઘાડે છોગ મેટા વિરેાધકો એ વિપક્ષ; એવી રીતે ભેદ પાડીને વિચારવાની ખૂબ જરૂર જણાય છે. જે આ બાબતમાં ગંભીરપણે કશું જ વિચારવામાં નહિ આવે અને શાસન અને શાસ્ત્રથી નિરપેક્ષ બની જઈને માત્ર પક્ષને જ સર્વસ્વ માનીને, તેને પુષ્ટ કરવા માટે મું. ૭ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૮ મુનિજીવનની બાળથી બધા જ દેને ગૌણ બનાવી દેવામાં આવશે તે મને લાગે છે કે ધર્મશાસનના રપ જેવા ગણાતા વર્ગનું ભાવી બેચેની ઉત્પન્ન કરે તેવું કદાચ હશે. ' અંતમાં એટલું કહીશ કે છેવટે કશું જ ન બને તે આગામી અઢાર વર્ષોમાં એક જ દિવસ સંવત્સરી પર્વની આરાધના જુદી આવવાની છે તે તે ખાતર અઢાર વર્ષે સુધી–લગાતાર–આ પ્રશ્નને એવું સ્વરૂપ તે ન જ અપાય કે જેથી જૈન સંઘ કારમાં કલેશને ભેગ બની જાય. ઊલટું; એટલી બધી સહ શાન્તિ પકડે; અને સુંદર આરાધના કરે કે સત્તર વર્ષ પૂરાં થતાં પહેલાં જ શ્રીસંઘની વર્તમાન સુંદર આરાધનાઓના બળથી ઉત્પન્ન થનારુ પુણ્ય, ૨૦૪૨ની સાલની સંવત્સરી પર્વની આરાધનાને પણ શાસ્ત્રનીતિથી એક થઈને આરાધનાની ધન્ય પળોનું સર્જન કરે. શાસ્ત્રવિચાર દિશવૈકાલિક સૂત્રની પહેલી ૧૭ ગાથા | લાવેલી ભિક્ષા વાપરતાં પહેલાં ૧૭ ગાથાથી મુનિ વિચારે છે કે – મુનિને નીતિમય આહાર [અન્ન એટલે ગોચરીના Page #108 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળાથી બેંતાલીસ દેષ વિનાને આહાર આવી ભિક્ષાચર્યાને માધુકરી” કહેવામાં આવી છે. ભિક્ષા આ રીતે જ લાવવી જોઈએ. પણ સબૂર! આવી ભિક્ષા લાવ્યા પછી પણ તેને - આરોગ્યા બાદ શરીરમાં પેદા થનારી વીર્ય સુધીની સાત - ધાતુઓમાં દુષ્કર્માદિના ગે કઈ ખળભળાટ પેદા થઈ જાય છે? ના..ના.. તેમ થાય છે તે સમગ્ર મુનિજીવનની સાધના મનના પાપની એક જ પળમાં ક્યારેક ધારાશાયી બને. હાય! આટલી મોટી હોનારત ! તે પછી કરેલા મેટા શૈભવી સંસારના ત્યાગનું શું ? ઓલી ખાનદાનીનું શું? ગમે તેમ કરીને એ જાતીય આકર્ષણથી ચિત્તને શીવ્ર પાછું ખેંચવું જ રહ્યું. તે માટે જે કાંઈ તપ, આતપનાદિ કષ્ટ સહવું પડે તે સહી લેવું. રે! પેલે તિર્યંચ જાતિને ખાનદાન નાગ પણ વમેલું પાછું આગતે નથી! હા...આ જ વાત કરીને મહાસતી સાધ્વીજી રાજીમતીજીએ રહેનેમિજીને પતનની ખીણમાં પટકાતાં ઉગારી લીધા હતા ને? તેમણે કે સણસણતા ચાબખા મારતે ધ આપ્યો હતો ! બસ...બસ તો પણ આણેલી ભિક્ષાના કેઈ પણ કણમાંથી વિકારને ક્ષોભ પેદા થવા નહિ દઉં. આ મારે દઢ સંકલ્પ છે. તે પછી જ મારી ગોચરી વાપરવાની વિધિને આરંભ છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપથી: હાર્દિક અનુમોદન p (૩૨) હાલ એક ઉગ્ર તપસ્વિની બેને નીચે મુજબની. તપશ્ચર્યાઓ પોતાના જીવનકાળમાં પૂરી કરી છે. જેમને અત્યારે અઠ્ઠાઈથી વષીતપ ચાલુ છે ? વર્ષીતપ: ૧ ઉપવાસથી ૨૦ વર્ષીતપ. છઠથી ૨૦ » અદ્રઠમથી ૨ ક. ચાર ઉ૫. થી ૨ , પાંચ છ આઠે છ , ૧ - સાત , ૧ , વષીતપ_ચાલુ છે. કુલ ૪૮ વર્ષ. માસખમણ વગેરે આ ૪૮ વર્ષથી ચાલતા વષીતપની અંદર તેમણે નીચે મુજબ તપ કર્યો છે ? ૫૧, ૫, ૪૪, ૩૨ ઉપવાસ ૧,૧ વાર. ૬ માસખમણ ૨૫ અડાઈ Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ મુનિજીવનની બાળપોથી પંચપરમેષ્ઠિ તપ અરિહંતપદના ૨૫ ઉપવાસ સિદ્ધપદના ૮ આચાર્યપદના ૩૬ ઉપાધ્યાયપદના ૨૫ સાધુપદના ૨૭ પ્રકીર્ણ તપ (૩૩) સમવસરણ તપ, સિદ્ધિ તપ, શ્રેણિ તપ, સિદ્ધાસણ • તપ, ઈન્દ્રિયપરાજય તપ (૩૪) ૧ થી ૨૪ ભગવાનના–જેટલામાં ભગવાન તેટલા તેમના ઉપવાસ = કુલ ૩૦૦ ઉપવાસ. (૩૫) વર્ધમાન તપની ૩૫ એળી. (૩૬) શાસનપતિ પરમાત્મા મહાવીરદેવના ૨૨૯ પાર્શ્વનાથ પ્રભુના ગણધરના ૨૦ વિહરમાનના ૨૪ ભગવાનના ૨૪ છે પ્રભુ મહાવીરદેવના ગણધરના ૧૧ ) (૩૭) રાધનપુર [બનાસકાંક-ગુજરાતનાં એ અજોડ પર ઘોર અને ઉગ્ર તપસ્વિનીનું નામ છે, સરસ્વતીબેન. ચિરકાળ જ્યવંતાં વત્તે તપસ્વિની. તા. ક. તાજેતરમાં જ તેઓ અઠ્ઠાઈન પારણે અઠ્ઠાઈના ચાલુ વર્ષીતપમાં કાળધર્મ પામ્યાં છે. ૨૦ Page #111 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૮ સ્વાધ્યાય. * * * ( . . મુનિ એટલે આજ્ઞાપ્રધાન-તપઃસ્વાધ્યાયનિરત. તપ અને સ્વાધ્યાય જેના જીવનમાં શ્વાસ અને ઉછુવાસ બની ગયા હોય એ જ મુનિ * દીક્ષા લેની સાથે જ આ બે ય ગ દિનપ્રતિદિન. વિશેષ આનંદપ્રદ બનતા રહેવા જોઈએ. ' પિતાની શક્તિ કેટેલી ગાથા ગોખવાની છે? તેને. એક દિવસ ક્યાસ કાઢી લેવું જોઈએ. જે વિશિષ્ટ કેટિની. શક્તિ હોય તે જ પાંચ કે વધુમાં વધુ દસ ગાથા. ખવી જોઈએ. રોજની ૨૫–૫૦ ગાથા ગેખનાર વ્યક્તિ જે પાછળથી તેની આવૃત્તિ ન કરી શકે તે ઘણું ગોખેલું નિરર્થક બની જાય છે. જે ગમ્યું હોય. તેને ઓછામાં ઓછા દસ વર્ષ સુધી–દર અઠવાડિયે ત્રણ વારના નિયમપૂર્વક પાઠ કરવો જોઈએ. આથી ઘણું ગોખવા કરતાં જ ડું ગેખીને ઘણો પાઠ કરવાની નીતિ અપનાવવી જોઈએ. છે જેનામાં. ગોખવાની શક્તિ ઓછી હોય તેણે પણ દિવસમાં ઓછામાં ઓછા ચાર કલાક શેખવું તે જોઈએ ભલે પછી ચાર કલાકે અડધી જ ગાથા ગોખાય. હદયના Page #112 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી ૧૦૭ ભારે સદ્દભાવપૂર્વક ગેખવાને પરિશ્રમ કરાય તે તેનાથી જ્ઞાનાવરણીય કર્મને જોરદાર ક્ષયે પાય થઈ જાય છે. એવી. વ્યક્તિ ભવિષ્યમાં મહાજ્ઞાની અથવા મહાન શાસનપ્રભાવક તરીકે જોવા મળે તે જરાય નવાઈ ન પામવી. આ દિવસ સ્વાધ્યાયથી ભરપૂર હવે જોઈએ. એક કરતાં વધુ વિષયને અભ્યાસ રાખવાથી દિવસ દરમ્યાન તે વિષયે બદલાયા કરવાથી સ્વાધ્યાયમાં કંટાળે નહિ આવે. સ્વાધ્યાય કરવા માટે આટલી શરતેનું અચૂક પાલન કરવું: (૧) ઉ૫કારી ગુરુદેવના નામની માળા ગણવી, (૨) ગુરુકૃપાથી સરસ્વતીજીને મન્ત્રજપ મેળવીને તે કરે. (૩) દીવાલ તરફ મેં રાખીને દેખવું. (૪) એક ઊંચા અવાજે ગોખવું. (૫) ધૂણને ગેખવું. (૬) એકધારું ગોખવું ! વચ્ચે ઊઠવું નહિ કે કઈ સાથે બોલવું નહિ. (૭) રાત્રે (જોયા વિના) બધે પાઠ કરી જે. (૮) જે જગાએ માંડલીમાં પ્રતિક્રમણ કર્યું હોય તે જ જગાએ. બેસીને રાત્રે ૯-૧૦ સુધી તે પાઠ કરે જ. (૯) બધે પાઠ ઇરિયાવહિ પડિક્કમીને જ કરવે જેથી તેને પ્રાયશ્ચિત્તના સ્વાધ્યાયમાં વાળી શકાય. (૧૦) ગોખેલું બીજા સાંભળે તે ઉત્તમ; પણ કેઈની તેવી અનુકૂળતા ન હોય તે એકલા પણ પાઠ કરવાની ટેવ પાડવી. પહેલાં સાધુ-આવશ્યક ક્રિયાના સૂત્રે ગોખવાં, દશ વૈકાલિક પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ અર્થસહિત તૈયાર કરવા. ત્યાર બાદ ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રન્થ, Page #113 -------------------------------------------------------------------------- ________________ १०४ મુનિજીવનની બાળથી બૃહત્સંગ્રહણ, ક્ષેત્રસમાસ, પંચસંગ્રહ, કમ્મપયડી, પ્રવચન સદ્ધાર, લોકપ્રકાશ, અને તત્વાર્થસૂત્ર ક્રમશઃ ગેખવા. ત્યાર બાદ સંસ્કૃતની બે બુક અથવા સિદ્ધહેમ વ્યાકરણ કરવું. પછી જૈન કાવ્ય–શાન્તિનાથ મહાકાવ્ય, ધન્ય ચરિત્ર ત્રિષષ્ટિપ તથા હીર સૌભાગ્ય કરવા. ત્યાર બાદ પ્રાકૃતભાષા કરવી અને સમરાઈશ્ચકહા તથા સંવેગરંગશાળા વાંચવું. ત્યાર બાદ તર્ક સંગ્રહ મુક્તાવલિ, વગેરે થડે પ્રાચીન અને છેડેક નવ્ય ન્યાય કરીને યંગ અને અધ્યાત્મના ગ્રન્થ તથા આગમના દેહનરૂપ ગ્રન્થનું વાંચન અને મનન કરવું. જેનાથી જીવનનું સુંદરતમ ઘડતર થાય. સબૂર! સ્વાધ્યાયના પ્રેમી માટે એક મોટું જોખમ! કે તે સ્વાથી ન બની જાય. બાલ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી અને વડીલેની વૈયાવચ્ચની ને પણ ઉપેક્ષા ન કરી જાય. સેવા તો સ્વાધ્યાયમાં જેદાર વેગ દેનારાં તરવે છે. આટલું ધ્યાનમાં લેવા જેવું (૨૬) હસ્તલેખન અંગે : વીર-શાસનના ભવ્યમ ભાવીના મૂળમાં પ્રથમ જે કઈ હશે તે તે શાસ્ત્ર–રક્ષા Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ મુનિજીવનની બાળપોથી જ હશે. ભાવીના નિર્ચના સુંદર જીવનઘડતરમાં એ શાગ્ર જ અત્યંત પ્રેરક બની રહેવાના છે. આથી જ આપણે શાસ્ત્ર–રક્ષા કરવી જોઈએ. તે માટે મુદ્રણ બરાબર નથી પરંતુ હસ્તલેખન જ બરાબર છે. પૂર્વે મુનિઓ હંમેશા ડુંઘણું પણ જાતે લખતા હશે એવું તેમના હાથે લખેલા મળતા ગ્રન્થ ઉપરથી અનુમાન કરી શકાય છે. દરેક સાધુ કે સાધ્વી જે રેજ એક કલાક સુધી સુંદર અક્ષરે એવનિર્યુક્તિ, બત્રીસી, પંચાલકજી વગેરે ગ્રન્થ લખે તે? પાંચ હજારથી વધુ સાધુ-સાધ્વીજીમહારાજે રેજના વીસ જ બ્લેક લખે તે ય રેજના એક લાખ શ્લોક લખાઈ જાય. વર્ષે સાડા ત્રણ કરોડ કેનું હસ્તલેખન થાય. થોડે પૈસે, અને સાવ ઓછી મહેનતે અઢળક લખાણ તૈયાર થાય. આ માટે શ્રીસંઘે સુંદર કાગળ અને પ્રાચીન પદ્ધતિની કાળી શાહી સહુને મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. આ સર્વોત્તમ કોટિની મુતભક્તિ પિતાની કૃતજ્ઞતાની રૂએ પણ કરવી જોઈએ. - (ર૭) વિજાતીય પરિચય અંગે મુનિજીવનમાં બ્રહ્મચર્ય એ સાપેક્ષ રીતે ટેચ–કક્ષાનું વ્રત કહી શકાય. આ મહાવતને સારી રીતે પાળવું હોય તે તેની નવે ય વાડોને બત સમજીને જ પાળવી જોઈએ. અહીં માત્ર એક જ -વાતનું સૂચન કરવું છે કે વિજાતીયને પરિચય અને ત્યાં Page #115 -------------------------------------------------------------------------- ________________ મુનજીવનની બાળપોથી. સુધી કરવે નહિ. કયારેક કોઈ પ્રસંગ પડે તે સુગ્ય વડીલને એ વાત ભળાવી દઈને પિતે સાવ અલિપ્ત રહેવું આજકાલ કેટલાકે સાંજે અને અંધારું થાય ત્યારે પણ વિજાતીય- (ભલે સગાં હેય; તેથી શું થઈ ગયું છે સાથે વાત કરતા હોય છે. આ ખૂબ જ ગંભીર બેંધ લેવા જેવી બાબત છે. જે વડીલે આવું કરશે તે તેની ખૂબ ખરાબ પરંપરા તેના શિષ્યગણમાં ફેલાશે. ગમે તે રીતે આ દેષનું નિવારણ કરી દેવું જોઈએ. | (૨૮) વિહાર અંગે કેટલીક વાર કોઈ ખાસ ધાર્મિક પ્રસંગને અનુલક્ષીને વિહાર કરાય છે ત્યારે તે વિહાર તીર છૂટે તેટલી ઝડપથી થતું હોય છે. આવું કવચિત્ બને તે તે સંભવિત છે અને ક્ષમ્ય છે પણ કેટલાક ત્યાગીઓ તે લગભગ કાયમ એવા ઝડપી જ વિહાર કરતા હોય છે. - આ નીતિ બરાબર જણાતી નથી. આથી નાનાગામને ગોચરી – પાણી વહોરાવી દેવા સિવાય જિનવાણીશ્રવણદિને કેઈ લાભ મળતો નથી. પાછળથી તે ભાવુકજને આ અંગે ફરિયાદ પણ કરતા હોય છે. એ | નાના ગામમાં લારપૂર સગવડ ન મળવાને લીધે તેમના તરફ જે અરુચિ પેદા થઈ છે તેનું આ પરિણામ. લાગે છે. ગમે તેમ કરીને તેમને પણ લાભ – ડેક પણ લાભ મળ જોઈએ. કદાચ કોઈ કારણે શહેરમાં ચાતુર્માસ કરવા પડતા હોય તે પણ શેષકાળમાં વધુ સમય તે નાનાં ગામને માટે જ ફાળવા જોઈએ એમ લાગે છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી જો આમ નહિ થાય તો આર્થિક રીતે તૂટતા ગ્રામજને ધાર્મિક રીતે પણ તૂટી જશે. . (ર૯) ચાતુર્માસ-પ્રવેશ અંગે? કેટલાક સમુદાયમાં આદ્રા નક્ષત્ર પૂર્વે ચાતુર્માસના ક્ષેત્રમાં પ્રવેશ કરી દેવાની જે પરંપરા જોવા મળે છે તે અનુભવે ખૂબ સમુચિત લાગે છે. આદ્રના વરસાદ પછી ચાલુ રહેતા વિહારમાં સુમારવિનાની વિરાધનાઓ થાય છે. આ વિરાધનાઓ કઈ પણ રીતે ફક્તવ્ય જણુતી નથી. આના કરતાં જે આદ્રા પૂર્વે પ્રવેશ થઈ જાય તે વિરાધનાથી ઊગરી જવાય. ચાતુર્માસ કરવાના ક્ષેત્રમાં પણ જરૂરી જ્યણુઓની કાળજી આપી. શકાય અને વધારામાં મુનિઓને સ્વાધ્યાય પણ વ્યવસ્થિત. રીતે વહેલો ચાલુ થઈ જાય. પ્રનેત્તરી સવાલ (૧૮) : મુનિજીવનમાં કેટલીક વાર તો એટલી બધી દીર્ઘજીવી નવરાશ અનુભવવા મળે છે કે તેનાર્થી. કંટાળી જવાય છે. આ માટે શું કરવું ? ' . . જવાબ : આ સવાલ ખૂબ જ આશ્ચર્ય પિટ્ટા કરે છે. મુનિ-જીવનમાં નવરાશ મળતી હશે ખરી ? ( એવી.. શું Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ મુનિજીવનની બાળથી નવરાશ જેમ ઘાતક છે તેમ બહિર્મુખ જીવનની ભરચક પ્રવૃત્તિઓ પણ ઘાતક છે.) નવરાશ અને ક્યાંથી? જે મુનિ-જીવનની દશવિધ ચક્રવાલ સમાચારી વગેરેનું ખૂબ સારી રીતે પાલન કરવામાં આવે તે નવરાશ ન મળે. દરેક ક્રિયા વિધિપૂર્વક થાય તે તે સમયે થાય; દીર્ધદષ્ટિપૂર્વક થાય તે ક્રિયામાં જ કેટલે -બધો સમય જાય? હા... તેને બદલે તેમાં એકદમ વેઠ ઉતારી દેવામાં આવે તે ઘણે સમય ફાજલ પડી જાય ખરે, બીજું, રેજને ચાર-છ કલાકને તે સ્વાધ્યાય જ હોય; તે સિવાય નિર્દોષ ગોચરી મેળવવા માટે અડધાથી એકાદ કલાક પણ લાગી જતે હોય. બે ટાઈમના પ્રતિ– લેખનમાં દોઢ કલાક તો જાય જ. આમ પ્રતિકમણ, ગુરુસેવા, પણ ગ્લાનાદિની વૈયાવચ્ચ, બહાર થંડિલગમન, નવકાર -મન્નાદિને જાપ વગેરેમાં ઠીક ઠીક સમય ચાલ્યા જાય. આમાં અવકાશ(નવરાશ)ને તે અવકાશ જ ક્યાં છે ? શાસ્ત્રકાર પરમર્ષિઓએ ફરમાવ્યું છે કે જ્યારે પણ નવરાશ મળે ત્યારે પંચપરમેષ્ઠી ભગવંતેનું સ્મરણ કરવું. બેલે હવે નવરાશ રહી જ ક્યાં ? સબૂર ! છતાં ય જે મુનિજીવનમાં નવરાશ કઢાશે તો એણે ગમે ત્યારે કઈ ખતરનાક પતન માટે તૈયાર રહેવું પડશે. મહષિઓએ કહ્યું છે કે, “સીડી ચડઊતર કરતા ભૂતની જેમ અથવા સખત કામ કરતી વહુની જેમ સાધુએ સતત કાર્યરત રહેવું જોઈએ. આથીકઈ પણ અનિષ્ટની શક્યતા ઊભી ન થાય. Page #118 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપેાથી ૧૦૯ સત્રા (૧૯) : સાધ્વીજી પુરુષાને પાતાની સામે. એસાડીને કાઢ ઉપર બેસીને વ્યાખ્યાન કરે તેમાં શું વાંધા ? જવાબઃ આ સવાલને વિગતથી જવા» કાઈ પૂજનીય ગીતા આચાય ભગવત પાસેથી મેળવવે. પશુ એક વાત જરૂર કહીશ કે આ આગ્રહ ન રાખતાં એને. જ સાચી શ્રાવિકા બનાવવા તરમ્, શક્તિવાળા અને ચાગ્ય. સાધ્વીજીએએ વધુ પ્રયત્ન કરવાની તાતી જરૂર દેખાય છે.. જો મહેનેાના વગ વ્યવસ્થિત થઈ જશે તે પતિ અને સતાને—બન્નેને તે જ સન્માગે વાળી શકશે. એથી આખું ઘર સાચા શ્રમણેાપાસકોનુ ઘર બની જશે. સાધ્વીજીએ યુદ્ધના ખારણે ‘મહેનેાને શ્રાવિકા બનાવવાની ’કામગીરી શરૂ કરી દેવી જોઈએ. આજની એનાને તેા જયણા જેવા પાયાના ઘરેલુ ધમ ના પણ ખ્યાલ રહ્યો નથી એ કેટલી. મધી દુઃખદ બીના છે ? વ સવાલ (૨૦) : જે સઘમાં સાધુ કે સાધ્વીજીતુ સ્થાન થાય તે શ્રી સંઘ માટેની તેમની જવાબદારી સી જામઃ આ સવાલ જેએ વિશિષ્ટ પુણ્યશક્તિ અને શુદ્ધિતુ મળ ધરાવતા હોય તેમનાથી જ થઈ શકે. શેષ ત્યાગીઓએ તા શાસ્ત્રનીતિથી આત્મકલ્યાણના માગે જ ચાલ્યા જવાનુ છે. સૌ પ્રથમ તે સુખમય સંસારની અસારતા સમજાવીને મેાક્ષના સંવેગવાળા અને ભવના નિવેદવાળા સહુને મનાવવા Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ મુનિજીવનની બાળપેાથી જોઈએ. તેમાં જે સુયેાગ્ય હેાય તેમને ચારિત્ર્યના આધ આપવા જોઈએ. તેવી શક્તિ ન ધરાવતા પુણ્યશાલીઓને દેશવિરતિધર બનાવવા જોઈ એ. આ સિવાય શ્રીસંઘના અગ્રણીઓને સાત ક્ષેત્ર અને અનુક’પાદિની શાસ્ત્રીય વિચારણાથી ભાવિત કરવા જોઈએ. તેમને જિનાજ્ઞાના પૂર્ણ બહુમાનવોળા મનાવવા જોઈ એ. દરેકના હૈયે પ્રભુનું શાસન ઠસાવી દેવુ જોઈએ અને · આજના જમાનાની વિઘાતક પ્રવૃત્તિઓથી તેમને વાકેફ કરી દેવા જોઈ એ. 1. જો સાધારણાદિ ક્ષેત્રમાં તાટો વગેરે હાય તા તે અંગે સુંદર પ્રેરણા કરવી જોઈ એ, જેથી તે મુશ્કેલી દૂર થઈ જાય. જો દેવદ્રવ્યનાં ભક્ષણાદ્વિ થયાં હોય તે તે પાપથી તેમને પ્રેરણા કરીને ઉગારી લેવા જોઈએ. જ્ઞાનભ ડારા, સામિકા, પૌષધશાળાઓ વગેરે અંગે પણ જો ઉચિત હોય તેની યથાગ્ય પ્રેણા વગેરે કરવા જોઈ એ. Page #120 -------------------------------------------------------------------------- ________________ -મુનિજીવનની બાળપોથી ૧૧૧ શાસ્ત્રવિચાર [ઉપદેશમાળ] જે આ દેહને તપ અને ધર્માનુષ્ઠાન વગેરે સેવન કરી પીડા આપી હતી તે નરકમાં પડવાનું થતું નહિજે શરીરને પીડા આપવા માત્રથી મેક્ષ થતું હોય, તે સાતમી નરકમાં રહેલા નારકીના જીને લગાતાર–સતત મહાવેદનાથી દેહે બળી-ઝળી રહેલા હોય છે, તેમને તરત મેક્ષે થે જોઈએ અને આઠ મહાપ્રાતિહાર્યોની પૂજાના પરિભેગથી શરીરસુખ ભેગવવાથી તીર્થકરોને પણ સંસારમાં ભ્રમણ કરવું પડે. આ કારણે તીર્થકરેએ તપની દુઃખરૂપતા જણાવેલી નથી. જે માટે કહેલું છે કે “તેવા પ્રકારને તપ કરવો કે જેથી કરીને મન કંઈ પણ અશુભ ચિંતવન ન કરે, ઈન્દ્રિયની હાનિ ન થાય, તેમ જ ધર્માનુષ્ઠાનના શુભ ઘટે નહિ. તથા આ કાયાને અતિશય પરિતાપ ન આપ, તેમ જ મધુર ઘણા પ્રકારના રસ વડે બહુ લાલનપાલન મ કરવું. મન અને ઇન્દ્રિયે ઉન્માર્ગે ન જાય તેમ સાચવવી, અર્થાત્ આત્માને વશ રહે તેમ જાળવવા. તીર્થકર ભગવંતેએ પણ તેવી જ રીતે આચરેલું છે. આ કારણે જિનેશ્વરેએ આ વિષયમાં ગધેડાનું દૃષ્ટાંત આપેલું છે. તેને અધિક ખાવાનું આપે તે ઉલાળી મૂકે, ઓછું આપે તે ભાર વહન કરી શકે નહિ. પરલોકમાં પ્રયાણ કરનારાઓએ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ મુનિજીવનની બાળથી પણ આગળ કહી ગયા તેમ ઇન્દ્રિયે કાબૂમાં રહે અને તેની હાનિ ન થાય, તેમ વશ રાખવી. વળી સમ્યકત્વ, જ્ઞાન, ચાસ્ત્રિ ક્ષાપશમિક ભાવમાં કહેલા છે. શાતા, અશાતા–વેદના ઔદયિકભાવમાં કહેલા છે, તે તે તપ કેમ. કહેવાય ? માટે જેમાં પ્રશમાદિ રહેલા હોય, તે સંવર. કર્મક્ષય હેતુમાં પ્રધાન છે. તેના નિમિત્તે લેચ, બ્રહ્મચર્ય, છઠ, અઠમાદિક સર્વ બાહ્ય તપ કરવાને કહે છે, પરંતુ તપને શરીરની પીડા કરનાર ગણેલ નથી. શાસ્ત્રાધીન. પરિણામવાળા મહાઇટવીમાં મહારત્ન છુપાવવામાં ઉત થએલ ગાંડાને વેષ ધારણ કરનાર પુરુષની જેમ કાયકલેશ. વગેરે બાહ્ય તપચારિત્ર ભવ્યાત્માઓને દુઃખકારક હતા. જ નથી. તેથી કરીને એદનના અથી પુરુષે ઈન્શન વગેરેની જરૂર માફક ચારિત્ર–પરિણામ સાધવા માટે સર્વત્ર બાહ્ય તય. કરવાને કહે છે, પણ શરીરના બૈરી થઈ શરીર પાતળું કરવા માટે નહિ, પરંતુ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, એ વડે છવ નિરંતર કર્મ બાંધે છે માટે મેક્ષના અથીઓએ તે સર્વને રોકવા-અટકાવવા જોઈએ. ધન વગેરેની છે. રામ સાધવા માટે નાના કહે Page #122 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી હાર્દિક અનુમોદન (૩૮) નિત થએલા ચાતુર્માસના સ્થળે ડોળીથી જ પહોંચી શકાય તેવું સ્વાસ્થ હેવાથી તે મહાત્માએ જ્યાં હતા ત્યાં જ ચાતુર્માસ કરવાને નિશ્ચય કરીને ડેનીને ઉપગ ટાળીને સુંદર આદર્શ ખડે કયે. | (૩૯) એક આચાર્ય ભગવંત હંમેશ રાત્રે બે વાગે ઊઠીને જપમાં બેસે છે. સતત ચાર કલાક સુધી એક જ બેઠક; એક જ જપ, એક જ સ્થિર આસન. તેઓશ્રી કહે છે કે, “મારા જીવનની ખરેખરી કેઈ આરાધનામાં કમાણી હોય તે આમાં છે. આનાથી મને ચોવીસ કલાકની મસ્તીવાળો આરાધભાવ પ્રાપ્ત થાય છે. (૪૦) લગ્નની પૂર્વ સંધ્યાએ પતિએ જાહેરમાં ભાવી પત્ની સાથે નૃત્ય [ ડાન્સ!] કરવાની ઈચ્છા પત્ની પાસે વ્યક્ત કરી. સુશ્રાવિકાની એ કન્યાએ તેમ કરવાની ઘસીને ના તે પાડી દીધી પણ લગ્ન કર્યા વિના જ ઘરે પાછી ફરી ગઈ. (૪૧) નવકાર મન્નની કેવી અપાર નિષ્ઠા કે એ મહાત્માને હૃદયરોગને કાતીલ હુમલો આવે; ૪૮ કલાકની જ જીવાદોરીની ડોકટરેએ એંધાણ આપી દીધી તે ય.... ઔષધ ન જ લીધું અને સહુને કહ્યું કે “મા નવકાર જ મુ. ૮ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મુનિજીવનની બાળપેાથી મારુ રક્ષણ કરશે. ” ખરેખર તેમ જ થયું. તે મહાત્મા ત્યાર પછી દિવસના ૧૦ થી ૧૫ માઈલ હુંમેશ ચાલીને તીર્થાધિરાજ શ્રીશત્રુંજયની યાત્રા પણ કરી આવ્યા. (૪૨) તે આચાય –ભગવતશ્રીજી આજીવન એકાસણુ તેા કરતા જ હતા, પણુ નવાઈની વાત તેા એ હતી કે તે એકાસણું માત્ર સાત મિનિટમાં પૂરું થતું હતું. અને તેમાં લેવાતા સાદા ચાર દ્રવ્યમાં ય રાગ ન જાગી પડે તે માટે તેમણે એક કળા શેાધી કાઢી હતી કે માંમાં એક જ માજુથી—એ બાજુ મમરાવ્યા વિના દરેક કાળીઆને તે પસાર કરતા હતા ! (૪૩) એક ખાખી મહાત્મા સામાન્યતઃ કદી કાઇને કવરટપાલ લખતા નથી. ન છૂટકે ટપાલ લખવી પડે તે દરેક ટપાલ દીઠ પંચાંગ પ્રણિપાતપૂર્વક દસ ખમાસમણાં દેવાને તેમણે દડ રાખ્યા છે. (૪૪) ઉપરાક્ત મહાત્માને બીજો નિયમ એ છે કે રાત્રે સાડા ચાર કલાકથી એક પણ મિનિટની વધુ ઊંઘ થાય તે તે દિવસે એકાસણામાં શાકના સંપૂર્ણ ત્યાગ કરવા ! આ મહાત્મા જો કયારેક દિવસે નિદ્રા લે છે તે એક ઉપવાસના દંડ ભાગવે છે! Page #124 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૯ આલોચના મુનિજીવનની સર્વોત્કૃષ્ટ સાધના જે કઈ હોય તે તે જીવનમાં લાગી જતા સ્થૂલ, સૂફમ કે સૂક્ષ્મતમ દોષોની સુગ્ય ગુરુ પાસે આલેચના કરવી; પ્રાયશ્ચિત્ત લેવું અને તેને પાર ઉતારવું તે છે. તપ વગેરે કઈ પણ ધર્મનું આરાધન હજી સુશક્ય છે; કેમ કે તેમાં સ્વદેષદર્શન કરવાનું કે ગુરુ પાસે પ્રગટ કરવાનું નથી. આથી જ તે બધા ય તપ વગેરે કરતાં પણ મહાન સ્વદોષદર્શનરૂપ આલેચના છે. સ્વદષદર્શન કરવું અને તેનું ગુરુ પાસે આલેચન કરવું એ બે ય એકેકથી વધુ ચડીઆતી, વધુ કઠિન આરાધનાઓ છે. વસ્તુતઃ આ જ સર્વોત્કૃષ્ટ સાધના છે કે જેને માસખમણના આજીવન તપસ્વીઓ પણ ઝટ પશી શક્તા નથી. વળી આ જ સાવ પાયાની આરાધના છે કેમકે આ આરાધના વિનાની તમામ ત્યાગ, તપ, વ્રત, જપ અને સંયમની આરાધનાઓ નિષ્ફળપ્રાયઃ બની જાય છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ મુનિજીવનની બાળથી કેટલાક મહાન વક્તાઓ; મોટા શાસનપ્રભાવક, અજોડ લેખકે, ઉગ્ર તપસ્વીઓ, ખાખી સંયમીઓ પણ સુગ્ય સદ્ગુરુની પાસે પિતાના સૂક્ષ્મતમ દોનું આલોચન કરવા માટે ક્યારેક અત્યંત કાયર હેય છે. જે આપણે મુનિજીવનને સફળ બનાવવું જ હોય. તે શુદ્ધ અને સંપૂર્ણ આલેચના અને પ્રાયશ્ચિત્તને આપણા જીવનમાં ગૌરવભર્યું સ્થાન આપવું પડશે. જીવનમાં વ્રતાદિની આરાધનાઓ કદાચ ઓછી થાય. તે હજી ચાલી શકે પણ પાપશલ્યનું સંપૂર્ણપણે આલેચન કરવા દ્વારા ઉન્મેલન ન થાય તો તે કદાપિ ચાલી શકે તેવી બાબત નથી. જે આપણુ સમક્ષ નાનકડા પણ પાપના પરિણામ. રૂપે ત્રાટકનારાં દુર્ગતિનાં દુઃખે અત્યારે જ આવી જાય તે મને લાગે છે કે આપણે પાપનું આલેચન કર્યા વિના એક પળ પણ રહી ન શકીએ. થયું પાપ કે તરત જ તેનું પ્રાયશ્ચિત્ત. બારે ય પ્રકારના તાપમાં ઉત્કૃષ્ટ “પ્રાયશ્ચિત્ત નામને. તપ કહેવામાં આવ્યું છે. આપણે તેને સાવ ગૌણ કેમ. અણુ શકીએ? આપણે અહંકાર–માનકષાય–જ આપણને આલોચના કરતાં અટકાવે છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ મુનિજીવનની બાળપેથી સાચા ગુરુ ન મળતા હોવાના કારણે અમે પ્રાય"શ્ચિત્ત કરતા નથી.” એવું કેટલાક ત્યાગીઓ પાસેથી જાણવા -મળે છે પણ આ વાત સાચી નથી. પ્રયત્ન કરવામાં આવે -તે એવા ગીતાર્થ અને ગંભીર પ્રાયશ્ચિત્તદાતા જરૂર મળી જશે. છતાં ય જે ગલ્લાતલ્લા કરીને શત્યેનું આલેચન નહિ કરવામાં આવે તે મને લાગે છે કે તે આત્મા જે દયાપાત્ર જીવ આ જગતમાં બીજે કઈ નહિ હોય. જે નિર્લજજ બનીને ભૂલ થઈ જ છે; તે નિર્લજ્જ બનીને એકરાર કરવું જ જોઈએ; તે વખતે વળી શરમ શેની ? અહે! જેને એવા વાત્સલ્યભરપૂર પ્રાયશ્ચિત્તદાતા જડ્યા છે તેના જે પુણ્યવાન આત્મા આખા જગતમાં બીજે કેઈ નથી. યાદ રાખે; આપણે પલક ઝપાટાબંધ નજદીક ધસી આવી છે; ગમે તે પળે આપણે ઊપડી જવાનું છે. તે ગમે તે પળે ઊપડી જવા માટે તૈયાર થઈને -જ બેસીએ. બધાં જ પાપોનું સદ્દગુરુ પાસે આવેચન પ્રાયશ્ચિત્ત કરી લઈએ ત્યારે જ પરક જવા માટે તૈયાર બનીને બેઠા કહેવાઈએ ! Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ મુનિજીવનની બાળપોથી આટલું ધ્યાનમાં લેવા જેવું SSC (૩૦) કામળી ઓઢવા અંગે : ઉનાળામાં સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પૂર્વે બે ઘડી શિયાળામાં ચાર ઘડી અને ચેમાસામાં છ ઘડી સુધી ખુલ્લા આકાશ નીચે જવું હોય તે ઊનની કામળી ઓઢીને જ જવું જોઈએ. તે કામળી પણ આવા શરીરને ઢાંકે તે રીતે જ ઓઢવી જોઈએ; પણ માત્ર આસનિયું માથા ઉપર નાંખી શકાય નહિ. વળી આ ઊનની કામગીની અંદર સૂતરને કપડાં–કામળીથી બે ય બાજુ એકેક વેંત જેટલે મેટો–લગાડે જઈ એ. નિશીથ ચૂર્ણમાં કહ્યું છે કે તે સમયે જે તમસ્કાય પડે છે તેના જીવોની રક્ષા માટે આ કામળી ઓઢવાની હોય છે. ઊનની સાથે અંદરના ભાગમાં સૂતરને કપડો હોય. તે જ તે રક્ષા સંપૂર્ણપણે થઈ શકે છે. આ જ રીતે લાઈટ વગેરેની ઉઝઈ પડતી હોય તે કામળી ઓઢવી જોઈએ. હા... શરીર ઉપર ઉઝઈ પડવા સાથે ચન્દ્રને પ્રકાશ પણ જે પડતો હોય તે તેનાથી તે ઉઝઈ અચિત્ત થઈ જાય છે ખરી; તેથી તે વખતે ઉઝઈને જીવોની રક્ષા માટે કામળીની જરૂર ન રહે. (૩૧) ઉઝઈની વિરાધના અંગે: પ્લેબ વગેરેનાં જે કિરણો સીધાં– દૂધીઆ જેવા કાચથી નહિ આંતરાએલાં-- Page #128 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી ૧૧૯ સચિત્ત ગણાય છે. આ કિરણે અગ્નિને ભડકા વગેરેની જેમ સચિત્ત તેજસ્કાય છે. આજકાલ આ માન્યતામાં મતભેદ પડવા લાગ્યા છે. ઈલેકિટ્રક કે બેટરીના અગ્નિને રિફાઈન્ડ કરેલ – અચિત્ત – નિજીવ ગણવાની વાતે કેટલાક કરે છે. આ અંગેની ચર્ચામાં ઊતરવા કરતાં મને એક વાત કરવી યોગ્ય લાગે છે કે એક વાર માની પણ લઈએ કે તે ઉઝઈ નિર્જીવ છે પણ તે ય જે તેથી જ તેને ઉપગ ચાલુ કરવામાં આવશે તે મુનિજીવનમાં ઈલેકિટ્રકસિટીને ઉપગ પુષ્કળ પ્રમાણમાં વધી જશે. આજે ઈલેકિટ્રકથી એટલી બધી વસ્તુઓ ચાલે છે કે તેનાથી ઘેરાએલે સાધુ કદાચ તેના જીવનમાંથી જ ઊખડી પડે; “સાધુતા' નામનું તત્વ જ તેમાંથી કદાચ ખતમ થઈ જાય; અથવા એ “મેડન કક્ષાને સાધુ દેખાય. પછી રાતે ય લાઈટ દ્વારા ઘણું કામ થાય. એમ થતાં મત્રજપ વગેરે સાવ ગૌણ બની જાય. જીવહિંસા કરતાં ય જીવનરક્ષા વધુ મહત્ત્વની છે. આજનાં ભૌતિક સાધનોનો વધુ પડતા ઉપગ જીવનરક્ષાથી ક્યાં ય દૂર આપણને હડસેલી મૂકે તેમ છે. એટલે ઇલેકિટ્રકલાઈટ નિર્જીવ છે કે સજીવ! તેની ચર્ચા કરવા કરતાં ઉપયુક્ત કારણે તેનો ત્યાગ કરે તે જ હિતાવહ લાગે છે. (૩૨) માત્ર પરઠવવા અંગે : માત્રુ વગેરે પરઠવતી વખતે એકદમ નીચે-વાંકા વળી જવું જોઈએ. એ પછી માત્રુ પરઠવતાં એક જ ઠેકાણે સૂકી રેતીમાં ઢગલે ન થવા Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ મુનિજીવનની ખાળપેાર્થી દેતાં છૂટી ધાર ફેલાવવી જોઈ એ. ત્યાં કીડી વગેરેનાં નગરાં અંગે કાળજી કરવી જોઈએ. પરવતી વખતે, 'અણુજાણુહ જસુગ્ગહા' અને પરઠવ્યા માદ · વાસિરામિ’ ત્રણ વાર એલવું જોઈ એ. : જો રાત્રે માત્રુ વગેરે પરઠવવાની શકયતા હાય તે સાંજના સમય સુધીમાં તે જગા, કીડી વગેરેનાં નગરાં વિનાની છે કે નહિ....વગેરે ચકાસણીથી જોઈ લેવી જોઈ એ. સ્થણ્ડિલની વસતિ પણ હુંમેશ સાંજે જોઈ રાખવી જોઈ એ. વસતિ જોઈ હોય તેા રાત્રે સ્થણ્ડિલ જવું પડે ત્યારે પ્રાયશ્ચિત્ત ઓછુ આવે; અન્યથા વધુ આવે. વિહારના દિવસેામાં જો સાંજ પડી જતાં વસતિમાં પ્રવેશ થતા હાય તે વસતિમાં પ્રવેશતાં પહેલાં જ— પ્રકાશમાં જ—સ્થણ્ડિલ, માત્રાના વિસર્જનની જગાએ જોઈ લેવી જોઈ એ. પ્રશ્નનેાત્તરી સવાલ (૨૧) : કાં ચાતુર્માસ કરવામાં આવે તા મુનિજીવનની આરાધના સુદર થાય ? શહેરામાં કે ગાંમડાઓમાં ! જવાબ : આનેા જવાબ તે ખૂબ જ સરળ છે. જે Page #130 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળથી ૧૨૧ આરાધના ગામડામાં કે નાનાં નગરોમાં થઈ શકે તે મોટાં -નગરમાં ન જ થઈ શકે. નગરમાં વિરાધનાઓને કેઈ સુમાર નથી. તેમાં ય આત્માનાં દયાનાં કેમળ પરિણામેને એકદમ કઠોર બનાવી નાંખનારી વિરાધના વાડાઓમાં સ્થડિલ-ગમનની છે. ક્યારેક વિચાર કરતાં એમ લાગે છે કે આ પાપની સામે પરાર્થ. કરણનાં કદાચ લાખે પુણ્ય ભેગાં કરાતાં હોય તે ય તે પુ સાવ વામણું-હીણ લાગે એટલું મોટું આ પાપ હશે. બીજા નંબરમાં ભક્તોની સગવડેનું ઘણું મોટું પાપ મોટા નગરમાં થાય છે. આ ઘણું પાપોને જન્મ આપતું પાપ છે. ક્યારેક કેટલાક દેશે સેવીને પણ મોટાં નગરમાં રોકાણ કરવાના વિચારે આવે છે અને અમલમાં પણ મુકાય છે, પરંતુ ઊંડાણથી વિચારતાં એમ જ લાગે છે કે આમાં લાભ કરતાં નુકસાન વધુ હશે. વળી જાતનું ખાઈને કરાતું પરનું કલ્યાણ એ વાસ્તવિક અને ચિરંજીવી કલ્યાણ જ નથી. છતાં ય કેટલાક મુનિઓ કે આચાર્યોને મોટાં નગરમાં પણ ચાતુર્માસાદિ કરવાની ફરજ પડતી હોય તે સંભવિત છે. પણ તેવા મહાત્માએ ખૂબ જાગ્રત રહે તે તેને વ ગેરલાભ ન થાય તે ય શકય છે. પરંતુ તે સિવાયના મહાત્માઓ અને સાધ્વીજી મહારાજાનું શું? વળી તેવા વિશિષ્ટ કેટિના પ્રભાવક મહાત્માએ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ મુનિજીવનની બાળપાથી નિર્લિપ્ત રહી જાય પણ તેમની પાસે દીક્ષિત થયેલા ( ખાસ કરીને નૂતન દીક્ષિત થએલા ) મુનિઓના જીવનનું શું ? તેમને તે ઉપર્યુક્ત દોષો અને તેના પ્રત્યેની ઉપેક્ષા ભરખી જ જવાની ને? આ સ્થિતિમાં શિષ્યાના હિત ખાતર પર વડીલેાએ કેટલીક ખાખતાના સરવાળા-બાદબાકી ફરી માંડવા પડે તે ય નવાઈ નહિ. ખાકી, જે ખરેખર આત્મકલ્યાણ કરવા માંગે છે; પરકલ્યાણની વિશિષ્ટ પુણ્યાઈ વગેરે જેમની પાસે નથી તેઓએ તે નગરપરાયણુ મટીને ગ્રામપરાયણુ જ બનવુ જોઈ એ. આરાધના જીવનમાં નિર્દોષ ગાચરા-પાણીથી માંડીને તમામ સરળતાથી કરી શકાતી હાય તે તેના કરતાં વધુ ઇચ્છવા જેવુ સાચા ત્યાગીને ખીજું શું હાઈ શકે? આવા આરાધકા થોડા પણ હશે તે ય તેમના પ્રભાવે જ પરકલ્યાણું પણ સહજ રીતે થશે. જેની કદાચ બીજાઓને ખબર પણ નહિ પડે, પણ અફસોસ ! આપણામાં કેટલાકોને પરકલ્યાણના જાણે કે નશે. ચડયા હેાય તેવી સ્થિતિ પેદા થઈ ચૂકી છે! આમ કરવામાં આપણે સ્વકલ્યાણુથી પણ ઘણા દૂર થયા છીએ. પરન્તુ એ આંતરનિરીક્ષણ કેટલા કરશે ? સવાલ (૨૨) મુનિજીવનમાં આરોગ્ય સાચવવા માટે એકદમ જરૂરી નિયમ-પાલન કર્યું હોઈ શકે? Page #132 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી ૧૨૩ જવાબ : કુપનો ત્યાગ : હીનાગ, અતિગ અને મિથ્યાગને ત્યાગ. ત્યાગીઓ પ્રત્યે વર્તમાન જન સંઘને એટલે બધે ભારે આદર છે કે તેથી તે વર્ગની એકાદ પણ વ્યક્તિને અપષણની કે ભૂખમરો વેઠવાની ફરજ પડે તે મુદ્દલ સંભવિત નથી. ભરપૂર પિષણ મળવાના કાળમાં જે મુનિઓ આરોગ્યના અને આહારના નિયમોનું બહુ કડકપણે પાલન કરવા જેટલા ગંભીર ન બને તે “વધુ–પિષણનાં અનેક દર્દો પેદા થવાની પૂરી શક્યતા છે. આથી જ આરોગ્યના નિયમ મુનિઓએ સારી રીતે જાણી લેવા જોઈએ. જે શાસ્ત્રનીતિ મુજબનું હંમેશા એકાસણું કરવામાં આવે તે તેના જેવું આરોગ્યપ્રદ બીજું કઈ નથી, પણ તેમ ન થઈ શકે તે નવકારશીમાં ય શું વાપરવું ? કેટલું વાપરવું? અને કેવી રીતે વાપરવું? એ ત્રણ બાબતે તે સમજી જ લેવી જોઈએ. વધુ પડતી આહારની અનિયમિતતા તથા કેટલાક પ્રકા૨નાં નિવારી શકાય તેવાં આર્તધ્યાને લીધે જ આરોગ્ય. બગડતું હોય છે. એ સિવાય ત્રીજું કારણ વાયરસ જનિત, તુજનિત કે વાતાવરણુજનિત રોગો છે; જે કદાચ આપણું. હાથ બહારની બાબત હોય. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ મુનિજીવનની બાળપોથી શાસ્ત્રવિચાર [ગુરુતત્ત્વનિશ્ચય] મહેપાધ્યાય શ્રીમદ્ યશવિજ્યજી મહારાજા કૃત ગુરુ-તત્વવિનિશ્ચય નામના ગ્રન્થમાં ગુરુકુલવાસને ભારેથી ભારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. સંવિગ્ન અને ગીતાર્થ એવા ગુરુની પાસે જ રહેવું તે ગુરુકુલવાસ કહેવાય. સૂક્ષ્મ દષ્ટિથી–તેમની આજ્ઞાથી દૂર રહેનારે પણ ગુરુકુલવાસી કહેવાય અને તેમની આજ્ઞાની ઉપેક્ષા કરનાર સાથે રહીને પણ ગુરુકુલવાસી ન કહેવાય. આમ ગુર્વાજ્ઞા પ્રત્યે અપાર બહુમાન તે જ વસ્તુતઃ - ભલે ગુરુકુલવાસ કહેવાય પરંતુ તેની સાથોસાથ પ્રારંભિક મુનિ-જીવનમાં ગુરુની પાસે જ–સાથે જ રહેવું એ અત્યન્ત - જરૂરી છે. ભલે કદાચ અને કોની સાથે રહેવામાં મનદુઃખાદિ થવાના પ્રસંગે ઉપસ્થિત થતા હોય; ભલે કદાચ જુદા રહેવામાં નિર્દોષ ગોચરી, પાણી અને મન:શાન્તિ વગેરે મળતા હોય તે ય ગુરુની પાસે રહેવું તે જ બ્રહ્મચર્યાદિની દૃષ્ટિએ તથા આરાધનાના વેગોની તાલીમ મેળવવાની દ્રષ્ટિએ અત્યન્ત ઉચિત છે. આ વાત ગુરુતત્વ વિનિશ્ચયમાં ખૂબ ભાર મૂકીને જણાવવામાં આવી છે. નિર્દોષ ગોચરી અને ચિત્તશાંતિ પામવા કરતાં પણ ચિત્તની સ્વછંદતા મનસ્વિતા, ઉછુંખલતાને દૂર કરવાની -વધુ જરૂર છે, ગુરુથી વેગળા થવામાં આવા કેટલાક દોષોને Page #134 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી ૧૨૫ ઠીક ઠીક પોષણ મળે છે અને તે કારણસર જ ગુરુથી વેગળા રહેવાની દુર્મતિ સૂઝતી હોય છે. હાય! દુર્ગતિનાં દુઃખની કારમી પીડામાંથી મુક્ત થવા માટે દીક્ષિત થએલે આત્મા કે ફસડાઈ પડ્યો !. આ લેકના જ ગુરુ-પરાધીનતાદિ દુઃખોથી ત્રાસી ઊંડ્યો અરેર! બિચારાએ વિષાનુષ્ઠાન (!) સેવીને આપઘાત કર્યો !. હાર્દિક અનુમોદન (૪૫) એક આચાર્ય ભગવંત ભજન-માંડલીમાં પિતાના શિષ્યને શાસ્ત્રના કૂટ પ્રશ્નો પૂછતા. એમની એવી ઇચ્છા હતી કે આવા પ્રશ્નોના જવાબ શોધવામાં જ શિષ્યાનું મન એકાકાર થઈ જાય તે તેમને આહાર કરતાં રાગાદિ દેશે જાગે નહિ. શિષ્યના હિત માટેની કેવી મહાકરુણા! મહાવત્સલતા! (૪૬) ઘણા શિષ્યોના ગુરુને વધુમાં વધુ બે જ મોટા આસન પાથરવાને અભિગ્રહ હતો. કિન્તુ ભકિતના આવેશમાં શિષ્ય ક્યારેક ત્રણ આસન પણ પાથરી દેતા, પરંતુ આ ગુરુદેવ કેટલીક વાર આ વસ્તુ પકડી પાડતા. તેઓ જાતે. ક્યારેક આસન ગણતા અને બે થી વધુ જેટલા આસન હેય. તે સ્વયં બહાર કાઢી નાખતા ! Page #135 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની ખાળપેથી (૪૭) મહારાષ્ટ્રના એક જૈન બેડિંગમાં ગૃહપતિએ ધર્માંના એવા સુંદર સંસ્કાર બાળકામાં નાંખ્યા છે કે આ આળકા પતિથિના દિવસે સવારે રાઈ પ્રતિક્રમણ કરતા હાય ત્યારનું દૃશ્ય અત્યન્ત આહ્લાદક હોય છે. પ્રત્યેક સૂત્ર ખૂબ જ શુદ્ધ ઉચ્ચારથી ખેલાતુ હાય છે. સકલતી સૂત્રની વંદનાઓનું દૃશ્ય તેા આબેહૂમ હોય છે. ખાસા દોઢ કલાક તા આ રાઈ પ્રતિક્રમણમાં લાગે જ છે! ૧૨૬ (૪૮) પ્રતના ઋણુ-શીણુ કાઈ પાનાને થાળીમાં મુકાવીને જ્ઞાનપૂજન કરવા દેતા મુનિરાજને કોઈ શ્રાવિકાએ કહ્યું, 'ર ગુરુદેવ ! શું આવા જીણુ પાના ઉપર જ્ઞાનપૂજન ! એટલે શુ આ પૂજન માત્ર પૈસાની આવક માટે જ કરાય છે? અહીં જ્ઞાનનુ કાઈ જ બહુમાન નહિ ? ” ધન્ય છે; એ શ્રાવિકાને, જેણે એક મુનિરાજની આંખેા ખાલી નાંખી ! "" (૪૯) એક તપસ્વી મુનિરાજ દીક્ષા વખતે લીધેલા સથા ૨૫ વર્ષ બાદ પણ વાપરે છે. હવે તેા ફાટી જઈ ને અડધા સંથારો જ રહ્યો છે. પણ તે ય તેની ઉપર દૂંટીઅં વાળીને સૂઈ રહે છે! અપરિગ્રહિતાની કેવી પરાકાષ્ઠા ! (૫૦) બ્લડપ્રેશરના અને હૃદયરોગના કાતીલ હુમલાઓ આવી ગયા તા ય એક મહાત્માએ એક પણ ઔષધ લીધુ ન હતું. છેલ્લાં ત્રીસ વર્ષોંથી તેએ કાઈ ઔષધ લેતા નથી. ગમે તેવા રાગા સામે તેમણે એક જ રામબાણ દવા તૈયાર રાખી છે, મન્ત્રાધિરાજ શ્રીનવકાર. નમસ્કારમન્ત્રની અપાર શ્રદ્ધાવાળા તે મહાત્માને વંદ્મન ! Page #136 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૧૦ પ્રકૃતિદાય ચારિત્ર્ય જીવનની પેાતાની એક સંસ્કૃતિ છે. ચારિત્ર્યધર્માંના પાલન દ્વારા આત્માનુ જે સંસ્કરણ થાય છે તે જ સંસ્કૃતિ છે. પણ આ ‘ સંસ્કૃતિ’ પામવી એ ખૂબ જ કઠિન સાધના છે, આ ખૂબ જ કપરાં ચડાણ છે. મેટા રૂસ્તમે પણ અહી... હાંફી ગયા છે. એનું કારણ અનાદિકાલીન વિકૃ તનું જોર છે. આત્મામાં ઊડી જડ નાંખીને પડેલા વિકારા આત્માનુ સંસ્કરણ થવા દેવામાં ભારે માટી રૂકાવટ ઊભી કરતા હાય છે. આ વિકૃતિએ જ પ્રકૃતિ બનીને રહે છે. એ વિકૃતિઓ જ સ્વભાવ અની જાય છે. આવા આત્માએ ગમે તેટલા ખાનદાન ઘરના હાય, ગમે તેટલા ત્યાગી, તપસ્વી કે કદાચ ખાખી હાય, જ્ઞાની, લેખક કે વક્તા હાય, પણ જો તેમની કોઈ વિકૃતિ આત્મામાં જામ થઈને પ્રકૃતિ ખની જાય તે એ એવા ખતરનાક ઢોષ મને છે કે ઝટ કેમેય નીકળતા નથી. Page #137 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપેા મુનિજીવન પામ્યા પછી પણ જો તુચ્છતા, નિદ્રકતા, માયાવિતા, ક્રાધ કે ખાવાની લાલસા, અદેખાઈ કે ઉમ્મૂખલતા જોવા મળે તેા હૈયામાંથી ઊંડી વેદ્યનાની ચીસ નીકળી જાય, મન મેલી ઊઠે, “ અરે ! પાણીમાંથી આગ ! હવે કચાં જવું ??” ૧૨૮ પ્રકૃતિદોષવાળી એકાદ પણ વ્યક્તિ આખા ગ્રુપમાં ત્રાસ મચાવતી હોય છે. એના એકાદ પણ વિચિત્ર સ્વભાવ આખા ગ્રુપને સતત પીડામાં અને વેદનામાં અજપા અને બેચેનીમાં—અધ્ધર દિલે—રાખતા હોય છે. 6 પ્રાણ > આવા દોષને વહેલી તકે દફનાવવા જોઈ એ. અને પ્રકૃતિ સાથે જ જાય એ જૈનદર્શનની માન્યતા નથી. એ માન્યતા દઢપ્રહારી વગેરેના જીવનપ્રસ ંગેાએ સાવ ખાટી ઠરાવી છે. જો તમે પ્રકૃતિદોષના ભાગ બન્યા હા તેા ખીજાઓના સુખ અને શાન્તિ ખાતર પણ તમારા એ દોષ તમે સત્વર ક્રૂર કરજો. તમારા દોષ બીજા બધાને માનસિક રીતે કેટલા ત્રસ્ત રાખે છે એની તમને કલ્પના પણ નહિ હાય ! સહુને ત્રાસ આપવાના તમારા કયા અધિકાર ? એ પ્રશ્ન વારવાર. જાતને પૂછજો. સમગ્ર મુનિજીવનને અને અનેકના સંયમીજીવનનાં સુંદર સેાણલાંઓને ભાંગીને મુકડા ખેલાવી દેવાની તાકાત એક વ્યક્તિના પ્રકૃતિષમાં હોય છે. તેણે આ વાતને વિચારવી જ રહી. ઉજાગરા કરીને સમજાવવા છતાં પ Page #138 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી ૧૨૯ જે આવી પ્રકૃતિદોષવાળી વ્યક્તિ ન જ સુધરે તે બાકીના સહવતીઓએ પિતાનામાં સહનશક્તિ વધારવી જ રહી. તે વ્યક્તિના પ્રકૃતિદોષ સામે જેવા, બેલવા અને સંભાળવાનું સદંતર બંધ કરીને પોતાની આરાધનામાં જેટલા વધુ લાગી પડાય તેમ લાગી પડવું. આવી સિદ્ધિ સહનશક્તિ વધાર્યા વિના પ્રાપ્ત થઈ શકે તેમ નથી. ખરી વાત તે એ છે કે પ્રકૃતિદોષવાળી વ્યક્તિને શિષ્ય બનાવતાં જ બહુ વિચાર કરે જોઈએ, સારી રીતે કસેટ કર્યા વિના લાલચમાં આવી જઈને જ્યારે ઉતાવળે દીક્ષા કરવામાં આવે છે ત્યારે જ પ્રાયઃ આવું બને છે, જેની જીવનભર સજા મળે છે. જેમને આવા અનુભવ થયા હોય તેણે ભાવમાં ખૂબ વધુ સાવચેત બની જવું અને બીજાઓને પણ પિતાનું અનુભવજ્ઞાન આપીને દુઃખી થતા અટકાવવા. cક' આટલું ધ્યાનમાં લેવા જેવું બા (૩૩) ધર્મકાર્યો કરવા અંગે : અધર્મ (સાવદ્ય) કાર્યો સંબંધમાં તે આદેશ પણ ન કરાય; અને ઉપદેશ પણ ન Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ મુનિજીવનની બાળપોથી દેવાય. પરન્તુ ધર્મકાર્યો હોય તે તેમાં ય આદેશ તે ન જ કરાય. વળી જે ઉપદેશ આપવાનું હોય તે પણ વધુ પડતે ભાર દઈને પૈસા માટે વધુ પડતા દબાણ કરીને, રૂપિયા નહિ લખાવે તે વહોરીશ નહિ'; “બાધા નહિ લે તે ઘરે આવીશ નહિ.” વગેરે વગેરે અઘટિત દબાણે લાવીને કદી ન થાય. જે ધર્મકાર્યો સહજ રીતે થઈ જાય, સામાન્ય પ્રેરણાથી જ ઊભાં થઈ જાય તે જ શ્રેષ્ઠ, જેને ઉપર્યુક્ત રીતે અપનાવવી પડતી હોય તેણે સમજી લેવું જોઈએ કે આ વિષયમાં તેનું પુણ્ય પહોંચતું નથી. જેનું પુણ્ય જ ન પહોંચતું હોય તેણે આવા કાર્યોમાં અગ્રેસર બનવાને બદલે પોતાની તપ, જપાદિની આરાધનામાં જ ઓતપ્રેત રહેવું જોઈએ. તે તપ, જપ પાછળ પણ ઉજમણું, ઠાઠનું પારણું કે શાન્તિસ્નાત્રાદિની લેશ પણ અપેક્ષા ન લેવી જોઈએ. કેટલીક વાર પરાણે આવા પ્રસંગો ઊભા કરવાથી લોકો ધર્મને બદલે અધર્મ જ વધુ પામતા હોય છે. (૩૪) જરૂરી વસ્તુના ઉપયોગ અંગે ચમા વગેરે જે અત્યન્ત અનિવાર્ય રૂપે જરૂરી વસ્તુઓ હોય તેમાં શેખનું તત્વ ન પસી જાય તેની ખૂબ કાળજી રાખવી. જરૂરવાળી વસ્તુ સગવડતાભરી અપેક્ષિત હોય તે તે હજી ચાલી શકે; પરતુ તે વસ્તુ એકદમ અદ્યતન, મેંઘી, આકર્ષક, વગેરે હેવી જોઈએ એવી અપેક્ષા તે આત્માનું ખૂબ જ અહિત કર Page #140 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની ખાળપાથી ૧૩૧ નારી બની રહે. આવી વસ્તુઓના ઉપયાગ કરતાં સાધુ કે સાધ્વીને જોઈ ને આજના યુવકવગ પીઠ પાછળ સારી એવી ટીકા જ કરતા હાય છે. ખીજાએ અધમ પામી જાય તેવુ' આપણાથી કેમ કરાય ? 1 (૩૫) ઔચિત્યસેવન અંગે : કેટલીક વખત અન્ય ગ્રુપના મુનિભગવંતા વિહારાદિ કરતાં આવી જાય છે. આવા વખતે તેમના ઉચિત વિનયાદિ કરવામાં લેશ પણ ઉપેક્ષા ન -તાડવી. સ્વાધ્યાય પણુ ગૌણ કરીને તેમની સેવામાં બ્રેડાઈ જવું જોઈ એ. તેમના ઝોળી પાતરા ઉતારવા, દારી આંધવી, કપડાં સૂકવવાં, પાણી વગેરે આપવુ કે પરાતા વગેરે ગેાઠવવી વગેરે પ્રવૃત્તિઓમાં સહુએ લાગી પડવુ જોઈ એ. જો તેમ ન કરવામાં આવે તે આવેલા મુનિએની આશાતનાના દોષ લાગે. હા.... કામ પૂરું થયુ કે તરત સ્વાધ્યાયાદિમાં બેસી જવું; પછી ‘ગપ્પાં’ મારવાને સ્વાધ્યાય તેા ન જ કરવા. (૩૬) પુસ્તક-પરિગ્રહુ અંગે : જરાતરામાં પુસ્તકો ખરિદાવીને મ’ગાવવા અને તેના ભડાર કરવા; તે ય ગૃહસ્થનાં ઘરમાં...તે ઉચિત લાગતુ નથી. જ્યારે જે પુસ્તકની જરૂર પડે ત્યારે તે પુસ્તક જ્ઞાનભંડારમાંથી મંગાવી લેવું અને કામ પૂરું થાય કે ત્યાં માકલી દેવુ. પુસ્તકોની પણુ અપરિ .. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ મુનિજીવનની બાળથી ગ્રહિતા હેવી જોઈએ. બેશક, અતિ મહત્ત્વનાં કેટલાંક પુસ્તકે હેય તે તેને આમાં અપવાદરૂપ ગણવાં પડે ખરાં. (૩૭) સૂત્રાર્થ અંગે? છેવટે બીજું કાંઈ નહિ તે. પાંચ પ્રતિક્રમણનાં સૂત્રોના અર્થ તે ધારી જ લેવા જોઈએ. સામાન્ય ગણાતાં ચાલુ વપરાશનાં સૂત્રોના પણું જે અર્થ ન આવડે તે મુનિજીવનને માટે તે લાંછનરૂપ કહેવાય. વળી સૂત્રાર્થને બંધ થવાથી આવશ્યકાદિ ક્રિયાઓમાં ઉલ્લાસ પણ. વધે છે. બીજાઓને તે અર્થે સમજાવવાથી આત્માની સુંદર પરિણતિનું નિર્માણ થાય છે. જિનશાસન તરફને પક્ષપાત વધુ દૃઢ થાય છે. ગમે ત્યારે સમય મેળવીને પણ આવશ્યકતા સૂત્રાર્થની ધારણું તે કરી જ લેવી જોઈએ. (૩૮) અભક્ષ્યાદિની પ્રેરણ અંગે : વિદળ, વાસી, અનંતકાય અને અભક્ષ્ય-અથાણું વગેરે–ની સમજણ બાબતમાં જન ગૃહસ્થનું લગભગ દેવાળું નીકળી ગયું હોય તેમ લાગે. છે. આ સ્થિતિમાં સાધુ, સાધ્વીજીઓએ સ્વયં સારે અભ્યાસ કરી લઈને સહુને આ બધી વાત કરીને તલસ્પર્શી સમજણ આપવી જોઈએ. રે! હવે તે કેટલાક ત્યાગીઓ પણ કેટલીક અભક્ષ્ય એવી મીઠાઈએ કે વસ્તુઓને ભક્ષ્ય માનીને તેનું સેવન કરતા જોવા મળ્યા છે! કેટલીક વાર શ્રેષ્ઠીન. જેવાં બિસ્કિટો, મધને અવનપ્રાશે, પાણીના પ્રવાહીની દવાઓ, એન્ઝાઈમેવાળી ગોળીઓ વાપરતા જોઈને તે હૈયેથી ઊંડી ચીસ નીકળી જાય છે ! સ્વયં અજાણ; બીજાને શું જાણકારી આપી શકશે? Page #142 -------------------------------------------------------------------------- ________________ સુનિજીવનની બાળપોથી ૧૩) આ જાણકારી માટે અભક્ષ્ય અનંતકાય વિચાર, આહારશુદ્ધિ પ્રકાશ, ઘેર ઘેર ઘેર હિંસા, વગેરે પુસ્તકને મનનપૂર્વક જોઈ લેવાં જોઈએ. પ્રત્તરી સવાલ (૨૩) : કઈ સંઘમાં કલેશ થયો હોય તે તે મિટાવે કે નહિ? જવાબ : સંઘને કલેશ માટે તેના જેવું તે ‘ઉત્તમ બીજું શું હોઈ શકે ? પરંતુ આ વિષયમાં એક - પુરુષાર્થ ચાલતું નથી; વિશિષ્ટ કોટિની પુણ્યાઈ પણ નજરૂરી બને છે. જે તેવી પુણ્યાઈ ન હોય અને ઉત્સાહના આવેગમાં સંઘના પ્રશ્નોની પતાવટ કરવાને યત્ન કરાય તે કેટલીક વાર પ્રશ્નો વધુ ગુંચવાઈ જાય છે; તડાં મોટી ફાડ બની જાય છે. આવી સ્થિતિ પેદા થવા દેવી તેના કરતાં તો જૈસે થે”ની સ્થિતિમાં રહેવું તે જગ્ય ગણાય. આશય શુદ્ધ હોય; પુરુષાર્થ પણ સારે હેય, નિષ્પક્ષદષ્ટિ પણ મળી હોય તે ય ન ચાલે. તે બધું છતાં જે તેવું પુણ્ય નહિ હોય તે મામલે વધુ બગડશે. તે વખતે, મારે આશય તે શુદ્ધ હ; છતાં પરિસ્થિતિ ઉગ્ર બની Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ મુનિજીવનની ખાળપાથી ગઈ. હું શું કરું ? ” એમ કહેવુ' તે બિલકુલ ચેગ્ય નહિ. ગણાય. એથી કેાઈ બચાવ નહિ મળે. માટે ‘ સેજ પ્રમાણે સાડ તાણવી' એ કહેવત સદા. ખ્યાલમાં રાખવી જોઈએ. સવાલ (૨૪) : મુમુક્ષુને દીક્ષા આપતાં પહેલાં કેટલા. સમય તાલીમ આપવી જોઈએ ? જવાબ : ચાક્કસ સમય—નિય ખધા માટે એકસરખા ન હાય. છતાં સામાન્યતઃ એમ કહી શકાય કે એ. ત્રણ વર્ષની તા તાલીમ આપવી જ જોઈ એ. વમાનમાં. દીક્ષા લીધા પછીની જે કેટલીક દુઃખદ બીનાએ જોવા— સાંભળવા મળે છે તેથી એમ કહેવાનું દિલ થાય છે કે દીક્ષા આપવામાં વધુ પડતી ઉતાવળ કરવાના સમય હવે સંપૂર્ણ - પણે ચાલી ગયા છે. હવે તેા સારી એવી કસેાટી કર્યા વિના. દ્વીક્ષા ન આપવી એ જ ચેાગ્ય લાગે છે. શાસ્ત્રકાર પરમિષ એ પ્રશ્નપરીક્ષા, કથાપરીક્ષા અને પરિચયપરીક્ષા જણાવી છે તેના અવક્ષ્ય અમલ કરવા જોઈએ. એમ લાગે છે. દ્વીક્ષા દેવાના અતિરેકવાળા ઉમાંગમાં કયારેક પણ જો એકાદ અયેાગ્ય વ્યક્તિને દીક્ષા અપાઈ જાય તે ગુરુ અને અશ્રિતવગ ને જીવનભરના ત્રાસ થઈ જવાની શકયતા પેદા થઈ જાય છે. એવી વ્યક્તિ માથાનું ભયંકર બને છે. તે અનેકાને ઉથ્થખલ બનાવે છે. એવા એક સંસાર દીક્ષિત- Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩. મુનિજીવનની બાળપોથી જીવનમાં ખડો થાય છે, જેને ત્યાગ કે નભાવ – બે ય – મુશ્કેલ બની જાય છે. સવાલ (૨૫) પાતરાં-કપડાંની ઉપધ કેટલી રાખવી જોઈએ ? જવાબ : માત્ર જરૂર પૂરતી. અપેક્ષાએ એમ કહી શકાય કે વધુમાં વધુ એક વર્ષ સુધી કશું માંગવું ન પડે તેટલી. . પૂર્વે તે શાઅનીતિથી વધારામાં માત્ર ત્રણ નવાં વસ્ત્રો જ રાખવામાં આવતાં. જે વીંટલાની જેમ રહેતાં. મૃત્યુ બાદ તે શબને પહેરાવવામાં ઉપયેગી થતાં. પણ હાલના કાળમાં ઉપધિ માત્ર ચાતુર્માસના આરંભ વખતે વહોરાવવાની પરંપરા ચાલે છે એટલે એક વર્ષ સુધી જરૂર ન પડે તેટલી ઉપાધિ રાખવાનું એગ્ય લાગે છે. સાધુસંસ્થા પ્રત્યે તે શ્રીસંઘ એટલે બધે ભક્તિવંત છે કે “ોલે નહિ મળે તે એવી ચિંતા કરીને પટારાઓ ભરવાની લેશ પણ જરૂર નથી. આ પટારાઓને પરિગ્રહ તે દુર્ગતિનું સીધું દ્વાર બની જાય છે. એ મૂછ જે સાધુ–સંરથા દૂર નહિ કરે તે એમના દ્વારા ગૃહસ્થોને અપાતા ઉપદેશમાં કેટલી તાકાત હશે? કેટલો પ્રાણ હશે? સવાલ (૨૬) : આરાધનામાં સૌથી મહત્ત્વની આરાધના કઈ ? Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ મુનિજીવનની બાળપણી જવાબ : સાપેક્ષભાવની આરાધના એ સૌથી મહત્વની આરાધના કહી શકાય. આરાધના કેઈ પણ હોય ? નાની કે મેટી; ઉગ્ર મધ્યમ કે મંદ તેને બહુ સવાલ નથીપરંતુ જે આરાધના નાઓ જીવનમાં થઈ ન શકતી હોય તેના પ્રત્યે “સાપેક્ષભાવ” એ સૌથી મોટી અને મહત્વની આરાધના છે. કારણવશાત્ ઊભા રહીને આવશ્યક ક્રિયા ન પણ થઈ શકે છતાં ય “આવશ્યક કિયા ઊભા જ કરવી જોઈએ” એ સાપેક્ષભાવ જે જીવંત રહી જાય અને વચ્ચે વચ્ચે જરાક વાર માટે ઊભા પણ થવાય તે આ ઘણી મોટી આરાધના થઈ કહેવાય. એકાશન ન કરી શકનાર ભલે નવકારશી કરે પણ એકાશન પ્રત્યેના સાપેક્ષભાવને સૂચિત કરતે ત્યાગ નવકારશીમાં ખાખરે વાપરવું પડે તે લુખે વાપર; દૂધમાં સાકર ન નંખાવવી; ચા ઠંડી જ વાપરવી...વગેરે જે આવી જાય તે કદાચ એકાશન કરતાં ય આ સાપેક્ષભાવની નવકારશી ચડી જાય. આજે તે કરવું તે બધું કરવું; નહિ તે કશું જ ન કરવું....” એવી જે વિચારણા ઉગ્ર તપસ્વી, કે વિદ્વાનમાં પ્રવર્તે છે તે તે ગ્ય જણાતું નથી. Page #146 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી ૧૭ શાસ્ત્રવિચાર [અધ્યાત્મસાર) જ્ઞાનગ વૈરાગ્યવાળા મહાત્માનાં લક્ષણે : (૧) સૂફમદષ્ટિ (૨) માધ્યશ્ચ (૩) સર્વત્ર હિતચિન્તા () ક્રિયામાં ભારે આદર. (૫) ભવ્યજીને ધમ સમુખ બનાવવાની પ્રવૃત્તિ (૬) પારકી વાર્તામાં મૂંગા, આંધળા અને બહેરા માણસ જેવી પોતાની ચેષ્ટા હોય (૭) સ્વગુણના અભ્યાસમાં ઉત્સાહ, નિર્ધનને પૈસે કમાવવામાં હોય છે તે (૮) કામના ઉન્માદનું વમન (૯) અભિમાનનું મર્દન (૧૦) અસૂયાના તખ્તને છેદ (૧૧) સમતાસાગરમાં ગળાબૂડ લીનતા (૧૨) ચિદાનંદમય સ્વભાવમાં નિશ્ચલતા. ત્રણ પ્રકારના વિરાગમાં વસ્તુતઃ જ્ઞાનગર્ભ વિરાગ જ આદેય છે. બાકીના બે પ્રકારના–દુઃખગર્ભ અને મેહગર્ભ–વિરાગ પણ ક્યારેક ઉપયેગી બની જાય ખરા. એક આત્મા દુઃખથી કે મેહથી સંસારવિરક્ત થાય અને પછી તેને જે જ્ઞાનગર્ભવિરાગ થઈ જાય તે તે દુઃખગર્ભ કે મોહગર્ભવિરાગ દૂર થઈ જાય. આમ દુઃખાદિગતિ વિરાગથી પણ દીક્ષા લીધી તે તે આત્માને જ્ઞાનગર્ભવૈરાગ્ય પ્રાપ્ત થવાને અવસર સાંપડયો. એટલે આ રીતે દુખા Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ મુનિજીવનની બાળપેથી દિગર્ભવિરાગ પણ ક્યારેક કેટલાકને આરાધનામાર્ગે ચડવામાં ઉપગી બની જાય ખરે. પણ એ માટે પિતાના અધ્યાત્મભાવ રૂપી રાજાની. કૃપા તો આવશ્યક છે જ. હાર્દિક અનુમોદન (૫૧) દસ વર્ષને એ બાળ છે સિનેમા કદી જેતે નથી, પણ તેની સાથે કોઈ મા-આપ પિતાનાં સંતાનોને લઈને સિનેમા જેવા જય છે તે રસ્તા વચ્ચે આંતરીને આ બાળ તેમને કહે છે કે, “તમે જ તમાશં બાળકોને સિનેમા દેખાડીને પાપ કરાવશે? નાપાછાં ફરે; ઘરે. જાઓ...સિનેમા તે ન જ જોવાય. મારા ગુરુદેવે સાફ ના પાડી છે !” (૫૨) એસ. એસ. સી.ની પરીક્ષામાં આપઘાત કરવા – દરિયે પડવા જતા–યુવાનને એના મિત્રે ખૂબ સરસ વાત કરતાં તેણે આપઘાત કરવાનું માંડી વાળ્યું. મિત્રે તેને કહ્યું કે આપઘાત કરીશ તે ન જન્મ લેવાને; કદાચ મનુષ્યને વાવ મળે તે ય ગર્ભકાળ અને સેળ વર્ષને જીવનકાળ પસાર થાય પછી જ એસ. એસ. સી. પાસ થવાય, જયારે , આજે તું આપઘાવ ન કરે તે આવતા વર્ષે–એક જ વર્ષના ગાળામાં એસ. એસ. સી. પાસ થઈ જવાય. Page #148 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી ૧૩૯ યુવાનના મગજમાં વાત બેસી ગઈ. આપઘાત કરવાને. માંડી વાળે. (૫૩) લખવામાં ખૂબ સારી પડે એવી સ્ટીલની જરૂરવાળા એ મહાત્માને ભારે મૂલ્યની પેન જ રાખવી પડે. પણ તે ય તે પેન મોહક ન બની જાય તે માટે તેની ઉપર કાગળો ચૂંટાડે છે અને તે કાગળ ઉપર સહીના લપેડા કરી નાંખે છે. આથી તે પેનની મેહકતા ખતમ થઈ જાય છે. (૫૪) એપરેશનના સમયમાં ડોકટરે કેઈ અભય દવા આપી દે તેવી સંભાવનાને નજરમાં રાખીને તે પુણ્યવાન ધર્માત્માએ ઘેન લીધા વિના જ ઓપરેશન કરાવ્યું. વાઢકાપની અસહ્ય વેદના સહી છતાં તેનું દુઃખ ન હતું બકે “અભય” ન લેવાયું તેને આનંદ એ પળમાં ય. મુખ ઉપર રમતા હતા. (૫૫) સારા પિડના કાગળ ઉપર લખાણનું કામ કરવાને બદલે એ મહાત્મા આવેલી ટપાલેનાં કવરને ખુલા કરી નાંખીને તેને જ બહુધા લખાણમાં ઉપગ. કરે છે ! (૫૬) એ મહાત્મા પાણી પણ નિર્દોષ મળે તે જ વાપરે છે. એક વાર તે માટે તેમણે વીસ માઈલને વિહાર કર્યો હતો. પણ ત્યાંય નિર્દોષ પણ ન મળતાં; પૂરી પ્રસન્નતા સાથે ચેવિહાર ઉપવાસનું પચ્ચખાણ કરી લીધું Page #149 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૧૧ અભ્યાસ અને અભ્યાસકાળી સમગ્ર મુનિજીવનને કાળ તે અભ્યાસકાળ છે. સાધુ સદૈવ શાઆભ્યાસ-નિરત હેય; તેને વળી વય-મર્યાદાનું નિયંત્રણ શેનું ? પાંસઠ વર્ષની જૈફ વયે પણ સાધુ ભગવંત કાંઈ ને કાંઈ ગેખતા હવા ઘટે ભણતા હવા ઘટે. પણ તેમાં ય મુનિજીવનનાં પહેલાં દસ વર્ષ તે અત્યંત મૂલ્યવાન છે, અભ્યાસ કરવા માટે તે. તપ, ત્યાગાદિની સાથે શરૂનાં દસ વર્ષ તે દરેક મુનિએ-સાધુ કે સાઠવીએ સ્વાધ્યાયના રસમાં એકાકાર બની જવું જોઈએ. આવશ્યક ક્રિયાઓ, ગુર્વાદિની સેવા અને યથાશક્તિ તાપૂર્વક એણે પુસ્તકના કીડા જ બની જવું જોઈએ એમ કહું તે તે ખેડું નહિ ગણાય. શાસ્ત્ર-સ્વાધ્યાય સિવાય કશું જ નહિ, એમાં ય ખાસ કરીને કંઠસ્થ કરવા માટેની પ્રવૃત્તિને પ્રાધાન્ય આપવું જોઈએ. ચાર પ્રકરણાદિ અનેક પ્રકરણગ્રંથ તથા કમ્મયડી Page #150 -------------------------------------------------------------------------- ________________ = મુનિજીવનની બાળપોથી ૧૪ વગેરે મહાગ્રંથો, લેકપ્રકાશ અને પ્રવચન સારોદ્ધાર તેણે સાથે કંઠસ્થ કરી લેવા જોઈએ. સિદ્ધહેમ, અભિધાન–ચિંતામણિ અને ધાતુપાઠએકી બેઠકે હજારે શ્લોકના મુખપાઠ રૂપે ચાલો જોઈએ. દશવૈકાલિકના ચૂલિકા સહિત દસ અધ્યયન, ઘનિર્યુક્તિ અને ઉત્તરાધ્યયન સૂત્ર કંઠસ્થ કરવા, જોઈએ. અને તે પછી પ્રશમરતિ, જ્ઞાનસાર, ઈન્દ્રિય પરાજય, વીતરાગ સ્તોત્ર, શાન્તસુધારસ, અધ્યાત્મસાર: હરીભદ્રી અષ્ટક, વૈરાગ્ય કલ્પલતા વગેરે કંઠસ્થ કરવા. જોઈએ. એ પછી ઉપાધ્યાયજી મહારાજ તથા હરિભદ્રસૂરિજી મહારાજના કેટલાક ગ્રંથે તથા અમૃતવેલની સજઝાય, સડસઠ બેલની સજઝાય, આનંદઘનજી, દેવચંદ્રજી અને. ઉપાધ્યાયજી મહારાજની વીશીઓ, સવાસે, દેઢશે. અને સાડા ત્રણ ગાથાનાં સ્તવને વગેરે કંઠસ્થ. કરવાં જોઈએ. - દસથી પંદર વર્ષે આ બધે સ્વાધ્યાય રૌયાર થાય.. પછી જુઓ જીવન જીવવાની મજા, પછી અનુભવે પાંડિત્ય કે વિદ્વત્તા, પછી પામે સ્વયંભૂ પશમ અને શાસનપ્રભાવકતા. જે ત્યાગીઓ – ખાસ કરીને નાની વયના ત્યાગીઓ – નિજીવનનાં પહેલાં દસ વર્ષ સ્વાધ્યાયમાં લીન થઈ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨૩ મુનિજીવનની બાળપેથી જાય છે તે જ જનશાસનનુ જવાહર બને છે. જેઓ આ કાળમાં મહિમુખ બનીને છાપાં, ચેાપાનીઆદિ વાંચે છે; અકાળમાં વ્યાખ્યાન કરવાનું ચાલુ કરી દે છે તે ખૂબ નબળા નીકળે છે; આજીવન પરમુખ રહે છે, ઈધર ઉપરનું ઉધારિયુ' જ્ઞાન ભેગુ કરીને એમનું પેાતાનું શાસન જરૂર ચલાવી કાઢે છે પણ પ્રભુના શાસન માટે તેઓ લગભગ નકામા બની જાય છે. જો મુનિજીવન એના સાચા સ્વરૂપમાં સુંદર રીતે માણવુ હાય તે। મહામૂલ્યવાન પ્રથમનાં દસ વર્ષની પ્રત્યેક પળ સ્વાધ્યાયમાં લગાવી દેજો. આટલું ધ્યાનમાં લેવા જેવુ' (૩૯) હું મેશ કાચાત્સગ અંગે : જિનશાસનના આપણી ઉપર કેટલે બધા ઉપકાર છે ? આ શાસન આપણુને ન મળ્યું હત તે। આ દીક્ષા, પવિત્રતા, જીવ માત્ર પ્રત્યેની નક્કર કરુણા વગેરેને આપણે શી રીતે પામી શકત ? આવા શાસનની ઉપર પણ કયારેક દુષ્ટ તત્ત્વા આપત્તિ ઉતારે તેવું ભૂતકાળમાં બન્યું છે અને વત માનમાં Page #152 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળથી ૧૪૧ પણ બની રહ્યું છે. તેના નિવારણ માટે સાગરવરગંભીર સુધીના લેગસને જેમ બને તેમ વધુ સંખ્યામાં [ ૧૨ થી ૧૦૮ સુધી ] કાત્સર્ગ [ઊભા ઊભા જ] કરવો જોઈએ. લેગસ્સના કાસર્ગમાં વિદન-વિદારણની પ્રચંડ શક્તિ છે. આજથી અખંડિતપણે કાત્સગ શરૂ કરવો જોઈએ. (૪૦) યોગ્ય જીવોને પ્રેરણા અંગે , જેઓ મુનિજીવનમાં પરિપકવ થયા છે, જ્ઞાનથી અને વયથી, તેમણે શ્રીસંઘમાં આરાધનાઓ કેમ વર્ષ થાય? તેની કાળજી કરવી જોઈએ. પણ સબૂર ! ખૂબ જ સહજ રીતે આ કામ થવું જોઈએ. માંગીને, પરાણે આવું કામ કદી ન કરવું. ક્યારેક પાત્ર વ્યક્તિઓને કે વર્ગને નવકારશી, રાત્રિ ભેજનત્યાગાદિ આરાધનાઓની સહજ રીતે પ્રેરણું કરવી. કેટલાક જીવો આવી કઈ પ્રેરણાને પામીને તરત જીવનની દિશા બદલતા હોય છે. હા....પ્રતિજ્ઞા આપવામાં જરા ય ઉતાવળ ન કરવી, પરંતુ પ્રેરણા જરૂર કરવી, એ આરાધનાઓના લાભ દેખાડવા. વિરાધનાએાનાં કહુ પરિણામે સમજાવવાં. પછી જ્યારે તે સાચા ભાવથી પ્રતિજ્ઞા માંગે ત્યારે આપવી. યાદ રાખજે કે પ્રભુશાસન આવી આરાધના Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪. મુનિજીવનની બાળાથી [નિશ્ચય સાપેક્ષ જીવંત વ્યવહારમાર્ગ ઉપર અવિચ્છિન્નપણે આગળ વધવાનું છે. જેટલા આત્માઓ આવી આરાધના-- એમાં જોડાય તેટલે જય જયકાર. સબૂર ! સંખ્યાવૃદ્ધિમાં પડશે નહિ. તેની ઝાઝી ચિંતા કરશે ય નહિ. આપણે થોડા પણ ઘણા છીએ, ગુણવત્તાનું ધોરણ ઊંચું હોય તે. (૪૧) નાની દેખાતી વાતે અંગે : બારી કે બારણાને પૂંછ–પ્રમાઈને ખેલ-બંધ કરવા, બરોબર જમીન જોઈને માગુ વગેરે પરઠવવું, ઉપગ રાખીને બોલવું વગેરે બાબતે આમ તે બહુ નાની દેખાય છે. પણ એ જ ઘણી મોટી બાબત છે. કેટલાક મોટા વ્યાખ્યાતાઓ પણ આ નાની (!) વાતને પાળી શકતા ન હોય તે તે કેટલી મેટી સાબિત થઈ જાય છે ! હજારની મેદની સામે વ્યાખ્યાન કરવું સહેલા છે, પણ મુહપત્તિને ઉપગ તેમાં રાખવું એ એમને ય. મહાભારત જેવું કઠણ બન્યું હોય છે ! આવી નાની દેખાતી બાબતે પ્રત્યે જેઓ ઉપેક્ષા દાખવે છે તેઓ તેમના આંતરિક જીવનને સારો વિકાસ કદી પામી શકતા નથી. પછી તેમને બાહ્ય વિકાસ ગમે તેટલે જણાતો હોય તો ય તે સૂક્ષ્મ દૃષ્ટિએ લકરંજનાદિ માટેને બની જાય છે. આવી નાની દેખાતી વાર્તાને જ અષ્ટ-પ્રવચન. Page #154 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની માળાથી ૧૫ માતાએ કહી છે તે વાત ધ્યાનમાં રાખીને એની ગંભીરતાને પૂરેપૂરી સમજવી જોઇએ. અન્યથા દીક્ષાનાં પ્રારંભના વર્ષોમાં જ એવી કુટેવા પડશે કે જેમાં આ નાની વાતા સાફ થઈ જીવનમાંથી કાયમ માટે સાફ થઇ જવાશે. (૪૨) ગાચરી અંગે - - અહી... ગેાચરી લાવવા અંગે એક સૂચન કરવુ' છે. કેટલાક ગેાચરી છૂટથી – ઝોળીના ભાર ઉપર – અડસટ્ટે ગાચરી લાવવાની પ્રકૃતિ ધરાવતા હોય છે. આ રીત ખૂબ જ ખરામ છે. મુનિઓના આરેાગ્યને નુકસાન કરતાં તત્ત્વામાં ‘ગોચરી વધી જતાં વધુ પડતું વાપરવાની પડતી ક્રૂરજ' એ સૌથી પ્રધાન છે. વધેલી ગાચરી પરઠવવાના દોષ વધુ હાય છે; એટલે દષભીરુ આત્માએ અનિચ્છાએ પણ દાખીને વાપરે છે, આથી અમુક સમય ખાદ આંતરડાં નબળાં પડે છે. આમદોષ, અણુ, પાંડુરોગ (એનીમીઆ) દેખા દેવા લાગે છે. દરેકે એક નીતિ નક્કી કરવી જોઈએ કે પ્રત્યેક વસ્તુ પાકી ગણતરીથી જ લાવવી. ખૂટી પડે તેા ઉણાદરીનેા સુંદર લાભ મળે, અને કદાચ ફ્રી લેવા માટે જવું પડે તે ય વાંધે નહિ, પણ પણ વારંવાર ‘વધી પડવુ’ એ તે ભારે ત્રાસરૂપ ખાખત છે. એમાં ય જો મહાત્સવ ચાલતા હાય, ભક્તા ઘણા હાય, એકાશનનુ મુ. ૧૦ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મુનિજીવનની બાળપોથી પચ્ચક્ખાણુ લગભગ કાઈ કરતુ ન હાય તા તા માર વાગ્યા. પ્રત્યેક ટંકે ‘વધારા', પ્રત્યેક ટંકે ત્રાસ ! ભૂખ વિના વપરાતા મગના દાણા પણ ઝેર ખાખર છે એ કાઈ ન ભૂલે. પ્રશ્નોત્તરી સવાલ (૨૭) : ગમે તે સ્થિતિમાં એલાપથી કે આયુર્વેદિક ઔષધ ન જ લેવુ' એવા નિરપવાદ આગ્રહ રાખી શકાય ખરા ? જવાબ : તેવા આગ્રહ જરૂર રાખી શકાય; પણ નિરપવાદ આગ્રહ તા ન જ રાખી શકાય; આપણુ· સત્ય જેટલું વધે તેટલું સારું જ છે; તેમ જ હોવુ જોઇએ. વર્તમાનમાં એક મહાત્મા છે; જેમને હાર્ટએટેક અને બ્લડપ્રેશરના અતિ ભયાનક હુમલાએ આવી ગયા તાય તેમણે એક પણ ઔષધ લીધું ન હતું અને છતાં ચ તેઓ તે દર્દમાંથી મુક્ત થયા હતા. પરંતુ આવું સત્ત્વ સૌનુ' ન હોય. એટલે તેવી વ્યક્તિને તે તેવા સમયે કારમી અસમાધિ થાય અથવા તે ઘસાતું તેનું Page #156 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની ખાળપેાથી ૧૪૭ શરીર અનેક પ્રકારની વિશિષ્ટ આરાધનાએથી સદા માટે વાંચિત થતુ' જાય. ઔષધાદિને પણ કર્માંના ઉપશમામાં નિમિત્ત તો કહ્યા જ છે. જેમ પારણામાં સૂંઠ, રાખડી કે દૂધ લેવાથી અમુક પ્રકારની સ્મ્રુતિ તરત જ જોવા મળે છે અને તેથી પણ અમુક પ્રકારની ચિત્તસમાધિ પ્રાપ્ત થાય છે તેમ ઔષધનું પણ છે જ. શાસનપતિ પરમાત્મા મહાવીરદેવે પણ સિ’હુ નામના અણુગારના અત્યાગ્રહથી ઔષધ લીધું હતું. પૂજ્યપાદ હીરસૂરિજી મહારાજાને પણ શ્રાવિકાએના ખૂમ આગ્રહને લઈને ઔષધ લેવુ પડયુ. હતુ. આમ કેટલીક વાર શ્રીસંઘ આદિના વાત્સલ્ય વગેરેને કારણે પણ ઔષધ લેવાના પ્રસ’ગ આવી પડે ખરેા. એટલે ઔષધ ન લેવાય તેવા આગ્રહ જરૂર રાખવા; પણ તે નિરપવાદ ન ડાવા જોઈએ. વળી ઔષધ લેવું જ ન પડે તેવી સ્થિતિ જેણે સિદ્ધ કરવી હાય તેણે મુનિજીવનના – તેમાં ય ખાસ કરીને આહાર સબંધના તમામ નિયમનુ વ્યવસ્થિત રીતે પાલન તેા કરવું જ જોઈ એ. - વધુ પડતી એ નિયમાની ઉપેક્ષા કરનારા માંદા પડે અને પછી ઔષધ નહિ લેવાના નિરપવાદ આગ્રહ સેવે એ કેટલુ* ઉચિત ગણાય તે સમજવુ' જોઈએ, Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ મુનિજીવનની ખબપેથી કેટલીક વાર આવો આગ્રહ રાખનારા આધાકમી લેવાને પણ જે તૈયાર થતા હોય પરંતુ સુદર્શન ઘનવટીની ગોળી – નિર્દોષ ઔષધ – હોય તો ય તે લેવાને લાચાર હોય તે તે તે “ખાળે ડૂચા અને બારણું ખુલ્લાં જે ન્યાય થયો કહેવાય. આવા સમયે ખૂબ જ જીવંત. વિવેકબુદ્ધિ વાપરીને ગીતાર્થ ગુરુદેવની આજ્ઞાને એકદમ “તહત્તિ કરીને જ સંયમ-યાત્રા આગળ ધપાવવી જોઈએ. સવાલ (૨૮) : કાંઈક વધુ ટકા સાધ્વીજીઓનું આરોગ્ય ચિંતાજનક બન્યું છે ? એમ નથી લાગતું જવાબ : હા...મને તેમ લાગે છે ખરું. એનાં. બે કારણે જણાય છેઃ (૧) આહારદિના નિયમની પૂરી સમજણને અભાવ. (૨) માનસિક ચિંતાઓ–એવાં કેટલાંક સાચા કે ખોટાં આર્તધ્યાન-કેઈ યથાઓ. જૈન સંઘ તેમના આહાર સંબંધમાં ઉપેક્ષા કરે. છે તેવું બિલકુલ નથી; પરંતુ સાધ્વીજીઓની મોટી સંખ્યાને આ બાબતનું વિશેષ જ્ઞાન નહિ હોય તેમ મને લાગે છે. પછી તેઓ ઝટઝટ ડોકટરને ફરિયાદ કરે છે. ડેકટરે પણ ઝટપટ ભારે દવાઓ (ભક્ષ્ય કે અભક્ષ્ય ) લખી આપતા હોય છે, અને સાધ્વીજીએ પણ ગામે ગામે બદલાતા જતા ડેકટરોની બદલતી જતી દવાઓ વાપર્યા જ કરતા હોય છે. કન્યારેક તે આહાર કરતાં ય Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મુનિજીવનની બાળથી ઔષધ જ આરોગ્યની અંધાધૂંધી પેદા કરવામાં વધુ ભાગ ભજવી જતું હશે. આ સિવાય સ્ત્રી જાતિમાં સ્વભાવગત જે કેટલાક દોષે છે તેના લીધે તેઓ પરસ્પરની અથડામણ વગેરેમાં -જલદી ઊતરી પડતાં હોય છે. એાછું આવી જવું, અધીરા થવું, અપેક્ષા રાખ્યા કરવી, અસહિષ્ણુ બનવું, બીજાના દોષ જેવાની આદત હેવી, રડવું, વધુ પડતી ચિંતા કરવી, માથે વધુ ભાર લઈ લે ...વગેરે માનસિક કારણે પણ એમના આરોગ્યની કથળતી સ્થિતિમાં કાણુભૂત -બની જતા હોય છે. કેને કયું કારણ લાગુ થયું છે ? -એ તે એ વ્યક્તિ કે એના વડીલ જ સાચું કહી શકે. હાર્દિક અનુમોદન (૫૭) એક મહાત્મા વિશાળ સમુદાયના વડીલ હતા. રોજ રાત્રે એકાદ સાધુને પિતાની પાસે અંગત બેસાડતા અને માતાનું વાત્સલ્ય આપીને એના જીવનમાં પ્રવેશ કરતા. એના દેનું શુદ્ધીકરણ કરાવી લેતા. મહાનિશીથ સૂત્રના શદ્વારની જ્યારે એ વાત કરતા ત્યારે ભલભલા સાધુને ચ શુદ્ધિ કરવાની ભાવના તીવ્ર થઈ જતી ! Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ મુનિજીવનની બાળપોથી (૫૮) એ આચાર્ય ભગવંતને પિતાના પ્રશિષ્યની કેન્સરની ભયંકર માંદગીમાં પગ દબાવતા મેં જોયા છે, જે વખતે તે પ્રશિષ્ય અર્ધબેભાન અવસ્થામાં હતા. મેં તે પૂજ્યશ્રીને કહ્યું, “પગ આપ ન દબાવે. એ લાભ મને લેવા દે.” તેઓ મક્કમ સ્વરે બોલ્યા, “આપ મુઆ વિના. સ્વર્ગે ન જવાય !” (૫૯) કેરીની આજીવન પ્રતિજ્ઞા લઈ ચૂકેલા મુનિ ખૂબ માંદા પડ્યા. ડોકટરે કેરી વાપરવાની સલાહ આપી. જે કારણવશાત્ ગુરુદેવ રજા આપે તે તેમને છૂટ હતી એટલે ડોકટરે ગુરુદેવ ઉપર દબાણ કર્યું. ગુરુદેવે એમને એટલું જ પૂછયું કે, “તું આવા કારણે કેરી લઈશ ?" નિર્દોષ મળે તે જ લેવાની છે. હું તને રજા આપું છું.” બસ....આટલું સાંભળતાં જ તે કેરીના ત્યાગી. મુનિવરની આંખેથી દડદડ દડ આંસુ વહી જવા લાગ્યાં. વાત્સલ્યમૂર્તિ ગુરુદેવે તે જોઈને તરત પિતાની વાત પાછી ખેંચી લીધી ! (૬૦) એ તીર્થની રક્ષા માટે તે આચાર્ય ભગવંતે પિતાના તમામ શિષ્ય સાથે કિલ્લાની ફેર ઊભા રહીને. આખી રાત ચેકીપહેરે ભર્યો હતો. માત્ર પિતાના પટ્ટશિષ્યને ત્યાંથી રવાના કરી દીધા હતા. તેમણે તેમને આગ્રહપૂર્વક રવાના કરતાં કહ્યું હતું કે, “હું કદાચ ભલે ખપી જઈશ, પણ તારે તે મારી પાછળ શાસન ચલાવવાનું છે. માટે તું અહીંથી ચાલ્યો જા.” Page #160 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી ૧૫૧ | (૬૧) સાધ્વીજીને ઉપાશ્રય સાધુના ઉપાશ્રયની લગેલગ હતે. વયેવૃદ્ધ આચાર્ય ભગવંતે ત્યાં પ્રવેશ કરતાં પરિસ્થિતિ જ જોઈ લીધી. ઉપર ચડતાં પહેલાં અગ્રણીઓને બેલાવીને દરવાજે તાળું મરાવ્યું. તે પછી જ તેઓ પિતાના શિષ્ય પરિવાર સાથે પુરુષના ઉપાશ્રયના મેડા ઉપર ગયા. શાસ્ત્રવિચાર [વૈરાગ્ય-કલ્પલતા ] એ મુનિવરે ! આપના સઘળા ય ભયે સમાધિભાવના મુદ્દેગરથી ચૂર ચૂર થઈ ગયા. હવે આપ સ્મશાનમાં કે કેાઈ ભેંકાર ભૂતીઆ ઘરમાં પ્રતિમા સ્વીકારીને રહે ત્યાં ગાત્રે થરથરાવી નાંખે તેવાં ભયંકર રૂપને જુઓ તે ય આપના કેઈ રુવાંડામાં ય ફફડાટ શેનો હોય ? જે મુનિરાજ એક જ વિચાર કરે છે કે “ઘેર ઉપસર્ગો અને પરિષહે મારી ઉપર તૂટી પડે તે ય બહુ બહુ તે મારા શરીરના કકડા કરી નાંખશે; પણ મારી સમાધિના કકડા કરવાની તેમનામાં ય તાકાત નથી.” આવા સ્વ અને પરના સ્વભાવના વિવેક Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર મુનિજીવનની બાળથી પામી ગયેલા મહાત્મા ભયના સંસકારોથી મુક્ત હોય તેમાં શી નવાઈ? - સમાધિમાન્ મુનિરાજ કઈ પણ કારણે ચિત્તમાં ખળભળાટ અનુભવતા નથી. પછી તે કારણે દુષ્ટમાં દુષ્ટ હોય કે ભયભીત કરી દેવા માટેનાં હોય. ઉપસર્ગોના ભારને સહન કરતા એ મુનિએ તે ધરતી જેવા છે. મોટા મોટા પર્વતે અને વિરાટ વડલાઓને ઉપાડતી ધરતી ક્યારેય પણ એ ભારેખમ ભારથી ડગી છે ખરી ? સમાધિભાવને સિદ્ધ કરવામાં અગ્રેસર બનેલા સુનિવર બહુ દૂરનાં, ઘણું લાંબાં અને ખૂબ ઊંચાં એવાં સાધનાનાં સ્થાન ઉપર ચડવામાં ય કદી અંતરમાં ખિન્ન થતા નથી. . - એ તે સમાધિથી અકળાઈ ગયેલા ગધેડા જેવા શક્તિહીન માણસેનું કામ છે. એવાઓનું તે આવાં ઉચ્ચ સ્થાનેએ ચડવા જતાં પતન જ થાય. બિચારા સમાધિભાવના રસાસ્વાદને કદી નહિ પામેલા મુનિવર ! અધ્યાત્મની કઠોર કેડીએ પદાર્પણ કરતાં પહેલાં જ થરથર ધ્રૂજે તે તેમાં શી નવાઈ! આવા નપુંસક જેવા લકે અપવાદાદિ ગુપ્ત શાસ્ત્રમાર્ગો શોધી કાઢીને તેની ઉપર જ – શિથિલાચારને આનંદ માણીને – જીવન પૂરું કરી નાંખતા હોય છે. નબળો માટી! એ વળી એણે શી રીતે ચડી શકે? પણ જે કદાચ કોઈ એને ચુદ્ધ લડવાની ફરજ પાડે તો Page #162 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની માળાથી ૧૫૩ પહેલેથી જ યુદ્ધભૂમિ ઉપરની નાસી જઈને લપાઈ જવાના સ્થાનરૂપ પતા, કાતરા, જગલા વગેરે શેાધી રાખે ખરા. અસમાધિમાન મુનિએ કુતર્ક, ચૈાતિષ, કથા, વૈદક, નાટક વગેરે શાસ્ત્રોને અચૂક ભણતા હોય છે. ન કરે નારાયણ – મુનિજીવનના ઉન્નત સ્થાનેથી, કાઈ કારણે ભ્રષ્ટ થઈ જવાય તેા મા ભણતરથી શટલા નીકળી જાય તે માટેસ્તા. કદાચ - ઉચ્ચ ખાનદાન કુળના સમાધિમાન આત્માઓ દીક્ષા લીધા પછી કી પશુ સંસાર તરફ પાછા વળવાનું ઈચ્છતા નથી. શૂરવીરામાં અગ્રણી યોદ્ધાઓ, મેાતથી ડરી જઈને -રણભૂમિ ઉપરથી કદી ઘર તરફ પાછું વાળીને જોતા હશે ખરા ? મહાભિનિષ્કમણુના પુનિત પંથે પદ્માણ કરતી વખતે એક મહાત્મા હૈયાની જે શ્રદ્ધાની જલતી – ઝળહળતી આગ સાથે સસાર ત્યાગે તે છે જ શ્રદ્ધાની આગને જો તેવી ને તેવી જ જલતી—ઝળહળતી રાખે તા સિહુની માફ્ક ગજના કરીને આંતરશત્રુઓને ઘુમાવતા વિચારતા એ સમાધિમાન મુનિરાજના માં ઉપર કોઈ પણ નાનીસાટી પ્રતિષ્ફળતા, વિષાદની ટીશી પણ ઉત્પન્ન કરી શકે ખરી ? Page #163 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૧૨ બ્રહ્મચર્ય “એ વ્રત જગમાં દી મેરે પ્યારે એ વ્રત પૂજાની ઢાળોમાંની આ પંક્તિ પણ કાનમાં કેવું ગુંજન કરતી રમતી રહે છે ? મુનિ-જીવનનું ટચ કક્ષાનું વ્રત તે બ્રહ્મચર્ય મહાવ્રત. [સર્વથા મૈથુન વિરમણ મહાવ્રત.] આ વ્રતનું જતન પ્રાણના સાટે કરવાનું છે. સ્થૂળથી જ નહિ, સૂક્ષમથી પણ..... કાયાથી જ નહિ, મનથી પણ.... જાહેરમાં જ નહિ, ખાનગીમાં પણ..... પ્રકાશમાં જ નહિ, અંધકારમાં પણ પ્રતિકૂળતામાં જ નહિ, ભરપૂર અનુકૂળતામાં પણ તપ કરીને જ નહિ, ખાઈને પણ સૌથી કઠિન સાધના ! નિષ્ફળ જવાની સૌથી વધુ શક્યતા ! પણ જે અનાદિકાલીન વાસનાઓનું અતિ ઉગ્ર આક્રમણ અનુભવાતું ન હોય તે તે વ્યક્તિને બ્રહ્મચર્યનું પાલન વધુ મુશ્કેલ નથી. Page #164 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી ૧૫૫ તેની નવે ય વાડને વ્રત સમજીને જ પાળો, અને. દેવની અપાર ભક્તિ કરે, ગુરુની અપાર સેવા કરે. યાદ રાખો કે દેવગુરુનું, અહર્નિશ નામ-સ્મરણ એ બ્રહ્મચર્યની દસમી વાડ છે. બ્રહ્મચર્યના પાલનમાં સૌથી વધુ ઉપયેગી તપ છે. ખાસ કરીને ઉપવાસ અને રસત્યાગ. ઉપવાસ નૈમિત્તિક હોય, પણ રસત્યાગ તે કાયમી. હે જોઈએ. કાયમના રસત્યાગ સાથે વારંવાર ઉપવાસ કરનારાને અને પરમાત્મભક્તિમાં રમમાણ થનારાને બ્રહ્મચર્યનું પાલન બીજા માટે જેટલું મુશ્કેલ છે એટલું જ આ પુણ્યાત્મા માટે સરળ છે. વર્તમાનકાળમાં વાડોનું અણિશુદ્ધ પાલન, દેવભક્તિ અને ગુરુકૃપા [દસમી વાડ] આ બધા તરફ કાંઈક ગૌણભાવનું દર્શન થવા લાગ્યું છે. આથી જ સંસાર-- ત્યાગીને પણ ક્યારેક ક્યાંક વાસનાની પીડાની વાત જાણવા મળે છે. બાકી, જે મુનિજીવનને એના સ્વરૂપથી દશવિધ ચક્રવાલ સામાચારીથી માંડીને તેના તમામ ગાથી– બહુમાનપૂર્વક સ્પર્શવામાં આવે તો આ વ્રત પાલન અત્યંત સરળ અને સહજ બની જાય તેમ છે. પણ તેને બદલે ઉપધાન, મોલ્સ, સંઘો, Page #165 -------------------------------------------------------------------------- ________________ -૧૫૬ મુનિજીવનની બાળપેથી યાત્રાએ વગેરે પ્રસંગાના નિમિત્તના રસેાડાના આહાર લેવાશે; વિજાતીય કે સજાતીય સાથે વધુ છૂટ લેવાશે તે આ વ્રતપાલન કોઈ પણ સંચાગમાં સ*ભવિત નહિ રૂમને. મુનિના લેખમાં જ આ વ્રતના પ્રત્યેક સમયે ભુક્કા આલાતા રહેશે. જીવ ખાનદાન કુળમાંથી આવેલે હશે તે કદાચ ભેખ તે નહિ ઉતારે પણ મનના તે એ લાખ લાખ પાપાના કર્તા અને ભાક્તા મની જ જશે. મનના પાપનાં તે કાંઈ આછાં દુઃખ છે! તન્દુલીએ મત્સ્ય મનના પાપે જ જોતજોતામાં સાતમી નારક ભેગા થઈ જાય છે ને ? જો ન જ પાળી શકાય તેમ હાય; આ વ્રત....એટલે કે જો ન જ પાળી શકાય તેમ હોય આ વ્રતની વાડી.... એટલે કે જો ન જ કરી શકાય તેમ હાય તપ કે વિશિષ્ટ ત્યાગ....તા તેણે દીક્ષા ન જ લેવી સારી. આ કાંઈ ખાઈપીને, પડા રહેવા માટે જ જૈની દીક્ષા થાડી છે ? એવી રીતે દીક્ષા લેનારા માટે તા એમ જ કહેવું પડે કે તે સસારના કામના એજને વહેવા માટે કાયર હશે માટે; એ એદી, સુખશીલ આત્માએ દીક્ષા લઈ લીધી ! ના....ઈ એ રીતે આ લેખને કલક્તિ કરો મા ! Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ મુનિજીવનની બાળપોથી જેણે દીક્ષા લીધી હોય તે હવે પાળી જાણે. આવું સર્વોત્તમ કક્ષાનું જીવન ફરી ફરીને મળનાર નથી. ભલું થયું કે આપણને આ જીવન મળી ગયું. હવે તે. નિત નવા ઉમંગે છલાંગ મારીએ; ઉપર ઉપરના સંયમના. કંડકસ્થાનેએ....વારંવાર ઝલક અનુભવીએ; અપ્રમતભાવના ગુણસ્થાનની. પણ તે બધાના મૂળમાં પૂર્ણ બ્રહ્મચર્યનું પાલનભૂલ થાય કે તરત સદ્ગુરુ પાસે પ્રાયશ્ચિતકરણ દ્વારા પૂરેપૂરું શોધન તે અત્યંત આવશ્યક છે. આ પાલન અને શોધન વિના તે નહિ ચાલે; નહિ જ ચાલે, સરળ છે એ પાલન; સરળ છે એ શોધન... ભવભીરુ માટે ! મેક્ષાભિલાષી માટે ! સાચા ખાનદાન માટે ! Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ મુનિજીવનની બાળથી આટલું ધ્યાનમાં લેવા જેવું (૪૩) વિહાર અંગે વિહારમાં ગૃહસ્થ સાથે ન રખાય તે સારું. કેટલાક એવા પ્રદેશોમાં શીલાદિના કારણવશાત સાધવજી મહા- રાજેને પિતાની સાથે માણસ રાખવો જ પડે તે ય તે અંગે પુષ્કળ કાળજી તે લેવી જ રહી. તે માણસ સ્ત્રી હોય તે જ તે વ્યાજબી ગણાય. પુરુષ હોય તે સાવીગણને માટે અતિ સાવધાની જરૂરી ગણાય. સાધુ મહારાજ હોય તો તેમણે ઉપધિ ઉપાડવા માટે માણસ ન રાખવો તે ઉચિત લાગે છે. ઉપધિ જાતે ઉપાડીને કાયાને કસવી જોઈએ એમ લાગે છે. એનું કારણ એ છે કે ઉપધિ માટે ગૃહસ્થ જે સાથે રહે તે તે જે કાંઈ આરંભ, સમારંભ કે વિરાધના કરે તે બધાયમાં આપણી ભાગીદારી નાંધાતી રહે. તે જે સચિત્ત 1 ઘાસ વગેરે ઉપર ચાલે તોય તેને દોષ આપણને લાગે. આથી જ વળાવવા આવનારા ગૃહસ્થને પણ આપણે - વારંવાર ચેતવણી આપવી પડે છે કે તેઓ ઘાસ વગેરે - ઉપર ન ચાલે. આપણું સમગ્ર જીવન આરાધનામય પસાર થવું જોઈએ. થેડીક પણ વિરાધના આપણાથી થાય કે કેઈની Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ મુનિજીવનની બાળપોથી વિરાધનામાં નિમિત્ત બની જવાય છે તે વખતે આપણાં સાડા ત્રણ ક્રોડ રુવાંડાંમાં એકીસાથે સાડા ત્રણ કોડ સયા ભેંકાય, તેવી કારમી વેદનાને આપણને અનુભવ થવું જોઈએ. માણસ સાથે રાખવામાં બીજી પણ ઘણી બાબતમાં છૂટછાટે અને સુખશીલતાએ આવી જાય છે. ક્યારેક તે ધનાદિના પરિગ્રહનું પાપ પણ લમણે ચૂંટે છે. ક્યારેક આહારાદિ સંબંધમાં ય દેષો સેવાય છે. શક્ય હોય તો આ વાત ખૂબ ગંભીરપણે વિચારવાની ભલામણ છે. (૪) શિષ્યોની શિથિલતા અંગે : કયારેક શિષ્ય-વર્તુળમાં કેઈક શિષ્ય વધુ શિથિલ અથવા તે વધુ ઉદંડ બની જતે જોવા મળે છે. આવા સમયે તેના દેષને ગૌણ ગણુને કે તેની સેવા-ભક્તિથી દબાઈને તેને સાચવી રાખવામાં આવે તે આ શિષ્ય માથાભારે તે બને જ; પિતાના ગુરુને પિતાને તાબેદાર તે બનાવે જ; પરંતુ બીજા શિષ્યોને પણ તેનાં પાપને ચેપ લાગીને રહે. બીજાએ પણ ગુરુ તરફ અસદુભાવ દાખવતા થઈ જાય. આવું તે ન જ થવા દેવું જોઈએ. આ માટે પહેલેથી જ કડક હાથે કામ લેવું જોઈએ. છેવટે તે શિષ્યને દૂર કરી દેવા સુધીનું પગલું પણ ભરવું જોઈએ. Page #169 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની ખાળપાયીત સડેલા ભાગ આપણા હાથ હોય તે ય તેનું મમત્વ નથી જ કરાતુ ને ? તેને કાપી જ નાંખવા પડે છે; નહિ તે। સડા અન્ય અગેામાં ફેલાઈ જવાના પા લય ઊભા થાય છે. ૧૬. (૪) પક્ષવાદ અને સગાવાદ અંગે આપણા માટે સર્વોપરી પ્રભુશાસન છે; એને જ મજબૂત કરવુ. જોઈએ. એની મજબૂતીમાં જે કોઇના સહકાર મળે તે બધા માણસા, પક્ષા, સગાઓ મજબૂત થાય તેમાં કશા વાંધા નહિ. પણ શાસનનું નામ લઇને પેાતાનું જ શાસન; પોતાના જ પક્ષ જો કેાઈ મજબૂત કરતુ હાય તા તે જરાય ઉચિત નથી. આવા પક્ષેાની. કે સગાઓની તરફેણ કદી થઈ શકે નહિ. જો કે આ કામ ખૂબ મુશ્કેલ છે; પણ તે કર્યાં વિના ચાલી શકે તેમ પણ નથી. (નુ) કેપ્લીક ભાષા અંગે : જેમ આપણા વનમાં અને વૃત્તિમાં હિંડસા ન. જોઈએ, તેમ વાણીમાં પણ હિંસા કે હિં...સાના પ્રતીક રૂપ શબ્દોના પ્રયાગ ન થવા દેવા. દા. ત., સાબુ કાપી નાંખા; કપડુ' ઊભું' ચીરી નાંખા...વગેરે....આવા પ્રયાગાના સ્થાને આ રીતે ખેલવુ જોઈએ. “મારે સાબુના નાના નાના ટુકડા કરવા છે; તમે કરી શકશે। ?” મા. વજ્રના ઊભા એ ભાગ પાડવા છે. તમે પાડી આપશે ??? 66 Page #170 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળથી ૧૬૧ ભાષાકીય હિંસા પણ આપણા પરિણામની હિંસા કરવામાં ક્યારેક ફાળો નોંધાવે છે. આથી જ ધોધમાર વરસતા વરસાદમાં ધૈડિલ ભૂમિએ જતાં, જગા જ ન મળે અને બીજો કોઈ ઉપાય ન હોય તે તે વખતે લીલા –સચિત્ત–ઘાસ ઉપર પણ સ્પંડિલ બેસી શકાય. પરંતુ તે વખતે “હું લીલા ઘાસ ઉપર છું એમ ન વિચારતાં, હું ધર્માસ્તિકાય ઉપર છું” એમ વિચારવાનું જણાવવામાં આવ્યું છે. હિંસક વગેરે પરિણામે આપણા ચારિત્ર્યધર્મને ક્યારેક મૂળમાંથી નાશ કરે છે, માટે પરિણામ તે ક્યારે પણ નિષ્ફર થવા દેવાં ન જોઈએ. એનું કૂણાપણું, તેમાં જ આપણું ચારિત્ર્યધર્મની સફળતા. (૪૭) પ્રાયશ્ચિત્ત અંગે ? પફખીને એક ઉપવાસ માસીને એક છઠ અને સંવત્સરીને એક અઠમ–તપ તે અવશ્ય કરવાનું છે. તદુપરાંત દર માસી અંગે દસ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત વહવાનું હોય છે. આ સિવાય દર પંદર દિવસે એક વાર સદ્ગુરુદેવ પાસે બધી સ્થૂળ, સૂમ ભૂલનું આલેચન કરીને તેનું પ્રાયશ્ચિત્ત કરી લેવું જોઈએ. પંદર દિવસની અનુકૂળતા ન હોય તે જે રીતે અનુકૂળતા હોય તે રીતેજલદી–સઘળું પ્રાયશ્ચિત્ત તે કરવું જ જોઈએ. મુ. ૧૧ Page #171 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની ખાળપેાથી યાદ રાખે કે કીડી મરી ગઈ; વિજાતીયને સ’ઘટ્ટો થઈ ગયેા....વગેરે સ્થૂળ વાતાના જ પ્રાયશ્ચિત્ત લઈને સૂક્ષ્મ પાપેાને તમારા મનમાં જ છુપાવી ન રાખતા.... એથી તા. માયાનું પાપ સેવાશે અને દાષા જોરદાર અની જશે. ૧૬૨ પ્રશ્નોત્તરી સવાલ (૨૯) : મુનિજીવનમાં કાશી વગેરેની આચા વગેરે ડીગ્રીઓ લેવી જરૂરી ખરી ! જવાબ ઃ મને તેા અંગત રીતે તે જરૂરી જ નથી જણાતું, મક્કે મુનિ-જીવનથી પ્રતિકૂળ જણાય છે. ડીગ્રીએ અને વિશેષણાના પેાતાના જ હાથે ઉપયેાગ, પેાતે જ પત્રિકાઓ વગેરેમાં મૂકવાની પ્રેરણા કરવી.... વગેરે ખાખતા માનવકષાયને સારી રીતે પોષતી હશે એમ મને તે લાગે છે. પણ પૂજ્ય મુનિરાજ કે પૂજ્ય સાધ્વીજી મહારાજથી વધુ વિશેષ શું હાઈ શકે ? “મુનિ” વિશેષણુ તે ગણધર ભગવંત સુધર્માંસ્વામીજીતરફથી તેમની પાટ પર પરાથી-મળેલું ગૌરવવ'તુ વિશેષણ છે. આના કરતાં વધુ ગૌરવવંતુ કોઈ પણ બીજું વિશેષણ હશે ખરું ? Page #172 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી ૧૬૩ | મુનિનું અધ્યયન પણ ડીગ્રી માટે ન હોય, પરંતુ રાગાદિ દેષની હાનિ માટે હેય. ડીગ્રી લેવામાં અધ્યયન કરતાં સર્વત્ર ડીગ્રી-પ્રાપ્તિની જ વેશ્યા બની જાય છે. જેનાથી રાગાદિ દેની વૃદ્ધિ થવાને પૂર્ણ સંભવ છે. સવાલ (૩૦) : જગતના પ્રવાહની જાણકારી માટે દૈનિકે, સાપ્તાહિકે, માસિકે વાંચવાનું મુનિ-જીવનમાં આવશ્યક ખરું ? જવાબ : ના. બધા માટે આવશ્યક નહિ, અનિવાર્ય પણ નહિ, બિલકુલ જરૂરી નહિ, અને ઈચ્છનીય પણ નહિ. વિશિષ્ટ કેટિના વ્યાખ્યાનકાર કે જેઓ શાસનપ્રભાવકે છે તેમની વાત બાજુએ મૂકે. તેઓ તો ગાડ– માસ્તર જેવા છે, જેઓ બીજાને ચાલતી ગાડીએ ચડતાં રેકે છે, છતાં પોતે નિર્ભયપણે ચાલતી ગાડીએ ચડી શકે છે. પણ તેમની ચાલે બીજાએ ન ચાલવું જોઈએ. છાપાઓમાં જાણવા જેવું વાંચવા જતાં “ન જાણવા -જેવું” ઘણું ઘણું આવતું હોય છે. અપરિપકવ અને અપરિણત સાધુએ તેને શિકાર બની જાય તે તેમના સઘળ તપ, ત્યાગના પુણ્ય સળગીને સાફ થઈ જાય. વળી તેમાં યુદ્ધાદિના જે સમાચારો આવતા હોય છે, પક્ષના જે અહેવાલે આવતા રહે છે તે બધામાં છાપું વાંચનારી વ્યક્તિ કદાચ કોઈના ય તરફ ઝૂકી જઈને Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ મુનિજીવનની ખાળપેાથી અનુમાદન કે તિરસ્કારાદિનું માનસિક પાપ અવશ્ય કરી એસે છે. વળી છાપુ' એ શાસ્ત્ર-સ્વાધ્યાયનુ માત મેલાવનારી વસ્તુ છે. એને રસ છૂપા અને તીવ્ર હાય છે. આપણા આત્મહિતની દૃષ્ટિએ તે એ કોઇ પણ હિતકારક નથી. આ વસ્તુને ચેપ પણ અહુ ખરાબ હાય. છે. સહવતી મુનિએ પણ ઉઘાડંગ કે છાનાં છાનાં વાંચતા થઈ જાય છે. એમાં ય ચિત્રલેખા, ફ્લેશ વગેરે જે સાપ્તાહિકા પ્રગટ થાય છે તે તે। અત્યન્ત અશ્લીલ કક્ષાના લેખા. પણ આપે છે. આવા લેખા મુનિના બ્રહ્મચય ના સ`પૂર્ણપણે નાશ કરતા હાય છે. જો બની શકે તે જીવનભર આવાં દૈનિક વાંચજો. મા ! પ્રતિજ્ઞા જ કરી લેજો. તમે ઉગરી જશેા, બીજાએને પણ ઉગારી લેશે. સવાલ (૩૧) : બાળદીક્ષા વર્તમાન દષ્ટિએ કેવી ? છૂટથી કરવા જેવી ! જામ : બાળદીક્ષિતા જેવા શાસનપ્રભાવક થઇ શકે તેવા પ્રભાવક મેટી વયના દીક્ષિતે જલદી ન થઈ શકે એ દૃષ્ટિએ ખાળદીક્ષા જેવી ઉત્તમ ખીજી કાઈ દ્વીક્ષા ન કહેવાય. પણ ઘેાડાને તૈયાર કરવામાં ઘેાડા કરતાં એના ‘જૉકી'ની જવાબદારી વિશેષ હાય છે. જો ‘જાકી' જ Page #174 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી ૧૬૫ નબળે નીકળશે તો તે ઘેડે રેસનો મહાન ઘડે કદી નહિ બની શકે. આજના કાળમાં “જેકી તરીકે જે ગુરુદેવ ગણાય તેઓ જે ખરેખર બાળદીક્ષિતેને તૈયાર કરવાની ક્ષમતા ધરાવતા હોય તે તેમણે બાળદીક્ષા આપવામાં જરા ય પીછેહઠ કરવી ન જોઈએ. પણ આવા ગુરુઓની સંખ્યા મારી દષ્ટિએ ખૂબ જ નાની છે. આંગળીના વેઢે ગણી શકાય એટલી જ છે, નાની વયનાં બાળકોને સંસારીઓની જેમ અહીં પણ લાડ લડાવવાં, ગોચરીમાં સાનુકૂળ વપરાવતા રહેવું; અકાળે વ્યાખ્યાનાદિ કરાવીને લેકરંજન કરાવવું, સ્તવન વગેરે કાલી ભાષામાં બોલાવવાં, સંસારી બાળક સાથે રમવા દેવા, દેડવા દેવા, રમતે લાવી આપવી, વધુ પડતી કથાઓ વાંચવા દેવી..વગેરે જે ચાલતું રહે તે તે ખૂબ જ અનિચ્છનીય લાગે છે. આવા બાળદીક્ષિત થોડીક થોડીક મોટી ઉંમર થતાં જ પતન પામી જવાની પૂર્ણ શકયતા છે. સંસારી પિતા મુનિએ પિતાના સંસારી બાળ-પુત્ર મનકને દીક્ષા આપી પણ તેના કાળધર્મ સુધી સહવત મુનિઓને ખબર પણ ન પડવા દીધી કે તે બાળ–સાધુ તેમને સંસારી પુત્ર છે ! કારણ કે તેમને ભય હતો કે તેવી જાણકારીથી સહુ તેને લાડકોડમાં રાખશે; તેથી તે તેના આત્માનું મેટું અહિત થઈ જશે! Page #175 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી આવા મુનિએ ખરેખર બાળદીક્ષા કરવાની સંપૂર્ણ લાયકાત ધરાવે છે. બાળદીક્ષા દ્વારા શાસનની હીલના કરાવવામાં કયારેક નિમિત્ત બની જાય તેમ લાગે છે. પિતાની શક્તિ જોઈને જ સાધુ કે સાર્વએ ભાર ઉપાડે. નહિ તે ગધેડા ઉપર અંબાડી જેવી દશા થતાં બીજાનું કલ્યાણ તે દૂર રહ્યું, પરંતુ નાહકના સંકલેશમાં ફસાઈ જઈને જાતની જ દુર્ગતિ નક્કી કરી દેવાનું પાપ થઈ જશે. કાળ ખૂબ જ વિષમ આવી ચૂકે છે. બાળદીક્ષા અને યુવતી દીક્ષા કરતાં પહેલાં તે સો સો રાતના ઉજાગરા કરીને વિચાર કરવાની ગુરુવર્ગના માથે ફરજ આવી. પડી છે. તે ફરજ અદા ન કરે તે જુદી વાત, પણ તેથી તે સમગ્ર સાધુ–સંઘને જગતના બજારમાં નિંદાનું નિશાન. બનવાનું થશે. શાસ્ત્રવિચાર [વૈરાગ્ય કલ્પલતા ] SSES સ્વજનવગને પરિત્યાગ કરી ચૂકેલા, કઈ પણ જાતની સહાય કે શરણની અપેક્ષા વિના–એકલવીર બનીને Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ મુનિજીવનની બાળપોથી ઘર ઉપસર્ગોની ઝડી વચ્ચે પણ આંતરદષ્ટિને કદી નહિ મીંચનારા, સમાધિના યંત્રથી શેકરૂપી કાંટાને સદા માટે બહાર ખેંચી કાઢનારા હે મુનિરાજ ! આપને ધ્યાનભંગથી પણ અધીરતા ન આવે તેમાં કશી નવાઈ નથી. - શુદ્ધ અનુસૂત્રનય માત્ર વર્તમાન ક્ષણનું જ અસ્તિત્વ માને છે. આ નથી વર્તમાનમાં જ વિચરણ કરીને સમાધિની રિથરતા પ્રાપ્ત કરી છે તે તપવાઓ અન્ય કર્મના બદલા આપવામાં જ મગ્ન એવા સ્વ–પરને શેક કરતા નથી. ભૂત, ભાવીને ભૂંસીને ચગી માત્ર વર્તમાનમાં જ જ્ઞાતા દ્રષ્ટાભાવે વિચરે છે. સ્વપરને મળતાં કર્મફળમાં તે તટસ્થ રહે છે. ભેદવિજ્ઞાન સિદ્ધ થયા બાદ સ્વપરનેકરેલા કર્મના બદલારૂપે-મળતી શાતા કે અશાતાને કર્મની [ ત્રિગુણની ] રમત માનીને સિદ્ધ ભગવંતની જેમ ચગી વધુ તટરકપણે જુએ છે, પણ રીસે ભરાઈને શોક કરતા નથી. વીતી ગયેલી વાતને શક નથી, આવનારી વાતને અત્યારથી વિચાર નથી, વર્તમાન પ્રત્યેક ક્ષણ ચિત્તશુદ્ધિમાંથી પસાર થઈ રહી છે. આવી સમાધિને જે મુનિવર વિસ્તારી રહ્યા છે તેમને ક્રોધનો તે સંભવ જ કયાંથી હોય ? શું મુનિરાજેને પિતે ભૂતકાળમાં અનુભવેલે કોઈ અદ્દભુત સંસાર સહસા યાદ આવી જાય છે ? જ્ઞાત રહે છે. તાપમાન સિદ્ધ થઈ શકે Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ મુનિજીવનની બાળથી - તે એ સંસાર ત્યાગ્યાને લગીરે અફસોસ એમને તે નથી. તેનું કારણ જાણે છે ? એ કારણ છે અત્યંત રુક્ષ–ભેજનનું વ્રત. રુક્ષભેજીને સંસાર યાદ આવે તે ય તેનાથી સમાધિના મનને લગીરે આંચકો પહોંચતું નથી. અહે ! સમાધિના મંત્રથી શોકનાં ભૂતડાંઓને જેમણે કબજે કરી લીધાં છે એવા અ–શેક મુનિએ ! આપને પ્રણામ. એ, ઉગ્રવિહારકારી મુનિવરે ! એ સર્વદેષમુક્ત કઠેર ભિક્ષાશુદ્ધિના આરાધકો ! ઓ અસહા ઘેર તપના સ્વામીઓ ! આપને કદાપિ ચિત્તમાં વિહ્વળતા ઉત્પન્ન થતી નથી ? ઉત્તરઃ ના....કદાપિ નહિ. કેમકે આ બધું ય ચિત્તમાં એક એવી સમાધિની મસ્તીની જમાવટ કરવા માટે જ હાથે કરીને સ્વીકાર્યું છે, પછી વિહ્વળતા શેની? અને સાચે જ આ ઉગ્ર સાધનાના ફળરૂપે કેઈ અને ખી ચિત્તમસ્તીની ઝલક અનુભવવા મળે છે. સમાધિના રસમાં મહાલતા મહાત્માઓની તે શી વાત કરવી ? ભયંકર આફતમાં તે ધીર પુરુષો મુકાઈ જાય ત્યારે તેઓ કરુણા... બિચારાપણની દશાને કદી અનુભવતા નથી. ભયંકર અગ્નિની ભઠ્ઠીમાં ફેંકાઈ જાય તે ય સત્ય Page #178 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપેાથી ૧૬૯ સુવર્ણનાં સ્વરૂપમા લગીરે ફેરફાર થયેલા કેાઈએ કદી સાંભળ્યેા છે ખરા ? અત્યન્ત વિશુદ્ધ સમાધિભાવથી રસતરબેાળ થએલા ધીર મુનિવરોની કાયાના રૂંવાડે રૂંવાડે તણખા ઝરે તા ચ તેમની આંખેા આંસુથી લગીરે ભીંજાતી નથી. પ્રલયકાળના અગ્નિના ગગનપી ભડકાઓથી કયારેક સુવણુ મેરુ લપેટાઈ જાય તે ય તે શુ. આગળી જાય ખરા ? હાર્દિક અનુમાદન (૧૨) એ હતા; પૂરા પાપભીરુ મહારાજ, જલદી જલદી ટપાલ લખવાની તેા વાત જે શેની હાય ? પણ કયારેક ન છૂટકે ટપાલ લખવી પડે તે એક પેાસ્ટકાર્ડ લખે તા ખરા; પણ લખ્યા ખાદ આઠ દિવસ સુધી તેમની પાસે જ તે કાડ પડી રહે. કાઈ શ્રાવક વઢન કરવા આવે તેા અચકાતાં અચકાતાં પૂછે કે, “પુણ્યશાલી ! તમે પાસ્ટના ડખ્ખા છે એ ક્રિશામાં જવાના છે! ખરા ? Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ મુનિજીવનની બાળથી પેલા ભક્ત ભાઈને જવાબમાં શંકા પડે એટલે. મહારાજ કાર્ડ નાંખવા ન આપે. તેમનું મન બેલી ઊઠે, “મારા નિમિત્તે એ કાર્ડ નાંખવા માટે એ દિશામાં. જાય તે મને કેટલે દેષ લાગી જાય ?” પણ છેવટે કઈ એ ચગ્ય માણસ મળે અને ત્યારે તે કાર્ડ આપે. પણ તે ય તે રીતે તેમનું મન વારંવાર એક વિચાર તે કર્યા જ કરે કે, “એ ડબ્બામાં જ્યારે કાર્ડ પડયું હશે ત્યારે ત્યાં અંદર કેઈ જીવજંતુ હશે તે ?" મેં તે ત્યાં પૂર્યું જ નથી ! અરે રે રે ! કેવી વિરાધના થઈ ગઈ !' ધન્ય છે આવા મહાત્માઓને ! જેઓ સાચા અર્થમાં જિનશાસનના પ્રભાવક છે ! (૬૩) એ ખાખી મહાત્માને ખબર પણ ન હતી કે દૂધપાક કોને કહેવાય? કઈ વાર દૂધપાક વાપરવાને પ્રસંગ આવ્યું ત્યારે તે વાપરતાં તેમણે પિતાના શિષ્યને કહ્યું, “ભાઈ ! યહ કહી તે બહુત મીઠી લગતી હૈ !” (૬૪) ગુરુ દેવની બૂમ પડતાં જ શિષ્ય દેડી આવતા. ક્યારેક રાત્રે ગુરુદેવ બૂમ પાડીને શિષ્યને બોલાવતા. શિષ્ય “જી” કહેતાંક તેમની પાસે પહોંચી જતા. પણ વૃદ્ધ ગુરુ દેવ અર્થતંદ્રામાં તરત ઊંઘી જતા. એક વાર શિષ્ય હાથ જોડીને ત્યાં જ રહી ગયા. રાતના બે વાગી ગયા ત્યારે માત્રુ કરવા માટે જાગેલા ગુરુદેવે શિષ્યને ઊભેલા જોઈને પૂછ્યું, “કેમ ઊભે છે? ક્યારથી Page #180 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી ૧૭૧ ઊભે છે?” શિષ્ય કહ્યું, “આપે બેલા માટે આવીને ઊભું છું. રાત્રે નવ વાગ્યાથી ઊભું છું.” (૬૫) આરોગ્યના કારણવશાત એ મહાત્માને વૈદરાજે ખાસ બનાવીને તૈયાર કરાવેલું (આધાકમ) મગનું પાણી રોજ એક વાર વાપરવાની ફરજ પાડી. મહાત્માજી મગનું પાણી લેતા, પણ તેના પ્રત્યેક ઘૂંટડે નિસાસે નાંખતા અને બેલતા, “આ આધાકમીનું પાપ મને શા માટે કરાવો છે? મારું શું થશે ?” આ મહાત્મા નિર્દોષ. રોટલી, પટેલના ઘરની જાડી–લડું હોય તે ય પ્રેમથી (નિર્દોષ છે તેના આનંદથી) વાપરતા; અને મગના પાણીમાં ભારોભાર નિસાસા નાંખતા ! Page #181 -------------------------------------------------------------------------- ________________ એક મહાત્માની નોંધ પરિશિષ્ટ-૧ સાધુજીવનની સારમયતા મુમુક્ષુ આત્માને વ્યક્તિગત કલ્યાણની સાધના પ્રધાન “હાય છે, તેની સાચવણી-ખીલવણીને સાપેક્ષ રહીને સવ કા કરવાનાં હોય છે, માટે મુમુક્ષુ આત્મા અનંત પુણ્યરાશિના અતિપ્રક ના પરિણામે મેળવેલ પ્રભુશાસનના લેાકેાત્તર સયમની આરાધનાનાં અનુકૂળ સાધનેાની સફલતા યથાચેાગ્ય શી રીતે મેળવી શકાય તે અંગે શ્રી આચારાંગ આદિ શાસ્ત્રોમાં નાના પ્રકારનું વર્ણન છે, તે બધાના આધારે ઉપયાગી અભ્યાસક્રમ અહીં જણાવાય છે. ૧. પ્રથમ તે સાધુ-સાધ્વીએ દીક્ષાને પરમા સમજી માહ્ય જીવનમાંથી આંતરિક જીવન જીવવા માટેની પૂર્ણ તૈયારીવાળા જીવન જીવવા માટેની પેાતાની જવાબદારી ધ્યાનમાં રાખીને, પરમ હિતકારક જ્ઞાની ભગવંતાના વચાને પૂર્ણ વફાદાર રહેવુ ઘટે, તે વચનેા પણ પેાતાની બુદ્ધિની તુચ્છતાના કારણે સંપૂર્ણ –યથા ન Page #182 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળાથી ૧૭૩r સમજાય તેવા પ્રસંગે પણ સાક્ષાત ઉપકારી પિતાના ગુરુભગવંત પ્રતિ પૂર્ણ વિનયભાવે નમ્રતા દાખવી પોતાના આત્મિક વિકાસ માટે પૂર્ણ જાગૃત રહેવું ઘટે. ૨. દીક્ષા લીધા પછી રોજની ઉપાગી ક્રિયાઓની શુદ્ધિ અને જયણાપૂર્વક પાલન થાય, તે માટે વિધિનું સંપૂર્ણ જ્ઞાન મેળવી યશાશક્ય પ્રયત્ન કરી વિધિપૂર્વક પાલન માટે નિરંતર ધ્યાન રાખવું. ૩. આવશ્યક સૂત્રેના અર્થો, સામાચારીની નિર્મલતા, આવશ્યક ક્રિયાની સમયાદિવ્યવસ્થાપૂર્વક નિયત વ્યવસ્થા અને આચારપ્રધાન સાધુજીવન જીવવા આદિની તત્પરતા માટે શક્તિસંપન્ન આત્માએ પ્રયત્નશીલ રહેવું જોઈએ. ૪. દીક્ષા લીધા પછી પહેલી તકે નીચે જણાવ્યા મુજબ પ્રાથમિક અભ્યાસ કરવો જરૂરી છે. જેનાથી આત્મા સંયમ–વિવેકની મહત્તા સમજી વ્યક્તિગત આત્મિક લ્યાણની સાધનાને સાધવા ઉદ્યત થઈ શકે. ૧. આવશ્યક ક્રિયાનાં સૂત્રો (અર્થ સાથે) શક્ય હોય તે સંહિતા, પદસંધિ, સંપદા અને ઉચ્ચારશુદ્ધિની એગ્ય કેળવણી મેળવવી જરૂરી છે. ૨. શ્રીદશવૈકાલિક સૂત્ર (અર્થ સાથે) સંસ્કૃત ન જાણનારે પણ ગુરુમુખે આખા ગ્રંથને. અર્થ ધારી, તેમાંથી દધ્યાન રાખવા લાયક નેંધ કરી Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ મુનિજીવનની બાળથી રે જ તે સંબંધી રોગ્ય ઉપગની જાગૃતિ રાખવા પ્રયત્ન સેવવો. આખા દશવકાલિક સૂત્રને વેગ ન બને તેમ હોય તે પણ પહેલાં પાંચ અધ્યયને, આઠમું, દશમું અને, : છેલ્લી બે ચૂલિકાઓ ખાસ ગુરુગમથી અર્થ સહિત ધારવી તેમજ દશવૈકાલિક સૂત્રનાં દશ અધ્યયનની સજઝાએ ગુરુગમથી ધારવી અને બને તે ગેખવી. ૩. શ્રીઓઘનિયુક્તિ ગ્રન્થની વાચના ગુરુમુખે લેવી અને તેમાંથી વિહાર, ગોચરી, પડિલેહણ, સ્વાધ્યાય, સ્પંડિલભૂમિ, રોગ-ચિકિત્સા, પાત્રલેપ આદિ સંબંધી ગ્ય જ્યણા આદિની નેંધ કરવી. ક વૈરાગ્યવાહી ગ્રાનું વાંચન-મનનાદિ જેમકે શ્રી અધ્યાત્મકલ્પદ્રુમને બીજે, પાંચમે, આઠમે, નવમે, અગિયારમ, તેરમે, અને પંદરમે અધિકાર, શ્રી પ્રશમરતિ, શ્રીજ્ઞાનસાર, શ્રીઉપદેશમાલા, શ્રીશાંતસુધારાસગ્રંથ, શ્રી રત્નાકર પચીશી, શ્રીહૃદયપ્રદીપ છત્રીસી, શ્રી કુમારપાલ ભૂપાલ રચિત સાધારણજિન સ્તવન વગેરે છે. ૫. દ્રવ્યાનુયેગને પ્રાથમિક અભ્યાસ ચારે અનુગમાં પ્રધાન ચરણકરણનુગની મહત્તાસફલતા દ્રવ્યાનુયેગની સાપેક્ષ વિચારણા પર અવલંબે - છે, માટે પ્રાથમિક કક્ષામાં વર્તતા બાલજીને માટે Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ મુનિજીવનની બાળપોથી ચરણકરણાનુગ અમુક ક્રિયાઓના શુભ આસેવનના બલે આત્મિક સંસ્કારોના ઘડતરની ભૂમિકા તૈયાર કરે છે. પણ સાધુજીવનમાં તે તે ભૂમિકા ઉપર યોગ્ય સંસ્કારનું મજબૂત મંડાણ કરવાનું હોય છે, તેથી દ્રવ્યાનુયોગની સાપેક્ષપ્રધાનતા (પોતાના માટે) જરૂરી છે. માટે ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ચાર, કર્મગ્રંથ, (શક્તિ–લોપશમ આદિની અનુકૂળતા હોય તો છ કર્મગ્રંથ, નહિ તે ચારથી સામાન્ય ખ્યાલ આવી રહે છે) શ્રી તત્વાર્થ સૂત્ર, શ્રી -નયકણિકા, શ્રી પ્રમાણુનયતત્ત્વાકાલંકાર અને શ્રી દ્રવ્યગુણપર્યાયને રાસ સમક્તિના ૬૭ બેલની સજઝાય ગદષ્ટિની સઝાય વગેરે તાત્વિક વિચારના પ્રાથમિક ગ્રંથનું અધ્યયન જરૂરી છે. આમાંના કેટલાક સંસ્કૃત ભાષા અને શાસ્ત્રીય જ્ઞાનની પ્રૌઢતા માગે તેવા છે, છતાં સંસ્કારરૂપે યત્કિંચિત્ અંશે પણુ ગુરુગમથી બુદ્ધિનું પરિકર્માણ કરવા ઉપયોગી હેવાથી તેવા ગ્રંથો પણ આમાં જણાવ્યા છે. ૬. ઉપર મુજબનું પાયાનું તાવિક–શિક્ષણ મળ્યા બાદ શક્તિસંપન્ન આત્માએ સ્વકલ્યાણની સાધનાને અનુકૂલ સર્વ સાધનને સંપૂર્ણ વ્યવસ્થિત ઉપગ જયણાપ્રધાન જીવન જીવવારૂપે કર્યા બાદ વધેલી શક્તિને પરકલ્યાણમાં ઉપયોગ કરી કર્મનિજેરાના માર્ગે જલદી આગળ વધી શકાય, તે માટે સંસ્કૃત ભાષાને અભ્યાસ કરવા પ્રયત્નશીલ થવું ઉચિત છે, નહિ તે દીક્ષા લીધી અને દીક્ષાના વાસ્તવિક ભાવાર્થને જીવનમાં ઉતારવારૂપે Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ મુનિજીવનની બાળપોથી સ્વકલ્યાણને અનુકૂલ અધ્યવસાયશુદ્ધિનાં સાધને તાત્વિક શિક્ષણ દ્વારા મેળવ્યા ન હોય અને પરકલ્યાણની ભાવનામાં સંસ્કૃત ભાષા આદિના અભ્યાસથી પડી જવાય, તો જીવનમાં પડેલા અનાદિકાલના સંસ્કારે માન-અભિમાન, જનરંજન, બહિર્ભાવની વૃત્તિ આદિ સ્વરૂપે આત્માને સંયમના મૂલ ધ્યેયથી ખસેડી મૂકે તેમ પણ બનવા સંભવ છે. આમ છતાં ઉપર જણાવેલ બાબતેમાં યોગ્ય. ગીતાર્થજ્ઞાની ગુરુ ઔચિત્યાનૌચિત્યને વિચાર કરી ગ્ય રીતે પ્રવતી શકે છે, પણ સામાન્યતઃ વેચ્છાથી પ્રવર્તી નારા આત્માઓ શુભ ભાવના હોવા છતાં કેટલીક વાર વિપરીત અવસ્થામાં મુકાઈ જાય છે. માટે ઉપર જણાવ્યા મુજબ સાધુપણાના સારરૂપે. સ્વકલ્યાણની સાથે અન્ય આત્માઓના હિતને સાધવારૂપને લાભ મેળવવા પ્રાથમિક ઘડતર માટે ઉપયેગવંત થવાની. જરૂર છે. પરિશિષ્ટ-૨ સંયમપાલનની વિશિષ્ટ મર્યાદાઓ ૧. વિગઈ વાપરવી તે સાધુ માટે પા૫ છે, કારણે ગુરુ મહારાજની અનુજ્ઞા મેળવીને પ્રમાણસર વાપરવા ઉપગ રાખ. Page #186 -------------------------------------------------------------------------- ________________ મુનાજીવનની બાળમેથી, ૨. દિવસે ઊંઘવું તે સાધુ માટે દૂષણ છે, ૩. દોડવુ કે જલદી ચાલવુ તથા રસ્તે ચાલતાં. હસવું કે વાર્તા કરવી સાધુ માટે ઉચિત નથી. ૧૭૭, ૪. ભૂલ થઈ જાય તા સરલ ભાવે ગુરુ મહારાજ આગળ નિખાલસ ઇકરાર કરવા જોઇએ, ૫. કપડાંના કાપ બહુ મેલા થયા પહેલાં ન જ કાઢવા. ૬. વાર વાર વાપરવું કે વાસના પાષવા ખાતર વાપરવુ' ઉચિત નથી. ૭. સારી વસ્તુ આપણી પાસે આવી હાય તા ખીજા સાધુની ભક્તિ કરવી જોઈએ. ૮. ગુરુ મહારાજ આવે ત્યારે સત્થએણ વ’દાર્મિ’ કહેતાં જ ઊભા થવુ જોઈએ. ૯. પેાતાની બુદ્ધિના ઉપયાગ શુરુઆજ્ઞા થયા પછી કદી પણ ન કરવા. “બહુવેલ સખ્રિસાઉ” આદેશના મને સમજવાની જરૂર છે. ૧૦. કાઈ પણ ચીજ મંગાવવી હાય કે કંઈ પણ કામ કરવું હોય તે ગુરુ મહારાજને પૂછવું' જોઈ એ. ૧૧. અને ટ કનુ પ્રતિક્રમણ મર્યાદાપૂર્વક શુદ્ધ ઉચ્ચાર સાથે એકાગ્રતાપૂર્વક કરવુ જોઈ એ ૧૨. મુહુપત્તીના ઉપયેાગ ખરાખર જાળવવે. ૩. ૧૨ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ મુનિજીવનની બાળપોથી ૧૩. શ્રાવકે-ગૃહસ્થને “આવ જાઓ” “આ કરે–તે કરે” એમ આદેશાત્મક વચન કહેવાય નહિ. ૧૪. રસ્તામાં ચાલતાં આડું અવળું જેવું નહિ, વાત કરવી નહિ, ભણવું, ગેખવું કે આવૃત્તિ પુનરાવર્તનાદિ પણ ન કરવું. ૧૫. ઈસમિતિને ઉપગ બરાબર જાળવે. ૧૦. કેઈની પણ નિંદા સાંભળવી કે બોલવી નહિ. ૧૭. સ્ત્રીને જાણી-જોઈને આંખથી ધારી જેવી નહિ. [એ જ રીતે સાધ્વી માટે પુરુષનું સમજવું.] ૧૮. વાપરતાં પહેલાં પાતરામાં અને પડિલેહણ વખતે વસ્ત્રાદિમાં બરાબર દષ્ટિ પડિલેહણ કરવું જોઈએ. ૧૯ બીજા સાધુના પાતરા તરફ નજર ન કરવી કેએને શું આપ્યું કે “એણે શું વાપર્યું' આદિ. ૨૦. સાધુએ શરીરને અનુપયોગી ચીજો વાપરવાની ટેવ છેડવી જોઈએ. ૨૧. ઓછું, સાદું અને વૃત્તિ સંક્ષેપપૂર્વક વાપરવાથી સારી ભાવનામાં આવે છે. ર૨. કઈ પણ સાધુ કામ બતાવે તો હર્ષ પૂર્વક તે કરવા તૈયાર થવું જોઈએ. ૨૩. સંયમનાં ઉપકરણે સિવાયની ચીજોને ઉપગ સાધુ માટે અનિષ્ટ છે. ૨૪. “સારી વસ્તુ બીજાઓને ભલે મળે! મારે ગમે વસ્તુથી ચાલશે” આવી ભાવના હૈયામાં નિરંતર રાખવી. Page #188 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળથી ૧૭૯ ૨૫. વાપરતાં પહેલાં ગુરુ મહારાજને પૂછવું જોઈએ કે “આ ગોચરી.............પાણી વાપરું ? - ૨૭. બિમારી આદિ આગાઢ કારણ વિના નવકારશીનું પચ્ચ૦ સાધુ માટે ઉચિત નથી. ૨૭. સવારમાં ઊઠતાં જ શ્રી નવકાર મહામંત્રનું સ્મરણ કરવું જોઈએ, અને ગુરુમહારાજના ચરણમાં મસ્તક ઝુકાવી આત્મસમર્પણને ભાવ કેળવવો જોઈએ. ૨૮. સવારમાં દશ વાગ્યા સુધી કંઈ પણ નવું આગમિક, પ્રાકરણિક કે સૈદ્ધાતિક ગોખવું જોઈએ. ૨૯. સ્તવન સજઝાય આદિ સવારના દશ વાગ્યા પહેલાં ન ગેખાય. ૩૦. ક્રિયાઓમાં લોચા કે અવિધિ કરવાથી વિરા. ધનાનું ભયંકર પાપ બંધાય છે. ૩૧. સવારે રાઈપ્રતિ સૂર્યોદયથી બે ઘડી પહેલાંની મર્યાદાએ કરવું—પણ ચાર વાગ્યે ઊઠી તે જવું અને ચાર લેગસ્સનો કાઉ–કરી ત્યવંદન અને ભરફેસરની સઝાય સુધી કરી મંદસ્વરે સ્વાધ્યાય અથવા વિવિધ કાઉસ્સગ્ન કરવા. ૩૨. સવારે ચાર વાગ્યા પછી સંથારામાં પડી રહેવું સાધુને શેભે નહિ. ૩૩. સંયમનાં ઉપકરણે, ભણવાનાં પુસ્તકો આદિ સાચવીને વ્યવસ્થિત રાખવાં જોઈએ. ૩૪. સારાં કપડાં કે સારું વાપરવાનું મળે તે વિચાર પણ ન આવવા દે. સંયમપોગી શુદ્ધ યથા Page #189 -------------------------------------------------------------------------- ________________ સાફ માટે આ હાર એર વગર કારણે ૧૮૦ મુનિજીવનની બાજુથી સમયે જેવા મળે તેવા વસ્ત્રા-આહારથી ચલાવી લેવાની વૃત્તિ કેળવવી. ૩૫. વાપરવું એ સંયમી માટે વેઠપ છે. શરીરને નભાવવા માટે ન છૂટકે કરવાની તે ક્યિા છે, માટે તેમાં એ ઘડીથી ઉપરાંત સમય ન થવા દેવું જોઈએ. . આયંબિલને તપ સાધુ માટે અમૃતરૂપ છે. વિગઈવાળો આહાર ઝેરરૂપ છે. આ વાત ધ્યાનમાં રાખી વગર કારણે મિષ્ટ પદાર્થો કે વિગઈઓને વધુ પડતું. પરિભગ સાધુએ ન કરે જોઈએ. ૩૭. સંયમનાં સઘળાં ઉપકરણો અને પુસ્તકે વગેરેનું સવાર-સાંજ જયણાપૂર્વક પડિલેહણ કરવું જોઈએ. સાધુને કઈ પણ ચીજ પડિલેહણ કર્યા વિનાની વપરાય. જ નહિ.' ૩૮. સાધુની કોઈપણ ચીજ રસ્તામાં રખડતી કે જ્યાં ત્યાં પડી ન રહેવી જોઈએ. તેમ કરવાથી સંયમના ઉપકરણની અવહેલના–આરાધવા તેમજ અયતના અધિકરણને દેષ લાગે છે. ૩૯ રસ્તામાં સામેથી કેઈ પણ સાધુ મળે તે. વિનયપૂર્વક હાથ જોડી મુખ આગળ મુહપત્તિ રાખી “મFણ વંદામિ' કહેવું. ૪૦. સંયમની નાવમાં બેઠા પછી તેના કર્ણધારખલાસીસમા ગુરુમહારાજની આજ્ઞા અનુસાર વર્તન રખાય તે ભવસમુદ્રથી પાર પમાય, અન્યથા સંભવ નથી. ૪૧. સારું સારું વાપરવાથી, સારી ચીજોને ઉપયોગ Page #190 -------------------------------------------------------------------------- ________________ -મુનિકવનની બાજથી ૧૮૧ કરવાથી મારું પુણ્ય ખૂટે છે અને નવું પાપ બંધાય છે. એમ વિચારવું. ૪૨. પાંચ તિથિએ શૈત્યપરિપાટી જરૂર કરવી. ૪૩. પર્વ તિથિ અને વિશિષ્ટ દિવસેએ ચાલુ દિવસ કરતાં કંઈક વધુ તય કરે. ૪૪. સાધુએ દુનિયાની સઘળી પંચાત મૂકી દઈ આપણા જીવનની શુદ્ધિને ખ્યાલ બરાબર કેળવ.. ૪૫. બ્રહ્મચર્ય સંયમને હાથ છે, તે વિના સંયમ મુડદા જેવું છે માટે બ્રહ્મચર્યની નવ વાડોનું પાલન રાબર કરવા માટે ઉપયેગવંત રહેવું. ૪૨. સાધુએ બોલવામાં કદી પણ “જકારનો પ્રયોગ ન કરો . પરિશિષ્ટ-૩ સ ચ મ ની સાધ ના ૪ ૫ ૫ દ ડી ઓ છે. ૧. ગુરુ આજ્ઞા એ સંયમસાધનાને મુખ્ય પ્રાણ છે, -તે વિના કદી પણ આત્મકલ્યાણના પથે પ્રયાણ શકય જ નથી. ૨. ગુરુમહારાજને ઉપકાર રેજ સ્મરણ કરે જોઈએ–કે મને ભવસમુદ્રમાં પડતે કેવો બચાશે? અને Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ મુનિજીવનની બાળથી બચાવવા હજી પણ નિષ્કારણ કરુણા વરસાવી રહ્યા છે. ૪. ગુરુમહારાજ કાંઈ પણ કહે–આજ્ઞા કરે, ભૂલ થતાં તે સંબંધી ઠપકે આપે કે કદાચ કઠોર સ્વરે તર્જનાદિ પણ કરે, આ બધું મારા આત્માના એકાંત હિતઅર્થે છે. મારા ભાવગને હઠાવવા તેની તીવ્રતા આદિની અપેક્ષાએ મૃદુમધ્ય–તીવ્ર–કે કડવા ઔષધેના વિવિધ પ્રગોની પ્રક્રિયા પૂ. ગુરુદેવ અપનાવી રહ્યા છે ! ! ! આ જાતની શુભ ચિંતના વિવેકબળ ટકાવવી. જરૂરી છે. ૫ પૂજ્ય અને ઉપકારી ગુરુદેવ કે વડીલની સામે કદી પણ જેમ તેમ અસભ્યન બેલાય. આ માટે પૂરતું ધ્યાન રાખવું- ૬ શરીરને જેટલું ઈચ્છાપૂર્વક કષ્ટ આપીએ તેટલી પાપોની વધુ નિર્જરા થાય છે. ૭ પાંચ મહાવ્રતનું પાલન પિતાના વહાલા પ્રાણોની. જેમ કરવું જોઈએ. ૮ કોઈ પણ સાધુના દોષ આપણાથી જેવાય નહિ બીજાના દોષ જેવાથી પિતાને આત્મા દેષવાળો બને છે. કાળું જેવાથી મન કાળું બને છે, ઉજળું જેવાથી મન ઉજળું બને છે. ૯ બીજાના ગુણે જ આપણે જેવા જોઈએ. ૧૦ કોઈની પણ અદેખાઈ–ઈર્ષા સાધુથી ન કરાય. ૧૧ બીજાની ચઢતી જેઈને રાજી થવું જોઈએ. ૧૨ “દરેકનું ભલું થાઓ?’ આવી ભાવના નિરંતર , રાખવી જોઈએ. Page #192 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી ૧૮૩ ૧૩ પોતાના ઉપકારી ગુરુમહારાજના દોષો કે ભૂલે તરફે કદી પણ નજર ન જવા દેવી. ૧૪ શરીરની જ સંભાળ કરનાર સંસારી કહેવાય. આત્માની જ સંભાળ માટે સાવધ રહે તેનું નામ સાધુ ૧૫ શું ખાઈશ? કયારે ખાઈશ? શું મળશે? અમુક ચીજ નહિ મળે તો ? આદિ આદિ ક્ષુદ્ર વિચારણા કરવી ઉચિત નથી. ૧૬ ગમે તેવો કડવો બેલ (શબ્દ) સહન કરે તે સાધુ ૧૭ “હું” અને “હારુ” ભૂલે તે સાધુ, ૧૮ “સારી વસ્તુઓ બીજાઓને ભલે મળે ! હારે ગમે તેવી વસ્તુથી ચાલશે” આવી ભાવના વારંવાર કેળવવી. ૧૯ હસવું તે સાધુ માટે પાપ છે. ૨૦ કેઈની પણ મશ્કરી સાધુથી કરાય જ નહિ. ૨૧ ગમે તેવી પણ કોઈની ખરાબ વાત સાંભળવી નહિ, કદાચ સંભળાઈ જાય તે પેટમાં જ રાખવી. ૨૨ કોઈની પણ નિંદા કરવી નહિ તેમજ સાંભળવી પણ નહિ. ૨૩ સ્વભાવ શાંત રાખવે. ૨૪ “સંસાર દુઃખની ખાણ છે અને સંયમ સુખની ખાણ છે” આ વાત બરાબર યાદ રાખવી. - ૨૫ કઈ પણ વાતને કદાગ્રહ ન રાખ. ૨૬ હંમેશાં સામા માણસના દષ્ટિબિંદુને સમજવા પ્રયત્ન કરે. ર૭ કઈ પણ વાતમાં “જકારને પ્રયોગ ન કરે Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ મુનિજીવનની બાળપાણી - ૨૮ ગુરુમહારાજ વાતમાં હોય કે કામમાં હોય ત્યારે કંઈ પૂછવું નહિ. - ર૯ ગુરુમહારાજની અનુકૂળતાઓ સાચવવી એ જ સંચમશુદ્ધિ માટે જરૂરી ગુરુવિનયની પ્રાથમિક ભૂમિકા છે. - ૩૦ આપણા હિતની વાત કડવી હોય તો પણ હસતે મુખે સાંભળવી. ૩૧ ઓછી ચીજોથી ચલાવતાં શીખવું જોઈએ. જરૂરિયાત ઘટાડવી એ સાધુતાની સફળતા છે. ૩ર મરણ જ્યારે તેનું કંઈ ધરણુ નથી, માટે શુભ વિચારને અમલી બનાવવામાં પ્રમાદી ન રહેવું. ૩૩ આપણી પ્રશંસા–વખાણ સાંભળી કુલાઈ ન જવું. તેમજ નિંદા સાંભળી ધ ન કરે. ૩૪ “આત્મામાં અનંત શક્તિ છે' એ વિચારીને તેને બરાબર દઢ રીતે કેળવી સયમ, જ્ઞાન, ધ્યાન અને તપની પ્રવૃત્તિમાં વીત્સાહપૂર્વક આગળ વધવા પ્રયત્નશીલ રહેવું. ૩૫ સંચમાનકૂલ કેઈ પણ પ્રવૃત્તિમાં કાયર કદી ન બનવું, કદાચ પરિસ્થિતિવશ આચારથી કાયરતા આવે છે પણ વિચારોથી કાયર કદી ન બનવું. ૩૬ આંખ, કાન, જીભ વગેરે ઇદ્રિ ડાકુ છે, તે આત્માનું બધું પુણ્યધન લૂંટી લે છે, માટે ઈન્દ્રિયે કહે તેમ ન કરવું–પણ જ્ઞાનીઓ જેમ કહે તેમ કરવું. ૨૭ મધુર ખાવાની સારી ચીજે કે જોવાલાયક સુંદર પદાર્થો ખરેખર ઝેર છે, તેનાથી આત્માને અનંત જન્મમરણ કરવા પડે છે માટે ઈન્દ્રિયનિગ્રહ સાટે સાવચેત રહેવું. Page #194 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી ૩૮ પરસ્પૃહા એ મહાદુઃખ છે, તૃણુને વિન્થ એ સુખની ચાવી છે, માટે જેમ બને તેમ મુનિએ નિ હતા ખૂબ કેળવવી જોઈએ. ૩૯ વિનય વગરના મોટા તપની કે ભણવાની કંઈ કિંમત નથી. ૪૦ સાધુ જે સંયમની પાલના આરાધક ભાવથી કરે તે મેક્ષની કે દેવલોકની પ્રાપ્તિ કરે છે–પણ વિરાધક ભાવથી સંયમ દૂષિત કરે તે નરક–તિર્યંચ આદિ દુર્ગતિ અવશ્ય મેળવે છે. ૪૧ ગુરુને અવિનય કરનાર કદી કલ્યાણની સાધના કરી ન શકે. ૪૨ શરીરને સુકમાલ ન બનાવવું. સંયમન્તપ અને સ્વાધ્યાદિ પ્રવૃત્તિઓમાં યથાયેગ્ય રીતે પ્રવતી શરીરને કસ કાઢવા લક્ષ્ય રાખે તે સાધુ. ૪૩ દીક્ષા લીધા પછી મા–બાપને કે સગાં-વહાલાંને મેહ ન રખાય, તેમની સાથે ગુરુ આજ્ઞા વિના ધર્મની પણ વાત ન થાય. ૪૪ સાપ કાંચળી ઉતારે તેમ સંસારથી અળગા Oચા પછી સંયમીએ તપેલા લેઢાના ગોળા જેવા તે ગૃહસ્થ સાથે નિરપેક્ષ રીતે કે સ્વછંદ રીતે સંભાવ, સ્ત્રિય કે પત્ર-વ્યવહારાદિ સર્વથા ન કરવું જોઈએ. સાચા સંયમી માટે ગૃહસ્થે સાથે પરિચય Page #195 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી ૪૬ પાપને બાપ લોભ છે, અને પાપની માતા માયા છે. ૪૭ નકામી વાત કરવી નહિ તેમ જ સાંભળવી પણ નહિ. ૪૮ જ્ઞાન-દર્શન-ચારિત્રના પ્રજન વગરની કઈ પણ પ્રવૃત્તિ સંયમીએ કરવી ન જોઈએ. - ૪૯ વિચારમાં ઉદારતા, સ્વાર્થ રહિતપણું અને પરાર્થવૃત્તિ કેળવવાથી સંયમની આસેવના આત્માને ઉજજવલતરબનાવવામાં વધુ ચક્કસ રીતે ફલવતી થાય છે. ૫૦ “હું જીવ માત્રને અભયદાન આપવાની વિશદ પદવીવાળા સંયમને અધિકારી છું” આ જાતની જવાબદારી સતત જાગૃત રાખવી જોઈએ. જેથી હલકા વિચારો કે શુદ્ધ સ્વાર્થમૂલક પ્રવૃત્તિઓ સ્વતઃ ક્ષીણ થઈ જાય. ૫૧ સાધુને ચિંતા હોય તે એક જ કે “ભવભ્રમણથી શી રીતે બચાય?” અને તે માટે જરૂરી સંય મની પાલના ગુરુચરણે પૂર્ણપણે સમર્પિત થઈ જવાની તમન્ના સાધુના માનસમાં અહોનિશ જાગતી હોય છે. પરની દીનતા સાધુનું મોટામાં મોટું દૂષણ છે. પર મોટા બેરિસ્ટરે કે વકીલ ગિની–સેનામહેરેના હિસાબે મિનિટની કિંમત, વાત કરનાર અસીલ સાથે આંા હોય છે, તે તેના કરતાં પણ સંયમી જીવનની એકેક ક્ષણ અમૂલ્ય છે તેથી નિષ્પાજન વાતે કે અનુપચેગી પ્રવૃત્તિઓમાં જરા પણ સમય વ્યર્થ ન ગુમાવે જોઈએ. ૫૩ જે સાધુ ઇન્દ્રિયના વિકારોને પોષવામાં કપડાં– Page #196 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની ખાળપેાથી ૧૮૭ શરીરની ટાપટીપ કે માનપાનમાં ફુલાઈ જાય છે તેનુ જીવન અધેાગામી જ મને છે. ૫૪ સાધુએ ખાસ કામ વિના આસનેથી ઊઠવું ન. જોઈ એ. નિષ્પ્રયાજન જ્યાં ત્યાં ફરવાની ટેવ સાધુને છાજતી નથી. ૫૫ સાધુએ ચંચલતા છાંડી દરેક ક્રિયામાં સ્થિરતા. કેળવવી. ૫૬ ભણતી વખતે કે લખતી વખતે ટટાર બેસવુ જોઈ એ જેથી શરીરમાં રાગ ન થાય. ૫૭ સવારમાં ચાર વાગ્યા પછી સૂવું ન જોઈ એ, કેમ કે તે વેળાએ મન ધમ ધ્યાનમાં જલ્દી વળી શકે છે. ૫૮ સ્વાધ્યાય કે ખાસ જરૂરી કામ સિવાય મૌન રહેવા પ્રયત્ન કરવા. ૫૯ સાધુની ભાષા મીઠી-મધુર, ન્યાયેાર્ચિત, નિરવદ્ય. અને પ્રભુની આજ્ઞાનુસારી હોવી જોઈ એ. ૬૦ ગુરુમહારાજના ઠપકા મિષ્ટાન્ન કરતાં પણ વધારે. મીઠા લાગવા જોઈ એ. ૬૧ સારુ. બ્રહ્મચર્ય પાળનાર પ્રાયઃ રાગી ખનતા નથી.. ૬૨ બ્રહ્મચય —ભંગથી ખાકીનાં ચાર મહાવ્રતાના પશુ. લગ થઈ જાય છે. ૬૩ સાધુને શરીર કરતાં આત્માની ચિ'તા વધારે. હાય. આ લાક કરતાં પરલેાકની ચિંતા વધુ હાય છે. ૬૪ સાધુ–સાધુ વચ્ચે ખટપટો કરાવે કે નારદ–વિદ્યા. કરી પેાતાને હાશિયાર માને તે સાધુ ન કહેવાય. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ મુનિજીવનની બાળપણ ૬૫ દરેક ધર્મ ક્રિયાઓ કરતાં ભગવાનને યાદ કરવા જોઈએ કે–અહે નિષ્કારણ કરુણાલુ પરમાત્માએ ભદપિતા કેવી સરસ ક્રિયાઓ નિદેશી છે ? ૬૬ સવારમાં જ ઊઠતાં જ વિચારણા કરવી ઘટે કે-“હું સાધુ છું ! મારે પાંચ મહાવતે પાળવાનાં છે! મારું કર્તવ્ય હું શું નથી કરતે ! મેં કેટલી સંયમની સાધનામાં પ્રગતિ કરી ? તપમાં શક્તિ ગેપવું છું કે કેમ ?” આદિ. ૬૭ ગુરુમહારાજની ઈચ્છાને અનુકૂળ રહેવું તે સંચમીનું પ્રધાન કર્તવ્ય છે. ૬૮ ગુરુમહારાજની કેઈપણુ આજ્ઞાને આત્મહિતકર માની હૃદયના ઉલ્લાસથી અમલી બનાવવા પ્રયત્ન કરે. - ૬૯ પોતાની મરજી મુજબ ચાલનાર સાધુ કદી પણ સંયમની મર્યાદાઓ જાળવી શકતા નથી. * ૭૦ “મને આમ લાગે છે માટે હું તે આમ જ કરીશ” એ કદાગ્રહ ન રાખતાં પૂ. ગુરુદેવને જે ચેગ્ય લાગે તે રીતે જ કામ કરવાનો આગ્રહ રાખો. ૭૧ સ્ત્રી સાથે વાતચીત, બહુ કે વારંવાર વિગઈને -વપરાશ, શરીરની શેભા–ટાપટીપ, આ ત્રણે સાધુ માટે તાલપુટ ઝેર સમાન ભયંકર છે, ૭૨ સંસારને દુઃખથી અને પાપથી ભરેલે જાણી - ત્યાગ કર્યો. હવે તે સંસારની કુલામણીમાં ફરીથી ન ફુલાઈ જવાય તે માટે સાવધ રહેવું ઘટે. - ૭૩ સાધુને જે સુખ સંયમના અનુભવથી મળે છે, તે દેવેન્દ્ર કે ચક્વતને પણ નથી મળતું. Page #198 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપોથી ૧૪૯૭૪ સંયમમાં દુઃખ ઓછું, સુખ વધારે–સંસારમાં. સુખ ઓછું, દુઃખ વધારે–આ એક નક્કર હકીક્ત છે ! ભલે ! બાહ્યદષ્ટિથી આપણને વિપરીત લાગતું હોય કે સંયમમાં દુઃખ વધારે છે અને સંસારમાં સુખ વધારે છે.” ખરેખર આ બ્રમાત્મક અનુભવ છે. પરિશિષ્ટ-૪ સંચમીનું વ્યવસ્થા–પત્રક ૧ સવારે કેટલા વાગે ઊઠયા ? ૨ કેટલે જાપ કર્યો ? ૩ કેટલા શ્લોક વાંચ્યા ? ૪ કેટલા લેક કંઠસ્થ કર્યા ? પ કેટલે વખવ જ્ઞાનગોષ્ઠી કરી? ૬ કેટલે વખત મૌન રહા ? ૭ કેશલે વખત વિકાસ ભાવ ઊપજ્યા ? ૮ બીજાનું કામ પરમાર્થવૃત્તિથી કર્યું કે નહિ? ૯ કેટલી વાર અસત્ય ભાષણ? ૧૦ કેટલી વાર માયા–પ્રયાગ ? ૧૧ કેટલી વાર bધ થયે ? ૧૨ કેટલી વાર ચિડાણું ? ૧૩ કેટલો સમય ફેગટ ગુમાવ્યો ? ૧૪ શાસ્ત્રોનું વાંચન-શ્રવણું કર્યું? Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ મુનિજીવનની ખાળપેથી ૧૫ આજે ખાસ રીતે ક્યા ગુણુની કેળવણી કરી ? ટાળવાના પ્રયત્ન કર્યાં? ૧૬ આજે કયા દોષને ૧૭ આજે કયી કુટેવને તજવા સક્યિતા ? ૧૮ આજે કુટેવને વવાના પ્રયત્નમાં સફળ કે નિષ્ફળ ? ૧૯ આજે કયી ઇન્દ્રિય સૌથી પ્રમળ ? ૨૦ આજે ગુરુવિનયમાં કયાં એન્રરકારી ? ૨૧ ક્રિયાની શુદ્ધિમાં કયાં બેદરકારી ? ૨૨ પ્રતિમાં મેલ્યા ? ૨૩ વાંદણા ખમા૦ની મર્યાદા સાચવી ? ૨૪ દ્રવ્ય કેટલા વાપર્યાં ? ૨૫ નિદ્રા-પ્રમાદ થયા ? ૨૬ વિથા કરી ? ૨૭ પચ્ચખાણ શું? ૨૮ સ્વાધ્યાય કેટલા ? ૨૯ મુહપત્તિના ઉપયોગ રહ્યો ? ૩૦ ચાલવામાં ઈર્ષ્યાસમિતિ જળવાઈ ? ૩૧ ગૌચરીના ૪૨ દ્વેષમાંથી ક્યા દેષ લાગ્યા ? ૩૨ માંડલીના પાંચ દોષમાંથી કયા દોષ ? ૩૩ પુજવા–પ્રમા વાના ખરાખર ઉપયોગ રહ્યો ? ૩૪ ગૃહસ્થ અધમ પામે તેવું વર્તન કર્યુ ? ૩૫ અવિનય–ઉદ્ધતાઈ ના પ્રસંગ ? . આ રીતે વ્યક્તિગત ગુણદોષાના પ્રશ્ન ઊભા કરી તેના ઉપર સૂક્ષ્મ ચિ'તન કરવાથી સંયમમાગે સ્મ્રુતિ નુ મળ વધે છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવનની બાળપેાથી પરિશિષ્ટ-પ જાગરણ માટેના સવાલે ૧ રાતના કેટલા કલાક નિદ્રા લીધી ? ૨ સવારે કેટલા વાગે ઊઠચા ? ૩ કેટલે! જાપ કર્યાં ? ૪ કેટલા શ્લોકનું વાંચન કર્યુ ? ૫ કેટલા શ્લાક કંઠસ્થ કર્યાં ? ૬ કેટલો વખત સત્સંગ કર્યા ? ૭ કેટલો વખત સદુપદેશ સાંભળ્યો ? ૮ કેટલો વખત મૌન રહ્યા? ૯ કેટલો વખત માંડલીના કાર્યમાં ગાળ્યે ? ૧૦ પચ્ચખ્ખાણુ શુ કર્યુ ? ૧૧ કેટલી વાર અસત્ય એલાયું ? ૧૨ કેટલી વાર ગુસ્સે થવાયુ ? ૧૩ કેટલો વખત આત્મચિંતન કર્યુ ? ૧૪ કેટલો વખત ધ્યાન કર્યુ ? . ૧૫ કેટલી વખત નવ વાડનું ઉલ્લંઘન કર્યું ? ૧૬ કઈ ઇન્દ્રિ ને આધીન થવાયું? ૧૭ કેટલી વાર ક્રિયામાં પ્રમાદ કર્યાં? ૧૮ ક્યો ગુણ મેળવવાનો પ્રયત્ન કર્યાં ? ૧૯ કયો દુગુ ણુ છેાડવા પ્રયાસ કર્યાં ? ૨૦ કેટલી વાર એક આસને બેઠા ? ૧૯૧ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ મુનજીવનની ખાળપા ૨૧ કેટલી વાર ખીજાનું કામ કર્યુ ? ૨૨ કેટલી વાર જ્ઞાનની ભક્તિ કરી ? ૨૩ કેટલો ટાઈમ વાતામાં ગયો ? ૨૪ કેટલી વાર દેવવંદ્યન કયું`` ? ૨૫ ગોચરી લાવવામાં કેટલા દોષ લાગ્યા ? ૨૬ ગોચરી વાપરવામાં કેટલા ક્રોષ લાગ્યા ? ૨૭ ગોચરી આપવા લેવામાં કેટલી માયા કરી ? ૨૮ કેટલા દ્રવ્યનો સંક્ષેપ કર્યાં ? ૨૯ આહાર-પાણીની કેટલી ઉણાદરી કરી ? ૩૦ કેટલી વિગઈ ત્યાગ કરી ? ૩૧ જરૂર વગરની કેટલી વિગઈ વાપરી ? ૩૨ દ્રવ્યાદિ અભિગ્રહો કયા લીધા ? ૩૩ જરૂરી વિગઈ વાપરતાં કેટલો રાગ કાં ? ૩૪ વિગઈ વાપરતાં વડીલોની આજ્ઞા લીધી કે નહિ ? ૩૫ પાત્રામાં આવ્યા પછી ભક્તિ કરી કે નહિ ? આવી જાતની સદ્વિચારણાથી સાધુજીવન ઉચ્ચ કેાંટિનુ અને છે. [ પરિશિષ્ટ ૧ થી ૫ પૂ. પાદ પ’. પ્રવર શ્રી અભયસાગરજી ગણિવરકૃત મંગળ સ્વાધ્યાય”માંથી ઉદ્ધૃત ] ' Page #202 -------------------------------------------------------------------------- ________________ પૂજનીય સાધુ-સાધ્વીજીઓના જીવનઘડતર માટે અત્યંત ઉપયોગી પ્રકાશનો. લેખક : મુનિશ્રી ચંદ્રશેખરવિજયજી પ્રાપ્તિ સ્થાન : કમલ પ્રકાશન ટ્રસ્ટ પિ૦ 8,2 3, બીજે માળે, રતન પોળના નાકે, ગાંધીરોડ, અમદાવાદ-3 ફેશન : 385723 1 સાધનાની પગદ ડીએ 2 શરણાગતિ ( 3 અધ્યાત્મસાર 4 ગુરુમાતા પ વિરાટ જાગે છે ત્યા રે 6 મહાપંથના અજવાળાં 7 વંદના 8 આત્મા 8 જૈનદર્શનમાં કમ વાદ * 10 મહામારિ # 11 અષ્ટાદ્રિના પ્રવચન # 12 ક૯૫સૂત્ર પ્રવચન 13 સ્વરક્ષાથી સર્વ રક્ષા 14 માતમ જાગે * 15 વીર ! મધુરી વાણી તારી * 16 અપૂર્વ સ્વાધ્યાય 17 અગમવાણી (18 ભવ આલોચના 18 જિનશાસન રક્ષા 20 જૈનધર્મના મર્મો 4 21 વિરાગ વેલડી 22 પ્રતિક્રમણ સૂત્ર વિવેચના ભાગ-1 23 પ્રતિક્રમણ સૂત્ર વિવેચના ભાગ-૨ 24 મુનિજીવનની બાળપોથી ભાગ-૧ 25 મુનિજીવનની બાળ પેથી ભાગ-૨ છે આ નિશાનીવાળા પુસ્તકો હાલ અપ્રાપ્ય છે. 777777 37 આવરણ : નટવર સ્મૃતિ પ્રિન્ટસ', રાયપુર, અમદાવાદ. ફોન 3 6 14 3 4