________________
૨૭
મુનિજીવનતી બાળપોથી મુનિઓ પાસે હાર્દિક એકરાર કર્યો હતો. ધન્ય છે તેમની સરળતાને ! પાપભીરુતાને !
(૭) તાજેતરમાં કાળધર્મ પામેલા એક મહાત્મા આરોગ્યના કારણે, નિશ્ચિત થયેલા સ્થળે ચાતુર્માસ કરવા જઈ ન શક્યા; ડેળીમાં બેસીને જઈ શકાતું હતું પણ તેમને તે મંજૂર ન હતું.
પણ અન્ય સ્થળે ચાતુર્માસ કરવાની અવિધિ તેમના હૈયાને સાલતી હતી. તેથી જ જાણે કે ચોમાસી પ્રતિક્રમણ પૂર્વે તે સ્થળને ય તે કૃપાલુએ છેડી દીધું કે ધન્ય છે, તેમની સંયમ–કદરતાને.