________________
મુનિજીવનની બાળપોથી
પ્રશ્નોત્તરી
સવાલ (૧૦) દીક્ષા લેતાં પહેલાં શિખરજી આહિ તીર્થોની કલ્યાણભૂમિઓની સ્પર્શના કરી લેવાનું જરૂરી ખરું ?
જવાબ : તીર્થભૂમિઓની સ્પર્શના કરવાથી સમ્યગ- દર્શનની વિશિષ્ટ નિર્મળતા થાય છે; વળી દીક્ષા લીધા
બાદ એ તીર્થભૂમિઓની યાત્રા સંયમજીવનના નિર્દોષ નિર્વાહ સાથે કરવાનું લગભગ મુશ્કેલ છે. કેમકે વિહારના માર્ગોમાં અનેક માઈલ સુધી ગોચરી આદિ દુર્લભ બને છે. એથી ખાસ રસેડાં સાથે રાખવાં પડે જે સામાન્યતઃ ઉચિત ન ગણી શકાય. સંયમીને તે શાસ્ત્રનીતિના સંયમ-જીવનનું પાલન એ જ તીર્થયાત્રા. એને તે સંયમયાત્રા એ જ મહાયાત્રા.
આવાં કારણસર એમ કહી શકાય કે તે તીર્થભૂમિએની સ્પર્શના દીક્ષા લેતાં પહેલાં થઈ જાય તે જરૂરી છે.
પરંતુ અહીં પ્રસંગતઃ એક વાત કરી લઉં.
જે આ તીર્થયાત્રામાં વિજાતીય પરિચયાદિ થતાં હોય અને તેમાં ક્યારેક બ્રહ્મવતને બાધ લાગે તેવી સ્થિતિ સુધીના કિસ્સા બનતા હોય તે ખાસ કરીને દીક્ષાર્થી -બેનેએ આ યાત્રા કરતાં પૂરી કાળજીઓ કરવી જોઈએ.