SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ મુનિજીવનની બાળથી ગ્રહિતા હેવી જોઈએ. બેશક, અતિ મહત્ત્વનાં કેટલાંક પુસ્તકે હેય તે તેને આમાં અપવાદરૂપ ગણવાં પડે ખરાં. (૩૭) સૂત્રાર્થ અંગે? છેવટે બીજું કાંઈ નહિ તે. પાંચ પ્રતિક્રમણનાં સૂત્રોના અર્થ તે ધારી જ લેવા જોઈએ. સામાન્ય ગણાતાં ચાલુ વપરાશનાં સૂત્રોના પણું જે અર્થ ન આવડે તે મુનિજીવનને માટે તે લાંછનરૂપ કહેવાય. વળી સૂત્રાર્થને બંધ થવાથી આવશ્યકાદિ ક્રિયાઓમાં ઉલ્લાસ પણ. વધે છે. બીજાઓને તે અર્થે સમજાવવાથી આત્માની સુંદર પરિણતિનું નિર્માણ થાય છે. જિનશાસન તરફને પક્ષપાત વધુ દૃઢ થાય છે. ગમે ત્યારે સમય મેળવીને પણ આવશ્યકતા સૂત્રાર્થની ધારણું તે કરી જ લેવી જોઈએ. (૩૮) અભક્ષ્યાદિની પ્રેરણ અંગે : વિદળ, વાસી, અનંતકાય અને અભક્ષ્ય-અથાણું વગેરે–ની સમજણ બાબતમાં જન ગૃહસ્થનું લગભગ દેવાળું નીકળી ગયું હોય તેમ લાગે. છે. આ સ્થિતિમાં સાધુ, સાધ્વીજીઓએ સ્વયં સારે અભ્યાસ કરી લઈને સહુને આ બધી વાત કરીને તલસ્પર્શી સમજણ આપવી જોઈએ. રે! હવે તે કેટલાક ત્યાગીઓ પણ કેટલીક અભક્ષ્ય એવી મીઠાઈએ કે વસ્તુઓને ભક્ષ્ય માનીને તેનું સેવન કરતા જોવા મળ્યા છે! કેટલીક વાર શ્રેષ્ઠીન. જેવાં બિસ્કિટો, મધને અવનપ્રાશે, પાણીના પ્રવાહીની દવાઓ, એન્ઝાઈમેવાળી ગોળીઓ વાપરતા જોઈને તે હૈયેથી ઊંડી ચીસ નીકળી જાય છે ! સ્વયં અજાણ; બીજાને શું જાણકારી આપી શકશે?
SR No.022884
Book TitleMuni Jivanni Balpothi Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1979
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy