________________
૧૨
મુનિજીવનની બાળપોથી હા...વિશિષ્ટ ધર્મપરિણતિવાળા સુખી અને ખૂબ ઉદાર ધર્માત્માએ આ સ્થાનોમાં જાતે સેવાભક્તિ કરવા ગોઠવાય તે જુદી વાત. પણ તે કદી બનવાનું નથી.
આ સ્થિતિમાં રિબાઈ રિબાઈને મત – આજની ઘણુંખરી પાંજરાપોળોમાં થતાં ઢોરોના મોત જેવું મતથવાનું સુસંભવિત છે. માટે જ આ પ્રશ્નને ગંભીરપણે વિચારવાનું ખૂબ જરૂરી છે.
શાસ્ત્રપાઠ
છત્રીસ ગુણોથી યુક્ત હોય, વ્યવહાર-કુશળ હોય, તેવા આચાર્યપદધારીએ પણ અન્ય ગીતાર્થની પાસે પિતાની પાપશુદ્ધિ અવશ્ય કરવી જોઈએ.
અત્યંત કુશળ એ પણ વૈદ્ય પિતાને વ્યાધિ અન્ય વૈદ્યને કહે છે અને તે વૈદ્ય તેની ચિકિત્સા કરે છે તેમ.
આ રીતે સ્વયં પ્રાયશ્ચિત્ત-વિધિ જાણતા હોય તે પણ તેણે અન્ય ગીતાર્થની પાસે પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ.