________________
મુનિજીવનની બાળપોથી પુણ્યના ચમકારા, ભક્તોના માનપાન અને ખાનપાન, વાસનાઓનું જાગરણ, વધુ પડતી સગવડોની અપેક્ષાઓ આપણા કટ્ટા શત્રુઓ છે; એમને બરોબર ઓળખી લઈશું તે મજાલ નથી મહારાજની કે તે. આપણા વિકાસને પળ માટે ય થંભાવી શકે.
આટલું ધ્યાનમાં લેવા જેવું
(૧) બી વિનાની કહેવાતી દ્રાક્ષ અંગે ઃ
એમ કહેવાય છે કે લીલી દ્રાક્ષ બે પ્રકારની આવે છે. બી વાળી મોટી દ્રાક્ષ અને બી વિનાની ઝીણું લીલી દ્રાક્ષ.. કેટલાક સમય સુધી આ માન્યતા ચાલુ રહેવાને કારણે લીલી ઝીણું દ્રાક્ષનો અચિત્ત કેળાની જેમ બે ઘડીના નિયમ વિના છૂટથી ઉપયોગ થતો રહ્યો. પરંતુ હવે ગીતાર્થો પાસેથી જાણવા મળ્યું છે કે આ હકીક્ત બરાબર નથી. એ લીલી ઝીણું દ્રાક્ષમાં પણ ઝીણું રેસા જેવું બીજ હોય છે માટે તેને દૂર કર્યા બાદ ૪૮ મિનિટે તે અચિત્ત થાય છે.