________________
મુનિજીવનની બાળથી
૧૬૧ ભાષાકીય હિંસા પણ આપણા પરિણામની હિંસા કરવામાં ક્યારેક ફાળો નોંધાવે છે. આથી જ ધોધમાર વરસતા વરસાદમાં ધૈડિલ ભૂમિએ જતાં, જગા જ ન મળે અને બીજો કોઈ ઉપાય ન હોય તે તે વખતે લીલા –સચિત્ત–ઘાસ ઉપર પણ સ્પંડિલ બેસી શકાય. પરંતુ તે વખતે “હું લીલા ઘાસ ઉપર છું એમ ન વિચારતાં, હું ધર્માસ્તિકાય ઉપર છું” એમ વિચારવાનું જણાવવામાં આવ્યું છે.
હિંસક વગેરે પરિણામે આપણા ચારિત્ર્યધર્મને ક્યારેક મૂળમાંથી નાશ કરે છે, માટે પરિણામ તે ક્યારે પણ નિષ્ફર થવા દેવાં ન જોઈએ. એનું કૂણાપણું, તેમાં જ આપણું ચારિત્ર્યધર્મની સફળતા. (૪૭) પ્રાયશ્ચિત્ત અંગે ?
પફખીને એક ઉપવાસ માસીને એક છઠ અને સંવત્સરીને એક અઠમ–તપ તે અવશ્ય કરવાનું છે. તદુપરાંત દર માસી અંગે દસ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત વહવાનું હોય છે.
આ સિવાય દર પંદર દિવસે એક વાર સદ્ગુરુદેવ પાસે બધી સ્થૂળ, સૂમ ભૂલનું આલેચન કરીને તેનું પ્રાયશ્ચિત્ત કરી લેવું જોઈએ. પંદર દિવસની અનુકૂળતા ન હોય તે જે રીતે અનુકૂળતા હોય તે રીતેજલદી–સઘળું પ્રાયશ્ચિત્ત તે કરવું જ જોઈએ. મુ. ૧૧