________________
મુનિજીવનની બાળાથી
૧૭૩r સમજાય તેવા પ્રસંગે પણ સાક્ષાત ઉપકારી પિતાના ગુરુભગવંત પ્રતિ પૂર્ણ વિનયભાવે નમ્રતા દાખવી પોતાના આત્મિક વિકાસ માટે પૂર્ણ જાગૃત રહેવું ઘટે.
૨. દીક્ષા લીધા પછી રોજની ઉપાગી ક્રિયાઓની શુદ્ધિ અને જયણાપૂર્વક પાલન થાય, તે માટે વિધિનું સંપૂર્ણ જ્ઞાન મેળવી યશાશક્ય પ્રયત્ન કરી વિધિપૂર્વક પાલન માટે નિરંતર ધ્યાન રાખવું.
૩. આવશ્યક સૂત્રેના અર્થો, સામાચારીની નિર્મલતા, આવશ્યક ક્રિયાની સમયાદિવ્યવસ્થાપૂર્વક નિયત વ્યવસ્થા અને આચારપ્રધાન સાધુજીવન જીવવા આદિની તત્પરતા માટે શક્તિસંપન્ન આત્માએ પ્રયત્નશીલ રહેવું જોઈએ.
૪. દીક્ષા લીધા પછી પહેલી તકે નીચે જણાવ્યા મુજબ પ્રાથમિક અભ્યાસ કરવો જરૂરી છે. જેનાથી આત્મા સંયમ–વિવેકની મહત્તા સમજી વ્યક્તિગત આત્મિક લ્યાણની સાધનાને સાધવા ઉદ્યત થઈ શકે. ૧. આવશ્યક ક્રિયાનાં સૂત્રો (અર્થ સાથે)
શક્ય હોય તે સંહિતા, પદસંધિ, સંપદા અને ઉચ્ચારશુદ્ધિની એગ્ય કેળવણી મેળવવી જરૂરી છે.
૨. શ્રીદશવૈકાલિક સૂત્ર (અર્થ સાથે)
સંસ્કૃત ન જાણનારે પણ ગુરુમુખે આખા ગ્રંથને. અર્થ ધારી, તેમાંથી દધ્યાન રાખવા લાયક નેંધ કરી