________________
૧૩.
મુનિજીવનની બાળપોથી જીવનમાં ખડો થાય છે, જેને ત્યાગ કે નભાવ – બે ય – મુશ્કેલ બની જાય છે.
સવાલ (૨૫) પાતરાં-કપડાંની ઉપધ કેટલી રાખવી જોઈએ ?
જવાબ : માત્ર જરૂર પૂરતી. અપેક્ષાએ એમ કહી શકાય કે વધુમાં વધુ એક વર્ષ સુધી કશું માંગવું ન પડે તેટલી.
. પૂર્વે તે શાઅનીતિથી વધારામાં માત્ર ત્રણ નવાં વસ્ત્રો જ રાખવામાં આવતાં. જે વીંટલાની જેમ રહેતાં. મૃત્યુ બાદ તે શબને પહેરાવવામાં ઉપયેગી થતાં.
પણ હાલના કાળમાં ઉપધિ માત્ર ચાતુર્માસના આરંભ વખતે વહોરાવવાની પરંપરા ચાલે છે એટલે એક વર્ષ સુધી જરૂર ન પડે તેટલી ઉપાધિ રાખવાનું એગ્ય લાગે છે. સાધુસંસ્થા પ્રત્યે તે શ્રીસંઘ એટલે બધે ભક્તિવંત છે કે “ોલે નહિ મળે તે એવી ચિંતા કરીને પટારાઓ ભરવાની લેશ પણ જરૂર નથી. આ પટારાઓને પરિગ્રહ તે દુર્ગતિનું સીધું દ્વાર બની જાય છે.
એ મૂછ જે સાધુ–સંરથા દૂર નહિ કરે તે એમના દ્વારા ગૃહસ્થોને અપાતા ઉપદેશમાં કેટલી તાકાત હશે? કેટલો પ્રાણ હશે?
સવાલ (૨૬) : આરાધનામાં સૌથી મહત્ત્વની આરાધના કઈ ?