________________
મુનિજીવનની બાળપેાથી
૧૬૯
સુવર્ણનાં સ્વરૂપમા લગીરે ફેરફાર થયેલા કેાઈએ કદી સાંભળ્યેા છે ખરા ?
અત્યન્ત વિશુદ્ધ સમાધિભાવથી રસતરબેાળ થએલા ધીર મુનિવરોની કાયાના રૂંવાડે રૂંવાડે તણખા ઝરે તા ચ તેમની આંખેા આંસુથી લગીરે ભીંજાતી નથી.
પ્રલયકાળના અગ્નિના ગગનપી ભડકાઓથી કયારેક સુવણુ મેરુ લપેટાઈ જાય તે ય તે શુ. આગળી જાય ખરા ?
હાર્દિક અનુમાદન
(૧૨) એ હતા; પૂરા પાપભીરુ મહારાજ, જલદી જલદી ટપાલ લખવાની તેા વાત જે શેની હાય ? પણ કયારેક ન છૂટકે ટપાલ લખવી પડે તે એક પેાસ્ટકાર્ડ લખે તા ખરા; પણ લખ્યા ખાદ આઠ દિવસ સુધી તેમની પાસે જ તે કાડ પડી રહે.
કાઈ શ્રાવક વઢન કરવા આવે તેા અચકાતાં અચકાતાં પૂછે કે, “પુણ્યશાલી ! તમે પાસ્ટના ડખ્ખા છે એ ક્રિશામાં જવાના છે! ખરા ?