________________
મુનિજીવનની બાળપોથી ત્યાગી આત્મા સૌ પ્રથમ સંયમી હવે જ જોઈએ. તે પછી–તેની સાથે સાથે તે વિદ્વાન પણ બને તે તેને વાંધો નહિ. પરંતુ કેરી વિદ્વત્તા તો ગગનમાંથી પડતી ભયાનક વીજળી જેવી છે કે જે અનેકનું સત્યાનાશ કાઢી નાંખે છે.
વળી હાલને પ્રચારનો વાયરો જ એવો છે કે તેમાં ઝડપાએલો આત્મા વિશુદ્ધિના જીવનની ધરતી ઉપર પ્રાયઃ ટકી શકતો નથી. આથી જ આજે તે ખૂબ જરૂર છે; સાચા સંયમધરોની કે જેમને પ્રભાવ જ જગતના જીવના હિતમાં ઝડપભેર પરિણમવા લાગે.
વિદ્વત્તાને પ્રથમ નંબર આપવાની વૃત્તિ ધરાવતા ધર્મપ્રચારકોએ સ્વ–પરને જે કાંઈ લાભ કર્યો હશે તેના કરતાં તેમણે નુકસાન વધુ કર્યું છે એમ લાગે છે. એમના અંતરમાં ઊંડે ઊંડે પડેલી સંયમધમની ઉપેક્ષારૂપ. અવિધિ એમના કોઈ પ્રચારના મિશનને સફળ થવા દેતી નથી, એટલું જ નહિ પણ એ મિશનમાં વ્યાપતા સંઘર્ષો વગેરેથી સમગ્ર વાયુમંડળમાં અનેક અનિષ્ટ ઝપાટાબંધ. ઊભરાઈ જતાં જોવા મળે છે.
પ્રચારના કાર્યમાં દેખાતા ઘણુ પ્લસ” (ફાયદા)ની સાથે છુપાએલા પુષ્કળ માઈનસ (ગેરફાયદા) જે નજરે લાવવામાં આવે તે પ્રચારની આ ધૂન કબરનશીન કરી, દેવાનું દિલ દરેક ધર્મપ્રેમીને થઈ આવે.
એના કરતાં તે પ્રભાવક વાયુમંડળની સહજ