________________
લેખકના બે માલ...
ને નિગ્રન્થા સાચા સાધુપણામાં રહેતા આ જગતની મોટામાં મેાટી કોઈ ભૌતિક તાકાત પણ જિનશાસનનું કે જૈનસંઘનું અહિત કરવાને સમથ નથી. જે કાળમાં જૈનત્વ અળહળતું હશે તે કાળમાં તેના ઝળહળાટના લાભ અન્ય સહુને આછેવત્તો પણ પ્રાપ્ત થશે.
આમ સકળ જીવરાશિના; કે રાષ્ટ્ર, પ્રજા અને સંસ્કૃતિના હિતમાં મૂળ તા નિગ્રન્થાનુ સાચુ શ્રમણપણું છે.
આવુ શ્રમણુપણું મારામાં પ્રગટે એ માટે મેં આ પુસ્તિકાનું લેખન કર્યુ છે. બેશક, અન્ય અનેક પુણ્યાત્માઓ આ લેખનના લાભ ઉઠાવીને સ્વજીવનને અત્યન્ત વધુ શાસ્ત્રનીતિનું અનાવે તેવા ભાવ તા મારા હિતકરણની સાથેાસાથ સકળાએલા છે જ.
ગુરુકૃપાથી અને વડીલેા પાસેથી પ્રાપ્ત થએલી જીવંત હિતશિક્ષાના સ્મરણથી લખેલા આ પુસ્તકમાંથી થાડાક પણ શ્રમણ-શ્રમણીએ — ખાસ કરીને નૂતન—દીક્ષિતા — લાભ ઉઠાવશે કે મારો આ પ્રયત્ન પૂરેપૂરા સફળ થશે.
-
કાંય પણ જિનાજ્ઞાવિરુદ્ધ લખાયુ હાય તા મિચ્છામિ દુક્કડં....તે અ ંગે સહુ કોઈ મારુ ધ્યાન દોરે તેવી વિનંતી સાથે વિરમુ' છું.
—મુનિશ્રી ચન્દ્રશેખરવજય