________________
૧૫૯
મુનિજીવનની બાળપોથી વિરાધનામાં નિમિત્ત બની જવાય છે તે વખતે આપણાં સાડા ત્રણ ક્રોડ રુવાંડાંમાં એકીસાથે સાડા ત્રણ કોડ સયા ભેંકાય, તેવી કારમી વેદનાને આપણને અનુભવ થવું જોઈએ.
માણસ સાથે રાખવામાં બીજી પણ ઘણી બાબતમાં છૂટછાટે અને સુખશીલતાએ આવી જાય છે. ક્યારેક તે ધનાદિના પરિગ્રહનું પાપ પણ લમણે ચૂંટે છે. ક્યારેક આહારાદિ સંબંધમાં ય દેષો સેવાય છે. શક્ય હોય તો આ વાત ખૂબ ગંભીરપણે વિચારવાની ભલામણ છે. (૪) શિષ્યોની શિથિલતા અંગે :
કયારેક શિષ્ય-વર્તુળમાં કેઈક શિષ્ય વધુ શિથિલ અથવા તે વધુ ઉદંડ બની જતે જોવા મળે છે. આવા સમયે તેના દેષને ગૌણ ગણુને કે તેની સેવા-ભક્તિથી દબાઈને તેને સાચવી રાખવામાં આવે તે આ શિષ્ય માથાભારે તે બને જ; પિતાના ગુરુને પિતાને તાબેદાર તે બનાવે જ; પરંતુ બીજા શિષ્યોને પણ તેનાં પાપને ચેપ લાગીને રહે. બીજાએ પણ ગુરુ તરફ અસદુભાવ દાખવતા થઈ જાય.
આવું તે ન જ થવા દેવું જોઈએ. આ માટે પહેલેથી જ કડક હાથે કામ લેવું જોઈએ. છેવટે તે શિષ્યને દૂર કરી દેવા સુધીનું પગલું પણ ભરવું જોઈએ.