________________
૧૪૨૩
મુનિજીવનની બાળપેથી
જાય છે તે જ જનશાસનનુ જવાહર બને છે. જેઓ આ કાળમાં મહિમુખ બનીને છાપાં, ચેાપાનીઆદિ વાંચે છે; અકાળમાં વ્યાખ્યાન કરવાનું ચાલુ કરી દે છે તે ખૂબ નબળા નીકળે છે; આજીવન પરમુખ રહે છે, ઈધર ઉપરનું ઉધારિયુ' જ્ઞાન ભેગુ કરીને એમનું પેાતાનું શાસન જરૂર ચલાવી કાઢે છે પણ પ્રભુના શાસન માટે તેઓ લગભગ નકામા બની જાય છે.
જો મુનિજીવન એના સાચા સ્વરૂપમાં સુંદર રીતે માણવુ હાય તે। મહામૂલ્યવાન પ્રથમનાં દસ વર્ષની પ્રત્યેક પળ સ્વાધ્યાયમાં લગાવી દેજો.
આટલું ધ્યાનમાં લેવા જેવુ'
(૩૯) હું મેશ કાચાત્સગ અંગે :
જિનશાસનના આપણી ઉપર કેટલે બધા ઉપકાર છે ? આ શાસન આપણુને ન મળ્યું હત તે। આ દીક્ષા, પવિત્રતા, જીવ માત્ર પ્રત્યેની નક્કર કરુણા વગેરેને આપણે શી રીતે પામી શકત ?
આવા શાસનની ઉપર પણ કયારેક દુષ્ટ તત્ત્વા આપત્તિ ઉતારે તેવું ભૂતકાળમાં બન્યું છે અને વત માનમાં