________________
૧૮૪
મુનિજીવનની બાળપાણી - ૨૮ ગુરુમહારાજ વાતમાં હોય કે કામમાં હોય ત્યારે કંઈ પૂછવું નહિ. - ર૯ ગુરુમહારાજની અનુકૂળતાઓ સાચવવી એ જ
સંચમશુદ્ધિ માટે જરૂરી ગુરુવિનયની પ્રાથમિક ભૂમિકા છે. - ૩૦ આપણા હિતની વાત કડવી હોય તો પણ હસતે મુખે સાંભળવી.
૩૧ ઓછી ચીજોથી ચલાવતાં શીખવું જોઈએ. જરૂરિયાત ઘટાડવી એ સાધુતાની સફળતા છે.
૩ર મરણ જ્યારે તેનું કંઈ ધરણુ નથી, માટે શુભ વિચારને અમલી બનાવવામાં પ્રમાદી ન રહેવું.
૩૩ આપણી પ્રશંસા–વખાણ સાંભળી કુલાઈ ન જવું. તેમજ નિંદા સાંભળી ધ ન કરે.
૩૪ “આત્મામાં અનંત શક્તિ છે' એ વિચારીને તેને બરાબર દઢ રીતે કેળવી સયમ, જ્ઞાન, ધ્યાન અને તપની પ્રવૃત્તિમાં વીત્સાહપૂર્વક આગળ વધવા પ્રયત્નશીલ રહેવું.
૩૫ સંચમાનકૂલ કેઈ પણ પ્રવૃત્તિમાં કાયર કદી ન બનવું, કદાચ પરિસ્થિતિવશ આચારથી કાયરતા આવે છે પણ વિચારોથી કાયર કદી ન બનવું.
૩૬ આંખ, કાન, જીભ વગેરે ઇદ્રિ ડાકુ છે, તે આત્માનું બધું પુણ્યધન લૂંટી લે છે, માટે ઈન્દ્રિયે કહે તેમ ન કરવું–પણ જ્ઞાનીઓ જેમ કહે તેમ કરવું.
૨૭ મધુર ખાવાની સારી ચીજે કે જોવાલાયક સુંદર પદાર્થો ખરેખર ઝેર છે, તેનાથી આત્માને અનંત જન્મમરણ કરવા પડે છે માટે ઈન્દ્રિયનિગ્રહ સાટે સાવચેત રહેવું.