________________
૧૫૦
મુનિજીવનની બાળપોથી (૫૮) એ આચાર્ય ભગવંતને પિતાના પ્રશિષ્યની કેન્સરની ભયંકર માંદગીમાં પગ દબાવતા મેં જોયા છે, જે વખતે તે પ્રશિષ્ય અર્ધબેભાન અવસ્થામાં હતા. મેં તે પૂજ્યશ્રીને કહ્યું, “પગ આપ ન દબાવે. એ લાભ મને લેવા દે.”
તેઓ મક્કમ સ્વરે બોલ્યા, “આપ મુઆ વિના. સ્વર્ગે ન જવાય !”
(૫૯) કેરીની આજીવન પ્રતિજ્ઞા લઈ ચૂકેલા મુનિ ખૂબ માંદા પડ્યા. ડોકટરે કેરી વાપરવાની સલાહ આપી. જે કારણવશાત્ ગુરુદેવ રજા આપે તે તેમને છૂટ હતી એટલે ડોકટરે ગુરુદેવ ઉપર દબાણ કર્યું. ગુરુદેવે એમને એટલું જ પૂછયું કે, “તું આવા કારણે કેરી લઈશ ?" નિર્દોષ મળે તે જ લેવાની છે. હું તને રજા આપું છું.”
બસ....આટલું સાંભળતાં જ તે કેરીના ત્યાગી. મુનિવરની આંખેથી દડદડ દડ આંસુ વહી જવા લાગ્યાં. વાત્સલ્યમૂર્તિ ગુરુદેવે તે જોઈને તરત પિતાની વાત પાછી ખેંચી લીધી !
(૬૦) એ તીર્થની રક્ષા માટે તે આચાર્ય ભગવંતે પિતાના તમામ શિષ્ય સાથે કિલ્લાની ફેર ઊભા રહીને. આખી રાત ચેકીપહેરે ભર્યો હતો. માત્ર પિતાના પટ્ટશિષ્યને ત્યાંથી રવાના કરી દીધા હતા. તેમણે તેમને આગ્રહપૂર્વક રવાના કરતાં કહ્યું હતું કે, “હું કદાચ ભલે ખપી જઈશ, પણ તારે તે મારી પાછળ શાસન ચલાવવાનું છે. માટે તું અહીંથી ચાલ્યો જા.”