________________
મુનિજીવનની બાળપોથી
૧૬૫ નબળે નીકળશે તો તે ઘેડે રેસનો મહાન ઘડે કદી નહિ બની શકે.
આજના કાળમાં “જેકી તરીકે જે ગુરુદેવ ગણાય તેઓ જે ખરેખર બાળદીક્ષિતેને તૈયાર કરવાની ક્ષમતા ધરાવતા હોય તે તેમણે બાળદીક્ષા આપવામાં જરા ય પીછેહઠ કરવી ન જોઈએ. પણ આવા ગુરુઓની સંખ્યા મારી દષ્ટિએ ખૂબ જ નાની છે. આંગળીના વેઢે ગણી શકાય એટલી જ છે,
નાની વયનાં બાળકોને સંસારીઓની જેમ અહીં પણ લાડ લડાવવાં, ગોચરીમાં સાનુકૂળ વપરાવતા રહેવું; અકાળે વ્યાખ્યાનાદિ કરાવીને લેકરંજન કરાવવું, સ્તવન વગેરે કાલી ભાષામાં બોલાવવાં, સંસારી બાળક સાથે રમવા દેવા, દેડવા દેવા, રમતે લાવી આપવી, વધુ પડતી કથાઓ વાંચવા દેવી..વગેરે જે ચાલતું રહે તે તે ખૂબ જ અનિચ્છનીય લાગે છે. આવા બાળદીક્ષિત થોડીક થોડીક મોટી ઉંમર થતાં જ પતન પામી જવાની પૂર્ણ શકયતા છે.
સંસારી પિતા મુનિએ પિતાના સંસારી બાળ-પુત્ર મનકને દીક્ષા આપી પણ તેના કાળધર્મ સુધી સહવત મુનિઓને ખબર પણ ન પડવા દીધી કે તે બાળ–સાધુ તેમને સંસારી પુત્ર છે ! કારણ કે તેમને ભય હતો કે તેવી જાણકારીથી સહુ તેને લાડકોડમાં રાખશે; તેથી તે તેના આત્માનું મેટું અહિત થઈ જશે!