________________
મુનિજીવનની બાળપોથી
૧૬૩ | મુનિનું અધ્યયન પણ ડીગ્રી માટે ન હોય, પરંતુ રાગાદિ દેષની હાનિ માટે હેય. ડીગ્રી લેવામાં અધ્યયન કરતાં સર્વત્ર ડીગ્રી-પ્રાપ્તિની જ વેશ્યા બની જાય છે. જેનાથી રાગાદિ દેની વૃદ્ધિ થવાને પૂર્ણ સંભવ છે.
સવાલ (૩૦) : જગતના પ્રવાહની જાણકારી માટે દૈનિકે, સાપ્તાહિકે, માસિકે વાંચવાનું મુનિ-જીવનમાં આવશ્યક ખરું ?
જવાબ : ના. બધા માટે આવશ્યક નહિ, અનિવાર્ય પણ નહિ, બિલકુલ જરૂરી નહિ, અને ઈચ્છનીય પણ નહિ.
વિશિષ્ટ કેટિના વ્યાખ્યાનકાર કે જેઓ શાસનપ્રભાવકે છે તેમની વાત બાજુએ મૂકે. તેઓ તો ગાડ– માસ્તર જેવા છે, જેઓ બીજાને ચાલતી ગાડીએ ચડતાં રેકે છે, છતાં પોતે નિર્ભયપણે ચાલતી ગાડીએ ચડી શકે છે.
પણ તેમની ચાલે બીજાએ ન ચાલવું જોઈએ.
છાપાઓમાં જાણવા જેવું વાંચવા જતાં “ન જાણવા -જેવું” ઘણું ઘણું આવતું હોય છે. અપરિપકવ અને અપરિણત સાધુએ તેને શિકાર બની જાય તે તેમના સઘળ તપ, ત્યાગના પુણ્ય સળગીને સાફ થઈ જાય.
વળી તેમાં યુદ્ધાદિના જે સમાચારો આવતા હોય છે, પક્ષના જે અહેવાલે આવતા રહે છે તે બધામાં છાપું વાંચનારી વ્યક્તિ કદાચ કોઈના ય તરફ ઝૂકી જઈને