________________
૧૬૭
મુનિજીવનની બાળપોથી ઘર ઉપસર્ગોની ઝડી વચ્ચે પણ આંતરદષ્ટિને કદી નહિ મીંચનારા, સમાધિના યંત્રથી શેકરૂપી કાંટાને સદા માટે બહાર ખેંચી કાઢનારા હે મુનિરાજ ! આપને ધ્યાનભંગથી પણ અધીરતા ન આવે તેમાં કશી નવાઈ નથી.
- શુદ્ધ અનુસૂત્રનય માત્ર વર્તમાન ક્ષણનું જ અસ્તિત્વ માને છે. આ નથી વર્તમાનમાં જ વિચરણ કરીને સમાધિની રિથરતા પ્રાપ્ત કરી છે તે તપવાઓ અન્ય કર્મના બદલા આપવામાં જ મગ્ન એવા સ્વ–પરને શેક કરતા નથી.
ભૂત, ભાવીને ભૂંસીને ચગી માત્ર વર્તમાનમાં જ જ્ઞાતા દ્રષ્ટાભાવે વિચરે છે. સ્વપરને મળતાં કર્મફળમાં તે તટસ્થ રહે છે. ભેદવિજ્ઞાન સિદ્ધ થયા બાદ સ્વપરનેકરેલા કર્મના બદલારૂપે-મળતી શાતા કે અશાતાને કર્મની [ ત્રિગુણની ] રમત માનીને સિદ્ધ ભગવંતની જેમ ચગી વધુ તટરકપણે જુએ છે, પણ રીસે ભરાઈને શોક કરતા નથી.
વીતી ગયેલી વાતને શક નથી, આવનારી વાતને અત્યારથી વિચાર નથી, વર્તમાન પ્રત્યેક ક્ષણ ચિત્તશુદ્ધિમાંથી પસાર થઈ રહી છે.
આવી સમાધિને જે મુનિવર વિસ્તારી રહ્યા છે તેમને ક્રોધનો તે સંભવ જ કયાંથી હોય ?
શું મુનિરાજેને પિતે ભૂતકાળમાં અનુભવેલે કોઈ અદ્દભુત સંસાર સહસા યાદ આવી જાય છે ?
જ્ઞાત
રહે છે. તાપમાન સિદ્ધ થઈ શકે