________________
૧૭૫
મુનિજીવનની બાળપોથી ચરણકરણાનુગ અમુક ક્રિયાઓના શુભ આસેવનના બલે આત્મિક સંસ્કારોના ઘડતરની ભૂમિકા તૈયાર કરે છે. પણ સાધુજીવનમાં તે તે ભૂમિકા ઉપર યોગ્ય સંસ્કારનું મજબૂત મંડાણ કરવાનું હોય છે, તેથી દ્રવ્યાનુયોગની સાપેક્ષપ્રધાનતા (પોતાના માટે) જરૂરી છે. માટે ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ચાર, કર્મગ્રંથ, (શક્તિ–લોપશમ આદિની અનુકૂળતા હોય તો છ કર્મગ્રંથ, નહિ તે ચારથી સામાન્ય ખ્યાલ આવી રહે છે) શ્રી તત્વાર્થ સૂત્ર, શ્રી -નયકણિકા, શ્રી પ્રમાણુનયતત્ત્વાકાલંકાર અને શ્રી દ્રવ્યગુણપર્યાયને રાસ સમક્તિના ૬૭ બેલની સજઝાય ગદષ્ટિની સઝાય વગેરે તાત્વિક વિચારના પ્રાથમિક ગ્રંથનું અધ્યયન જરૂરી છે.
આમાંના કેટલાક સંસ્કૃત ભાષા અને શાસ્ત્રીય જ્ઞાનની પ્રૌઢતા માગે તેવા છે, છતાં સંસ્કારરૂપે યત્કિંચિત્ અંશે પણુ ગુરુગમથી બુદ્ધિનું પરિકર્માણ કરવા ઉપયોગી હેવાથી તેવા ગ્રંથો પણ આમાં જણાવ્યા છે.
૬. ઉપર મુજબનું પાયાનું તાવિક–શિક્ષણ મળ્યા બાદ શક્તિસંપન્ન આત્માએ સ્વકલ્યાણની સાધનાને અનુકૂલ સર્વ સાધનને સંપૂર્ણ વ્યવસ્થિત ઉપગ જયણાપ્રધાન જીવન જીવવારૂપે કર્યા બાદ વધેલી શક્તિને પરકલ્યાણમાં ઉપયોગ કરી કર્મનિજેરાના માર્ગે જલદી આગળ વધી શકાય, તે માટે સંસ્કૃત ભાષાને અભ્યાસ કરવા પ્રયત્નશીલ થવું ઉચિત છે, નહિ તે દીક્ષા લીધી અને દીક્ષાના વાસ્તવિક ભાવાર્થને જીવનમાં ઉતારવારૂપે