________________
મુનિજીવનની બાળપોથી
૧૭૧ ઊભે છે?” શિષ્ય કહ્યું, “આપે બેલા માટે આવીને ઊભું છું. રાત્રે નવ વાગ્યાથી ઊભું છું.”
(૬૫) આરોગ્યના કારણવશાત એ મહાત્માને વૈદરાજે ખાસ બનાવીને તૈયાર કરાવેલું (આધાકમ) મગનું પાણી રોજ એક વાર વાપરવાની ફરજ પાડી. મહાત્માજી મગનું પાણી લેતા, પણ તેના પ્રત્યેક ઘૂંટડે નિસાસે નાંખતા અને બેલતા, “આ આધાકમીનું પાપ મને શા માટે કરાવો છે? મારું શું થશે ?” આ મહાત્મા નિર્દોષ. રોટલી, પટેલના ઘરની જાડી–લડું હોય તે ય પ્રેમથી (નિર્દોષ છે તેના આનંદથી) વાપરતા; અને મગના પાણીમાં ભારોભાર નિસાસા નાંખતા !