________________
૧૫ર
મુનિજીવનની બાળથી પામી ગયેલા મહાત્મા ભયના સંસકારોથી મુક્ત હોય તેમાં શી નવાઈ? - સમાધિમાન્ મુનિરાજ કઈ પણ કારણે ચિત્તમાં ખળભળાટ અનુભવતા નથી. પછી તે કારણે દુષ્ટમાં દુષ્ટ હોય કે ભયભીત કરી દેવા માટેનાં હોય.
ઉપસર્ગોના ભારને સહન કરતા એ મુનિએ તે ધરતી જેવા છે. મોટા મોટા પર્વતે અને વિરાટ વડલાઓને ઉપાડતી ધરતી ક્યારેય પણ એ ભારેખમ ભારથી ડગી છે ખરી ?
સમાધિભાવને સિદ્ધ કરવામાં અગ્રેસર બનેલા સુનિવર બહુ દૂરનાં, ઘણું લાંબાં અને ખૂબ ઊંચાં એવાં સાધનાનાં સ્થાન ઉપર ચડવામાં ય કદી અંતરમાં ખિન્ન થતા નથી. . - એ તે સમાધિથી અકળાઈ ગયેલા ગધેડા જેવા શક્તિહીન માણસેનું કામ છે. એવાઓનું તે આવાં ઉચ્ચ સ્થાનેએ ચડવા જતાં પતન જ થાય.
બિચારા સમાધિભાવના રસાસ્વાદને કદી નહિ પામેલા મુનિવર ! અધ્યાત્મની કઠોર કેડીએ પદાર્પણ કરતાં પહેલાં જ થરથર ધ્રૂજે તે તેમાં શી નવાઈ! આવા નપુંસક જેવા લકે અપવાદાદિ ગુપ્ત શાસ્ત્રમાર્ગો શોધી કાઢીને તેની ઉપર જ – શિથિલાચારને આનંદ માણીને – જીવન પૂરું કરી નાંખતા હોય છે.
નબળો માટી! એ વળી એણે શી રીતે ચડી શકે? પણ જે કદાચ કોઈ એને ચુદ્ધ લડવાની ફરજ પાડે તો