________________
૧૫૭
મુનિજીવનની બાળપોથી
જેણે દીક્ષા લીધી હોય તે હવે પાળી જાણે. આવું સર્વોત્તમ કક્ષાનું જીવન ફરી ફરીને મળનાર નથી. ભલું થયું કે આપણને આ જીવન મળી ગયું. હવે તે. નિત નવા ઉમંગે છલાંગ મારીએ; ઉપર ઉપરના સંયમના. કંડકસ્થાનેએ....વારંવાર ઝલક અનુભવીએ; અપ્રમતભાવના ગુણસ્થાનની.
પણ તે બધાના મૂળમાં પૂર્ણ બ્રહ્મચર્યનું પાલનભૂલ થાય કે તરત સદ્ગુરુ પાસે પ્રાયશ્ચિતકરણ દ્વારા પૂરેપૂરું શોધન તે અત્યંત આવશ્યક છે.
આ પાલન અને શોધન વિના તે નહિ ચાલે; નહિ જ ચાલે, સરળ છે એ પાલન; સરળ છે એ શોધન...
ભવભીરુ માટે ! મેક્ષાભિલાષી માટે ! સાચા ખાનદાન માટે !