________________
મુનિજીવનની બાળપોથી
૧૫૫ તેની નવે ય વાડને વ્રત સમજીને જ પાળો, અને. દેવની અપાર ભક્તિ કરે, ગુરુની અપાર સેવા કરે.
યાદ રાખો કે દેવગુરુનું, અહર્નિશ નામ-સ્મરણ એ બ્રહ્મચર્યની દસમી વાડ છે.
બ્રહ્મચર્યના પાલનમાં સૌથી વધુ ઉપયેગી તપ છે. ખાસ કરીને ઉપવાસ અને રસત્યાગ.
ઉપવાસ નૈમિત્તિક હોય, પણ રસત્યાગ તે કાયમી. હે જોઈએ.
કાયમના રસત્યાગ સાથે વારંવાર ઉપવાસ કરનારાને અને પરમાત્મભક્તિમાં રમમાણ થનારાને બ્રહ્મચર્યનું પાલન બીજા માટે જેટલું મુશ્કેલ છે એટલું જ આ પુણ્યાત્મા માટે સરળ છે.
વર્તમાનકાળમાં વાડોનું અણિશુદ્ધ પાલન, દેવભક્તિ અને ગુરુકૃપા [દસમી વાડ] આ બધા તરફ કાંઈક ગૌણભાવનું દર્શન થવા લાગ્યું છે. આથી જ સંસાર-- ત્યાગીને પણ ક્યારેક ક્યાંક વાસનાની પીડાની વાત જાણવા મળે છે.
બાકી, જે મુનિજીવનને એના સ્વરૂપથી દશવિધ ચક્રવાલ સામાચારીથી માંડીને તેના તમામ ગાથી– બહુમાનપૂર્વક સ્પર્શવામાં આવે તો આ વ્રત પાલન અત્યંત સરળ અને સહજ બની જાય તેમ છે.
પણ તેને બદલે ઉપધાન, મોલ્સ, સંઘો,