________________
પાઠ : ૧૨
બ્રહ્મચર્ય
“એ વ્રત જગમાં દી મેરે પ્યારે એ વ્રત પૂજાની ઢાળોમાંની આ પંક્તિ પણ કાનમાં કેવું ગુંજન કરતી રમતી રહે છે ?
મુનિ-જીવનનું ટચ કક્ષાનું વ્રત તે બ્રહ્મચર્ય મહાવ્રત. [સર્વથા મૈથુન વિરમણ મહાવ્રત.]
આ વ્રતનું જતન પ્રાણના સાટે કરવાનું છે. સ્થૂળથી જ નહિ, સૂક્ષમથી પણ.....
કાયાથી જ નહિ, મનથી પણ.... જાહેરમાં જ નહિ, ખાનગીમાં પણ..... પ્રકાશમાં જ નહિ, અંધકારમાં પણ પ્રતિકૂળતામાં જ નહિ, ભરપૂર અનુકૂળતામાં પણ તપ કરીને જ નહિ, ખાઈને પણ
સૌથી કઠિન સાધના ! નિષ્ફળ જવાની સૌથી વધુ શક્યતા !
પણ જે અનાદિકાલીન વાસનાઓનું અતિ ઉગ્ર આક્રમણ અનુભવાતું ન હોય તે તે વ્યક્તિને બ્રહ્મચર્યનું પાલન વધુ મુશ્કેલ નથી.