________________
૧૪
મુનિજીવનની બાળથી ઔષધ જ આરોગ્યની અંધાધૂંધી પેદા કરવામાં વધુ ભાગ ભજવી જતું હશે.
આ સિવાય સ્ત્રી જાતિમાં સ્વભાવગત જે કેટલાક દોષે છે તેના લીધે તેઓ પરસ્પરની અથડામણ વગેરેમાં -જલદી ઊતરી પડતાં હોય છે. એાછું આવી જવું, અધીરા થવું, અપેક્ષા રાખ્યા કરવી, અસહિષ્ણુ બનવું, બીજાના દોષ જેવાની આદત હેવી, રડવું, વધુ પડતી ચિંતા કરવી, માથે વધુ ભાર લઈ લે ...વગેરે માનસિક કારણે પણ એમના આરોગ્યની કથળતી સ્થિતિમાં કાણુભૂત -બની જતા હોય છે. કેને કયું કારણ લાગુ થયું છે ? -એ તે એ વ્યક્તિ કે એના વડીલ જ સાચું કહી શકે.
હાર્દિક અનુમોદન
(૫૭) એક મહાત્મા વિશાળ સમુદાયના વડીલ હતા. રોજ રાત્રે એકાદ સાધુને પિતાની પાસે અંગત બેસાડતા અને માતાનું વાત્સલ્ય આપીને એના જીવનમાં પ્રવેશ કરતા. એના દેનું શુદ્ધીકરણ કરાવી લેતા. મહાનિશીથ સૂત્રના શદ્વારની જ્યારે એ વાત કરતા ત્યારે ભલભલા સાધુને ચ શુદ્ધિ કરવાની ભાવના તીવ્ર થઈ જતી !