________________
મુનિજીવનની ખાળપેાથી
૧૪૭
શરીર અનેક પ્રકારની વિશિષ્ટ આરાધનાએથી સદા માટે વાંચિત થતુ' જાય.
ઔષધાદિને પણ કર્માંના ઉપશમામાં નિમિત્ત તો કહ્યા જ છે. જેમ પારણામાં સૂંઠ, રાખડી કે દૂધ લેવાથી અમુક પ્રકારની સ્મ્રુતિ તરત જ જોવા મળે છે અને તેથી પણ અમુક પ્રકારની ચિત્તસમાધિ પ્રાપ્ત થાય છે તેમ ઔષધનું પણ છે જ.
શાસનપતિ પરમાત્મા મહાવીરદેવે પણ સિ’હુ નામના અણુગારના અત્યાગ્રહથી ઔષધ લીધું હતું. પૂજ્યપાદ હીરસૂરિજી મહારાજાને પણ શ્રાવિકાએના ખૂમ આગ્રહને લઈને ઔષધ લેવુ પડયુ. હતુ. આમ કેટલીક વાર શ્રીસંઘ આદિના વાત્સલ્ય વગેરેને કારણે પણ ઔષધ લેવાના પ્રસ’ગ આવી પડે ખરેા.
એટલે ઔષધ ન લેવાય તેવા આગ્રહ જરૂર રાખવા; પણ તે નિરપવાદ ન ડાવા જોઈએ.
વળી ઔષધ લેવું જ ન પડે તેવી સ્થિતિ જેણે સિદ્ધ કરવી હાય તેણે મુનિજીવનના – તેમાં ય ખાસ કરીને આહાર સબંધના તમામ નિયમનુ વ્યવસ્થિત રીતે પાલન તેા કરવું જ જોઈ એ.
-
વધુ પડતી એ નિયમાની ઉપેક્ષા કરનારા માંદા પડે અને પછી ઔષધ નહિ લેવાના નિરપવાદ આગ્રહ સેવે એ કેટલુ* ઉચિત ગણાય તે સમજવુ' જોઈએ,