________________
મુનિજીવનની બાળપોથી
૧૨૯ જે આવી પ્રકૃતિદોષવાળી વ્યક્તિ ન જ સુધરે તે બાકીના સહવતીઓએ પિતાનામાં સહનશક્તિ વધારવી જ રહી. તે વ્યક્તિના પ્રકૃતિદોષ સામે જેવા, બેલવા અને સંભાળવાનું સદંતર બંધ કરીને પોતાની આરાધનામાં જેટલા વધુ લાગી પડાય તેમ લાગી પડવું. આવી સિદ્ધિ સહનશક્તિ વધાર્યા વિના પ્રાપ્ત થઈ શકે તેમ નથી.
ખરી વાત તે એ છે કે પ્રકૃતિદોષવાળી વ્યક્તિને શિષ્ય બનાવતાં જ બહુ વિચાર કરે જોઈએ, સારી રીતે કસેટ કર્યા વિના લાલચમાં આવી જઈને જ્યારે ઉતાવળે દીક્ષા કરવામાં આવે છે ત્યારે જ પ્રાયઃ આવું બને છે, જેની જીવનભર સજા મળે છે.
જેમને આવા અનુભવ થયા હોય તેણે ભાવમાં ખૂબ વધુ સાવચેત બની જવું અને બીજાઓને પણ પિતાનું અનુભવજ્ઞાન આપીને દુઃખી થતા અટકાવવા.
cક'
આટલું ધ્યાનમાં લેવા જેવું
બા
(૩૩) ધર્મકાર્યો કરવા અંગે : અધર્મ (સાવદ્ય) કાર્યો સંબંધમાં તે આદેશ પણ ન કરાય; અને ઉપદેશ પણ ન