________________
મુનિજીવનની બાળથી
૧૪૧ પણ બની રહ્યું છે. તેના નિવારણ માટે સાગરવરગંભીર સુધીના લેગસને જેમ બને તેમ વધુ સંખ્યામાં [ ૧૨ થી ૧૦૮ સુધી ] કાત્સર્ગ [ઊભા ઊભા જ] કરવો જોઈએ. લેગસ્સના કાસર્ગમાં વિદન-વિદારણની પ્રચંડ શક્તિ છે.
આજથી અખંડિતપણે કાત્સગ શરૂ કરવો જોઈએ. (૪૦) યોગ્ય જીવોને પ્રેરણા અંગે , જેઓ મુનિજીવનમાં પરિપકવ થયા છે, જ્ઞાનથી અને વયથી, તેમણે શ્રીસંઘમાં આરાધનાઓ કેમ વર્ષ થાય? તેની કાળજી કરવી જોઈએ. પણ સબૂર ! ખૂબ જ સહજ રીતે આ કામ થવું જોઈએ. માંગીને, પરાણે આવું કામ કદી ન કરવું.
ક્યારેક પાત્ર વ્યક્તિઓને કે વર્ગને નવકારશી, રાત્રિ ભેજનત્યાગાદિ આરાધનાઓની સહજ રીતે પ્રેરણું કરવી. કેટલાક જીવો આવી કઈ પ્રેરણાને પામીને તરત જીવનની દિશા બદલતા હોય છે. હા....પ્રતિજ્ઞા આપવામાં જરા ય ઉતાવળ ન કરવી, પરંતુ પ્રેરણા જરૂર કરવી, એ આરાધનાઓના લાભ દેખાડવા. વિરાધનાએાનાં કહુ પરિણામે સમજાવવાં. પછી જ્યારે તે સાચા ભાવથી પ્રતિજ્ઞા માંગે ત્યારે આપવી.
યાદ રાખજે કે પ્રભુશાસન આવી આરાધના