________________
=
મુનિજીવનની બાળપોથી
૧૪ વગેરે મહાગ્રંથો, લેકપ્રકાશ અને પ્રવચન સારોદ્ધાર તેણે સાથે કંઠસ્થ કરી લેવા જોઈએ.
સિદ્ધહેમ, અભિધાન–ચિંતામણિ અને ધાતુપાઠએકી બેઠકે હજારે શ્લોકના મુખપાઠ રૂપે ચાલો જોઈએ.
દશવૈકાલિકના ચૂલિકા સહિત દસ અધ્યયન, ઘનિર્યુક્તિ અને ઉત્તરાધ્યયન સૂત્ર કંઠસ્થ કરવા, જોઈએ.
અને તે પછી પ્રશમરતિ, જ્ઞાનસાર, ઈન્દ્રિય પરાજય, વીતરાગ સ્તોત્ર, શાન્તસુધારસ, અધ્યાત્મસાર: હરીભદ્રી અષ્ટક, વૈરાગ્ય કલ્પલતા વગેરે કંઠસ્થ કરવા. જોઈએ.
એ પછી ઉપાધ્યાયજી મહારાજ તથા હરિભદ્રસૂરિજી મહારાજના કેટલાક ગ્રંથે તથા અમૃતવેલની સજઝાય, સડસઠ બેલની સજઝાય, આનંદઘનજી, દેવચંદ્રજી અને. ઉપાધ્યાયજી મહારાજની વીશીઓ, સવાસે, દેઢશે. અને સાડા ત્રણ ગાથાનાં સ્તવને વગેરે કંઠસ્થ. કરવાં જોઈએ. - દસથી પંદર વર્ષે આ બધે સ્વાધ્યાય રૌયાર થાય.. પછી જુઓ જીવન જીવવાની મજા, પછી અનુભવે પાંડિત્ય કે વિદ્વત્તા, પછી પામે સ્વયંભૂ પશમ અને શાસનપ્રભાવકતા.
જે ત્યાગીઓ – ખાસ કરીને નાની વયના ત્યાગીઓ – નિજીવનનાં પહેલાં દસ વર્ષ સ્વાધ્યાયમાં લીન થઈ