________________
૧૨૪
મુનિજીવનની બાળપોથી
શાસ્ત્રવિચાર [ગુરુતત્ત્વનિશ્ચય]
મહેપાધ્યાય શ્રીમદ્ યશવિજ્યજી મહારાજા કૃત ગુરુ-તત્વવિનિશ્ચય નામના ગ્રન્થમાં ગુરુકુલવાસને ભારેથી ભારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. સંવિગ્ન અને ગીતાર્થ એવા ગુરુની પાસે જ રહેવું તે ગુરુકુલવાસ કહેવાય. સૂક્ષ્મ દષ્ટિથી–તેમની આજ્ઞાથી દૂર રહેનારે પણ ગુરુકુલવાસી કહેવાય અને તેમની આજ્ઞાની ઉપેક્ષા કરનાર સાથે રહીને પણ ગુરુકુલવાસી ન કહેવાય.
આમ ગુર્વાજ્ઞા પ્રત્યે અપાર બહુમાન તે જ વસ્તુતઃ - ભલે ગુરુકુલવાસ કહેવાય પરંતુ તેની સાથોસાથ પ્રારંભિક
મુનિ-જીવનમાં ગુરુની પાસે જ–સાથે જ રહેવું એ અત્યન્ત - જરૂરી છે. ભલે કદાચ અને કોની સાથે રહેવામાં મનદુઃખાદિ થવાના પ્રસંગે ઉપસ્થિત થતા હોય; ભલે કદાચ જુદા રહેવામાં નિર્દોષ ગોચરી, પાણી અને મન:શાન્તિ વગેરે મળતા હોય તે ય ગુરુની પાસે રહેવું તે જ બ્રહ્મચર્યાદિની દૃષ્ટિએ તથા આરાધનાના વેગોની તાલીમ મેળવવાની દ્રષ્ટિએ અત્યન્ત ઉચિત છે. આ વાત ગુરુતત્વ વિનિશ્ચયમાં ખૂબ ભાર મૂકીને જણાવવામાં આવી છે.
નિર્દોષ ગોચરી અને ચિત્તશાંતિ પામવા કરતાં પણ ચિત્તની સ્વછંદતા મનસ્વિતા, ઉછુંખલતાને દૂર કરવાની -વધુ જરૂર છે, ગુરુથી વેગળા થવામાં આવા કેટલાક દોષોને