________________
૭"
મુનિજીવનની બાળપોથી તે તેમ ન બને તે બહેતર છે કે એ તીર્થયાત્રા ગૌણ અને; મનથી જ અહીં બેઠાં એ પરમાત્માઓને વંદન, પૂજન. કરી લેવાં ઘટે.
આ કેટલી બધી દુઃખદ બીના છે કે તીર્થયાત્રા જેવા. પ્રસંગમાં પણ કેટલાક અત્યંત અઘટિત પ્રસંગે બની જાય. છે! પહેલું શિયળ પછી જ બધું.
સવાલ (૧૧) : દીક્ષા લેવામાં માતાપિતા શાહના. કાણે અંતરાય કરે છે તેમને છેડીને દીક્ષા લઈ શકાય. ખરી?
જવાબ: પંચસૂત્રાદિ ગ્રન્થમાં કહેલી વિધિપૂર્વક છું લે–માતપિતાને છેડીને પણ–દીક્ષા લઈ શકાય છે, પણ સબૂર ! આવી સ્થિતિમાં માતપિતાને છેડી દેવાના છે; પરતુ. તછોડી દેવાના તે નથી જ. એમના હૈયે જાગેલી માહની આગ ઠારવા માટે દીક્ષાથી સંતાન જ્ઞાન અને સયમનું પાણી લેવા જાય છે. એ પાણી લાવીને એમની આગ ઠારવાની છે. આ કારણસર જ એમને છોડવાં પડે છે, અને . છેડવા જોઈએ પણ ખરા. પરંતુ તે વખતે ય દીક્ષાર્થીના હૈયામાં તેમને તરછોડવા સ્વરૂપ તિરસ્કારને ભાવ તે અલ્પાશે. પણ ન જ હવે જોઈએ.
ક્યારેક આવો તિરસ્કાર પણ જોવા મળે છે. ક્યારેક તે વળી અપરિણત ગુરુવર્ગ તરફથી પણ આ તિરસ્કાર કરવાની પ્રેરણું પણ કરવામાં આવે છે, જે અત્યન્ત અનુચિત છે.