________________
મુનિજીવનની બાળપોથી
૧૧૯ સચિત્ત ગણાય છે. આ કિરણે અગ્નિને ભડકા વગેરેની જેમ સચિત્ત તેજસ્કાય છે.
આજકાલ આ માન્યતામાં મતભેદ પડવા લાગ્યા છે. ઈલેકિટ્રક કે બેટરીના અગ્નિને રિફાઈન્ડ કરેલ – અચિત્ત – નિજીવ ગણવાની વાતે કેટલાક કરે છે. આ અંગેની ચર્ચામાં ઊતરવા કરતાં મને એક વાત કરવી યોગ્ય લાગે છે કે એક વાર માની પણ લઈએ કે તે ઉઝઈ નિર્જીવ છે પણ તે ય જે તેથી જ તેને ઉપગ ચાલુ કરવામાં આવશે તે મુનિજીવનમાં ઈલેકિટ્રકસિટીને ઉપગ પુષ્કળ પ્રમાણમાં વધી જશે. આજે ઈલેકિટ્રકથી એટલી બધી વસ્તુઓ ચાલે છે કે તેનાથી ઘેરાએલે સાધુ કદાચ તેના જીવનમાંથી જ ઊખડી પડે; “સાધુતા' નામનું તત્વ જ તેમાંથી કદાચ ખતમ થઈ જાય; અથવા એ “મેડન કક્ષાને સાધુ દેખાય.
પછી રાતે ય લાઈટ દ્વારા ઘણું કામ થાય. એમ થતાં મત્રજપ વગેરે સાવ ગૌણ બની જાય.
જીવહિંસા કરતાં ય જીવનરક્ષા વધુ મહત્ત્વની છે. આજનાં ભૌતિક સાધનોનો વધુ પડતા ઉપગ જીવનરક્ષાથી
ક્યાં ય દૂર આપણને હડસેલી મૂકે તેમ છે. એટલે ઇલેકિટ્રકલાઈટ નિર્જીવ છે કે સજીવ! તેની ચર્ચા કરવા કરતાં ઉપયુક્ત કારણે તેનો ત્યાગ કરે તે જ હિતાવહ લાગે છે.
(૩૨) માત્ર પરઠવવા અંગે : માત્રુ વગેરે પરઠવતી વખતે એકદમ નીચે-વાંકા વળી જવું જોઈએ. એ પછી માત્રુ પરઠવતાં એક જ ઠેકાણે સૂકી રેતીમાં ઢગલે ન થવા