________________
૧૧૭
મુનિજીવનની બાળપેથી
સાચા ગુરુ ન મળતા હોવાના કારણે અમે પ્રાય"શ્ચિત્ત કરતા નથી.” એવું કેટલાક ત્યાગીઓ પાસેથી જાણવા -મળે છે પણ આ વાત સાચી નથી. પ્રયત્ન કરવામાં આવે -તે એવા ગીતાર્થ અને ગંભીર પ્રાયશ્ચિત્તદાતા જરૂર મળી જશે.
છતાં ય જે ગલ્લાતલ્લા કરીને શત્યેનું આલેચન નહિ કરવામાં આવે તે મને લાગે છે કે તે આત્મા જે દયાપાત્ર જીવ આ જગતમાં બીજે કઈ નહિ હોય.
જે નિર્લજજ બનીને ભૂલ થઈ જ છે; તે નિર્લજ્જ બનીને એકરાર કરવું જ જોઈએ; તે વખતે વળી શરમ શેની ?
અહે! જેને એવા વાત્સલ્યભરપૂર પ્રાયશ્ચિત્તદાતા જડ્યા છે તેના જે પુણ્યવાન આત્મા આખા જગતમાં બીજે કેઈ નથી.
યાદ રાખે; આપણે પલક ઝપાટાબંધ નજદીક ધસી આવી છે; ગમે તે પળે આપણે ઊપડી જવાનું છે.
તે ગમે તે પળે ઊપડી જવા માટે તૈયાર થઈને -જ બેસીએ.
બધાં જ પાપોનું સદ્દગુરુ પાસે આવેચન પ્રાયશ્ચિત્ત કરી લઈએ ત્યારે જ પરક જવા માટે તૈયાર બનીને બેઠા કહેવાઈએ !