________________
પાઠ : ૯
આલોચના
મુનિજીવનની સર્વોત્કૃષ્ટ સાધના જે કઈ હોય તે તે જીવનમાં લાગી જતા સ્થૂલ, સૂફમ કે સૂક્ષ્મતમ દોષોની સુગ્ય ગુરુ પાસે આલેચના કરવી; પ્રાયશ્ચિત્ત લેવું અને તેને પાર ઉતારવું તે છે.
તપ વગેરે કઈ પણ ધર્મનું આરાધન હજી સુશક્ય છે; કેમ કે તેમાં સ્વદેષદર્શન કરવાનું કે ગુરુ પાસે પ્રગટ કરવાનું નથી. આથી જ તે બધા ય તપ વગેરે કરતાં પણ મહાન સ્વદોષદર્શનરૂપ આલેચના છે.
સ્વદષદર્શન કરવું અને તેનું ગુરુ પાસે આલેચન કરવું એ બે ય એકેકથી વધુ ચડીઆતી, વધુ કઠિન આરાધનાઓ છે.
વસ્તુતઃ આ જ સર્વોત્કૃષ્ટ સાધના છે કે જેને માસખમણના આજીવન તપસ્વીઓ પણ ઝટ પશી શક્તા નથી.
વળી આ જ સાવ પાયાની આરાધના છે કેમકે આ આરાધના વિનાની તમામ ત્યાગ, તપ, વ્રત, જપ અને સંયમની આરાધનાઓ નિષ્ફળપ્રાયઃ બની જાય છે.