________________
૧૧૬
મુનિજીવનની બાળથી કેટલાક મહાન વક્તાઓ; મોટા શાસનપ્રભાવક, અજોડ લેખકે, ઉગ્ર તપસ્વીઓ, ખાખી સંયમીઓ પણ સુગ્ય સદ્ગુરુની પાસે પિતાના સૂક્ષ્મતમ દોનું આલોચન કરવા માટે ક્યારેક અત્યંત કાયર હેય છે.
જે આપણે મુનિજીવનને સફળ બનાવવું જ હોય. તે શુદ્ધ અને સંપૂર્ણ આલેચના અને પ્રાયશ્ચિત્તને આપણા જીવનમાં ગૌરવભર્યું સ્થાન આપવું પડશે.
જીવનમાં વ્રતાદિની આરાધનાઓ કદાચ ઓછી થાય. તે હજી ચાલી શકે પણ પાપશલ્યનું સંપૂર્ણપણે આલેચન કરવા દ્વારા ઉન્મેલન ન થાય તો તે કદાપિ ચાલી શકે તેવી બાબત નથી.
જે આપણુ સમક્ષ નાનકડા પણ પાપના પરિણામ. રૂપે ત્રાટકનારાં દુર્ગતિનાં દુઃખે અત્યારે જ આવી જાય તે મને લાગે છે કે આપણે પાપનું આલેચન કર્યા વિના એક પળ પણ રહી ન શકીએ.
થયું પાપ કે તરત જ તેનું પ્રાયશ્ચિત્ત.
બારે ય પ્રકારના તાપમાં ઉત્કૃષ્ટ “પ્રાયશ્ચિત્ત નામને. તપ કહેવામાં આવ્યું છે. આપણે તેને સાવ ગૌણ કેમ. અણુ શકીએ?
આપણે અહંકાર–માનકષાય–જ આપણને આલોચના કરતાં અટકાવે છે.