________________
મુનિજીવનની બાળપોથી
૧૦૭ ભારે સદ્દભાવપૂર્વક ગેખવાને પરિશ્રમ કરાય તે તેનાથી જ્ઞાનાવરણીય કર્મને જોરદાર ક્ષયે પાય થઈ જાય છે. એવી. વ્યક્તિ ભવિષ્યમાં મહાજ્ઞાની અથવા મહાન શાસનપ્રભાવક તરીકે જોવા મળે તે જરાય નવાઈ ન પામવી.
આ દિવસ સ્વાધ્યાયથી ભરપૂર હવે જોઈએ. એક કરતાં વધુ વિષયને અભ્યાસ રાખવાથી દિવસ દરમ્યાન તે વિષયે બદલાયા કરવાથી સ્વાધ્યાયમાં કંટાળે નહિ આવે.
સ્વાધ્યાય કરવા માટે આટલી શરતેનું અચૂક પાલન કરવું: (૧) ઉ૫કારી ગુરુદેવના નામની માળા ગણવી, (૨) ગુરુકૃપાથી સરસ્વતીજીને મન્ત્રજપ મેળવીને તે કરે. (૩) દીવાલ તરફ મેં રાખીને દેખવું. (૪) એક ઊંચા અવાજે ગોખવું. (૫) ધૂણને ગેખવું. (૬) એકધારું ગોખવું ! વચ્ચે ઊઠવું નહિ કે કઈ સાથે બોલવું નહિ. (૭) રાત્રે (જોયા વિના) બધે પાઠ કરી જે. (૮) જે જગાએ માંડલીમાં પ્રતિક્રમણ કર્યું હોય તે જ જગાએ. બેસીને રાત્રે ૯-૧૦ સુધી તે પાઠ કરે જ. (૯) બધે પાઠ ઇરિયાવહિ પડિક્કમીને જ કરવે જેથી તેને પ્રાયશ્ચિત્તના સ્વાધ્યાયમાં વાળી શકાય. (૧૦) ગોખેલું બીજા સાંભળે તે ઉત્તમ; પણ કેઈની તેવી અનુકૂળતા ન હોય તે એકલા પણ પાઠ કરવાની ટેવ પાડવી.
પહેલાં સાધુ-આવશ્યક ક્રિયાના સૂત્રે ગોખવાં, દશ વૈકાલિક પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ અર્થસહિત તૈયાર કરવા. ત્યાર બાદ ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રન્થ,