________________
૧૦૮
મુનિજીવનની બાળથી નવરાશ જેમ ઘાતક છે તેમ બહિર્મુખ જીવનની ભરચક પ્રવૃત્તિઓ પણ ઘાતક છે.)
નવરાશ અને ક્યાંથી? જે મુનિ-જીવનની દશવિધ ચક્રવાલ સમાચારી વગેરેનું ખૂબ સારી રીતે પાલન કરવામાં આવે તે નવરાશ ન મળે. દરેક ક્રિયા વિધિપૂર્વક થાય તે તે સમયે થાય; દીર્ધદષ્ટિપૂર્વક થાય તે ક્રિયામાં જ કેટલે -બધો સમય જાય? હા... તેને બદલે તેમાં એકદમ વેઠ ઉતારી દેવામાં આવે તે ઘણે સમય ફાજલ પડી જાય ખરે,
બીજું, રેજને ચાર-છ કલાકને તે સ્વાધ્યાય જ હોય; તે સિવાય નિર્દોષ ગોચરી મેળવવા માટે અડધાથી એકાદ કલાક પણ લાગી જતે હોય. બે ટાઈમના પ્રતિ– લેખનમાં દોઢ કલાક તો જાય જ. આમ પ્રતિકમણ, ગુરુસેવા, પણ ગ્લાનાદિની વૈયાવચ્ચ, બહાર થંડિલગમન, નવકાર -મન્નાદિને જાપ વગેરેમાં ઠીક ઠીક સમય ચાલ્યા જાય. આમાં અવકાશ(નવરાશ)ને તે અવકાશ જ ક્યાં છે ?
શાસ્ત્રકાર પરમર્ષિઓએ ફરમાવ્યું છે કે જ્યારે પણ નવરાશ મળે ત્યારે પંચપરમેષ્ઠી ભગવંતેનું સ્મરણ કરવું. બેલે હવે નવરાશ રહી જ ક્યાં ?
સબૂર ! છતાં ય જે મુનિજીવનમાં નવરાશ કઢાશે તો એણે ગમે ત્યારે કઈ ખતરનાક પતન માટે તૈયાર રહેવું પડશે. મહષિઓએ કહ્યું છે કે, “સીડી ચડઊતર કરતા ભૂતની જેમ અથવા સખત કામ કરતી વહુની જેમ સાધુએ સતત કાર્યરત રહેવું જોઈએ. આથીકઈ પણ અનિષ્ટની શક્યતા ઊભી ન થાય.