________________
१०४
મુનિજીવનની બાળથી બૃહત્સંગ્રહણ, ક્ષેત્રસમાસ, પંચસંગ્રહ, કમ્મપયડી, પ્રવચન સદ્ધાર, લોકપ્રકાશ, અને તત્વાર્થસૂત્ર ક્રમશઃ ગેખવા.
ત્યાર બાદ સંસ્કૃતની બે બુક અથવા સિદ્ધહેમ વ્યાકરણ કરવું. પછી જૈન કાવ્ય–શાન્તિનાથ મહાકાવ્ય, ધન્ય ચરિત્ર ત્રિષષ્ટિપ તથા હીર સૌભાગ્ય કરવા.
ત્યાર બાદ પ્રાકૃતભાષા કરવી અને સમરાઈશ્ચકહા તથા સંવેગરંગશાળા વાંચવું.
ત્યાર બાદ તર્ક સંગ્રહ મુક્તાવલિ, વગેરે થડે પ્રાચીન અને છેડેક નવ્ય ન્યાય કરીને યંગ અને અધ્યાત્મના ગ્રન્થ તથા આગમના દેહનરૂપ ગ્રન્થનું વાંચન અને મનન કરવું. જેનાથી જીવનનું સુંદરતમ ઘડતર થાય.
સબૂર! સ્વાધ્યાયના પ્રેમી માટે એક મોટું જોખમ! કે તે સ્વાથી ન બની જાય. બાલ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી અને વડીલેની વૈયાવચ્ચની ને પણ ઉપેક્ષા ન કરી જાય. સેવા તો સ્વાધ્યાયમાં જેદાર વેગ દેનારાં તરવે છે.
આટલું ધ્યાનમાં લેવા જેવું
(૨૬) હસ્તલેખન અંગે : વીર-શાસનના ભવ્યમ ભાવીના મૂળમાં પ્રથમ જે કઈ હશે તે તે શાસ્ત્ર–રક્ષા