________________
૭૮
મુનિજીવનની બાળથી - જે તેમ જ થઈ શકતું હોય તે પરમાત્મા મહાવીરદેવને ગર્ભાવસ્થાને માતપિતાની ભક્તિને જે પાઠ જગતને શીખવવામાં આવ્યું છે તેને કે રકાસ થાય ?
સવાલ (૧૨) : દીક્ષાના દૈનિક જીવનમાં જપ અને - ધ્યાનની જરૂર ખરી?
જવાબ : હાસ્તો વળી. શા માટે નહિ? જ્યારે જ્યારે સ્વાધ્યાયાદિથી અવકાશ મળે ત્યારે જપ કે ધ્યાનમાં બેસવું જ જોઈએ. આ ગો તે આત્મામાં પડેલી અનાદિકાલીન વાસનાઓના સહજ મળને ઉખેડનારા અને તથાભવ્યત્વને પકવનારા છે. એના વિના તે આપણને કદી ચાલી ન શકે.
જ્યારે ક્યારેય આવશ્યકાદિ ક્રિયાઓ, સ્વાધ્યાય, ગુરુસેવાદિથી વિરામને સમય મળે કે તરત જ માતા-અરિહંતના ખેાળામાં જઈને સૂઈ જવું જરૂરી છે. આ એવું મજાનું “રીલેકસેશન છે કે આપણે એકદમ સ્વસ્થ બની જઈએ. - જીપ અને ધ્યાન બ્રહ્મચર્યની દસમી વાડ છે. અહંકારના તે નાશક છે; ચિત્તશાન્તિના તે ઉદ્દગાતા છે. આના વિના આપણુ અનેક દેનું ઉમૂલન શક્ય જ નથી.
રાત્રિના સમયમાં ઓછામાં ૧ થી ૨ કલાકના જપ વગેરે તે સહુએ કરવા જોઈએ એમ મને લાગે છે. મન્નાધિરાજ શ્રી નવકારની પ્રધાનતાપૂર્વક ષિમંડેલ, નમિઉણુ, સરસ્વતીજી, વર્ધમાનવિદ્યા વગેરે જે રસેલાસની જમાવટ કરતા હોય તે મન્ત્ર વગેરેના જપ એક માત્ર મોક્ષના હેતુથી યોગ્યતા પામીને કરવા જ જોઈએ.