________________
મુનિજીવનની બાળપોથી સુખમય સંસારના પ્રત્યેક બેગ પદાર્થ પ્રત્યે તીવ્ર અનાદરભાવ હવે જ જોઈએ.
જેના જીવનમાં આવે અનાદર નથી અને છતાં “દીક્ષાના આદરની ધૂન (!)માં જેણે દીક્ષા લીધી હોય છે તેઓની દશા દીક્ષા–જીવનના બીજા જ દિવસથી ર્તવ્યમૂહ દિશાશૂન્ય, બેચેન બની જાય છે.
બસપછી એ મનની અજંપાભરી સ્થિતિમાંથી નાહકના કલેશ-કંકાસ ગુરુવર્ગ, સ્વજનવર્ગ વગેરે પ્રત્યે પેદા થઈ જાય છે, જેને દેવ, ગુરુની આજ્ઞા વગેરે પ્રશસ્ત પદાર્થો તરફ મહિને બે મહિને પણ ભારે રાગ જામત નથી એને હવે પેલે જ, સંસારને રાગ પ્રગટ થાય છે. એ રાગ સારુ ખાવાના, સારું પહેરવાના, સારુ જેવાના વગેરે અનેક રૂપે દેખા દેવા લાગે છે. પછી તે સ્વાધ્યાય અને ધ્યાનનું સ્થાન ગૃહસ્થ–મિત્રમંડળ બનાવીને કલાકના ગપ્પા લે છે. મન્ટજપના સ્થાને કપડાંની ટાપટીપ ગોઠવાય છે. તપના સ્થાને ખાવા-પીવાને શેખ ગોઠવાય છે. ટૂંકમાં, પ્રશસ્તના નામે અપ્રશસ્ત વૃત્તિઓ પોતાનો ખોરાક મેળવ્યા કરતી રહે છે. હવે આવી – મરવાના વાંકે જીવતી – વેષને દ્રોહ દેતી – વ્યક્તિને ધર્મક્રિયામાં આનંદ કે ઉલ્લાસ ન આવે તેમાં નવાઈ શી ?
ખરેખર તે ગુરુ-વગે જ પાત્રતાની પુનઃ પરીક્ષા