________________
મુનિજીવનની બાળથી સહનશક્તિ સાથે આવા કેસને હાથમાં લેવું પડે અને તે વ્યક્તિને દીક્ષાના માર્ગે આનંદભેર દેડતી કરી દેવી જોઈએ. પણ જે ગુરુ-વર્ગ જ અસહિષ્ણુ હેઈને હાથ ઈનાંખશે; 'ઉપેક્ષા કરશે કે દોષારોપણ કરીને છટકી જશે તે સૌથી મેટા પાપનો ભાર તેના જ માથે પડશે એ વાત ચેક્ટસ છે.
સવાલ (૧૨) : શારીરિક આરોગ્ય માટે અતિ આવશ્યક સૂચન શું હોઈ શકે?
જવાબ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ત્રણેય આરોગ્ય માટે સૌથી મહત્વનું એક સૂચન છે કે “હિત, મિત અને અલ્પ આહાર કરે.” આપણું આરોગ્યને જે હિતકર હોય તે જ વાપરવું. અહિતકર તે ન જ વાપરવું. - જે હિતકર છે તે પણ માપસર વાપરવું – ઘણું તે ન જ વાપરવું.
અને અવારનવાર ઉપવાસાદિ એગ્ય રીતે કરતા રહેવા (અલ્પને અભાવપરક સમજીને અલ્પાહાર એટલે ઉપવાસ ગણ.).
કુપચ્ચ કરવાથી વધેલા આહારને પારિઠાવણિદોષથી બચવા માટે દાબીને ય ક્યારેક વાપરવાથી અને અવારનવાર ઉચિત રીતે ઉપવાસાદિ નહિ કરવાથી ત્યાગીઓના આરેગ્યની પાયમાલી થાય છે.
એથી જ કાન્તિહીન મુખ ઉત્સાહહીન જીવન; અને દવાભરપૂર પાકીટ ક્યારેક જોવા મળી જાય છે.