________________
મુનિજીવનની બાળથી પંચ–પરમેષ્ઠીના ધ્યાન સ્વરૂપ ધ્યાનને આગ્રહ રાખ ન જોઈએ. બેશક એ અપેક્ષા તે જરૂર રાખવી, જેથી તેની પણ સિદ્ધિ મળતાં ઝાઝી વાર નહિ લાગે.
સવાલ (૧૫) : દીક્ષા આપ્યા બાદ કેઈ દીક્ષિતમાં “ઉછુંખલતા કેમ જોવા મળે છે?
જવાબઃ આ સવાલનો ઉત્તર અનેક રીતે આપી શકાય. એ વ્યક્તિમાં પૂર્વે જ ઉશૃંખલતા હતી પણ દીક્ષા દેનારી ગુરુ-વ્યક્તિના શિષ્યમહના અંધાપાને લીધે તે દેખાઈ ન હતી; જે પાછળથી સ્પષ્ટ વર્તાવા લાગી એમ કહી શકાય. - અથવા પૂવે સુગ્ય વ્યક્તિમાં પાછળથી ઉછુંખલપણું આવ્યું હોય તે તેનાં બે કારણે છેઃ (૧) મુનિજીવનના કઠોર અને કાંટાળા પંથને આસાનીથી પાર કરવામાં ગુરુના વાત્સલ્યની ખૂબ જરૂર પડતી હોય છે. તે વાત્સલ્ય ન મળે અને ઉપરથી સતત ટોક-ટોક કરવામાં આવે છે તે ત્રાસદાયક વાતાવરણમાં ઉછૂખલ થઈ જવાય તે સુસંભવિત છે.
અથવા (૨) એમ બને કે તે વ્યક્તિ સ્વભાવથી ખૂબ સરળ અને સરસ ભલે હશે જ; પરન્તુ દીક્ષાનું કઠેર જીવન જીવવા માટે સહન કરવાની જેટલી તેવડ હેવી જોઈએ તેટલી તેનામાં નહિ હોય એટલે અસહિષ્ણુતાને કારણે પણ તેનામાં ઉછુંખલતાને પ્રતિભાવ પેદા થતો હોય.
આવા પ્રસંગમાં સૌથી વધુ જવાબદારી ગુરુ-વર્ગની જ આવી પડે છે. તેણે ખૂબ જ ધીરજ, વાત્સલ્ય અને