________________
૯૨
મુનિજીવનની બાળપોથી કરી શકાય? દા. ત., ઓચ્છવ કરે; આ રિટકાર્ડ ડબ્બામાં નાંખી દેજે; આટલું કામ તમારે કરવું જ પડશે; પેલી બારી બંધ કરે; આ સ્થાપનાની પાટ ઉપર મૂકી આવે; આટલા રૂપીઆ આ બાબતમાં વાપરી કાઢે....વગેરે.
શાસ્ત્રકાર પરમષિઓએ જણાવ્યું છે કે, “જેઓ આવી આદેશની ભાષામાં વ્યવહાર કરે છે તેઓને ડગલે ને પગલે મૃષાવાદનું પાપ સેવવાના પ્રસંગે આવ્યા કરે છે કેમકે પિોતે કરેલા આદેશનું સામી વ્યક્તિ પાલન ન કરે એટલે પિતે જૂઠે પડી જાય છે. વળી આ સ્થિતિમાં અમલ ન થતાં ક્રોધાદિ જાગવાની પણ શક્યતા હોય છે.
ત્યાગીએ તે નિરવને ઉપદેશ આપે તે જગ્ય છે. સામી વ્યક્તિ તેને અમલ કરે તે ય મધ્યસ્થભાવ અને અમલ ન કરે તે ય મધ્યસ્થભાવ.
આદેશ કરનારાઓને આદેશને અમલ ન થતાં ખૂબ દુઃખી થવું પડે છે. તે હાથે કરીને–પેટ ચેળીને શૂળ ઊભું કરવા જેવી બાબત છે. જે આદેશ કરવામાં ન આવે અને શાસ્ત્રનીતિ મુજબ ઉપદેશ દઈને છૂટી જવાય તે ઘણું બધી ચિત્ત-પ્રસન્નતા જળવાઈ રહે તેથી આરાધના -ખૂબ વધુ થાય.