________________
મુનજીવનની બાળપોષી, વિરાગની તીવ્રતા તે છે નહિ એટલે દીક્ષિત જીવનમાં બધું શુન્યવત્ ભાસવા લાગે એટલે ફલતઃ ધર્મ કિયાઓમાંથી આનંદ ઊડી જાય કે ઓસરવા લાગી જાય.
એટલે જ પેલી કહેવત યથાર્થ છે કે, “ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના.'
વર્તમાન સમયને પ્રવાહ જ એ છે કે તેમાં જેટલું ત્યાગને મહત્ત્વ અપાય છે તેટલું વૈરાગ્યને મહત્ત્વ આપવામાં આવતું નથી. જેને સંસાર ત્યાગીને દીક્ષા લેવી છે એ વ્યક્તિ ઘરમાં, કુટુંબમાં કે પિતાના વતનમાં ખૂબ મહાન બની જાય છે. પછી આ વ્યક્તિના જીવનમાં વિરાગની આગ. ભભૂકી ઊઠેલી ભલે કદાચ જેવા ન મળે.
મેં તે એવી મુમુક્ષુ વ્યક્તિઓ જોઈ છે, જે દીક્ષાના. આગલા દિવસ સુધી શારીરિક વિભૂષા, ભાષાના લટકા, આવાના ચટકા, સિનેમા, આઈસક્રીમ, કાશ્મીર વગેરેના છેલ્લે છેલ્લે શેખ કરી લેવાના અભરખાથી તેઓ ગળા સુધી. આસક્ત હેય.
શું આવી વિરાગ–શૂન્ય વ્યક્તિ દીક્ષા માટેની લાયકાત ધરાવે છે? ના..... હરગિજ નહિ.
એક વ્યક્તિને “બસ દીક્ષા લઈ લેવી છે એથી કાંઈ તેનામાં દીક્ષાની પાત્રતા આવી ગઈ છે એમ કદી માની શકાય નહિ. દીક્ષા પ્રત્યેના તીવ્ર આદરની સાથે સાથ.