________________
૮૬
મુનિજીવનની બાળપોથી. (૨૭) તે આચાર્ય મહારાજ દૈનિક છાપાંઓની સાઈડ ઉપરની કેરી પટ્ટીઓ ફાડીઓ ફાડીને લઈ લેતા અને તેની ઉપર પિતાનાં દેહનેને ટપકાવતા; લખતા; અને સાચવી. રાખતા.
(૨૮) એ મહાત્મા ગલાઈને સાવ જ નાની–હાથમાં. માંડ પકડી શકાય તેવડી–પેન્સિલ થઈ જાય તે ય તેને ઉપગ કરીને વધુ કસ કાઢતા.
(૨૯) મહાત્માએ એક દી કેક ભક્તને ડાક જ રૂપીઆનું કામ દેખાડ્યું. ભકતે માં બગાડયું. બસ તે. દિવસથી તે મહાત્માએ સદા માટે ભક્તોને પૈસાનું કામ. કહેવાનું બંધ કરી દીધું. .
(૩૦) એ વ્યાખ્યાનકાર મહાત્માને કેઈ શ્રાવકે સવાલ. પૂછશે કે, “આપનું સુંદર વ્યાખ્યાન સાંભળીને આપની પાસે કઈ પ્રશંસા કરે તો આપને માન–કષાય જાગે ખરો ? જે આપ નિખાલસભાવે “હા” કહે તે મારે બીજો સવાલ એ છે કે, “જેનાથી પિતાનું અહિત થાય અને બીજાનું હિત થતું દેખાય તેવી પ્રવૃત્તિ જૈન સાધુથી થઈ શકે ખરી ?'
આ સાંભળીને તે વ્યાખ્યાનકાર મહાત્મા ઊંડા આત્મનિરીક્ષણમાં ગરકાવ થઈ ગયા. ત્યારથી તેમણે આગાઢ. કારણ સિવાય વ્યાખ્યાનની પાટનો ત્યાગ કરી દીધું !
(૩૧) એ મહાત્માએ લગાતાર બત્રીસ વર્ષ સુધી.. વષીતપ કર્યો. તેઓ ઉપવાસને પારણે એકાસણું કરતા. અને પારણામાં નાકેથી દૂધ વાપરી જતા. તેઓ કહેતા કે આથી. રસ ઉપર વિજય મળે છે અને આરોગ્ય પ્રાપ્ત થાય છે. "