________________
પાઠ : ૭
ક્ષા અને પાત્રતા
•
ષોડશક પ્રકરણમાં પૂજ્યપાદ હરિભદ્રસૂરીશ્વરજી મહા રાજાએ ‘ દીક્ષા' શબ્દના નિરુક્તાર્થ કરતાં કહ્યુ છે કે જેના વડે જગતને શ્રેયનું દાન કરવામાં આવે અને જાતને અશિવથી મુક્ત કરવામાં આવે તે દૃીક્ષા કહેવાય. આવી દીક્ષા વિશિષ્ટ કોટિના જ્ઞાનીને જ પ્રાપ્ત થાય છે; મધા આત્માઓને નહિ.
ટૂંકમાં દીક્ષિત તે કહેવાય કે જેના તમામ ચેગેાથી સ્વનું હિત થાય અને પરનુ અહિત તે ન જ થાય.
એક કાળ એવા હતા કે જ્યારે દીક્ષાગ્રહણ ખૂબ દુર્લભ હતુ. આજે દીક્ષાનું ગ્રહણ ખૂમ સુલભ થઈ ગયું છે. સતાનાદિને દીક્ષા દેવા પ્રત્યેની વડીલેાની સૂગ લગભગ નામશેષ થઈ છે. પરન્તુ આ દીક્ષાનું ગ્રહણ ખૂબ સુલભ થવાથી જ એમ લાગે છે કે દીક્ષાનુ શાસ્રોત પાલન ખૂબ દુર્લભ થઈ ચૂકયું છે.
સુલભ દીક્ષાને કારણે પાત્રતા વિનાના આત્માઓની પણ દીક્ષાઓ કયારેક થવા લાગી છે. વળી દીક્ષિત જીવનમાં ભાગરની પ્રધાનતાવાળી સગવડો પણ વિપુલ પ્રમાણમાં છ્તા